ગામની બે બહેનપણીઓ ૧૨માં ધોરણની પરીક્ષા આપવા જતી હતી.
શ્યામલી – ચમેલી તું તો બીલકુલ વાંચતી જ નથી.
ચમેલી – છોડ ને યાર, પાસ થઈશું તો પાછું આગળ ભણવાનું અને પછી નોકરી વાળો પતિ મલશે.
શ્યામલી – તો એ સારું ને?
ચમેલી – શું ખાખ સારું….
૧૨ કલાકની નોકરી અને પગાર ૧૮૦૦૦, પ્રદૂષણ વાળા મોટા શહેરમાં રહેવાનું, મકાન ભાડા માં જ અડધો પગાર જતો રહે. પછી પોતાનું ઘર જોઈએ, એટલે લોન લઈ ૪ થા કે ૫ માં માળે એક ગુફા જેવું ઘરમાં રહેવાનું અને લોન ચૂકવતા ચૂકવતા ૧૫ થી ૨૦ વર્ષ થાય એટલે ભરતા ભરતા ઘરડા થવાનું. તહેવારમાં કે ગરમીમાં કોઈ રજા નહીં. નિરોગી રહેવું હોય તો ઓર્ગેનિકના નામે ૩ થી ૪ ગણી કિંમત ચૂકવીને ખાવાનું. નોકરી મળે, તો તેમાં પણ
સારું કર્યું તો અધિકારીએ અને ખોટું કર્યું તો આપણે….
અને જો નાપાસ થઈએ તો…
આગળ ભણવાનું નહીં, કોઈ ખેડૂત સાથે લગ્ન થશે.. પૈસા વધુ કે ઓછા આવશે પણ બધા પૈસા આપણા હશે, કસરત માટે જિમ માં જવું નહીં પડે, ટેક્ષનું કોઈ લફડું નહીં. બધું ઓર્ગેનીક જ ખાવાનું અને પ્રદૂષણ વિનાનું રહેવાનું એટલે બીમારીની બહુ ચિંતા નહીં. પતિ પણ ૨૪ કલાક સાથે જ હોય એટલે એની પણ ચિંતા નહીં. દર વર્ષે ચૂંટણી આવે એટલે રોડ, પાણી, લાઈટ ની ચિંતા નહીં. ખેડૂતો ના વોટ લેવા માટે
કોઈ લોન લીધી હોય તો તે પણ માફ થઈ જાય…
શ્યામલી – તો આ લોન ચૂકવે કોણ?
ચમેલી – નોકરી કરતો બળદ…!!
શ્યામલી – તો પછી હું પણ નાપાસ જ થઈશ….!!!
Day: June 18, 2023
*”દીકરી પારકી ક્યારે લાગે છે ??”*
*દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડાં મહિના પછી પિયર આવીને મોઢું સાફ કરી ને નેપકીન ની જગ્યાએ પોતાનો નાનો રૂમાલ વાપરે છે!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે! “*
*રસોડામાં અજાણ્યાની જેમ તરત કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*
*બધાંને પીરસીને જમાડતી જે પહેલાં એ આજે ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ ડબો ખોલી ને જોતી નથી!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*
*ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી, જ્યારે રાત્રે સુવા માટે ક્યાં સુવ તો કોઈને નઈ નડું!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*
*સાસરે જતી વખતે બધાં પૂછે છે, પછી કયારે આવીશ? તો કહે છે, મારા સાસુ અને એમની( પતિ )ની અનુકૂળતા પૂછવી પડે!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*
*જેમને દીકરી ,બહેન હોય એ પ્રેમથી રાખજો. કેમકે એકવાર જાય છે પછી કયારેય એજ રૂપે પાછી આવતી નથી.*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*
ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક
નવયુવક કૉલેજના અંતિમ
વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
એના પિતા એ વિસ્તારના સૌ થી ધનવાન અને
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.
એના પિતાએ પૂછયું કે
પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ
જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ
નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ
સાંભળીને
ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે
ફરી પૂછ્યું
કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે
તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ
કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે
તો આવી કારની ખરીદી એ
રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો.
એ
કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.
મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ
કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે
ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ
લેતો.
થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર
પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને
રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબ જ સરસ
રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ
થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન
કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરી. ઘર
નજીક એ ઘરે પહોંચ્યો.
કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય
દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ
ગયો.
કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ
વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને
આવીને
કહ્યું કે શેઠ સાહેબ
એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.
એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ
રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે
ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર
બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે
તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને
ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે
એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક
નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ
જ
આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે
તારા માટે મારા તરફથીઉત્તમ ભેટ !’ એટલું
કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ
પોતાના કામે
જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું
તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું
રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ
થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત
ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને
એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક
પૈસો હોવાછતાં પોતાની એક જ
માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ
વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર
અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન
ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત
પિતા પાસે માગવાનો કે એમને યાદ
અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.
ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.
એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી,
સ્પૉર્ટસ કારને બદલે રામાયણ
આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ
માનું
છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું
ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે
તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે
તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી રામાયણના બૉક્સ પર મૂકી એ
ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં.
મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણે જે
બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને
અણધારી સફળતામળી અને એ અતિશ્રીમંત
બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન
પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ
પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ
ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને
તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે
આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને
અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે
ફિલૉસૉફી ઝાડવા ફકત રામાયણ જ
આપ્યું, એ યાદ આવતાં જ એનું મન
કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ
એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે
તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ
નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.
વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ
શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત
કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય
સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય
છે
અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ
થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત કારણ
માટે
આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ
કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન
લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.
સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે
એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે
પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે
એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી.
04:33
સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર
હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ
તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે
પોતાનું
સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે
કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને
રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય
પણ
આવે તો તમને બધો કારોબાર
સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’
પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.
પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ
મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને
વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે
પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન
તરફ
પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ
પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે
ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર
આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.
પછી પોતાના રૂમમાં આવ્યો.
એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ
સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ એ જ
રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું.
એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ
ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં લઈ
ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું
હતું:
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને
ભેટ
કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે
માગેલ
વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ
આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ
શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું.
એ
જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું.
પેલા યુવાને એ કવર ખોલ્યું.
એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ
ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર
તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને
આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય વાર
સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય
એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ
પછી કલાકો સુધી સૂનમૂન બની એ
પોતાનાપિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે
એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક,
ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ
આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર
કરતાં હોઈશું ? કારણ એક જ કે
આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું
નથી હોતું.
બસ ! એટલું જ !!
PARENTS ARE ALWAYS THE BEST IN
OUR LIFE..
એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. M
સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.
નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’
સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.
આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !
આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”
નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.
હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.
એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.
મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.
પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.
કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.
જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.
મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.
હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.
ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”
નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”
સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.
એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.
ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.
પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.
ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.
મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું.”
સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.
મિત્રો,
*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*
મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*
શેરી-ગરબાવાલોં કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!
રજનીકાંતના જમાઈ ધનુષની ફિલ્મ ‘રાંઝણા’માં એક મસ્ત ડાયલોગ હતો કે, ‘ગલી કે લોન્ડો કા પ્યાર અકસર ડોક્ટર ઓર એન્જિનિયર લે જાતે હૈ.’ આપણે ત્યાં શેરી-ગરબામાં રમનારાઓ સાથે પણ ઘણીવાર એવું બને છે કે શેરી-ગરબામાં જેની સાથે વર્ષો સુધી ‘રંગમાં રંગતાળી’ના તાલે ત્રણ તાલી લીધી હોય એ જ રમતુડી ‘હાથતાળી’ આપીને કોઈ પાર્ટીપ્લોટમાં રમનારી ‘પૈસાવાળી પાર્ટી’ સાથે સેટલ થઈ જાય છે! દિલોના ખેલમાં કન્યાના હાથના હારના બદલે હારનો સામનો કરનારા આવા ખેલૈયાઓ માટે પણ ‘રાંઝણા’ના એ ડાયલોગની જ તર્જ પર કહી શકાય કે, ‘શેરી-ગરબાવાલો કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!’
જાણકારો તો કહે છે કે શેરી-ગરબામાં આરતી ટાણે વારંવારની સૂચના છતાં ન આવનારા અને નાસ્તા ટાણે ગમે ત્યાંથી પ્રગટ થઈ જનારાઓ સાથે આવું જ થાય. ( CC : Nimita Sheth Yashi ) અને જાહેરમાં ‘યૌવન’ના નામે માત્ર યુવતીઓના જ ફોટા છાપવા બદલ અખબારોને ભાંડીને રોજ સવારે એ જ યૌવનના ફોટા નિહાળવા અખબાર ઉપાડતા દંભી યુવાનો સાથે તો ખાસ આવું થવું જોઈએ. (CC : Lagharvaghar Amdavadi) હોવ…હમ્બો…હમ્બો…!
સર્જિકલ સ્ટ્રાઈક શબ્દ આપણે ત્યાં ભલે છેલ્લા થોડા વર્ષોથી જ ચર્ચામાં આવ્યો હોય, પણ કહે છે કે એની શરૂઆત તો જ્યારે કનૈયો ગોપીઓ સાથે રાસ રમતો એ સમયના ભારતમાં રાસના મેદાનમાં થઈ હતી. કેમ? ગરબાના ગ્રાઉન્ડમાં આખા મેદાનની મેદનીને બાજુ પર રાખીને કોઈ એકના હદયને વીંધી જતી કોઈ એકની નજર શું કોઈ સર્જિકલ સ્ટ્રાઈકથી કમ હોય છે? ‘ખેલૈયો 420’ ઉપનામથી લખતા એક પાર્ટટાઈમ કવિએ તો લખ્યું પણ છે કે, ‘દાંડિયા મેં ઘુસી વો ઈન્ડિયન આર્મી કી તરાહ, દિલ મેં સર્જિકલ સ્ટ્રાઈક કર ગઈ.’ ઉફ્ફ… જીયો જીયો કવિ…! ગરબામાં કાળા ચશ્માનો ટ્રેન્ડ શરૂ થવા પાછળનું કારણ આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈક્સ જ છે. એ કોઈ ઠાલી ફેશન નથી. એ પહેરીને રમવાનો એક ‘ગુપ્ત’ ફાયદો છે. કાળા ચશ્મા પહેરીને રમવાથી તમારી સર્જિકલ સ્ટ્રાઈક (ગ્રાઉન્ડના) કયા એરિયામાં ચાલી રહી છે અને લશ્કર ક્યાં ‘રાસ’ રમે છે એ કોઈ કળી શકતું નથી!
ક્લબ્સ અને પાર્ટી-પ્લોટ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાળા ચશ્મા ઉપરાંત બીજો પણ એક વિચિત્ર ટ્રેન્ડ ચાલુ થયો છે. આખુ ગ્રાઉન્ડ શાંતિથી રમતું હોય ત્યાં જ એકાદું ગ્રૂપ હુપાહુપ કરતું વચ્ચોવચ્ચ ઘુસી આવે અને જેને રાસ-ગરબા સાથે દૂર દૂર સુધી કોઈ નિસબત ન હોય એવા ચિત્ર-વિચિત્ર સ્ટંટ કરવા માંડે. એમાં પણ બે-ત્રણ ખેલૈયાઓ મોંમાં પેટ્રોલ ભરીને મોંમાંથી આગ કાઢવાના કરતબો બતાવવા લાગે ત્યારે બાળકો હેબતાઈ જાય અને આપણને સવાલ થઈ આવે કે સાલુ, આપણે રાસ-ગરબા જોવા આવ્યા છીએ કે કોઈ સર્કસ? વાત તો ત્યાં સુધીની ચર્ચાય છે કે બે-ચાર સ્ટંટબાજ ખેલૈયાઓને તો ગ્રેટ ગોલ્ડન સર્કસમાંથી ઓફર પણ આવી ગયેલી. આ લોકોએ સામે એમના જોકર્સ માગી લીધાં. એમ કહીને કે એમની (એટલે કે જોકર્સની) મદદથી અમે નવો ‘જોકર રાસ’ શરૂ કરીશું અથવા લોકોને કંઈક નવું આપવાના બહાને ‘જોકર સ્ટેપ’ ઈન્ટ્રડ્યુસ કરીશું. એ પછીથી ક્યારેય સર્કસવાળાઓ એ દિશામાં ફરક્યા નથી.
એવું નથી કે ગરબાના ગ્રાઉન્ડ પર માત્ર ઢાંઢાઓ જ ગાંડા કાઢે છે. કેટલીક છોકરીઓ પણ ‘ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા’ શબ્દો પર એવી એવી અંગભંગિઓ કરે કે જો અંબે મા એ ભાળી જાય તો એમને ત્યાંને ત્યાં ભસ્મ કરી મુકે! કેટલાક નમૂનાઓ માટે તો આપણે મનોમન પ્રાર્થનાઓ કરવી પડે કે, ‘હે ગણપતિ બાપા, ‘દેવા શ્રી ગણેશા’ સૉંગ પર ‘એક બાર આજા, ઝલક દિખલા જા…’ના સ્ટેપ કરનારાઓને મોટું પેટ રાખીને માફ કરી દેજો!’
બાય ધ વે, જેમને સારું રમતાં નથી આવડતું હોતું એ બધાં જ આવા નથી હોતાં. કેટલાક બીચાકડાં એવા પણ હોય છે કે જે રાહ જ જોતાં હોય કે ક્યારે ‘મુંબઈથી ગાડી આવી રે હો દરિયાલાલા…’ વાગે ને ક્યારે હડૂડૂહુશ કરતા ગાડીમાં જોડાઈ જઈએ? (કેમ કરતા? હડૂડૂહુશ કરતાં.) એમાંના કેટલાક તો એવા પણ હોય છે જે ‘મુંબઈથી ગાડી આવી રે…’ની શરૂઆત થાય કે તરત જ ગાડી બનાવી દેવાની એવી ઉતાવળમાં હોય કે બે-ચારને તો હડફેટે લઈ નાંખે. જો મોદીસાહેબ આ લોકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ કરે તો પ્રોજેક્ટ બુલેટગતિએ પૂરો થઈ જાય. શરત માત્ર એટલી કે ગાડી આઈ મિન, બુલેટ બનાવતી વેળા સતત ‘મુંબઈથી ગાડી આવી રે…’ વાગતુ રહેવું જોઈએ. જોકે, કહે છે કે ટૂંક સમયમાં મોદીસાહેબ ‘મુંબઈથી ગાડી આવી રે…’ ગીત થોડું બદલાવીને ‘મુંબઈથી બુલેટ આવી રે…’ કરાવી નાખવાના છે! હોવ દરિયાલાલા… હમ્બો…હમ્બો…!
ગરબાના ગ્રાઉન્ડમાં તમે ક્યારેય એ નોંધ્યું કે કેટલાક ખેલૈયાઓના શરીરમાં ગરબા માટે જરૂરી લચક એટલે કે લવચીકતા (ફ્લેક્સિબિલિટી યુ નો) જ નથી હોતી. તમે માર્ક કરજો કે આવા લોકો ગરબા નહીં, પણ કોઈ પરેડ કરતા હોય એવું વધારે લાગશે! એ વાત અલગ છે કે હવે 377 પરના ચુકાદા બાદ જેમણે વર્ષોથી છુપાવી રાખી હોય એવા પુરુષોની ચાલમાં લચક દેખાતી થઈ ગઈ છે!
09:54
ક્લબ અને પાર્ટીપ્લોટ્સમાં એન્ટ્રી માટે જ્યારથી ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત થયા ત્યારથી એક સત્ય એ પણ સામે આવ્યું છે કે ટ્રેડિશનલમાં છોકરીઓ મોટેભાગે મસ્ત જ લાગે પણ છોકરાઓ ક્યારેક ડાગલા જેવા લાગે છે! એવી જ રીતે પરંપરાગત શેરી-સોસાયટીના ગરબાઓ પર ક્લબ-પાર્ટી પ્લોટ્સ હાવી થયા ત્યારથી ‘ટહુકા કરતો જાય મોરલીયો’ ગીતમાં સાથોસાથ જોર જોરથી ‘ટેહુંક…ટેહુંક’ કેકારવ કરતાં કલાકારો લુપ્તતાના આરે આવી ગયા છે. આવી બધી કલા-કારીગરીઓ જોવા આવનારા ફોરેનર્સ સાથે ઘણી વાર જબરી ગમ્મત થઈ જતી હોય છે. એક ફોરેનર યુવતી કહેતી હતી કે, ‘હેય, મારે દોઢીયું પહેરવું.’ કોઈએ એને ટોકવી પડી કે, ‘ધીમે બોલો બેન, એને કેડિયું કહેવાય. દોઢીયું તો લેવાનું હોય.’ એ ભોળુંળીનું ભલું કરે ભવાની મા.
ફ્રી હિટ :
‘કલ રાત માતા કા મુજે ઈ-મેલ આયા હે…’ ગીત સાંભળી જાય તો દયારામ સ્વર્ગમાં જાતે જ પોતાની જાતને કોરડા ફટકારવા માંડે…!
(મારા પ્રથમ પુસ્તક ‘હમ્બો હમ્બો.માંથી. પુસ્તક ખરીદવાની ઈચ્છા થાય તો લિંક કોમેન્ટમાં.)
– તુષાર દવે
એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને? એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેંચાય ગયા છે મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો?? એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેંચાય જાય છે. ઈશ્વર ની કૃપાથી ચાલ્યા કરે છે મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો? એણે કહ્યું નહિં સાહેબ, હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેંચી નાખું છું. આ જાણીને હું દંગ રહી ગયો. આનો મતલબ તે દરરોજના રૂપિયા 3500 ( સાડા ત્રણ હજાર) કમાય લે છે. આ હિસાબે મહિના ના રૂપિયા 100000 (એક લાખ) થી પણ વધુ ની કમાણી કરે છે. આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા 30000 (ત્રીસ હજાર) હતો મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો?? એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું. મેં પૂછયું કે બીજા ધંધા શું છે?? એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન 30 (ત્રીસ લાખ) માં લીધી હતી. જે હમણાં જ 4(ચાર ) કરોડમાં વેંચી. એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી અને 50 (પચાસ) લાખ રૂપિયા મારી દિકરી ના લગ્ન માટે રાખ્યા છે અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10 (દશ ) વીઘા જમીન લઈને રાખી દીધી જેથી થોડી ઘણી ખેતી ની ઉપજ થાય અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેંચી નાખીશ અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડ ની સ્કિમમાં રોક્યા છે. અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો.જેથી હું હયાત ના રહું તો મારી પત્નિને પૈસા ની તકલિફ ના પડે.મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું.થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1000 એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો, ને વાત કરી. પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું.આ સાંભળીને મને વિચાર આવ્યો કે, શું ફેર પડે છે. ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે E. M. I. મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે.આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે? એ ખબર જ નથી પડતી. રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો.બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે.ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, ચાલો સાહેબ હું જાઉં છું.ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું.પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસા વાળો ભણાવી ગયો.આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં આજના M. B. A. કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજ થી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા. ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતી. શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે તેમ, ભણેલા ને અભણ છેતરી જાય એનું નામ જ કોઠાસૂઝ..
જમાઈની સમસ્યા
*એકવાર એક સસરા બિમાર પડ્યા*
_સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ…..સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે_
*બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે*
_સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે…..નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો…._
*જમાઈની સમસ્યા એક જ હતી કે …..એ બન્ને કાને બહેરો હતો*
*જમાઇ નાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે, આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી*
*જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો*
*જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે*
*૧. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’*
*જવાબ પૂરો થાય એટલે કહેવું કે …… ‘બસ એ જ ચાલુ રાખો.’*
*૨.બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’*
*સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે …..‘તમારા માટે એ જ બરાબર છે.’*
*૩. ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે…’ક્યા દાક્તરની દવા લ્યો છો ?’*
*જવાબ મળે એટલે કહેવું કે..‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’*
*આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.*
*પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’*
*સસરો થોડો આખા બોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’*
*એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’*
*જમાઈનો જવાબ સાંભળી સસરા ની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા*
*જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’*
*આ વખતે સાસુ બોલ્યા કે……”પથરાં ખાય છે ,અને ધૂળ ફાકે છે.”*
*જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો.*
*તમારા માટે એ જ યોગ્ય છે.’*
*હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું*
*ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે….‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’*
*આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘યમરાજાની દવા ચાલે છે.’*
*અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી*
*એમની દવા ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ …*
*પછી જમાઈનું શું થયું એ ખબર નથી ….*
*પણ છેલ્લા સમાચાર મલ્યા કે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કર્યા છે*
😁😁😁😁😁
તમારે લગ્ન જ ન કરવા હોય અને તમારા લગ્ન થાય નહી આ બંને વસ્તુમાં આમ તો જમીન આસમાનનો ફર્ક છે. પુરુષ વાંઢો રહી જાય તો ઘણીવાર હાંસીપાત્ર બને છે જ્યારે સ્ત્રી વાંઢી રહી જાય એ દયાપાત્ર બને છે. સ્વઈચ્છાથી ન પરણેલી સ્ત્રીઓ મોટાભાગે સમાજસેવા કે ધાર્મિક પ્રવૃતિમાં પોતાની જાતને ઓગાળી ધ્યે છે. પરંતુ પોતાની જીદને લીધે કુંવારી રહી ગયેલી સ્ત્રીઓના વૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે?
*પ્રથમ કારણ:- શહેરનો મોહ!*
‘મારે તો રાજકોટની બહાર જવું જ નથી!’ ‘મને અમદાવાદ સિવાય દમ ઘુંટાય!’ ‘મુંબઈની બહાર ના પરણાય મરી જવાય!’ લગભગ દરેક મોટા શહેરમાં જુવાન થનારી કન્યાઓ આવી અવળી જીદે ચડી જાય છે. અલી ઘેલી! પરણવાનું વ્યક્તિ સાથે છે કે શહેરના બોર્ડ સાથે! ચર્ચ ગેટવાળી કન્યાને કાંદીવલીમાં નથી પરણવું તો નરોડાવાળીને ચાંગોદર નથી જવું અને કાલાવડ રોડવાળીને ગાંધીગ્રામમાં નથી પરણવું. બોલો લ્યો… શહેરનો છે એટલો મોહ પાત્રમાં રાખો તો એ જ્યાં હશે ત્યાં તમને સ્વર્ગ જેવું લાગશે. તમામ કન્યાઓ મેટ્રોસીટી તરફ મીંઢોળ બાંધીને દોડી રહી છે. એ જોતા તો એમ લાગે છે આવનારા વર્ષોમાં ગામડામાં જન્મવું એ અભિશાપ થઈ જશે. કન્યાઓની આ ઘેલછા ગામડાઓને સ્મશાન બનાવ્યે પૂર્ણ થશે કે શું?
*બીજુ કારણ: ‘હજી તો દિકરી નાની છે.’*
સ્ત્રી આમ તો કદી મોટી ઉંમરની હોતી જ નથી. પરંતુ આ વાક્ય કેટલીક સ્ત્રીઓ પિસ્તાલીસ કે સાંઈઠ વર્ષની થાય ત્યાં સુધી પ્રમાણિકતાથી પકડી રાખે છે. કેટલાક માતા પિતા સારા ઘરનું માગુ આવે ત્યારે વાત આગળ ચલાવ્યા વિના સીધુ જ રોકડું પરખાવે છે કે ‘અમારી દીકરી તો હજી ભણે છે.’ અલ્યા ભઈ તો અમારો ગગો કાંઇ તમારી ગગીના ભણવાના ચોપડા ફાડી નાંખે એવો લાગે છે? અમારૂ ખાનદાન કાંઈ સાવ નિરક્ષર થોડું છે? પાપાની પરી પાપાને જ નાનકડી લાગે છે. પપ્પા ક્યારેક દીકરીની ફેસબુક કે ઇન્સ્ટાની પોસ્ટ પણ વાંચવાનો સમય કાઢો. સત્ય સમજાઈ જશે કે ગગીને આવતી કાલે જ વળાવી દેવી જોઈએ. બહુ નાની ગણ્યા કરશો તો પછી એ કદી ‘નાની’ નહી બને હો!
*ત્રીજુ કારણ: ‘બાપ રે! જોઇન્ટ ફેમેલી છે!’*
‘મુરતીયાનું આઠ જણાનું કુટુંબ છે અને એમાં સૌથી નાની વહુ ના થવાય.’ બોલો હવે આ બેનબાની ચોઈસ માટે આપણે રાશનકાર્ડ પર કાપ મૂકવાનો? ‘અમારે તો આગળ પાછળ કોઈ ના હોય એવો વરરજો શોધવો છે.’ બેન તો અનાથઆશ્રમ બાજું ધ્યાન દોડાવો. સો એ પાંચ ફેમેલી હવે સંયુક્ત કુટુંબમાં માંડ રહે છે. વડીલોની હૂંફ અને આશિર્વાદ તમામ કપલને જોઈએ છે પરંતુ વડીલો કોઈને નથી જોતા! પોતાના નવજાત શિશુની પ્રોપર સંભાળ માટે માતાપિતા કેર ટેકર તરીકે બધા ઈચ્છે છે. પરંતુ એ માતાપિતાની કેર ટેક બહુ ઓછા કરે છે. જોઇન્ટ ફેમેલીમાં નહી પરણવાની જીદ કરીને કુંવારી બેઠેલી કન્યાઓ પાછી પોતાના ત્રણેય ભાઈઓ અને ભાભીઓ સાથે જ રહેતી હોય છે. આને કહવાય વિકાસ…!
*ચોથું કારણ: ‘આઈ વોન્ટ ફ્રીડમ!’*
‘મને તો કોઇની અંડરમાં જીવવુ જ નથી. આઈ એમ અ ફ્રી બર્ડ. આઈ વોન્ટ ફ્રિડમ.’ આવા વાક્યો પચ્ચીસ વરસે કહેનારી કેટલીય યુવતીઓ પિસ્તાલીસ પછી સાઈકેટ્રીસની ડિપ્રેશનની દવા લેતી નજરે પડે છે. ફ્રી બર્ડની જીંદગીમાંથી બર્ડ નીકળી જાય છે. અમુક કન્યાઓ પશ્ચિમની જીવનશૈલીને પૂર્વમાં જીવી લેવા તલપાપડ હોય છે. જવાબદારી શબ્દ જ જેને બાણ શૈયા જેવો લાગતો હોય તેવા ઘણાને વર્ષો પછી ‘શૈયા’ જ બાણ જેવી લાગવા માંડે છે. ફ્રિડમની સગલી થામાં બેન! નબળુ પાતળુ ગોતીને ગોઠવાઈ જા. તું નસીબદાર હોઇશ તો તારા પગલે વરને કેનેડા કે યુ.એસ.ના વિઝા મળી જાશે તો પછી ફ્રિડમના સ્વીમીંગપુલમાં એ’યને આજીવન ધુબકા માર્યા કરજે…! સ્વચ્છંદતાને સ્વભાવ ન બનાવાય બેબલી. દુષણોનું સ્વચ્છતા અભિયાન કરી શકે એવો સાવરણો ક્યાંય માર્કેટમાં નથી મળતો. પરણીજા બાઈ નહીંતર આગળ આવશે એકલતાની ખાઈ.
*પાંચમું કારણ- પાતળી આર્થિક પરિસ્થિતિ*
હવેની છોકરીઓ તો મુરતીયો જોવા આવે ત્યારે જ માઈક્રો ઓબ્ઝરવેશન કરી લ્યે છે. એ કઈ ગાડીમાં આવ્યો? તેની પાસે ક્યો મોબાઈલ છે? આ ભૂરો મને MIનો મોબાઈલ તો ગીફ્ટ નહી આપે ને? મારે તો આઇફોન જ જોઈએ. (પછી ભલેને મારા બાપુજીના ઘરે કોઇની આઇફોનની ત્રેવડ ન હોય તો’ય!) છોકરાના ઘરના સોફા પરથી તેની માનસિકતા ન મપાય બેન! શક્ય છે કે એ અત્યારે પરિવાર મધ્યમવર્ગનો છે પરંતુ તારા પગલા થશે અને તું જો કરકસરથી ઘર ચલાવશે તો પાંચ વરસમાં સૌ સારા વાના થશે. બાકી માત્ર બેંક-બેલેન્સ, મોંઘી ગાડી અને મોટા બંગલા જોઈને હરખે હરખે પરણનારી કેટલીય કન્યાઓને ફાઇવસ્ટાર બંગલામાં દવા પીવાના દિવસો આવ્યા છે. માટે છોકરો કાંડાવાળો હોય, તને સદ્દગુણી લાગે અને તારા દિલમાં તેને જોઈને ઘંટડી વાગે તો આર્થિક પરિસ્થિતિને ગોળી મારજે બેન! વર કન્યાનો એકબીજા પરનો ભરોસો મજબુત થશે તો કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો મળશે જ! આગે બઢો.
*છઠ્ઠું કારણ- સામસામુ નથી કરવું.*
06:43
કેટલીક કન્યાઓનું આ કારણ પ્રમાણમાં વ્યાજબી લાગે છે. ક્યારેક આ ક્રુર ભાસે છે. ભાભી રીટર્ન થાય એટલે વગર વાંકે નણંદબા પણ પરત મોકલી દેવાય છે. સંબંધોની આ મીરર ઇફેક્ટને લીધે ઘણા પરિવારો ટક્યા પણ છે અને તૂટ્યા પણ…!
*સાતમું કારણ: ભણેલો જોઈએ!*
કેટલીક કન્યાઓ સરકારી નોકરને જ પરણવાની પ્રતિજ્ઞા કરી બેસતી હોય છે. કલેક્ટર કે કમિશ્નરને વરવાના સ્વપ્ન જોનારી પછી સરકારી બેંકના પટ્ટાવાળાનું મંગળસૂત્ર પહેરે છે. ઘણી કન્યાઓ “પતિ એ જ પરમેશ્વર” નહીં પરંતુ “પે સ્લીપ એ જ પરમેશ્વર” સૂત્રને જીવનભર વળગી રહે છે.
ટૂંકમાં કન્યાઓ પાસે ન પરણવાના આજે આવા એક હજાર બહાના હોઈ શકે. પરણવાનું એક જ કારણ પુરતું છે કે સુખી થાવા કરતાં કોઈને સુખી કરવા માટે પરણવુ જરૂરી છે. સમયસર પરણી જાવ નહીતર પછી આંટી થઈ જશો.
💃🏻🕺🏻
ભૂરોકાકો ભારે લોંઠકો આદમી!
ભલભલાની રેવડી દાણાદાર કરી નાંખે! સોસાયટીના નાકે પંદર વીસ ટાબરિયાં રમી રહેલાં! ભૂરાકાકા ત્યાંથી નીકળ્યા અને બોલ્યા: અલ્યા કોઈને મફતમાં વાળ કપાવવા છે?
એક ટેણીયો તૈયાર થઈ ગ્યો! હા! અંકલ!! મારે કપાવવા છે.
ભૂરાકાકા એને લઈને થોડેક દૂર એક હેર કટીંગ સલૂન હતું ત્યાં ગયા!
શોપવાળાને કહ્યું: ટેણીયો જેવા કે’ તેવા બાલ કાપજો! અને હું મારું એક કામ પતાવતો આવું! એટલું કહીને ભૂરાકાકા મનોમન મલકાતા મલકાતા ત્યાંથી પોબારા કરી ગ્યા!
વાળ કપાઈ ગયા પછી શોપવાળાએ ટેણીયાને કહ્યું: આરામથી બેસ ! તારા બાપા આવતા જ હશે!
ટેણીયો: એ મારા બાપા નથી!
શોપવાળો: તો?
ટેણીયો: હું તો સોસાયટીના નાકે રમતો’તો! અને આ કાકા ત્યાં આવીને બોલ્યા કે કોઈને મફતમાં બાલ કપાવવા છે? એટલે હું એમની સાથે આવ્યો!☹️☹️☹️☹️☹️
06:07
😏બિહારી ભાભી : આપ લોગન …. કરવાચોથ કા વરત કાહે નાહિ કરત હો ….. ભૌજી ….?☺️
😌 ગુજરાતી ભાભી : જરૂરત હી નહીં હૈં …,😌 હમ પહેલે સે હી … ચાયણે મેં ચાર ….કે હી પતિદેવ .. કો લાતે હૈં ….😇.
06:12
એક મહિલાએ પડોશમાં જઈને કહ્યું : બહેન જરા તમારું વેલણ આપજો ને, મારા પતિ હમણા ઘરે આવ્યા છે
પડોશી મહિલા : લો, લઈ જાવ બહેન, પણ જલ્દી પાછુ આપજો, મારા પતિ પણ હમણા આવવાની તૈયારીમાં જ છે.
…..આમાં કશી ગેરસમજ કરતા નહિ.આપણી ગૃહિણીઓ તેમના પતિદેવને ગરમાગરમ ફુલકા રોટલી ખવડાવવા માટે કેટલી careful હોય છે એની વાત છે આ. ___
ℬ
જિંદગી કે સાથ ભી LIC
પહેલો પ્રેમ કદી વિસરાતો નથી એવું કહેવાય છે અને રોજ મન માં વિચાર આવતો જ રહે કે તે *ક્યાં હશે અને શું કરતી હશે*
આવો જ એક અનુભવ જરૂર થી વાંચો
એક વાર ઘરે આરામ કરતો હતો અને મોબાઈલ ની રિંગ વાગી ટેબલ પર થી મોબાઈલ લઈ ને જોયું તો અજ્ઞાત નંબર હતો
મેં ફોન પિક કર્યો સામે થી મધુર અવાજ આવ્યો કેન આઈ સ્પીક ટુ વિજય
અવાજ થોડો પરિચિત લાગ્યો મેં કહ્યું હા બોલો હું વિજય તમે કોણ
તેણે કહ્યું હું રોલ નમ્બર 69
અવાજ પરિચિત લાગ્યો અને રોલ નમ્બર 69 પર થી યાદ આવ્યું કે મારા સ્કૂલ માં સાથે ભણતી એક છોકરી રશ્મિ નો અવાઝ હતો
જે સ્કૂલ ટાઈમ માં ગણા પ્રયત્નો છતાં મને ભાવ આપતી નહતી
તરત જ મેં રસોડા માં નજર નાખી તો પત્ની રોટલી વણવા માં વ્યસ્ત હતી
તરત જ હું ઘર માં થી બહાર પેસેજ માં પહોંચી ગયો
ધબકારા વધી ગયા, શ્વાસ પણ થમ્ભી ગયો. સુ બોલવું શબ્દો મળતા નહતા
તરત ભૂતકાળ માં સરી ગયો કે જેના માટે હું જીવ આપવા તૈયાર હતો તે ત્યારે ભાવ ખાતી હતી અને આજે સામે થી ફોન કર્યો એને મારી સુ ગરજ પડી હશે એવી કલ્પના માત્ર થી મન ખીલી ઉઠ્યું
સુ બોલવું કઇ સમજણ પડતી નહતી પણ એ સામે થી બોલી ક્યાં છે યાર ,કેટલા વરસ થઈ ગયા તને જોયે, તારો નમ્બર પણ નહતો મારી પાસે. કાલે જ વિપુલ મળ્યો એની પાસે થી તારો નમ્બર લીધો અને તને ફોન કર્યો
તેનો અવાઝ સાંભરી એવું લાગતું તું કે બસ સાંભર્યા જ કરું
અચાનક તેણે બીજો એક મોટો બૉમ્બ નાખ્યો.
મારે મળવું છે તને ક્યારે ટાઈમ છે બોલ
મન માં થયું કે તને મળવા માટે કદી પણ રેડી છુ પણ પછી નોકરી નો ખ્યાલ આવ્યો અને કીધું રવિવારે ફ્રી છુ મળીયે
એને પૂછ્યું કે કયા મલસૂ પછી જાતે જ બિન્ધાસ્ત રીતે કીધું એક કામ કર તું મારા ઘરે આવી જજે
મને તો સ્વર્ગ નો અનુભવ થવા લાગ્યો ત્યાં ફરી એ બોલી કોઈ સારી જગ્યા એ મળીયે એકાંત માં જ્યાં શાંતિ થી વાતો કરી શકાય
મેં કીધું મને કોઈ આવી જગ્યા ખબર નથી તું બોલ.
પછી તેણે શહેર ની એક મોટી શાનદાર હોટેલ નું નામ લીધું અને રવિવારે ત્યાં સાંજે 5વાગે મળીયે એવું નક્કી થયું
રવિવારે ને હજી 3દિવસ બાકી હતા જે 3 યુગ દૂર હોય એમ લાગતું હતું
હું તો તેને મળવા જવાનું છે એમ કરી નવું મોદી જેકેટ લાવ્યો, સલૂન માં જઈ ફેસિયલ કરાવ્યું, બાલ ડાઈ કારાવી નાખ્યા, નવું પરફ્યુમ લઈ આવ્યો આ બધું જોઈ પત્ની એ પૂછ્યું સુ વાત છે શેની તૈયારી ચાલુ છે ?
રવિવારે ફોરેન ના કલાઇન્ટ સાથે મિટિંગ છે એવું ગપ્પુ મારી દીધું .પત્ની બિચારી ભોળી તેને વાત માની લીધી.
ત્યાર બાદ નવા બુટ, ગોગલ્સ આ બધું ખરીદ્યું .બઉ ખર્ચો કરી નાખ્યો પણ તેની પરવા નહતી કેમ કે રવિવારે રેશમ જેવી રશ્મિ ને મળવા જવાનું હતું
ફાઇનલી રવિવાર આવ્યો
સવારથી જ ખુશ માં હતો
5વાગવામાં 20 મિનિટ બાકી હતી ને ઓલા ટેક્સી બુક કરી નાખી ટેક્સી દરવાજા પર આવી ઉભી રહી .
પત્ની અને બાળકો એ કોઈ મોટી મિટિંગ માં જઇ રહ્યા છે તેમ સમજી શુભેચ્છાઓ આપી
ટેક્સી હોટેલ ના દરવાજા આગળ આવી ઉભી રહી ત્યાં સામે જ તે ગુલાબ નું ફૂલ લઇ ને ઉભી મારી વાટ જોતી હતી
તેને સામે જોઈ હરખ સમાતો ન હતો
બંને એકબીજાને ગળે મળી હોટેલ માં એન્ટ્રી મારી…
મોંઘી મોંઘી વાનગી ઓ નો ઓર્ડર આપી ખૂબ વાતો કરી જમી લીધું પછી ડેબીટ કાર્ડ થી બિલ ચૂકવી બધું
બેંક બેલેન્સ લગભગ બધું જ ઉડાવી દીધું
થોડી વાર પછી તેણે કહ્યું મારે તારું કામ છે આશા છે તું ના નહીં પાડે. મેં કીધું બોલ તારા મારે જાન પણ હાજીર છે.
પછી તેણે બેગ ખોલી અને અમુક કાગળિયા કાઢ્યા અને કહયુ કે હું LIC નું કામ કરૂં છું અને આ મહિને ટાર્ગેટ પૂરો કરવાનો છે તો પ્લીઝ તું એક પોલિસી કઢાવ .જમતા જમતા તારી બધી માહિતી મેં લઈ લીધી છે હું ફોર્મ પછી ભરી દઈશ તું ફક્ત અહીંયા સહી કર
સહી તો કરી નાખી પણ હવે હપ્તા ભરવા પડશે તે વિચાર આવતા માથું દુખવા લાગ્યું
અને હવે દર હપ્તે તેની યાદ તાજી થશે😫
*માટે કોઈને મળવા પહેલા જાણવું જરૂરી છે કે તે શું કરતી હશે*
*Lic*
*જિંદગી કે સાથ ભી*
*જિંદગી કે બાદ ભી*
😅