મીડિયા અને મોદીજી…
મોદીજી મુખ્યમંત્રી બન્યાને થોડાક જ મહિનામાં 2002 નાં દંગા થાય છે. ચારેય બાજુથી મોદીજીને ઘેરી લેવમાં આવે છે. એવામાં 2004 નાં લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થાય છે. પક્ષમાં પણ એક એવો વર્ગ ઉભો થાય છે, જે એવું માનતો હતો કે 2002 નાં દંગા બાદ ભાજપની છબી વધુ કોમ્યુનલ થઇ અને આપણે હાર્યા.
ઈ.સ.2004 માં કોંગ્રેસનું શાસન આવે છે અને બેકડોરથી સોનિયાબેન સરકાર ચલાવે છે. 2002 દંગાને લગતી તમામ બાબતોને ફરીથી જીવતી કરવામાં આવે છે. રોજે રોજ નોટિસો, અલગ અલગ તપાસો અને તેનાં આધારે મીડિયા ટ્રાયલ. 2004 થી 2014 સુધી એક એક દિવસ એવો ન હોય કે પ્રાઈમ ટાઈમમાં 2002 નાં દંગા યાદ કરીને મોદીજીને મનફાવે તેવા શબ્દો વાપરવામાં ન આવ્યા હોય.
ઘણા પત્રકારોએ તો મોદીજીને ગાળો આપીને પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કર્યા તો કેટલાક લોકોને રાજ્યસભા મળી ગઈ તો ઘણા લોકોને દલાલી કરવાની છૂટનાં કારણે કરોડો રૂપિયા. મને યાદ છે રોજ હું ટીવી સામે બેસતો એટલે ભલે ડિબેટ કોઈ પણ વિશે હોય પણ મારી મચડીને મોદીજીને વચ્ચે લાવીને ગાળો તો આપવાની જ! ન જાણે કોઈ જગ્યાએ રજીસ્ટર કરવાનું હોય કે જુઓ જુઓ મેં આજે મોદીને 10 ગાળો આપી.
એ વેલ ઓર્ગેનાઈડ્ તરીકાથી આ માણસને ભયકંર રીતે માનસિક હેરાન કરવામાં આવ્યો. આઝાદ ભારતમાં આ રીતનું કોઈ વ્યક્તિનું ટ્રાયલ થયું નથી. વાત ખાલી આપણા મીડિયા પૂરતી નહોતો, આ તમામ બાબતોને વિશ્વ મીડિયામાં પણ છપાવવામાં આવતી હતી. હદ તો એ થઇ કે 2005 માં મોદીજી અમેરિકા જવાનાં હતા તો તેમના વિઝા કેન્સલ કરવામાં આવ્યા. વિચાર કરો કે કઈ હદની મીડિયા ટ્રાયલ કરવામાં આવ્યું આ માણસનું!
તમારા કોઈ મુખ્યમંત્રીનાં અમેરિકા વિઝા કેન્સલ કરે તો તમારી શું જવાબદારી? અમેરિકાનો વિરોધ કરવાનો કે મોદીનો? પણ ના, આપણું મીડિયા અમેરિકાનાં પડખે ઉભું રહ્યું અને અમેરિકા દ્વારા કેન્સલ કરવામાં આવેલા વિઝાને કોર્ટનાં જજમેન્ટની જેમ ઉપયોગ કરવામાં આવ્યો. મોદી નરભક્ષી, મોદી મોતનો સોદાગર જેવા નિવેદન સોનિયા ગાંધી જેવા લોકો આપે અને મીડિયા ખરાબ ભાષા બદલ સોનિયાને કઈ ન કહે પણ મોદી પર સવાલ ઉઠાવે.
છતાં મોદીજીએ કોઈ દિવસ રોદણાં રહ્યા નથી કે આટ આટલી સફળતા મળ્યા બાદ કોઈને સંભળાવ્યું નથી. જયારે કોંગ્રેસે SIT ગઠિત કરીને મોદીજીની તપાસ કરવાનો આદેશ આપ્યો તો આ માણસે SIT નું સ્વાગત કર્યું અને 09 કલાક તપાસમાં સહયોગ કર્યો અને આ વાતનો પોલિટિકલ રોદણાં રડીને ફાયદો પણ નથી ઉઠાવ્યો. આને કહેવાય કાયદાનું સન્માન.
2002 નાં મામલે મોદીજીએ ભરપૂર ઇન્ટરવ્યૂઓ આપ્યા, અગણિત વાર પોતાનો મત મુકવાનો પ્રયત્ન કરેલો પણ તેમને ખ્યાલ આવ્યો કે આ લોકો મારું મંતવ્ય લેવા માટે નહીં પણ મારાં શબ્દો પકડીને મને શાબ્દિક રીતે ફસાવવાનાં ઈરાદાથી બધું થઇ રહ્યું છે. આ આખી પેટન્ટ સમજ્યા બાદ તેમણે સીધું જનતા સાથે કનેક્ટ કરી લીધું! મીડિયાને વચ્ચેથી હટાવી દીધું. મીડિયાનાં પક્ષમાં પણ નહીં અને વિરોધમાં પણ નહીં. મહેનત જ એટલી કરો કે તમારા વિશે મીડિયા કઈ બોલે તો લોકો મીડિયાની વાત માને જ નહીં.
એટલા માટે જ ગુજરાતમાં પોતાને ક્રાંતિકારી બતાવતું છાપું આજ સુધી મોદીજીનો એક વોટ ઓછો કરી શક્યું નથી. એ છાપાનાં માલિકની એટલી ધાખ કે કોઈ પણ ગુજરાતનો મુખ્યમંત્રી બને તો તેને નમન કરવા જવાનું! મોદીજીએ તે પરંપરા તોડી અને ભાઈનો ઈગો હર્ટ થયો તે ઘડીને આજના દિવસ સુધી તે ભાઈ અતરંગી હેડલાઇન મારીને વિકૃત ઉલ્ટીઓ કરે છે જયારે મોદીજી આજે પણ અજય છે.
મીડિયાને ઇરીલેવન્ટ કરવા માટે મોદીજીએ વિકાસ માટે પરિશ્રમની પરાકાષ્ટા કરી અને તેઓ પહેલા મુખ્યમંત્રી હતા કે તેમનું ટ્વીટર પર એકાઉન્ટ હતું. તેમના સમર્થકો સાથે સંવાદ કરવા માટે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું અને આજે વિશ્વમાં સૌથી વધુ ફોલોવર્સવાળા વિશ્વ લીડર છે. આમ મોદીજી કોઈની લીટી ટૂંકી નથી કરતા પણ પોતાની લીટી મોટી કરે છે.
જે મોદીજીએ 2004 થી 2014 સુધી પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક મીડિયા ટ્રાયલ રોજે રોજ સહન કર્યું હોય તે મોદીજી એક પાંચ દશ લાખ કોપીવાળા મીડિયાથી ડરે અને કાર્યવાહી કરાવે? મતલબ કુછ ભી? જો તમારામાં હિંમત હોય તો આ રોદણાં રડવાનું બંધ કરો અને જેમ મોદીજીએ કાયદાનું સન્માન કરીને તમામ લીગલ બેટલ વિકટીમ કાર્ડ રમ્યા વગર લડી હતી એમ લડી બતાવો? પણ તમારામાં મોદીજીના 1% પણ હિંમત નથી.
આજે સમય એવો આવી ગયો છે કે મોદીજી લાઈવ થાય તો બતાવવું પડે કારણ કે આ માણસ બતાવે તો જ TRP આવે છે. તમે 25 વર્ષની આવી લડાઈ ત્યારે જીતી શકો જયારે તમારામાં કુટી કુટીને દેશભક્તિ ભરી હોય અને પરિશ્રમની પરાકાષ્ટા કરવાની ત્રેવડ હોય. આ ત્રેવડ છે માટે મોદીજીએ મીડિયા કંટ્રોલ કરવાની જરૂર નથી.
અને મોદીજીએ કોની સાથે બદલો લીધો? કોઈ જ સાથે નહીં બધા પોત પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે. બસ મોદીજી સરકારે કોંગ્રેસ શાસનમાં મળતી મલાઈ જરૂર બંધ કરી છે. અને આજે પણ મોદીજીના વિરુદ્ધમાં શું નથી બોલાતું? બોલાય જ છે અને એમાંથી કોને જેલમાં પુરી દીધો? આપણે ત્યાં 600 ન્યુઝ ચેનલ છે અને 3,00,000 ( રજીસ્ટર અને નોન રજીસ્ટર ) ન્યુઝ પેપર અને ચોપાનિયા અને હજારોની સંખ્યામાં યૂટ્યૂબ ચેનલો છે. બધા બોલે જ છે કોણ ચૂપ છે?
નોટ: મીડિયા તમારી વાચા બને ત્યાં સુધી ઠીક પણ તમારા વ્યવહાર કરવા લાગે તો?
– મહેશ પુરોહિત, નવસારી
#Modi #Media @highlight