Posted in हिन्दू पतन

કોમ્યુનિસ્ટનું સૌથી વિકૃત સ્વરૂપ તમને ભારતમાં જોવા મળશે…

હમણાં ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીએ નિવેદન જાહેર કરીને ઈરાનને સમર્થન કર્યું છે અને અમેરિકાને વખોડ્યું છે. જયારે હકીકત એ છે કે ઈ.સ. 1979 માં ખોમેનીની સરકાર આવી ત્યારે કોમ્યુનિસ્ટ નેતાઓ પર ભયંકર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

મજાની વાત એ છે કે ઈરાનમાં એક કોમ્યુનિસ્ટ વિચારધારાવાળી પાર્ટી હતી, નામ હતું Tudeh party of Iran ( ઈરાન પબ્લિક પાર્ટી ). હવે જયારે ઈરાનમાં ધાર્મિક ક્રાંતિ ચાલી રહી હતી ત્યારે આ પાર્ટીએ ખોમેનીને પૂરો ટેકો આપ્યો હતો અને તત્કાલીન રાજા શાહ પહેલાવી વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

ખોમેની સત્તામાં આવ્યો એટલે ધીરે ધીરે એક પછી એક કોમ્યુનિસ્ટ નેતા પર અલગ અલગ પ્રતિબંધ મુક્યા. થોડા આંદોલનનાં મોડમાં આવ્યા એટલે એક સાથે 5,000 લોકોને જેલમાં નાખીને હત્યા કરી મૂકી ( ઘણા લોકો આ આંકડો 10,000 સુધીનો કહે છે.) આ થવાથી 30,000 થી વધુ પાર્ટી વર્કર અને નેતાઓ ઈરાન છોડીને ભાગી ગયા. ખોમેનીએ કોમ્યુનિસ્ટ પાર્ટીને કાયમ માટે ઈરાનમાં પ્રતિબંધ મૂકી દીધો. આ ખાલી ઈરાનની સ્ટોરી નથી, સાઉદી અરેબીયા, ઇરાક, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સોમાલીયા, યમન, તુર્કી જેવા તમામ દેશોમાં કોમ્યુનિસ્ટ પાર્ટી પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

એના જેવું જ જ્યાં જ્યાં કોમ્યુનિસ્ટ સરકારો છે ત્યાં ત્યાં ઇસ્લામિક લોકો પર અત્યાચાર કરવામાં આવે છે અને સંપૂર્ણ ધાર્મિક છૂટ આપવામાં આવી રહી નથી. ચીનની અંદર 8,00,000 ઉઇગર મુસ્લિમોને ભયાનક પ્રતાડના આપીને એક કેમ્પમાં પુરી દેવામાં આવ્યા છે, કુરાનમાં છેડછાડ કરવામાં આવી છે, મસ્જિદ તોડીને શૌચાલય બનાવવાનાં પણ દાવા કરવામાં આવ્યા છે. હદ તો એ છે કે જો તમારે કોઈ અંગ જોઈતું હોય તો ચીનમાં મળી જશે કારણ કે આ કેમ્પમાંથી કોઈ પણ ઉઇગર મુસ્લિમને ઉઠાવીને અંગ કાઢી લેવામાં આવે છે.

પણ, આપણાં દેશમાં આ બન્ને વિચારધારા સાથે થઇ જાય છે, મતલબ તમારો આધાર ફક્ત અને ફક્ત ભારતની મૂળ
સંસ્કૃતિનો વિરોધ માત્ર છે. નહીં તો તમે વિશ્વમાં કશે સાથે બેસતા નથી.

નોટ: જયારે તમારી વિચારધારાનો આધાર કોઈને નફરત હોય તો તમે આજ નહીં તો કાલ ખતમ થવાના જ છો.

– મહેશ પુરોહિત, નવસારી

#CommunismExposed
#IranTruth
#TudehPartyHistory
#KhomeiniRegime
#LeftistHypocrisy
@highlight

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment