મારુ નામ જલ્પેશ પરમાર છે અને હું વ્યવવસાયે વકીલ છું તથા બરોડામાં રહું છું. મેં 15 વર્ષ પહેલાં “મૈત્રી સખી મંડળ” નામની એક સંસ્થા શરૂ કરી હતી જેના દ્વારા પીડિત લોકોને આજે પણ ન્યાય અપાવી રહ્યો છું.
તમને મારા કાર્યનું ઉદાહરણ આપું તો, આજથી સાત વર્ષ પહેલાં એક કેસ આવ્યો હતો. જેમાં પુત્રએ તેની વહુના કહ્યામાં આવી તેના માતા-પિતાને છેતરીને પ્રોપર્ટી પોતાના નામે લખાવી દીધી અને પિતાના રિટાયરમેન્ટના 25થી 30 લાખ રૂપિયા લઈને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયાં ત્યારે પુત્રએ એવું કહ્યું હતું કે, અમે નવું ઘર લઈએ ત્યાં સુધી થોડોક સમય તમે બંને અહીં રહો. આ પછી તેઓ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતાં રહ્યાં હતાં.
આ દરમિયાન હું મારી આવકનો દસ ટકા ભાગ લોકો માટે વાપરતો હતો. એટલે મેં નક્કી કર્યું હતું કે, મારે વૃદ્ધાશ્રમમાં રહેતાં લોકોને જમાડવા છે. હું તે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડતો હતો, ત્યારે તે મા-બાપ ખૂબ જ રડતાં હતાં. આ જોઈ મેં વૃદ્ધાશ્રમના મેજેનરને વાત કરી તો તેમણે મને કહ્યું કે, તેમના પુત્ર અને વહુ બંનેને અહીં મૂકી ગયાં છે અને મને એવું કહીને ગયા છે કે, હવે તેઓ પાછા આવશે નહીં. એટલું જ નહીં આ દાદાના રિટાયરમેન્ટના 25 લાખ રૂપિયા પણ લઈ લીધા છે. આ પછી મેં મેનેજરને કીધું કે, આ બંને માતા-પિતાને હું ન્યાય અપાવીશ. પણ, વૃદ્ધાશ્રમના મેનેજરે મને કહ્યું કે, એ ખર્ચો કરી શકશે નહીં પણ, મેં કીધું કે, હું તેમનો તમામ ખર્ચો ઉપાડી લઈશ.
આ પછી તે લાચાર માતા-પિતાને હું મળ્યો. તેમની પાસે વિગતવાર બધી માહિતી લીધી અને પછી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. થોડાંક સમય પછી તેમના પુત્ર અને વહુને જબલપુરથી અહીં બોલાવ્યા અને તેમના પિતાના 25 લાખ રૂપિયા પાછા અપાવ્યા. એટલું જ નહીં પુત્ર અને વહુને તેમના માતા-પિતાનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે અંગે કાઉન્સેલિંગ પણ કર્યું. આજે એ લોકો ક્યાં રહે છે તે ખબર નથી પણ, તેઓ આજે પણ સાથે રહે છે. ઘણીવાર દાદાનો ફોન આવે છે કે, દીકરા તારા લીધે જીવન સુધરી ગયું. બસ આટલું સાંભળીને મન ધન્ય થઈ જાય છે.
અત્યાર સુધીમાં મેં આવા 1500 કરતાં પણ વધુ લોકોને ન્યાય અપાવ્યો છે અને હજી સુધી આ ભગિરથ કાર્ય ચાલું જ છે. જો તમે પણ મારી સેવાનો લાભ લેવા માંગતા હોવ તો તમે મને 9558818402 પર સંપર્ક કરી શકો છો.
#humanity #helpothers #vadodara #gujarat
