મિત્રો, આજે એક અંગ્રેજી માં પોસ્ટ આવી, લેખક અજ્ઞાત , મઝાની લાગી એટલે અનુવાદ મૂકું છું.
એક ગધેડા ને બાંધી રખાયો હતો. એક રાતે એક ભૂત એ આવી એને છોડી મૂક્યો. ગધેડા એ બાજુ ના ખેતર માં જઈ ખૂબ ખાધું અને નુકસાન કર્યું.
તે ખેતર ની માલિક બાઈ ને આવ્યો ખબ ગુસ્સો એણે ગધેડા ને ગોળી મારી દીધી.
હવે ગધેડો ગુમાવવા થી , તેનો માલિક ખૂબ ગુસ્સે થયો અને આ ખેડૂત પત્ની ને મારી નાખી.
હવે તે ખેડૂત ક્રોધે ભરાયો અને દાંતરડા થી પાડોશી ખેડૂત ને મારી નાખ્યો.
આ ના થી ક્રોધ કરી , તે ખેડૂત ની પત્ની અને દીકરા એ આ ખેડૂત નું ઘર બાળી નાખ્યું.
રાખ થઈ ગયેલા ઘર ને જોઈ , તે ખેડૂતે પાડોશી માં દીકરા ને મારી નાખ્યાં. પછી આખરે શાંત થયો અને તેને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. એણે જઈને ભૂત ને પૂછ્યું ” આટલાં બધાં ને શું કામ મારી નાખ્યાં ? શું મળ્યું ? “
ભૂત કહે ” મેં ક્યાં કોઈને માર્યા છે ? મે તો ખાલી ગધેડા નું દોરડું છોડાવ્યું. બાકી જે કંઈ થયું તે તો તમારી અંદર રહેલા શેતાને કર્યું. ”
મિત્રો આપણા મીડિયા અને સોશ્યલ મીડિયા આ ભૂત જેવાં છે, અને રોજ એક ગધેડું છૂટું કરે છે. આપણે તે ને જોઈ તરત પ્રતિક્રિયા ઓ આપીએ છીએ, લડીએ છીએ, સમજ્યા વિચાર્યા વગર.
અને મીડિયા, સોશિયલ મીડિયા તો જવાબદારી હડસેલી ખસી જાય છે
આ આપણે સમજવાનું છે ,કે મીડિયા , social media એ છોડેલા દરેક ગધેડા પર લડાલડ નાં કરીએ અને આપણાં મિત્રો, બિરાદરી અને સમાજ માં હસી ખુશી થી રહીએ.