Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“સત્ય ઘટના”

“અમેરિકા અને માનવજીવનનું મૂલ્ય.”, એક પરિચિતનો દીકરો અમેરિકામાં એન્જીનીયરીંગ માસ્ટર ડીગ્રી મેળવવા ગયો અને ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી અમેરિકામાં એક કંપનીમાં નોકરી મેળવીને ત્યાં જ રહી ગયો.

એક દિવસ એ છોકરાની કારને હાઈવે પર ભયાનક અકસ્માત થયો અને તાત્કાલિક હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ હાજર થઈ ગઈ અને છોકરાને ઉપાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ. તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો અને છોકરાને થયેલી ગંભીર ઈજાઓ તપાસીને ડૉક્ટરો એ ઓપરેશન શરૂ કર્યા અને જરૂર લાગી એટલે બીજા નિષ્ણાત ડૉક્ટર પણ બીજી હોસ્પિટલમાંથી બોલાવ્યા અને કલાકો સુધી જુદી જુદી સર્જરી ચાલતી રહી. પછી કંપનીને જાણ કરી હોસ્પિટલવાળાએ અને બનાવની ગંભીરતા જોતા કંપનીએ ઇન્ડિયામાં છોકરાના પરિવારને જાણ કરી કહ્યું કે, તમે અહીં આવી જાઓ, અકસ્માત ખૂબ ગંભીર છે, સારવાર ચાલુ છે.

દીકરાના પિતા તાત્કાલિક અમેરિકા જવા નીકળી ગયા અને તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો દીકરો હજી ખતરામાંથી બહાર નહોતો આવ્યો પણ ડૉકટરો અને હોસ્પિટલ એ જે જરૂરી હતું એ બધું જ કર્યુ હતું અને કરતા હતા. આધુનિક સાધનો અને નિષ્ણાત તબીબો, નર્સની કાર્ય કુશળતાથી દીકરાની જાન બચી ગઈ! એ પછી હોસ્પિટલમાં જ બીજા ત્રણેક મહિના સારવાર ચાલી, ફિઝ્યોથેરેપી અને સાયક્રિયાટીસ્ટ સારવાર પણ થતી રહી અને સંપૂર્ણપણે સ્વસ્થ થયેલા દીકરાને હોસ્પિટલમાંથી રજા મળી!

અમેરિકામાં કોઈપણ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે નિયમ છે કે, જો કોઈ કર્મચારી સતત 45 દિવસ ગેરહાજર રહે તો એને નોકરીમાંથી બરત્તરફ કરવામાં આવે. આ દીકરાની સાથે કામ કરતા કર્મચારીનો ફોન હોસ્પિટલમાં આવ્યો અને દીકરાને કહ્યું કે, તમારો ફોન સતત ચાલુ રાખજો, આપણા કંપનીના મોટા સાહેબ એમની ફુરસદે તમને ફોન કરશે! અને એક દિવસ સાહેબનો ફોન આવ્યો અને તબિયતની પૃચ્છા કરી શુભેચ્છાઓ આપી, અને ઉમેર્યુ કે, મને ખબર છે તું 45 દિવસમાં સ્વસ્થ થવાનો નથી જ પણ તું કોઈ ચિંતા કરતો નહીં તારી નોકરી આ જ કંપનીમાં આ જ હોદ્દા પર જ્યારે પણ તું સ્વસ્થ થઈને પરત ફરીશ ત્યાં સુધી અને એ પછી પણ ચાલુ જ છે! સાહેબે વધુમાં કહ્યું કે, દોસ્ત, હું જ્યારે જુવાન હતો ત્યારે મારો પણ ગંભીર જાનલેવા અકસ્માત થયેલો! એ પછી તો દીકરો સ્વસ્થ થઈને ફરી નોકરીમાં લાગી ગયો અને આજે પણ એ જ કંપનીમાં માતબર પગાર મેળવીને કામ કરે છે.

હાઈવે અકસ્માતમાંથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયેલો માણસ કોણ છે? કાળો છે, ધોળો છે કે પીળો છે? એ માણસ પાસે પૈસા છે કે નહીં? હોસ્પિટલનું બિલ ચૂકવી શકશે કે નહીં? એનો કોઈ મેડિકલેમ હશે? એવી કોઈ તપાસ સુધ્ધાં કર્યા વગર ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ થઈ ગઈ અને બહારની બીજી હોસ્પિટલમાંથી પણ જરૂર હતી એ બધા નિષ્ણાત ડૉક્ટર બોલાવ્યા અને માણસનો જાન બચાવી લીધો!

પાછળથી દીકરાના બાપા એ તપાસ કરી કે કોઈ માણસ પાસે નોકરી કે પૈસા કઈ હોય જ નહીં તો પછી એની પાસેથી હોસ્પિટલ બિલ કઈ રીતે વસુલ કરે? ત્યારે એ હોસ્પિટલમાંથી જવાબ મળ્યો કે જો એવું થાય તો શહેરની ‘N G O’ને એવા પેશન્ટનું બિલ મોકલી દેવામાં આવે અને એ બધી સંસ્થાઓ હોસ્પિટલને જે કઈ રકમ આપે એ સ્વીકારી બીજી રકમ માંડવાળ કરવામાં આવે!

માણસના જીવનનું આવું મૂલ્ય જ્યાં છે એ અમેરિકામાં વસવાટ કરવા લોકો પડાપડી કરે એ સ્વાભાવિક છે, હો સાહેબ…..

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment