Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

इतिहास की अनकही प्रामाणिक कहानियां, का एक अंश ……

“बापू की हजामत और पुन्नीलाल का उस्तरा”

‘‘बापू कल मैंने हरिजन पढा।’’ पुन्नीलाल ने गांधीजी की हजामत बनाते हुए कहा।
‘‘क्या शिक्षा ली!’’
‘‘माफ करें तो कह दूं।’’
‘‘ठीक है माफ किया!’’
‘‘जी चाहता है गर्दन पर उस्तरा चला दूं।’’
‘‘क्या बकते हो?’’
‘‘बापू आपकी नहीं, बकरी की!’’
‘‘मतलब!’’
‘‘वह मेरा हरिजन अखबार खा गई, उसमें कितनी सुंदर बात आपने लिखी थी।’’
‘‘भई कौनसे अंक की बात है ??

‘‘बापू आपने लिखा था कि “छल से बाली का वध करने वाले राम को भगवान तो क्या मैं इनसान भी मानने को तैयार नहीं हूं ” और आगे लिखा था “सत्यार्थ प्रकाश जैसी घटिया पुस्तक पर बैन होना चाहिए, ऐसे ही जैसे शिवा बावनी पर लगवा दिया है मैंने।’’

आंखें लाल हो गई थी पुन्नीलाल की।

‘‘तो क्या बकरी को यह बात बुरी लगी ?”

‘‘नहीं बापू अगले पन्ने पर लिखा था “सभी हिन्दुओं को घर में महाभारत नहीं रखनी चाहिए, क्योंकि इससे झगड़ा होता है और रामायण तो कतई नहीं, लेकिन कुरान जरूर रखनी चाहिए”

“बकरी तो इसलिए अखबार खा गई, कि हिन्दू की बकरी थी ना, सोचा हिन्दू के घर में कुरान होगी तो कहीं मेरी संतान को ये हिन्दू भी बकरीद के मौके पर काट कर न खा जाएं।’’

पुस्तक: मधु धामा लिखित, इतिहास की अनकही प्रामाणिक कहानियां, का एक अंश

Eklavya bhargav ✍️
#रिपोस्ट

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મોટો મૂર્ખ કોણ

એક ગામ હતું ગામના પાદરે બે ભાઈઓ ચાલ્યા જતા હતા ત્યાં સામે તેમને એક બીજો વટેમાર્ગુ મળ્યો આ જોઈ તે વટેમાર્ગુઅે બંને ભાઇઓને રામ રામ કહ્યા અને પોતાના માર્ગે આગળ ચાલ્યો.

હવે બંને ભાઈઓ વિચારમાં પડી ગયા કે આ વટેમાર્ગુઅેુ રામરામ કહ્યું કોને??

એક ભાઈ કહે કે ‘રામ રામ’ મને કહ્યુ ,જ્યારે બીજો ભાઈ કહે કે ‘રામ રામ’ મને કહ્યું . આમ, બન્ને ભાઈઓ વાદ વિવાદ કરવા લાગ્યા.

પછી બંનેએ વિચાર કર્યો કે આપણે પહેલા વટેમાર્ગુ ને જ પૂછી જોઈએ કે તેણે ‘રામરામ’ કોને કહ્યું? આથી તેઓ બન્ને તે વટેમાર્ગુ પાસે ગયા.

એક ભાઈએ પૂછ્યું, હે વટેમાર્ગુ ! તમે ‘રામરામ’ કોને કહ્યું? મને કહ્યું કે આ ભાઈને??

વટેમાર્ગુ વિચારમાં પડી ગયો અને વિચાર્યું કે આ બંને મુર્ખાઓ લાગે છે, એટલે એણે કહ્યું કે તમારા બંનેમાંથી જે પણ મૂર્ખ હશે એને હું રામરામ કહીશ. બંને ભાઈઓ એક સાથે બોલી ઉઠ્યા કે હું મૂર્ખ, હું મૂર્ખ …

વટેમાર્ગુ કહે કે બંને પોતપોતાની વાત માંડીને કહો કે તમે મુરખા કઈ રીતે છો એક ભાઈએ પોતાની વાત શરૂ કરી. એક વખત અમે ખેતરમાં તલનિ ખેતી કરેલી હતી. તલની લણણી બાદ તેને ભરવા માટે અમે કોથળા સિવતા હતા એ દરમિયાન સિવવાની સોય તલના ઢગલામાં ક્યાંક પડી ગઈ. અમે સોયને ખૂબ શોધી પણ મળી નહીં આથી અમે સોયને શોધવા માટે તલના પાકને સળગાવી નાંખ્યો છતાં પણ સોય ન મળી તે ન જ મળી. બોલો, હું મૂર્ખ ખરો કે નહીં? વટેમાર્ગુ કહે કે હા ભાઈ તું તો મોટો મૂર્ખ કહેવાય માટે તને રામ રામ..

હવે બીજા ભાઈએ પોતાની વાત શરૂ કરી બીજો ભાઈ કહે કે એક વખત મેં ગરમીમાં મુંડન કરાવવા વાળંદને ઘરે બોલાવ્યો મુંડન થઈ ગયા બાદ ને વાળંદને રૂપિયા આપ્યા પરંતુ તેની પાસે છૂટ્ટા ન હોવાથી તેણે મને બાકીના રૂપિયા પછી આપવા કહ્યું, પરંતુ હું માન્યો નહી. મેં મારી પત્ની અને દીકરાનું મુંડન પણ કરાવી લીધું. આ બનાવ પછી હું કામ તે જતો રહ્યો. પાછળથી બૈરી અને છોકરો ઘરની બહાર ન નીકળે. બેરીએ મોટો ઘૂમટો તાણી રાખ્યો. આથી આડોશી પાડોશીને થયું કે નક્કી કંઈક થયું છે આથી પાડોશીએ બૈરિના તથા મારા ઘરના સભ્યોને બાજુના ગામમાં જાણ કરી કે ભાઈ મૃત્યુ પામ્યા છે બૈરી અને દીકરાએ મુંડન કરાવ્યું છે તમે લોકો જલ્દી આવો.

હવે સગાવહાલા બધા જ ગામમાં રોતા કકળતા ઘરે આવ્યા. આ બધી રોકકળ થતી હતી ત્યાં હું ગામતરે થી પાછો આવી ગયો .મને જોઇને બધા ડરી ગયા કે ભાગો ભૂત આવ્યું છે.

ત્યારબાદ મેં બધાને શાંત પાડ્યા અને કહ્યું કે વાળંદ પાસે છુટ્ટા રૂપિયા ન હોવાથી બૈરી અને દીકરાનું પણ મુંડન કરાવ્યું છે હવે બોલો, હું મૂર્ખ કે નહીં ??
વટેમાર્ગુ અે બીજા ભાઇને પણ કહ્યું કે,”હા ભાઈ તું પણ મોટો મૂર્ખ, તને પણ રામ-રામ.તમને બંનેને રામરામ. આવજો. અને બધા પોત પોતાના રસ્તે આગળ ચાલ્યા.

  • મુનિરાબેન કચ્છી….✍️
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કમનસીબ કપૂરચંદ

દિલ્હી શહેરમાં કપુરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહે. તેના વિશે લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પહોરમાં કપૂરચંદનું મોટું જે જુએ તેનો આખો દિવસ ખરાબ જાય. તેને ખાવાનું પણ ન મળે!

એક વાર બાદશાહ અકબરને આ વાતની ખબર પડી. તેને થયું : કપૂરચંદ ખરેખર આવો છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. અકબરે બીજા દિવસે વહેલી સવારે કપૂરચંદને બોલાવ્યો. બાદશાહ જાગીને તેના શયનખંડની બહાર આવ્યો કે કપૂરચંદને જોયો. તેણે તેને આવકાર આપ્યો. એટલામાં એક દાસી હાંફળી-ફાંફળી ત્યાં આવી. તેણે કહ્યું, “માલિક, બેગમસાહેબા એકાએક બિમાર પડ્યાં છે. આપને બોલાવે છે.”

બાદશાહ સીધો જનાનખાનામાં ગયો. જોયું તો બેગમ તાવથી ધ્રૂજતી હતી. તેણે તરત હકીમને બોલાવ્યો, આ દોડાદોડીમાં દસ વાગી ગયા. સવારના નાસ્તાનો સમય ચાલ્યો ગયો હતો.

અકબર જનાનખાનામાંથી બહાર આવ્યો કે એક મંત્રી રાજ્યના અગત્યના કામ માટે એમની રાહ જોતો ત્યાં ઊભો હતો. કામ ખૂબ અગત્યનું હોવાથી અકબર તેની સાથે રાજદરબારમાં ગયો. ત્યાં બીજા મંત્રીઓ સાથે કામની ચર્ચા કરી. આ દરમિયાન એક હજૂરિયાએ આવીને કહ્યું. “ હજૂર, ભોજન માટે આપની રાહ જોવાય છે.”

અકબરને હવે જ ખ્યાલ આવ્યો કે જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું. તે જમવા બેઠો, પણ ભોજન ઠંડું થઈ ગયું હતું. તેણે રસોઈયાને બોલાવીને ધમકાવ્યો, નવી સ્વાદિષ્ટ રસોઈ કરી લાવવાનો હુકમ કર્યો. ભૂખ, થાક અને દોડાદોડીને લીધે અકબરના પેટમાં ચૂંક આવવા લાગી. તેણે હકીમને બોલાવ્યો. હકીમે આજનો દિવસ ન ખાઈને હોજરીને આરામ આપવાનું કહ્યું.

રાત્રે પથારીમાં પડ્યાં-પડ્યાં અકબર આજના દિવસનો વિચાર કરવા લાગ્યો. તેને થયું, આજે સવારે કપૂરચંદનું મોટું જોયું હતું તેનું જ આ પરિણામ! મારા જેવા બાદશાહને, પણ ભૂખ્યા રહેવું પડ્યું! આ માણસ શહેરના લોકો માટે ખતરનાક છે. તેણે અમલદારને બોલાવી હુકમ કર્યો, “કપૂરચંદને ગિરફતાર કરીને આવતી કાલે ફાંસીએ ચડાવી દો.”

અમલદારો બીજા દિવસે કપૂરચંદને ફાંસીના માંચડા તરફ લઈ જતા હતા. બન્યું એવું કે એ વખતે બિરબલ ત્યાંથી પસાર થતો હતો. કપૂરચંદ તેને જોતાં જ તેના પગમાં પડ્યો. તે બોલ્યો, “બાપજી, હું વગર વાંકે માર્યો જાઉં છું . મને બચાવો.”

બિરબલે બધી વાત જાણી લીધી. પછી તેને ફાંસીના માંચડે લટકાવે તે પહેલાં શું કરવું તેની સૂચનાઓ આપી. ફાંસીના માંચડે પહોંચ્યા પછી અમલદારે કપૂરચંદને પૂછ્યું, “બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે?” કપુરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી. એ જ વખતે બાદશાહ જાતે ત્યાં આવી પહોંચ્યો. કપૂરચંદ તેના પગમાં પડી બોલ્યો, “જહાંપનાહ, આપે સવારમાં મારું મોઢું જોયું તેથી આપને તકલીફમાં મુકાવું પડ્યું, પણ આપ મારો તો વિચાર કરો! મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું. આપને તો આખા દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, પરંતુ મારે તો જિંદગી ગુમાવવી પડી! માલિક, આપનું મોં જોનારનું તો નસીબ ખુલી જવું જોઈએ, તેને બદલે … જો મને ફાંસી મળે તો લોકો શું કહેશે ?”

અકબર એકદમ વિચારમાં પડી ગયો. તેણે તેને સજામાંથી મુક્ત કર્યો. પછી હસતાં-હસતાં પૂછ્યું, “કપૂરચંદ, સાચું કહેજે, તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું ને!”

કપૂરચંદે હા પાડી. પોતાને મુક્ત કરવા માટે તેણે બાદશાહનો આભાર માન્યો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો પથ્થર મારી રહ્યો હતો પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો. તેથી પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા જાળ જ ઉપર ચણ નાખી રહ્યો હતો અને બીજાની દાનત સારી હતી એટલે પક્ષીઓ જાળમાં ફસાય નહીં એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો. જીવનમાં ક્યારેક નજરે જોયેલું પણ સાચું નથી હોતું. સાચું કે ખોટું નક્કી કરતા પહેલા તેની પાછળ સંજોગો શું હતા એ જાણ્યા વગર વાતને આગળ વધારવી નહીં.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ચિંતા એટલે મહાવ્યાધિ

એક મોટા પૈસાદાર શેઠના ઘરની સામે એક મોચી રહેતો હતો. ખૂબ જ પ્રમાણિક અને મહેનતુ. સદગુણોનો ભંડાર. ઈર્ષ્યા, લોભ, કપટ, લાલચ જેવા દુર્ગુણોથી દૂર રહે, સદા પ્રભુની સેવા કરી અને જોડા સીવતાં સીવતાં ભજન ગાય. આ રીતે ખૂબ જ સદભાવનાપૂર્વક જીવન જીવતાં જીવતાં તે આનંદમાં દિવસ ગાળતો.

બાજુમાં રહેતો શેઠ તેનાથી વિપરીત સ્વભાવનો. ખૂબ જ લાલચુ અને હંમેશા દુ:ખી રહેનારો. દુકાન તથા લેવડદેવડના વિચારમાં ચિંતાતુર રહેતો. પેલા મોચીનાં વૈરાગ્યવાળાં ભજન સાંભળીને શેઠને શાંતિ વળતી.

એક દિવસ શેઠે મોચીને પૂછ્યું : ‘તું શું કમાય છે ?’

મોચીએ કહ્યું : ‘રોજના આઠ આના. જેટલું કમાઉં તે પ્રમાણે મારે ખર્ચ છે.’

શેઠે કહ્યું : ‘તારા ભજનથી મને બહુ આનંદ થાય છે, માટે હું તને પચાસ રૂપિયા આપું છું. મેં જો દવા કરાવી હોત તો, પણ એટલું ખર્ચ તો થાત અને આટલો આનંદ મળત નહીં.’

મોચીને રૂપિયા મળ્યા, એટલે તેને સાચવવાની ચિંતામાં તે પડ્યો. દિવસમાં બે-ત્રણ વખત પેલા રૂપિયા ગણી જુએ. રાતદિવસ તેનું ચિત્ત તેમાં જ રહે. રાત્રે તે ગણી ઓશીકે મૂકે. રાત્રે ઊંઘ પણ ન આવે, એટલે દિવસે જોડા સીવતાં ઝોકાં આવે, તે ભજન ગાવાનું પણ ભૂલી ગયો. તે પૂર્વજન્મનો સંસ્કારી હોવાથી સમજી ગયો કે, આ બધાંનું કારણ પચાસ રૂપિયા છે. તેથી શેઠને ત્યાં જઈ તે રૂપિયા આપી આવ્યો અને શેઠને કહ્યું : ‘તમે તે બીજે વાપરજો’ પછી મોચી પાછો પોતાને ધંધે વળગ્યો અને પહેલાંની માફક ભજન લલકારવા લાગ્યો. શેઠ પણ ફરીથી તેનાં વૈરાગી ભજન સાંભળવાથી ચિંતામુક્ત થયા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભટનેર

ભટનેરનો કિલ્લો પશ્ચિમ રાજસ્થાનમાં ઘગ્ગર નદીના કિનારે આવેલો છે.

રાજસ્થાનના પશ્ચિમમાં સ્થિત હોવાને કારણે આ કિલ્લાને ભારતના પશ્ચિમનો ચોકીદાર કહેવામાં આવે છે.

આ કિલ્લો ભાટી શાસક ભૂપત સિંહ ભાટી દ્વારા 285 એડી પછી બાંધવામાં આવ્યો હતો. ભટનેર એટલે ભાટીઓનું શહેર.

આ કિલ્લો ભારતીય ઈતિહાસની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને મોટાભાગના ભારતીય યુદ્ધોનો સાક્ષી રહ્યો છે…. પશ્ચિમથી ભારતમાં આવતા બાહ્ય હુમલાખોરો/આક્રમણકારોને પહેલા ભટનેરના કિલ્લાના શાસકો સાથે લડવું પડ્યું….

પશ્ચિમથી ભારતમાં ઘૂસેલા હુમલાખોરો/આક્રમણકારો કાં તો પરાજિત થયા હતા અને પાછળ ધકેલાયા હતા અથવા તેમના હુમલાની ધાર જુદા જુદા સમયગાળામાં વિવિધ શકિતશાળી ભટનેરી રાજપૂત શાસકો દ્વારા નબળી પડી હતી.

બાદમાં મારવાડ (જોધપુર)ના રાવ જોધા (રાઠોડ)ના પુત્ર રાવ બીકા (રાઠોડ) (જોધપુરનો કિલ્લો અને શહેર) (સ્થાપક બિકાનેરનો કિલ્લો અને શહેર) ભટનેર પર હુમલો કર્યો અને આ કિલ્લા પર રાઠોડ (બીકાનેરી રાઠોર)નું શાસન સ્થાપ્યું. આધિપત્ય સ્થાપિત કર્યું. ….

થોડા સમય માટે આ કિલ્લો હુમાયુના ભાઈ (બાબરનો નાનો પુત્ર કામરાન)ના તાબામાં ગયો પણ પછી બીકાનેર રાજ્યના તાબામાં આવ્યો. હું આવ્યો….

બીકાનેરના શાસક સુરત સિંહ રાઠોડના સમયે આ કિલ્લા પર ફરીથી ભાટીઓનું વર્ચસ્વ સ્થાપિત થયું હતું.

વર્ષ 1805 માં, બીકાનેરના સેનાપતિ અમરચંદ સુરાના (ઓસવાલ જૈન)એ ફરીથી ભાટીઓ સાથે યુદ્ધ કર્યું અને ભટનેરના કિલ્લા પર બીકાનેરના રાઠોડનું વર્ચસ્વ સ્થાપિત કર્યું.

બીકાનેરના સેનાપતિ અમરચંદ સુરાના દ્વારા મંગળવારે ભાટીસ પર વિજય મેળવ્યા બાદ ભટનેર કિલ્લો ફરીથી બિકાનેર રાજ્યમાં જોડાયો હતો.

તેથી બીકાનેરના તત્કાલીન શાસક સુરત સિંહ રાઠોડે ભટનેર કિલ્લાનું નામ બદલીને હનુમાનગઢ રાખ્યું હતું.

વર્ષ 1994માં, હનુમાનગઢ રાજસ્થાન રાજ્યનો 31મો (મો) જિલ્લો બન્યો.

દુર્ગ ભટનેર એ રાજપૂતી સ્થાપત્ય અને હસ્તકલાનો અદ્ભુત નમૂનો છે.