Posted in जीवन चरित्र

વિશ્વવિજેતા દારાસિંહને હરવાનાર બ્રહ્મદેવ મિશ્રા વિશે જાણીએ..

બ્રહ્મદેવ મિશ્રા એક ભારતીય વ્યાવસાયિક કુસ્તીબાજ હતા. તેમને રાજકારણમાં પણ રસ હતો. અને રાજકારણી હતા. તેઓ ભારતીય જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક હતા. બ્રહ્મદેવે માત્ર માધ્યમિક શાળા સુધીનું ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું. પણ તેને સંસ્કૃતની કહેવતો સારી રીતે યાદ હતી અને દરેક પ્રસંગે તેને ટાંકતા હતા. રામાયણ પર પણ તેમની સારી પકડ હતી.

બ્રહ્મદેવ મિશ્રાનો જન્મ 1917માં બાંસગાંવ તહસીલ હેઠળના ખજાની ગામમાં થયો હતો. તેમના પરિવાર કુસ્તીબાજો નું પરિવાર હતું. તેમના પિતા મહાનંદ મિશ્રા એક જાણીતા કુસ્તીબાજ હતા, જેમના નેજા હેઠળ બ્રહ્મદેવ મિશ્રા કુસ્તી શીખ્યા હતા. તેમના ભત્રીજા રામનારાયણ મિશ્રા અને પૌત્ર ભરત કેશરી ચંદ્રપ્રકાશ મિશ્રા (ગામા મિશ્રા) હંગેરી અને બેંગકોક જેવા ઘણા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

બ્રહ્મદેવ મિશ્રાએ તેમના પિતા પાસે 7 વર્ષની ઉંમરથી જ કુસ્તીની દાવ શીખવાનું શરૂ કર્યું. મોટા થઈને તેણે પોલીસ ખાતામાં નોકરી કરવાનું શરૂ કર્યું.પરંતુ કુસ્તીનો શોખ બ્રહ્મદેવ મિશ્રાએ અંતે નોકરી છોડીને કુસ્તીને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવી. તેઓ પ્રભાવશાળી વક્તા અને ગાયક પણ હતા.

બ્રહ્મદેવ મિશ્રાની ઉંચાઈ 5 ફૂટ 6 ઈંચ હતી. વજન 120 કિલો હતું. તે એક બેઠકમાં 1500 પુશઅપ્સ કરતો હતો. તેમજ 2500 ઉઠક બેઠકો. તે એક સાથે 50 કુસ્તીબાજો સાથે કુસ્તી કરતા. તે શુદ્ધ શાકાહારી હતા.સામાન્ય ભાત, રોટલી, શાક અને કઠોળ ઉપરાંત, તેને ઘી, બદામનું દૂધ અને ફળો લેવાનો શોખ હતો.

બ્રહ્મદેવ મિશ્રાએ ઘણા જાણીતા કુસ્તીબાજોને હરાવ્યા હતા. આ તમામ કુસ્તીબાજોમાં પંજાબના સુરત સિંહ, યુરોપના ટાઈગર તરીકે જાણીતા રોમાનિયાના જ્યોર્જ કોન્સ્ટેન્ટાઈન, ઉત્તર પ્રદેશના બુધાઈ સિંહ હતા. બ્રહ્મદેવે લાહોરના મલ્લા હુસૈનને 7 વખત હરાવ્યા હતા.

બ્રહ્મદેવ મિશ્રાએ કરમુલ્લા (મેરઠ), બાબા (મહારાષ્ટ્ર), શેર-એ-તુફાન (કાશ્મીર) અને પંજાબના અર્જુન, સુરજન, નાહર, દીપા, કોલા, કરણ અને કેરાને પણ હરાવ્યા હતા. તેની કુસ્તી મેરુ સિંહ, સુખદેવ યાદવ, રામજીત યાદવ અને સાધુ યાદવ સાથે થય હતી.

ઉલ્લેખનીય છે કે બ્રહ્મદેવ મિશ્રાએ વિશ્વવિજેતા દારાસિંહને પણ હરાવ્યા હતા. તેણે દારાસિંગને એક એવા દાવ થી કુસ્તી હરાવી હતી. દારાસિંગે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી હતી. તેણે કહ્યું કે બ્રહ્દેવ મિશ્રા આવો દાવ લગાવશે તેની તેને બિલકુલ કલ્પના નહોતી.

બ્રહ્મદેવ મિશ્રનું મુખ વિશાળ મૂછોથી શોભતું હતું. તે ધોતી કુર્તા, ગમછા અને પાઘડી બાંધતો હતો. જ્યારે પણ તે ત્યાંથી જતો ત્યારે તેને જોવા માટે ભીડ એકઠી થતી.

1975માં 57/58 વર્ષની વયે તેમનું અવસાન થયું.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment