Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકવાર I.I.T. મુંબઈના 4 વિદ્યાર્થીઓ મોડી રાત સુધી પત્તા રમતા રહ્યા અને બીજા દિવસે યોજાનારી પરીક્ષા માટે અભ્યાસની તૈયારી કરી શક્યા નહીં .

સવારે તેઓએ એક યુક્તિ વિચારી.

તેઓ પોતે ગ્રીસ, ધૂળ અને ગંદકીથી મેલા ઘેલા થઈ ડીન પાસે ગયા અને કહ્યું કે… તેઓ ગઈકાલે રાત્રે એકમિત્રની અચાનક તબિયત બગડતાં તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અને પરત ફરતી વખતે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું, તેમને કારને આખે રસ્તે, આખી રાત ધક્કો મારીને હોસ્ટેલ સુધી પહોંચવું પડ્યું છે. અને તેઓ આ સ્થિતિમાં પરીક્ષા આપી શકે તેમ નથી.
ડીન સાહેબને તેમની મુશ્કેલી નો ખ્યાલ આવી ગયો અને સહાનુભૂતિ દર્શાવી તેમને 3 દિવસની મુદત આપી… 3 દિવસ પછી ફરી પરીક્ષા યોજી ઉપસ્થિત રહેવા વિકલ્પ આપ્યો.
વિધ્યાર્થીઓએ ખુશી સાથે વિકલ્પ સ્વીકારી ડીન સાહેબનો આભાર માન્યો. અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.
ત્રીજા દિવસે તેઓ ડીન સમક્ષ હાજર થયા. ડીને કહ્યું કે આ _સ્પેશિયલ કન્ડિશન ટેસ્ટ_ હોવાથી ચારેયને અલગ-અલગ ક્લાસરૂમમાં ટેસ્ટ માટે બેસવાનું છે.

તેઓએ છેલ્લા 3 દિવસમાં સારી તૈયારી કરી હતી એટલે બધા સંમત થયા.

આ કસોટીમાં કુલ 100 માર્ક્સ સાથે માત્ર 2 જ પ્રશ્નો હતા.


પ્ર.1. કયું ટાયર ફાટ્યું હતું ? (50 માર્ક્સ)

a) આગળનું ડાબી બાજુનું
b) આગળનું જમણી બાજુનું
c) પાછળનું ડાબી બાજુનું
ડી) પાછળનું જમણી બાજુનું

પ્ર.2. કારમાં કોણ ક્યાં બેઠું? (50 માર્ક્સ)

હa) ડ્રાયવર સીટ પર : _______
b) આગળ ડાબી બાજુ : _________
c) પાછળ ડાબે: _________
d) પાછળ જમણે: _________

નોંધ: ચારેય ચાર વિધ્યાર્થીઓના, બંને પ્રશ્નોના એકસરખા જવાબ હશે તો જ ગુણ આપવામાં આવશે.

I.I.T ની સત્ય ઘટના 1992ની બોમ્બે બેચ.
પરિણામ તમે વિચારી શકો છો..

માસ્તર… પંતુજી… જે કહેવુ હોય તે કહો પણ…
Never underestimate Teacher’s.

*🙏🏻ગુરુ ગુરુ હી રહેગા 🙏🏻*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Copied from the wall of shri Bhimshibhai Ahir

ત્રણ વરદાન

એક વાર એક ચતુર નામનો ખેડૂત ગાડું લઈને સાંકડાં રસ્તે જતો હતો. એને અચાનક એક કાચબી દેખાઈ જે રસ્તો ઓળંગતી હતી. એને એકદમ ગાડું ઉભું રાખ્યું અને કાચબીને બચાવી લીધી. કાચબીની પાછળ એના બે બચ્ચાં હતાં. ત્રણે યે રસ્તો ઓળંગ્યો ત્યાં સુધી ચતુરે નિરાંતે રાહ જોઈ.

રસ્તો ઓળંગ્યા પછી કાચબીમાંથી એક દેવી પ્રગટ થઈ અને ચતુરને કહ્યું, “ હે મનુષ્ય, હું તારા વર્તાવથી ખુબ પ્રસન્ન થઈ છું. તે અમારા ત્રણ પ્રત્યે જે સંવેદના બતાવી એ બદલ હું તને ત્રણ વરદાન આપવા માંગુ છું. હકીકતમાં હું તારી પરીક્ષા લેવા આવી હતી જેમાં તું સફળ રહ્યો છે.”

ચતુર ખુબ રાજી થયો અને તુરંત પહેલું વરદાન માંગવા ઉતાવળ કરી. દેવીએ તેને સાવધાન કરતાં કહ્યું, “ વરદાન માંગતી વખતે શબ્દો વિચારીને બોલજે, એક વાર બોલ્યા પછી એ બદલી નહિ શકાય.”

પહેલું વરદાન
ચતુર સમંત થતા બોલ્યો, “ મને એ વરદાન આપો કે મારે કંઈ કરવું ન પડે અને છતાં જરૂરી પૈસા મળ્યાં કરે.” દેવીએ તથાસ્તુ કહી તાકીદ કરી કે, “તે કંઈ નહિ કરવાની શરતે પૈસા મેળવ્યાં છે એટલે તારે તારા ઓરડામાં બંધ રહેવુ અને ઘરમાં જે પણ ચાલતું હોય તેમાં વચ્ચે પડવું નહિ. જો આ વાત નો ભંગ કરીશ તો મેળવેલ પૈસા પરત આપવા પડશે.”

ચતુરનું પ્રથમ અઠવાડિયું મફતમાં મળતાં પૈસાને લીધે આનંદમાં વીત્યું. પણ બીજા અઠવાડિયે બાળકો યાદ આવ્યાં. મહેમાનો આવીને જતાં રહ્યા પણ મળાયું નહી. બીમાર પત્નીની સંભાળ પણ ન લેવાઈ. ત્રીજું અઠવાડિયું વીતતાં સુધીમાં જિંદગી નિરર્થક લાગવા માંડી.

ચોવીસમાં દિવસે તેને દેવીનું સ્મરણ કર્યું. અને એ પ્રગટ થતાં પૈસા ભરેલ પાત્ર પાછું આપી બીજું વરદાન માંગવાની ઈચ્છા વ્યક્ત કરી.

બીજું વરદાન
દેવીએ હા પાડતાં ચતુર બોલ્યો, “ દેવી મારું પહેલું વચન ફોક કરો અને અડધા પૈસા આપજો પણ ઘરમાં રહેવાની અને કુટુંબની સંભાળ લેવાની છૂટ આપો. દેવીએ તથાસ્તુ કહી તાકીદ કરી તે ઘર અને કુટુંબની માંગણી કરી છે એટલે ઘરની બહાર ન જતો અને પરિવાર સિવાય બીજી કોઈ પંચાતમાં પડતો નહિ”

વળી પાછો એ જ ક્રમ ચાલ્યો. પ્રથમ સપ્તાહ આનંદ આનંદ, બીજા સપ્તાહે કંટાળો, ત્રીજા સપ્તાહે ખેતર અને મોલ ન જોવાનું દુઃખ, ઢોરોને હાથ ફેરવવા અને ચારપૂળો નહી નાખવાની બળતરા, દિવસે પંખીના માળા અને રાતે આભના તારાથી અળગા થવાની પીડા. ચતુરને જીવનમાં રસ ન જણાયો.

એકવાનમાં દિવસે તેને થાકી દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થતાં પૈસા ભરેલ પાત્ર પરત આપતાં તે બોલ્યો, “ માતાજી દશમાં ભાગના જ પૈસા આપજો પણ ઘર બહાર જવાની રજા આપો.” દેવી એ તથાસ્તુ કહેતા તાકીદ કરી, “ ઘર બહાર ખેતર છે, ત્યાં જજે પણ ગામમાં ના જતો નહી તો વરદાન ફોક થશે.”

વળી ધીમે ધીમે પૈસાથી ચતુરની દેગ ભરાવા માંડી. પણ દશ બાર દિવસે સાંજે પાદરના શંકરનાં મંદિરના ઓટલે બેસી દોસ્તો સાથે ગપ્પા મારવાની ઈચ્છા જાગી, વૃદ્ધ વિધવા રતનબાની ખબર ન પૂછાતાં પસ્તાવો થયો, અરે, પેલા પાદરના વડને પાણી કોણ પાતું હશે? ચતુરને ઘર ખેતર ખાવા ધાયા અને એ સવાર સાંજ ગામ તરફ નજર કરી બેસી રહેતો. અને સંઘમાં ચાલતાં જાત્રામાં ન જવાયું ત્યારે તો ચતુરની ધીરજની હદ આવી ગઈ.

ત્રીજું વરદાન
બ્યાંશીમાં દિવસે એને દેવીને વિનવ્યા. દેવી પ્રગટ થતાં એ બોલ્યો, “માતાજી મારે હરામની લક્ષ્મી નથી જોઈતી, બધું હતું એવું કરી દો”. દેવી મલકાયા અને બોલ્યા, “તને એક વાત કહું? લક્ષ્મીજી અને મારી વચ્ચે એક વર્ષથી શરત ચાલે છે કે માણસો પર કોનો પ્રભાવ વધારે છે. તેમની આટલી મહિમા હોવા છતાં તે શરત જીતી શક્યા નથી. અને તું પણ સંકોચ ન કરતો. એક વર્ષમાં તું દશમો વ્યક્તિ છે જેને ચતુરાઈ છોડી માણસાઈ અપનાવી છે, લાગણી સામે લક્ષ્મી જતી કરી છે અને જીતવા કરતાં જીવવું પસંદ કર્યું છે. તથાસ્તુ.”

Posted in महाभारत - Mahabharat

મહાભારત સીરિયલ માં રાહી માસૂમ રાજાને યાદ કરનારા પંડિત નરેન્દ્ર શર્માને કેમ ભૂલી રહ્યા છો?

સોશિયલ મીડિયા માં લોકો મહાભારત ના સંવાદ લખનાર રાહી માસૂમ રઝા ના ભર પેટ વખાણ કરે છે. આ લોકો પંડિત નરેન્દ્ર શર્મા ને કેમ ભૂલી રહ્યા છે.

વાસ્તવમાં મહાભારતના સંવાદો પંડિત નરેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ લખાયા હતા, નહીં તો તેનું 100% ઉર્દૂકરણ થયું હોત. સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ તેમનો મોટો રોલ હતો. પંડિત નરેન્દ્ર શર્મા એ વ્યક્તિ છે જેમણે પહેલેથી જ ‘દ્રૌપદી’ નામની કવિતા લખી હતી, એવી રીતે તેમનું મહાભારત વિશેનું જ્ઞાન પણ અસરકારક હતું. રાહી માસૂમ રઝા પોતે કહેતા હતા કે તે મહાભારતની ભુલભુલામણી ગલીઓમાં પંડિતજીની આંગળી પકડીને આગળ વધતી હતી.
રાહી જે પણ સવાંડી લખતા તે નરેન્દ્ર શર્માની સંમતિ બાદ જ આગળ મોકલવામાં આવતા હતા બીઆર ચોપરાના નજીકના મિત્ર શર્મા મહાભારતના દરેક પાસાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હતા. તેમની છેલ્લી રચના છે “

“शंखनाद ने कर दिया, समारोह का अंत, अंत यही ले जाएगा, कुरुक्षेत्र पर्यन्त”

પંડિત નરેન્દ્ર શર્માને ભૂલશો નહીં, તેમને સમાન સન્માન આપો. આ તેમના પર તમારો ઉપકાર નહીં હોય, પરંતુ ધર્મક્ષેત્રમાં તેમના યોગદાન માટે આ એક નાનો આદર હશે.
પંડિત નરેન્દ્ર શર્માને ‘ગંગા-જામુની તહઝીબ’ના લોકો જાણી જોય ને ભૂલી રહ્યા છે.
આ તે વ્યક્તિ છે જેમને ગાયિકા અનુરાધા પૌડવાલે પણ તેના ‘દુર્ગા-સપ્તશતી’ ગાવાનો શ્રેય આપ્યો હતો.
તે પંડિત નરેન્દ્ર શર્મા હતા, જેમના માર્ગદર્શન હેઠળ મુકેશે રામચરિતમાનસ ગાયું હતું.
લતા મંગેશકરનું યાદગાર ગીત ‘સત્યમ શિવમ સુંદરમ’ તે પંડિતજીએ લખેલું છે.
આવો, આપણે સૌને પંડિત નરેન્દ્ર શર્મા વિશે જણાવીએ, જેઓ સાંસ્કૃતિક ઈતિહાસ અને જ્યોતિષ શાસ્ત્ર ના ઊંચા જાણકાર છે.

#મહાભારત #પંડિત_નરેન્દ્ર _શર્મા
#mahabharat #pandit_narendra_shrma

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

*સ્ત્રીની આંતર મનની વ્યથા:-*

*નાની હતી.*
*ખુબ બોલતી.*
*મા ટોકતી :*
*ચુપ રહે,*
*નાનાં છોકરાં બહું ના બોલે…..!*

*કિશોરી બની.*
*તોળીને બોલતી.*
*છતાં મા કહેતી :*
*ચુપ રહે,*
*હવે તું નાની નથી…..!*

*યુવતી બની.*
*મ્હોં ખોલું,*
*ત્યાં મા ઠપકારતી :*
*ચુપ રહે,*
*પારકા ઘરે જવાનું છે…..!*

*નોકરી કરવા ગઈ.*
*સાચું બોલવા ગઈ.*
*બોસ બોલ્યા :*
*ચુપ રહો,*
*માત્ર કામમાં ધ્યાન આપો…..!*

*પુત્રવધુ બની.*
*બોલવા જાઉં*
*તો સાસુ ટપારતી :*
*ચુપ રહે,*
*આ તારું પિયર નથી…..!*

*ગૃહિણી બની.*
*પતિને કાંઈ કહેવા જાઉં,*
*પતિ ગુસ્સે થતો :*
*ચુપ રહે,*
*તને શું ખબર પડે…..!*

*માતા બની.*
*બાળકોને કાંઈ કહેવા જાઉં.*
*તો તે કહેતા :*
*ચુપ રહે,*
*તને એ નહીં સમજાય…..!*

*જીવનની સાંજ પડી.*
*બે બોલ બોલવા ગઈ.*
*સૌ કહે :*
*ચુપ રહો,*
*બધામાં માથું ના મારો…..!*

*વૃદ્ધા બની.*
*મ્હોં ખોલવા ગઈ.*
*સંતાનો કહે :*
*ચુપ રહે,*
*હવે, શાંતિથી જીવ…..!*

*બસ……..,*
*આ ચુપકીદીમાં અંતરના ઊંડાણમાં ઘણુંય સંઘરાયું છે…..*
*એ સઘળું શબ્દોમાં ઉજાગર કરવા જાઉં,*
*ત્યાં તો સામે યમરાજા દેખાયા.*
*તેમણે આદેશ આપ્યો:*
*ચુપ રહે,*
*તારો અંત આવી ગયો…..!*

*હું ચુપ થઈ ગઈ…..*
*હંમેશના માટે……….!*
🙏🏻🙏🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગામની બે બહેનપણીઓ ૧૨માં ધોરણની પરીક્ષા આપવા જતી હતી.

શ્યામલી – ચમેલી તું તો બીલકુલ વાંચતી જ નથી.

ચમેલી – છોડ ને યાર, પાસ થઈશું તો પાછું આગળ ભણવાનું અને પછી નોકરી વાળો પતિ મલશે.

શ્યામલી – તો એ સારું ને?

ચમેલી – શું ખાખ સારું….
૧૨ કલાકની નોકરી અને પગાર ૧૮૦૦૦, પ્રદૂષણ વાળા મોટા શહેરમાં રહેવાનું, મકાન ભાડા માં જ અડધો પગાર જતો રહે. પછી પોતાનું ઘર જોઈએ, એટલે લોન લઈ ૪ થા કે ૫ માં માળે એક ગુફા જેવું ઘરમાં રહેવાનું અને લોન ચૂકવતા ચૂકવતા ૧૫ થી ૨૦ વર્ષ થાય એટલે ભરતા ભરતા ઘરડા થવાનું. તહેવારમાં કે ગરમીમાં કોઈ રજા નહીં. નિરોગી રહેવું હોય તો ઓર્ગેનિકના નામે ૩ થી ૪ ગણી કિંમત ચૂકવીને ખાવાનું. નોકરી મળે, તો તેમાં પણ
સારું કર્યું તો અધિકારીએ અને ખોટું કર્યું તો આપણે….

અને જો નાપાસ થઈએ તો…
આગળ ભણવાનું નહીં, કોઈ ખેડૂત સાથે લગ્ન થશે.. પૈસા વધુ કે ઓછા આવશે પણ બધા પૈસા આપણા હશે, કસરત માટે જિમ માં જવું નહીં પડે, ટેક્ષનું કોઈ લફડું નહીં. બધું ઓર્ગેનીક જ ખાવાનું અને પ્રદૂષણ વિનાનું રહેવાનું એટલે બીમારીની બહુ ચિંતા નહીં. પતિ પણ ૨૪ કલાક સાથે જ હોય એટલે એની પણ ચિંતા નહીં. દર વર્ષે ચૂંટણી આવે એટલે રોડ, પાણી, લાઈટ ની ચિંતા નહીં. ખેડૂતો ના વોટ લેવા માટે
કોઈ લોન લીધી હોય તો તે પણ માફ થઈ જાય…

શ્યામલી – તો આ લોન ચૂકવે કોણ?
ચમેલી – નોકરી કરતો બળદ…!!

શ્યામલી – તો પછી હું પણ નાપાસ જ થઈશ….!!!

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

*”દીકરી પારકી ક્યારે લાગે છે ??”*

*દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડાં મહિના પછી પિયર આવીને મોઢું સાફ કરી ને નેપકીન ની જગ્યાએ પોતાનો નાનો રૂમાલ વાપરે છે!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે! “*

*રસોડામાં અજાણ્યાની જેમ તરત કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*

*બધાંને પીરસીને જમાડતી જે પહેલાં એ આજે ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ ડબો ખોલી ને જોતી નથી!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*

*ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી, જ્યારે રાત્રે સુવા માટે ક્યાં સુવ તો કોઈને નઈ નડું!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*

*સાસરે જતી વખતે બધાં પૂછે છે, પછી કયારે આવીશ? તો કહે છે, મારા સાસુ અને એમની( પતિ )ની અનુકૂળતા પૂછવી પડે!*
*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*

*જેમને દીકરી ,બહેન હોય એ પ્રેમથી રાખજો. કેમકે એકવાર જાય છે પછી કયારેય એજ રૂપે પાછી આવતી નથી.*

*”ત્યારે, દીકરી પારકી લાગે છે!”*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક
નવયુવક કૉલેજના અંતિમ
વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
એના પિતા એ વિસ્તારના સૌ થી ધનવાન અને
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.
એના પિતાએ પૂછયું કે
પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ
જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ
નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ
સાંભળીને
ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે
ફરી પૂછ્યું
કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે
તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ
કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે
તો આવી કારની ખરીદી એ
રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો.

કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.
મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ
કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે
ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ
લેતો.
થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર
પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને
રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબ જ સરસ
રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ
થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન
કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરી. ઘર
નજીક એ ઘરે પહોંચ્યો.
કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય
દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ
ગયો.
કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ
વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને
આવીને
કહ્યું કે શેઠ સાહેબ
એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.
એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ
રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે
ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર
બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે
તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને
ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે
એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક
નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ

આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે
તારા માટે મારા તરફથીઉત્તમ ભેટ !’ એટલું
કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ
પોતાના કામે
જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું
તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું
રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ
થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત
ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને
એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક
પૈસો હોવાછતાં પોતાની એક જ
માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ
વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર
અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન
ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત
પિતા પાસે માગવાનો કે એમને યાદ
અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.
ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.
એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી,
સ્પૉર્ટસ કારને બદલે રામાયણ
આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ
માનું
છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું
ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે
તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે
તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી રામાયણના બૉક્સ પર મૂકી એ
ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં.
મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણે જે
બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને
અણધારી સફળતામળી અને એ અતિશ્રીમંત
બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન
પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ
પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ
ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને
તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે
આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને
અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે
ફિલૉસૉફી ઝાડવા ફકત રામાયણ જ
આપ્યું, એ યાદ આવતાં જ એનું મન
કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ
એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે
તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ
નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.
વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ
શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત
કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય
સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય
છે
અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ
થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત કારણ
માટે
આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ
કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન
લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.
સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે
એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે
પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે
એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી.

04:33

સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર
હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ
તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે
પોતાનું
સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે
કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને
રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય
પણ
આવે તો તમને બધો કારોબાર
સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’
પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.
પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ
મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને
વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે
પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન
તરફ
પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ
પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે
ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર
આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.
પછી પોતાના રૂમમાં આવ્યો.
એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ
સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ એ જ
રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું.
એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ
ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં લઈ
ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું
હતું:
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને
ભેટ
કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે
માગેલ
વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ
આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ
શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું.

જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું.
પેલા યુવાને એ કવર ખોલ્યું.
એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ
ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર
તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને
આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય વાર
સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય
એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ
પછી કલાકો સુધી સૂનમૂન બની એ
પોતાનાપિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે
એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક,
ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ
આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર
કરતાં હોઈશું ? કારણ એક જ કે
આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું
નથી હોતું.
બસ ! એટલું જ !!
PARENTS ARE ALWAYS THE BEST IN
OUR LIFE..

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. M

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.

નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’

સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !

આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.

હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.

એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.

મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.

પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.

મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.

ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.

એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.

પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.

મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું.”

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો,

*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શેરી-ગરબાવાલોં કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!

રજનીકાંતના જમાઈ ધનુષની ફિલ્મ ‘રાંઝણા’માં એક મસ્ત ડાયલોગ હતો કે, ‘ગલી કે લોન્ડો કા પ્યાર અકસર ડોક્ટર ઓર એન્જિનિયર લે જાતે હૈ.’ આપણે ત્યાં શેરી-ગરબામાં રમનારાઓ સાથે પણ ઘણીવાર એવું બને છે કે શેરી-ગરબામાં જેની સાથે વર્ષો સુધી ‘રંગમાં રંગતાળી’ના તાલે ત્રણ તાલી લીધી હોય એ જ રમતુડી ‘હાથતાળી’ આપીને કોઈ પાર્ટીપ્લોટમાં રમનારી ‘પૈસાવાળી પાર્ટી’ સાથે સેટલ થઈ જાય છે! દિલોના ખેલમાં કન્યાના હાથના હારના બદલે હારનો સામનો કરનારા આવા ખેલૈયાઓ માટે પણ ‘રાંઝણા’ના એ ડાયલોગની જ તર્જ પર કહી શકાય કે, ‘શેરી-ગરબાવાલો કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!’

જાણકારો તો કહે છે કે શેરી-ગરબામાં આરતી ટાણે વારંવારની સૂચના છતાં ન આવનારા અને નાસ્તા ટાણે ગમે ત્યાંથી પ્રગટ થઈ જનારાઓ સાથે આવું જ થાય. ( CC : Nimita Sheth Yashi ) અને જાહેરમાં ‘યૌવન’ના નામે માત્ર યુવતીઓના જ ફોટા છાપવા બદલ અખબારોને ભાંડીને રોજ સવારે એ જ યૌવનના ફોટા નિહાળવા અખબાર ઉપાડતા દંભી યુવાનો સાથે તો ખાસ આવું થવું જોઈએ. (CC : Lagharvaghar Amdavadi) હોવ…હમ્બો…હમ્બો…!

સર્જિકલ સ્ટ્રાઈક શબ્દ આપણે ત્યાં ભલે છેલ્લા થોડા વર્ષોથી જ ચર્ચામાં આવ્યો હોય, પણ કહે છે કે એની શરૂઆત તો જ્યારે કનૈયો ગોપીઓ સાથે રાસ રમતો એ સમયના ભારતમાં રાસના મેદાનમાં થઈ હતી. કેમ? ગરબાના ગ્રાઉન્ડમાં આખા મેદાનની મેદનીને બાજુ પર રાખીને કોઈ એકના હદયને વીંધી જતી કોઈ એકની નજર શું કોઈ સર્જિકલ સ્ટ્રાઈકથી કમ હોય છે? ‘ખેલૈયો 420’ ઉપનામથી લખતા એક પાર્ટટાઈમ કવિએ તો લખ્યું પણ છે કે, ‘દાંડિયા મેં ઘુસી વો ઈન્ડિયન આર્મી કી તરાહ, દિલ મેં સર્જિકલ સ્ટ્રાઈક કર ગઈ.’ ઉફ્ફ… જીયો જીયો કવિ…! ગરબામાં કાળા ચશ્માનો ટ્રેન્ડ શરૂ થવા પાછળનું કારણ આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈક્સ જ છે. એ કોઈ ઠાલી ફેશન નથી. એ પહેરીને રમવાનો એક ‘ગુપ્ત’ ફાયદો છે. કાળા ચશ્મા પહેરીને રમવાથી તમારી સર્જિકલ સ્ટ્રાઈક (ગ્રાઉન્ડના) કયા એરિયામાં ચાલી રહી છે અને લશ્કર ક્યાં ‘રાસ’ રમે છે એ કોઈ કળી શકતું નથી!

ક્લબ્સ અને પાર્ટી-પ્લોટ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાળા ચશ્મા ઉપરાંત બીજો પણ એક વિચિત્ર ટ્રેન્ડ ચાલુ થયો છે. આખુ ગ્રાઉન્ડ શાંતિથી રમતું હોય ત્યાં જ એકાદું ગ્રૂપ હુપાહુપ કરતું વચ્ચોવચ્ચ ઘુસી આવે અને જેને રાસ-ગરબા સાથે દૂર દૂર સુધી કોઈ નિસબત ન હોય એવા ચિત્ર-વિચિત્ર સ્ટંટ કરવા માંડે. એમાં પણ બે-ત્રણ ખેલૈયાઓ મોંમાં પેટ્રોલ ભરીને મોંમાંથી આગ કાઢવાના કરતબો બતાવવા લાગે ત્યારે બાળકો હેબતાઈ જાય અને આપણને સવાલ થઈ આવે કે સાલુ, આપણે રાસ-ગરબા જોવા આવ્યા છીએ કે કોઈ સર્કસ? વાત તો ત્યાં સુધીની ચર્ચાય છે કે બે-ચાર સ્ટંટબાજ ખેલૈયાઓને તો ગ્રેટ ગોલ્ડન સર્કસમાંથી ઓફર પણ આવી ગયેલી. આ લોકોએ સામે એમના જોકર્સ માગી લીધાં. એમ કહીને કે એમની (એટલે કે જોકર્સની) મદદથી અમે નવો ‘જોકર રાસ’ શરૂ કરીશું અથવા લોકોને કંઈક નવું આપવાના બહાને ‘જોકર સ્ટેપ’ ઈન્ટ્રડ્યુસ કરીશું. એ પછીથી ક્યારેય સર્કસવાળાઓ એ દિશામાં ફરક્યા નથી.

એવું નથી કે ગરબાના ગ્રાઉન્ડ પર માત્ર ઢાંઢાઓ જ ગાંડા કાઢે છે. કેટલીક છોકરીઓ પણ ‘ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા’ શબ્દો પર એવી એવી અંગભંગિઓ કરે કે જો અંબે મા એ ભાળી જાય તો એમને ત્યાંને ત્યાં ભસ્મ કરી મુકે! કેટલાક નમૂનાઓ માટે તો આપણે મનોમન પ્રાર્થનાઓ કરવી પડે કે, ‘હે ગણપતિ બાપા, ‘દેવા શ્રી ગણેશા’ સૉંગ પર ‘એક બાર આજા, ઝલક દિખલા જા…’ના સ્ટેપ કરનારાઓને મોટું પેટ રાખીને માફ કરી દેજો!’

બાય ધ વે, જેમને સારું રમતાં નથી આવડતું હોતું એ બધાં જ આવા નથી હોતાં. કેટલાક બીચાકડાં એવા પણ હોય છે કે જે રાહ જ જોતાં હોય કે ક્યારે ‘મુંબઈથી ગાડી આવી રે હો દરિયાલાલા…’ વાગે ને ક્યારે હડૂડૂહુશ કરતા ગાડીમાં જોડાઈ જઈએ? (કેમ કરતા? હડૂડૂહુશ કરતાં.) એમાંના કેટલાક તો એવા પણ હોય છે જે ‘મુંબઈથી ગાડી આવી રે…’ની શરૂઆત થાય કે તરત જ ગાડી બનાવી દેવાની એવી ઉતાવળમાં હોય કે બે-ચારને તો હડફેટે લઈ નાંખે. જો મોદીસાહેબ આ લોકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ કરે તો પ્રોજેક્ટ બુલેટગતિએ પૂરો થઈ જાય. શરત માત્ર એટલી કે ગાડી આઈ મિન, બુલેટ બનાવતી વેળા સતત ‘મુંબઈથી ગાડી આવી રે…’ વાગતુ રહેવું જોઈએ. જોકે, કહે છે કે ટૂંક સમયમાં મોદીસાહેબ ‘મુંબઈથી ગાડી આવી રે…’ ગીત થોડું બદલાવીને ‘મુંબઈથી બુલેટ આવી રે…’ કરાવી નાખવાના છે! હોવ દરિયાલાલા… હમ્બો…હમ્બો…!

ગરબાના ગ્રાઉન્ડમાં તમે ક્યારેય એ નોંધ્યું કે કેટલાક ખેલૈયાઓના શરીરમાં ગરબા માટે જરૂરી લચક એટલે કે લવચીકતા (ફ્લેક્સિબિલિટી યુ નો) જ નથી હોતી. તમે માર્ક કરજો કે આવા લોકો ગરબા નહીં, પણ કોઈ પરેડ કરતા હોય એવું વધારે લાગશે! એ વાત અલગ છે કે હવે 377 પરના ચુકાદા બાદ જેમણે વર્ષોથી છુપાવી રાખી હોય એવા પુરુષોની ચાલમાં લચક દેખાતી થઈ ગઈ છે!

09:54

ક્લબ અને પાર્ટીપ્લોટ્સમાં એન્ટ્રી માટે જ્યારથી ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત થયા ત્યારથી એક સત્ય એ પણ સામે આવ્યું છે કે ટ્રેડિશનલમાં છોકરીઓ મોટેભાગે મસ્ત જ લાગે પણ છોકરાઓ ક્યારેક ડાગલા જેવા લાગે છે! એવી જ રીતે પરંપરાગત શેરી-સોસાયટીના ગરબાઓ પર ક્લબ-પાર્ટી પ્લોટ્સ હાવી થયા ત્યારથી ‘ટહુકા કરતો જાય મોરલીયો’ ગીતમાં સાથોસાથ જોર જોરથી ‘ટેહુંક…ટેહુંક’ કેકારવ કરતાં કલાકારો લુપ્તતાના આરે આવી ગયા છે. આવી બધી કલા-કારીગરીઓ જોવા આવનારા ફોરેનર્સ સાથે ઘણી વાર જબરી ગમ્મત થઈ જતી હોય છે. એક ફોરેનર યુવતી કહેતી હતી કે, ‘હેય, મારે દોઢીયું પહેરવું.’ કોઈએ એને ટોકવી પડી કે, ‘ધીમે બોલો બેન, એને કેડિયું કહેવાય. દોઢીયું તો લેવાનું હોય.’ એ ભોળુંળીનું ભલું કરે ભવાની મા.

ફ્રી હિટ :

‘કલ રાત માતા કા મુજે ઈ-મેલ આયા હે…’ ગીત સાંભળી જાય તો દયારામ સ્વર્ગમાં જાતે જ પોતાની જાતને કોરડા ફટકારવા માંડે…!

(મારા પ્રથમ પુસ્તક ‘હમ્બો હમ્બો.માંથી. પુસ્તક ખરીદવાની ઈચ્છા થાય તો લિંક કોમેન્ટમાં.)

– તુષાર દવે

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને? એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેંચાય ગયા છે મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો?? એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેંચાય જાય છે. ઈશ્વર ની કૃપાથી ચાલ્યા કરે છે મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો? એણે કહ્યું નહિં સાહેબ, હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેંચી નાખું છું. આ જાણીને હું દંગ રહી ગયો. આનો મતલબ તે દરરોજના રૂપિયા 3500 ( સાડા ત્રણ હજાર) કમાય લે છે. આ હિસાબે મહિના ના રૂપિયા 100000 (એક લાખ) થી પણ વધુ ની કમાણી કરે છે. આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા 30000 (ત્રીસ હજાર) હતો મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો?? એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું. મેં પૂછયું કે બીજા ધંધા શું છે?? એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન 30 (ત્રીસ લાખ) માં લીધી હતી. જે હમણાં જ 4(ચાર ) કરોડમાં વેંચી. એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી અને 50 (પચાસ) લાખ રૂપિયા મારી દિકરી ના લગ્ન માટે રાખ્યા છે અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10 (દશ ) વીઘા જમીન લઈને રાખી દીધી જેથી થોડી ઘણી ખેતી ની ઉપજ થાય અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેંચી નાખીશ અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડ ની સ્કિમમાં રોક્યા છે. અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો.જેથી હું હયાત ના રહું તો મારી પત્નિને પૈસા ની તકલિફ ના પડે.મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું.થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1000 એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો, ને વાત કરી. પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું.આ સાંભળીને મને વિચાર આવ્યો કે, શું ફેર પડે છે. ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે E. M. I. મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે.આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે? એ ખબર જ નથી પડતી. રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો.બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે.ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, ચાલો સાહેબ હું જાઉં છું.ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું.પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસા વાળો ભણાવી ગયો.આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં આજના M. B. A. કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજ થી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા. ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતી. શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે તેમ, ભણેલા ને અભણ છેતરી જાય એનું નામ જ કોઠાસૂઝ..