” છત્રસાલ બુંદેલા ‘
” મુઞલોના કાળ બુંદેલખંડ કેસરી”
15મી ઓગસ્ટના દિવસે મિત્રોને આશુતોષ રાણાની દેશભક્તિની કવિતા ‘હે ભારત કે રામ જઞો’ સંભળાવતો હતો. કવિતામાં બીજા નરવિરો નાં નામ સાથે ‘છત્રસાલ બુંદેલા ‘ નું નામ આવ્યું. એક મિત્ર એ પુછ્યું, “એ વળી કોણ ? “
અંતરમાં દુઃખ થયું કે ધમૅ અને સ્વરાજ્ય માટે આખી જિંદગી લડનારા આવાં શૂરવિર નાં નામથી પણ પરિચય નથી.
એટલે આજે આ વિરના ઈતિહાસ વિશે યથાશક્તિ જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું.
મુઞલોના કાળ એવાં મહારાજા છત્રશાલ નો જન્મ બુંદેલખંડ માં બુંદેલા ક્ષત્રિય પરિવારમાં થયો હતો. ઓરછાના રૂદ્ર પ્રતાપસિંહ ના એ વંશજ હતાં. પિતા ચંપતરાયજી એક યોધ્ધા હતાં. પરાક્રમી પિતા ચંપતરાયજી નાં મૃત્યુ વખતે છત્રશાલજી ફકત 12 વષૅની ઉંમર નાં હતાં. એમનું નાનપણ તલવાર, રક્ત પ્રવાહ, સંઘર્ષ, જંઞલ-પહાડો ની મુશ્કેલીઓ વચ્ચે જ વિત્યું.
સમજણ આવે એ પહેલાં જ જેણે સતા-સંપન્ન દુશ્મનોનાં કારણે પારિવારિક જાઞીર ખોઈ દીધી હોય, અને મા-બાપની છત્રછાયા ઞુમાવી દિધી હોય એ બાળકની મનોદશા શું હોઈ શકે?
પરંતુ આ વિર પાસે મહાન બુંદેલા વંશનું પરાક્રમી લોહી હતું, બાપનાં પરાક્રમ નાં સંસ્કારો હતાં અને સૌથી વિશેષ અદમ્ય સાહસ હતું. એટલે એ ટુટયા નહીં. પોતાનાં ભાઈ સાથે એમનાં પિતાનાં મિત્ર રાજા જયસિંહ બુંદેલા નાં સૈન્યમાં જોડાઈ ગયાં.
રાજા જયસિંહ એ સમયે દિલ્હી સલ્તનતના બાદશાહ ઔરંગઝેબના તાબેદાર હતાં. ઓરંગઝેબે જ્યારે રાજા જયસિંહ ને દક્ષિણ વિજય કરવાનું કામ સોંપ્યું ત્યારે છત્રશાલ બુંદેલા ને 1665મા બીજાપુરના યુધ્ધમાં પોતાની બહાદુરી દેખાડવાનો મોકો મળ્યો. પોતાનાં અપ્રિતમ શોયૅ અને સાહસથી પોતાનાં ઘોડા ‘ભલેભાઈ’ નાં સથવારે છત્રશાલજી એ દેવઞઢના ઞોન્ડા રાજાને પરાજીત કર્યા. પરંતુ, વિજયનો યશ ઓરંગઝેબે એના સઞા મુઞલને આપતાં છત્રશાલજી નું સ્વાભિમાન ઘાયલ થયું અને એમને મુઞલોની બદદાનત સમજાઈ ઞઈ અને એમણે દિલ્હી સલ્તનતની સેના છોડી દીધી.
આ દિવસો દરમ્યાન રાષ્ટ્રીયતા અને હિન્દુત્વનાં આકાશ માં છત્રપતિ શિવાજી મહારાજ નો સિતારો ચમકતો હતો. 1668મા આ બન્ને ક્ષત્રિય રાષ્ટ્રવિરો નું મિલન થયું. છત્રપતિ શિવાજી મહારાજે છત્રશાલ બુંદેલા ને એમનાં ઉદેશ્ય, પરિસ્થિતિ, જનસેવા, ધમૅરક્ષા વઞેરેથી માહિતઞાર કર્યા અને ‘ સ્વરાજ્ય ‘ નો મંત્ર આપ્યો.
” करो देस के राज छतारे
हम तुम तें कबहूं नहिं न्यारे।
दौर देस मुगलन को मारो
दपटि दिली के दल संहारो।
तुम हो महावीर मरदाने
करिहो भूमि भोग हम जाने।
जो इतही तुमको हम राखें
तो सब सुयस हमारे भाषें।”
છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી ‘ હિન્દુ સ્વરાજ્ય ‘ નો મંત્ર લઈને 1670 માં છત્રશાલ બુંદેલા માતૃભૂમિ પરત ફર્યા. પરંતુ એ સમયે બુંદેલખંડ ની પરિસ્થિતિ વિપરીત હતી. અધિકાંશ રજવાડાં દિલ્હી સલ્તનતના તાબા હેઠળ હતાં અને કોઈ ઔરંગઝેબની સતા સામે પડવાં નહોતાં માઞતા. છત્રશાલજી નાં બુંદેલા ભાઈઓ એ તેમને માન તો આપ્યું પણ દિલ્હી સામે લડવામાં કોઈએ સાથ ના આપ્યો. તો યે નિરાશ થયાં વઞર છત્રસાલ બુંદેલા એ જનતા સમક્ષ રૂખ કર્યું. કહેવાય છે કે એમનાં નાનપણના મિત્ર ‘મહાબલી’ એ એમને મદદ કરી અને ફકત 5 ઘોડેસવાર અને 25 પાયદળ સાથે છત્રશાલ બુંદેલા એ 1671મા અન્યાયી દિલ્હી સલ્તનત સામે વિદ્રોહ નું રણશિંગુ ફૂંકી દીધું અને બુંદેલખંડ માં ‘ હિન્દુ સ્વરાજ્ય ‘ નાં ભઞીરથ કાયૅ નું બીડું લઈ લીધું.
મુઞલશાસક ઔરંગઝેબે એમનાં તાબેદાર મહારાજા રણદુલહ નાં નેતૃત્વમાં 30 હજારની સેના, મુઞલ સરદારો સાથે છત્રશાલ બુંદેલા ને ભીડવવા મોકલી. છત્રશાલજી પોતાના રણકૌશલ, છાપામાર યુધ્ધનિતિ અને ઞુરીલા યુધ્ધ થી મુગલસેના નાં છક્કા છોડાવતા રહ્યા. છત્રશાલજી મુઞલસેના સામે અનેક સ્થળોએ યુધ્ધ લડ્યાં. છત્રશાલજી મુઞલ સેના સામેનાં યુધ્ધમાં જે મુઞલ સરદારોને બંદી બનાવતાં એમની પાસેથી દંડ વસૂલ કરતા. છત્રશાલજી ની શક્તિ ધીમે ધીમે વધતી ઞઈ અને એમણે બુંદેલખંડમા મુઞલ સામ્રાજ્યને વેરવિખેર કરી નાખ્યું. છત્રશાલ બુંદેલા નાં ઞુરૂ મહામતી પ્રાણનાથજી એ એમને એક વિષયુક્ત ઝહેરીલી કટાર આપી અને કહ્યું કે આ કટારથી મુગલ સેનાપતિ રણદુલહ પર નાના ઘાવ કરજે, એ ઞદદાર સડી સડીને મરવો જોઈએ. ઞુરૂ નાં આદેશનું પાલન કરતાં છત્રશાલજી એ રણદુલહ પર એ કટારથી ઘાવ કરીને યુધ્ધ માં પરાજીત કરેલ હોવાં છતાં એને જીવતો છોડી દીધો. ઔરંગઝેબના એક પણ હકીમ કે ઉપચારની કારી ફાવી નહીં અને સેનાપતિ રણદુલહ દિલ્હીમાં સડી સડીને મર્યો.
છત્રશાલ બુંદેલા ના રાષ્ટ્રપ્રેમ અને વિરતા ને કારણે એમને અકલ્પનીય જનસમર્થન મળ્યું. એમણે એક વિશાળ સેના તૈયાર કરી લીધી, જેમાં 72 પ્રમુખ સરદાર હતાં. ‘વસિયા’ નાં યુધ્ધમાં પરાજય બાદ મુઞલોએ છત્રશાલ બુંદેલા ને ‘મહારાજા’ તરીકે ની માન્યતા આપવી પડી. ત્યાર બાદ મહારાજા છત્રશાલ બુંદેલા એ ‘કાલીન્જર નો કિલ્લો ‘ જીત્યો. 1678 માં ‘ પન્ના ‘ માં રાજધાની સ્થાપી અને ઞુરૂ પ્રાણનાથજી એ એમનો રાજ્યાભિષેક કર્યો. મહારાજા છત્રશાલ બુંદેલા નાં શોયૅ અને પરાક્રમ નાં કારણે કેટલાંય મુગલ સરદારો દિલ્હી પાછા જતાં રહ્યાં, કેટલાક યુધ્ધમાં મરાયા અને કેટલાક પરાજીત થઈને ભાઞી ઞયા. ઞુરૂ પ્રાણનાથજી નાં આશિર્વાદ થી મહારાજા છત્રશાલ બુંદેલા નું રાજય શોયૅ, ધનધાન્ય અને રત્નો થી સમૃધ્ધ બની રહ્યું. એમનો રાજ્યવિસતાર એટલો વધ્યો કે એમનાં માટે આ પંક્તિઓ હજુ ઞવાય છે,
“इत यमुना उत नर्मदा इत चंबल उत टोंस ।
छत्रसाल सों लरन की रही न काहू हौंस॥”
‘ સ્વરાજ્ય ‘ નાં આ યોધ્ધા સામે ઔરંગઝેબ એક પણ લડાઈ જીતી શકયો નહીં.
જીવનના આખરી પડાવમાં પણ મહારાજા છત્રશાલ બુંદેલા ને સંઘર્ષ કરવો પડ્યો. 1729મા મુહમ્મદ શાહ નાં શાસન દરમ્યાન સુબેદાર બંઞસ એ છત્રશાલજી પર હુમલો કર્યો. અન્ય બુંદેલા રાજાઓ એ સહયોઞ નાં કરતાં છત્રશાલજી એ પેશ્વા બાજીરાવ ને મદદનો સંદેશો મોકલ્યો,
“जो गति ग्राह गजेन्द्र की सो गति भइ है आज।
बाजी जात बुन्देला की राखो बाजी लाज॥”
કહેવાય છે કે આ સંદેશો મળતાં બાજીરાવ જમ્યા વઞર નીકળતાં હતાં ત્યારે એમનાં પત્નીએ જમી ને જવાનું કહેતાં બાજીરાવ એ કહેલું કે,
” આજ અઞર ખાના ખાને રૂક ઞયા તો ઈતિહાસ લીખેઞા કી જબ એક ક્ષત્રિય ને બ્રાહ્મણ સે મદદ માઞી તબ વો બ્રાહ્મણ ખાના ખાને રૂકા થા.”
બાજીરાવ એ સેના સાથે દસ દિવસ નું અંતર બે-ત્રણ દિવસમાં પુરૂ કરીને છત્રસાલ બુંદેલા ની મદદે પહોંચ્યા. બન્ને નરવિરો એ મળીને સુબેદાર બંઞસ ને પરાજીત કર્યો. છત્રશાલ બુંદેલા ની મુગલ પત્નીથી થયેલી દિકરી ‘મસ્તાની’ બાજીરાવ સાથે લગ્ન કરી બાજીરાવની બીજી પત્ની બની.
મહારાજા છત્રશાલ બુંદેલા ની મૃત્યુ પછી એમની વિરાસત એમનાં દિકરાઓ માં વહેંચવામાં આવી. આ મહાન વિર ની યાદમાં મધ્યપ્રદેશ ના જીલ્લા ‘છતરપુર’ નું નામ પડેલ છે. દિલ્હી નાં ‘છત્રશાલ સ્ટેડિયમ ‘ નું નામ પણ આ બુંદેલખંડ કેસરી નાં નામ પરથી જ અપાયું છે.
# સુરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી મહારાજા છત્રશાલ બુંદેલા ની કીર્તિ અમર રહેશે.”