Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અમદાવાદ ની તત્કાલીન GCS હોસ્પિટલમાં એક દાદાને દાખલ કરવામાં આવ્યા હતાં…!
એના એક સબંધી તેની સાથે સેવા ચાકરી માટે હાજર હતો.!
એક પાડોશી દાદાના ખબર પૂછવા હોસ્પિટલમાં આવ્યા અને
દાદાની તબિયત વિષે વિશદ્ પૂછપરછ કરી.!
પછી કહ્યું : મુંઝાતો નહીં., કાંઈ કામકાજ હોય તો કહેજે.!

સબંધીએ બોલને ટપ પડવા દીધી નહીં અને કહ્યું : “સારું થયું તમે પૂછ્યું.!”
“આજે રાત્રે જ હોસ્પિટલમાં સુવા માટે એક વ્યક્તિની જરૂર છે… તો તમે રાત્રે દસ વાગ્યા સુધી આવી જજો.!”

પાડોશી થોડા મુંઝાયા પછી કહ્યું : “આજે તો મેળ પડે એમ નથી.!
સબંધીએ કહ્યું વાંધો નહીં, આજ રાત હું ગમેતેમ કરીને ખેંચી લઈશ, તમે કાલે સવારે ચા નાસ્તો લઈને સવારે આઠ વાગ્યે આવી જજો.!
તો હું ઘરે જઈ સાંજ સુધી થોડો આરામ અને થોડું ઘરનું કામ પતાવીને આવી જઈશ.!”

પાડોશી વધારે મુંઝાયા.! એમણે કહ્યું : “સોરી એ પણ શક્ય નહીં બની શકે.!”

એટલે સબંધીએ છેલ્લો દાવ ખેલ્યો.!
એ કહે “વાંધો નહીં , તમે ખાલી ત્રીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપશો…?”

પાડોશી નર્વસ થઈ ગયા.!
એમણે કહ્યું : રૂપિયાની સગવડ કરવી મુશ્કેલ છે.!

સબંધીએ હવે કહ્યું : તો શું કામ એમ કહો છો કે કાંઈ કામકાજ હોય તો કહેજો.?

સામાન્ય સંજોગોમાં આપણે કોઈને જોવા જઈએ ત્યારે ૯૯% લોકો લુખ્ખી ફોર્માલીટી કરતા હોય છે.! મારો તો ખૂબ જીવ બળે છે..મારો છોકરો બહુ નાનો છે..મને રજા નથી મળે એમ…એવા લોકો સાસુ ને ઝાડા થઈ ગયા હોય તો ફ્લાઇટ લઈને બેંગલોર થી બરોડા પહોંચ્યા ના દાખલા છે. પણ યાદ રાખજો કર્મ કોઈને છોડતું નથી. તમે હોસ્પિટલ માં ટાંટિયા ઘસતા હસો ત્યારે બધું જ યાદ આવશે. સ્વર્ગ ને નર્ક અહીંયા જ છે. કોઈ પાણી પીવડાવવા વાળું નહીં મળે ને પીવડાવી દેશે તો ગળે નહીં ઉતરે.
જ્યારે માણસની જરૂર હોય ત્યારે રૂપિયા ફેંકીને રવાના થઈ જાય ને રૂપિયાની જરૂર હોય ત્યારે કંઈ કામકાજ હોય તો કહેજો થી પતાવી દેનાર થી દુર રહેજો.

મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે “કાંઈ કામકાજ હોય તો કહેજો…” એવું કહેનાર વ્યક્તિ અલગ હોય , અને જે ખરેખર તમારી તકલીફ સમયે તમને મદદરૂપ થાય છે, તે તમને કદી પૂછતાં નથી , એ સીધા મદદ કરવા જ પહોંચી જ આવે છે.!

🙏🌹🙏🌹🙏

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment