Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*બોધકથાઃઆવ્યો ખાલી હાથે જવાનો તૂં ખાલી*

*વસ્તુતઃ પૂર્વજન્મોના સત્કર્મોના કારણે અમોને માનવદેહરૂપી સુંદર સાધન મળ્યું છે.સુખના વિવિધ સાધન,ભૌતિક સામગ્રી મળી છે,પરંતુ અમારી વિડંબના એ છે કેઃઅમે જીવનનું લક્ષ્યવ ભૂલી જઇએ છીએ. વિચારવાની વાત એ છે કેઃ આ સુંદર જીવનમાં મૃત્યુના ૫છી એક ક્ષણ ૫ણ રોકાવવાની સંમતિ મળવાની નથી અને જો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠજ તત્વદર્શી સંત (સદગુરૂ) ના શરણમાં જઇ પ્રભુ પ્રાપ્તિથ કરી લીધી નથી તો અમો ખાલી હાથે જ અહીંથી ચાલ્યા જઇશું.આ વિશે એક બોધકથા જોઇએ…*

*એક ગામડાનો માનવી પોતાની જમીનના વિવાદના કેસના સબંધમાં કોર્ટમાં રજૂઆત કરવા શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો,તે જ સમયે તેને વિચાર આવ્યો કે કદાચ એક દિવસમાં કોર્ટનું કામ પૂર્ણ ના થાય તો અને વધુ એક દિવસ કદાચ શહેરમાં રોકાવવાનું થાય તો ? તેથી તે ગામના સરપંચ પાસે ગયો કે જેમની શહેરમાંના અતિથિગૃહના મેનેજરની સાથે ઓળખાણ હતી.તેમની પાસેથી અતિથિ ગૃહમાં એક દિવસના રોકાણ માટે ભલામણ-૫ત્ર લખાવી લાવ્યો.શહેરમાં જતાં જ પ્રથમ તે અતિથિગૃહમાં જઇ મેનેજરશ્રીને સરપંચશ્રીએ લખી આપેલ ચિઠ્ઠી આપી.મેનેજરે તેને રહેવા માટે સારામાં સારો રૂમ ખોલી આપ્યોં.રૂમમાં સુંદર ગાદલાં અને કારપેટ પાથરેલી હતી.એક તરફ સંગીતનાં સાધન ૫ડ્યાં હતાં.રૂમમાં રંગબેરંગી બલ્બોની રોશની હતી.આમ,રૂમ તમામ રીતે સુસજ્જિત હતો.રૂમની સાહ્યબી ભોગવવામાં આ ગામડીયો તે જે કામે શહેરમાં આવ્યો હતો તે કામ જ ભૂલી ગયો.ક્યારેક તે રૂમમાં આરામ કરતો, તો ક્યારેક સંગીતનો આનંદ લેતો હતો.સમગ્ર દિવસ આ રૂમના સાધનોના ઉ૫ભોગમાં તથા રૂમના આકર્ષણમાં ફસાયેલો રહ્યો.સાંજે અચાનક તેન યાદ આવ્યું કેઃ મારે તો અહીની સરકારી કચેરીના કામે આવવાનું થયું છે.! તેથી તે જલ્દી જલ્દી સરકારી કચેરીની તરફ દોડ્યો, તે સમયે કચેરીનો ચપરાશી કચેરીને તાળું લગાવી રહ્યો હતો તેથી તે નારાજ થયો કારણ કે કચેરીનો સમય પૂર્ણ થતાં તે બંધ કરી દેવામાં આવી હતી તેથી ચપરાશીએ તેને બીજા દિવસે આવવા માટે કહ્યું.*

*પેલા ગામડીયાએ બહાર નીકળી અધિકારીને ઘણી વિનંતી કરી પરંતુ તેને નિરાશ થવું ૫ડ્યું.નિરાશ વદને અતિથિગૃહમાં ૫રત આવતાં મેનેજરે કહ્યું કે સરપંચશ્રીની ભલામણ અનુસાર તમોને ફક્ત એક દિવસ જ રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી માટે તમોને આપવામાં આવેલ રૂમ ખાલી કરી દો. પોતાનું કામ ન થતાં તથા રૂમ ૫ણ ખાલી કરવો પડ્યો હોવાથી તે ખુબ જ નિરાશ થલ ગયો. તેને વિચાર કર્યો કે મને રૂમ રહેવા માટે આપ્યોપ હતો તો કંઇ નહી તો રૂમમાંની થોડીક વસ્તુઓ તો સાથે લેતો જાઊં..! એમ વિચારી રંગબેરંગી બલ્બો તથા અમુક ચીજવસ્તુઓ પોતાની થેલીમાં મુકી દીધી.મુખ્ય દ્વાર ઉ૫ર નીકળતાં જ મેનેજરે તેની તલાશી લેતાં થેલીમાં અતિથિગૃહનો સામાન જોતાં જ મેનેજરને નવાઇ લાગી.મેનેજરે તેને કહ્યું કે મૂરખ..! તને આ રૂમમાં થોડોક સમય રહેવાની સગવડ કરી આપી તો તૂં રૂમમાંના સામાનને જ પોતાનો સમજવા લાગ્યો..! આ રૂમ તારા બાપનો નથી..! ધર્મશાળાનો રૂમ છે. આમ કહીને મેનેજરે તેને ઘણો જ ફટકાર્યો તથા તમામ સામાન ખૂંચવી લીધો.તે ગામડીયો શરમાઇ ગયો.અનિચ્છા અને ઉદાસીથી તમામ સામાન ૫રત મુકી દેવો ૫ડ્યો, તે પોતાની સાથે કાંઇ જ લઇ જઇ શક્યો નહી.તે વિચારવા લાગ્યો કે મારૂં કામ ૫ણ ના થયું અને વધુ સમય રહેવા ૫ણ ના દીધો.હું વ્યર્થના પ્રલોભનમાં ફસાઇ ગયો.*

*આવી જ સ્થિતિ આજના માનવીની છે.જે જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાને જાણતો હોવા છતાં તેનાથી અજાણ બનેલો રહે છે.તે અહર્નિશ આ સંસારરૂપી બજારના યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના સંસારના આકર્ષણોમાં એવો ફસાઇ જાય છે કેઃ પ્રભુ પરમાત્માએ આપેલ આ ભાડાના મકાન (શરીર) ને જ સર્વસ્વ સમજી બેસે છે અને તેને જ સજાવવા સંવારવામાં જ પ્રભુની આ અનુ૫મ ભેટ માનવજીવનને છોડીને દુનિયામાંથી વિદાય થઇ જાય છે.*

*વિનોદભાઇ માછી નિરંકારી*
*૯૭૨૬૧૬૬૦૭૫(મો)*

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment