Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પાવાપતિ રાજા જયસિંહ દેવ રાવળ (પતઈ રાજા) ના સંદર્ભમાં સત્ય કથા…
રાજા જયસિંહ દેવ રાવળ એટલેકે પાવાગઢ રાજવી પતઈ રાજા ખરેખર એક મહાન માઈભક્ત અને પ્રજાવત્સલ રાજવી હતા. ચાંપાનેરના જ એક વ્યક્તિએ મહંમદ બેગડા સાથે મળીને પાવાગઢના ગુપ્ત રસ્તા બતાવી દીધા. બાદમાં રાતોરાત બેગડાએ પાવાગઢ ઉપર ચઢાઈ કરી અને રાજા જયસિંહ દેવ રાવળ અને મહમ્મદ બેગડા વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલ્યું હતું. અંતે બેગડાની કપટનિતિ અને બહોળા સૈન્ય સામે ચાંપાનેર કયાં સુધી લડત આપી શકે ? સનાતન હિંદુ ધર્મની રક્ષા કાજે આ મહાન રાજવી જયસિંહ દેવ રાવળ છેલ્લા શ્વાસ સુધી લડયા. મહંમદ બેગડાએ તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડી જેનો જયસિંહ દેવ રાવળે ઉગ્ર વિરોધ કર્યો અને પોતાના પ્રાણ ત્યજીને પણ વિધર્મીઓના તાબે ના થઈ સનાતન ધર્મની ટેકને ઊજળી કરી. બસ આ વાતનો બદલો લેવા મહમ્મદ બેગડાએ એ વખતના મુસ્લિમ લેખકો અને કવિઓ પાસે લાલચ આપીને રાજા જયસિંહ દેવ રાવળને બદનામ કરવા રાજાએ માતાજીનો હાથ પકડ્યો અને માતાજી શ્રાપ આપ્યો એવી ખોટી કલંકિત કથા લખાવડાવી અને એને જનસમુદાય સુધી પ્રસારિત કરી. આમ સદીઓથી જે ખોટી કથા આપણે સૌ ગુજરાતીઓએ સત્યની તપાસ કર્યા વિના જ માની લીધી અને એ કથા ગુજરાતના માતાજીના ગરબાઓમાં વણાઈ અને ગવાઈ વાત ખૂબ લાંબી છે. અને રહી વાત મંદિર ઉપરની દરગાહની તો વાસ્તવિકતામાં દરગાહ હતી જ નહીં પણ આ યુદ્ધ થયું એ
સમયે પતઈરાજા ના પરમ મિત્ર એવા સહદેવ જોશીએ વિધર્મીઓના આક્રમણથી પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરને બચાવવા સદનશાહ ફકીરનો નાટકીય ઢબે વેશ લઈને મંદિર ઉપર મારી એટલે કે સદનશાહ ફકીરની દરગાહ છે એવી કથા વહેતી કરી. હવે ઘુમટ ઉપર દરગાહ શબ્દ આવ્યો એટલે વિધર્મીઓના આક્રમણથી મંદિ૨ બચી ગયું. કહેવાનો ભાવાર્થ કપટની સામે કપટ. એ પણ માત્ર સનાતન ધર્મની ધરોહર સમાન પાવાગઢ મંદિરની રક્ષા માટે જ રચવામાં આવ્યું હતું. વાત ખૂબ જ લાંબી છે. પણ સાર એટલો જ કે એ સમયમાં આખા ગુજરાતમાં જ્યારે નાનામોટા રજવાડા વિધર્મીઓને સલામો ભરતા હતા ત્યારે ચાંપાનેર એક જ એવું અપવાદ અને અડીખમ રાજ્ય હતું સનાતન ધર્મની માન મર્યાદા અને હિંદુ ધર્મની અસ્મિતા જેનું ભારે દુઃખ છે પણ સત્ય કંઈક જુંદું જ છે. જાળવીને ઊજળું રહયું હતું. અને એવા ચાંપાનેર પાવાગઢના પરમ મહાકાળી ભકત રાજવી જયસિંહ દેવ રાવળ ને પ્રણામ કરું છું… જય મહાકાળી માં

વિઠ્ઠલભાઈ દેસાઈ

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment