Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

‘ હાથી ’ નામથી થયેલી રમૂજના એક કિસ્સો જાણી છે. આપણે ત્યાં નાગરોમાં માંકડ, હાથી, મચ્છર, આદિ અટકો તા હોય છે જ. પરન્તુ ‘ હાથી ’ જેવા નામેા પણ હોય છે. હાથીશંકર, હાથીભાઈ, વગેરે.

એક સમયની વાત છે. એ સમયે સ્વ. ઢેબર સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી પદે હતા. તેમણે રાજકોટથી ભાવનગર તાર કર્યો-‘હાથીને તરત મોકલી આપો.’

ભાવનગરના મહારાજા સાહેબને તાર મળતાં તેમણે હુકમ છેડયો– હાથીને માકલી આપેા.’

અનુચરોએ આ હુકમનું તરત જ પાલન કર્યું. તેમણે એક હાથીને માકલ્યા. રાજકોટ જવા હાથી રવાના થઈ ગયો. ૪૦ માઇલ જતાં માલમ પડયું કે હાથી પશુ નહિ પણ વ્યક્તિનું નામ છે. આ ભૂલને પછી સુધારી લેવામાં આવી.

શ્રી ઢેબરે હાથી કે જે એમના સચિવ હતા તેમને જ બાલાવ્યા હતા.

અરવિંદ શાસ્ત્રી

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment