Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વૃધ્ધાશ્રમના નામ સરનામાવાળા પરબીડિયામાં આવેલી ટપાલને એણે ખોલ્યા વગર જ ડસ્ટબીનમાં નાખી દીધી,ફાડીને ચૂરેચૂરા કરીને…. “આ દસ્તાવેજમાં તમારા પિતાજીની સહી તો અવશ્ય જોઈશે જ…” વકીલે ભાર પૂર્વક અનિમેષને કહ્યું..”નહીં તો તમારે જમીન વેચાણ પેટે લીધેલી ટોકન રકમ પરત કરવી પડશે” અનિમેષ ચિંતામાં પડ્યો. પિતાજીની વારંવાર આવતી ટપાલ તો એ વાંચતો જ ક્યાં હતો? કે એમને જવાબ આપવાનો પ્રશ્ર્ન ઉભો થાય? મોબાઈલ તો એ વખતે જન્મ્યા જ ન હતા… . જમીનના ટોકન પેટે લીધેલી રકમ તો , નવી ગાડી પેટે ચૂકવાઈ ગઈ હતી…અને નવી ગાડી લઈ અનિમેષ અને એની પત્ની ઈશાકા તો પંદર દિવસથી ટૂર પર નીકળી ગયા હતા “હવે તો, જમીન વેચાણ રાખનારને દસ્તાવેજ કરી જ આપવો પડે…કેમ કે એ દસ્તાવેજ માટે ઉતાવળ કરતો હતો…”વકીલે અનિમેષને તાકીદ કરી. પિતાજીને , વૃધ્ધાશ્રમમાં જઈ ,રૂબરૂ વાત કરી, એમને મનાવી લેવાની ,મનમાં પેરવી ગોઠવી અનિમેષ ઘેર આવ્યો ઘેર આવી એણે વૃધ્ધાશ્રમના લેન્ડ લાઈન પર ફોન કર્યો અને પિતાજી સાથે વાત કરાવવાની વિનંતી પણ….. સામે છેડેથી જબાબ હતો, “હા, અનિમેષભાઈ તમારા પિતાજીના અવસાનના સમાચાર આપવા અમે વારંવાર ફોન કર્યા…પણ નો રીપ્લાય આવતો હતો છેવટે સંસ્થાના કવરમાં આપને અમે જાણ કરી હતી. અનિમેષથી “હાશ” બોલાઈ ગયું ને ફોન કટ કરી વકીલને ફોન કર્યો..”હા વકીલ સાહેબ, પિતાજી હયાત નથી રહ્યા…હવે?” “તો સીધીલીટીના તમે વારસ…કામ સરળ” વકીલે એ અંગે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી.. “ચાલો, જે થયું તે સારા માટે..તારા બાપા જીવતા હોત તો કદાચ સહી ના પણ કરી હોત….”ઈશાકા મંદમંદ હસતાં બોલી.. એટલામાં ટપાલી રજીસ્ટર એ.ડી .ટપાલ આપવા આંગણામાં આવીને ઉભો હતો આ ટપાલ એણે વાંચી….ચૂરેચૂરા કરતા પહેલાં ટપાલ વૃધ્ધાશ્રમના વકીલની હતી…અનિમેષના પિતાજીએ એમની હયાતી ન હોય ત્યારે પોતાના નામની તમામ મિલકતો આ વૃધ્ધાશ્રમને દાન કરી દીધાની….. અનિમેષ અને ઈશાકાના સ્વપ્નોના ચૂરેચૂરા… ચંદ્રકાન્ત જે સોની મોડાસા

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment