Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વાત
500 વર્ષ જૂની વાત છે. ત્યારે સંદેશા પહોંચાડવા માટે માણસોને ‘દૂત’ તરીકે મોકલાતા. સંદેશાવ્યવહારનું કોઈ સાધન ન્હોતું. ભાટ-ચારણોના મુખે ગવાયેલી લોકવાયકાઓ સત્ય બની જતી. તે સમયે વિધર્મી રાજાઓનો દબદબો હતો. મુસ્લિમ રાજાઓ હિંદુ રજવાડાં જીતવા યુદ્ધ કરતા. પણ ચાંપાનેર એક સ્વંતત્ર હિંદુ રજવાડું હતું- જયાં રાજા જયસિંહ એટલે કે પાવાગઢ રાજવી, મહાકાળીના ઉપાસક અને ભક્ત પતઇ રાજાએ સનાતન ધર્મને સાચવી રાખ્યો હતો. પાવાગઢને જીતવામાં મોહંમ્મદ બેગડાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા – જેનો તેને વસવસો હતો , આખરે તેને કપટનીતિ અપનાવી પતઈ રાજાના અંગત માણસને લાલચ આપી પાવાગઢના ખાનગી રસ્તા જાણી લીધા અને બેગડાનું લશ્કર પાવાગઢમાં પ્રવેશી ગયું.
પતઈ રાજાએ અંતિમશ્વાસ સુધી લડત આપી – મૃત્યુ પામ્યા પણ વિધર્મીઓની શરતો ન માની. પતઈ રાજાની ભક્તિમય લોકપ્રિયતા સદાય માટે પ્રજાના દિલોમાંથી ભૂંસાઈ જાય એટલે બેગડાએ તે સમયના ભાટ ચારણોને ધન દોલત આપી ‘ એક ખોટી લોકવાયકા ગવડાવી. પતઇરાજાએ મહાકાળીનો પાલવ પકડ્યો તે વાત પ્રજાએ ધીરે ધીરે ગરબા સ્વરૂપે લીધી અને આપણે પણ. બીજી બાજુ પતઈ રાજાના ખાસ મિત્ર સહદેવ જોશીએ મંદિર બચાવવા સદનશાહ ફકીરનો નાટકીય ઢબે વેશ લઈ મંદિર પર દરગાહ બનાવી દીધી અને તેની એક લોકવાયકા વહેતી મૂકી. મતલબ કપટની સામે કપટ . દરગાહ શબ્દના કારણે વિધર્મીઓના આક્રમણથી મંદિર બચી ગયું પણ એક ખોટી વાત લોકોના મનમાં ઘર કરી ગઈ. માતાજીના ઉપાસક પતઈ રાજાને હું પ્રણામ કરું છું અને સાચી વાત શેર કરું છું – તમે પણ કરજો…. જય ભવાની🚩
– ‘પાવાગઢ ‘

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment