Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

જંગલમાં એક તોફાની વાંદરાની સાથે એક ભેંસ રહેતી હતી. દરરોજ, વાંદરો તેની પૂંછડી ખેંચીને, તેના માથા પર ઠુંડીયા ફેંકીને અથવા ઝાડ પરથી તેની પીઠ પર કૂદીને ભેંસને હેરાન કરતો હતો. ભેંસ વાંદરાની મસ્તીથી કંટાળી ગઈ હતી, પરંતુ તેમ છતાં તેણે ધીરજથી કામ કર્યું. જંગલના અન્ય પ્રાણીઓએ આ જોયું અને વિચાર્યું કે ભેંસ શા માટે વાંદરાને આટલો બધો સહન કરે છે. હાથી ભેંસ પાસે ગયો અને પૂછ્યું, “તું વાંદરાને તેના દુષ્કૃત્યો માટે પાઠ કેમ નથી ભણાવતી?” ભેંસે હાથી તરફ સ્મિત કર્યું અને જવાબ આપ્યો, “મને કેવી રીતે ધીરજ રાખવી તે શીખવવા બદલ હું વાંદરાની આભારી છું. હું ધારું ટો વાંદરાને પાઠ ભણાવી સકું છુ, મારા પણ જંગલમાં ગણા બધા મિત્રો છે.

ઝાડની ટોચ પર બેઠેલા વાંદરાએ આ સાંભળ્યું અને શરમ અનુભવી. વાંદરો તરત જ ભેંસ પાસે આવ્યો અને કહ્યું, “માફ કરશો, મારા પ્રિય મિત્ર, મેં તમને જે તકલીફ આપી તે માટે.” ભેંસ વાંદરાને જોઈને હસી પડી અને તેઓ સારા મિત્રો બની ગયા.

વાંદરાને ખબર પડી ગઈ કે જો પાણી માથા પરથી જશે તો મારી ખેર નથી કારણ આ ભેસ ના મિત્રો તેની માટે કશું પણ કરી છુટવા તૈય્યાર છે.

ખુમારી એ નહિ કે તમે બીજાને એના ગુનાહ માટે છોડી દો, ખુમારી એટલે તમારી પાસે તાકાત છે પણ બીજાને તેની બાલીશતા માટે અણ દેખ્યું કરો છો.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો…
ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવાના ગામની તપાસમાં નીકળ્યો છે. રસ્તામાં તરસ લાગી. ગળું સુકાવા માંડ્યું. એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું, ‘બેટા! દીકરી! મને પાણી પાઈશ?’
બાઈ બોલી, ‘અરે બાપુ! પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.’ પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ. ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ ‘બાપ’ અને ‘દીકરી’ આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો. તેનાથી રે’વાણું નઈ અને બોલાઈ ગયું, ‘દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું. તેં મને ‘બાપ’ કીધો. હવે તું મારી ‘દીકરી’ છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.
રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા. પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા. મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, ‘દીકરી! મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું’તું. તેં આ શું કર્યું?’દીકરી બોલી, ‘બાપુ! દીકરીનું સાસરું બાપથી લુટાય?’‘દીકરીનું સાસરું’ આટલું સાંભળતા તો એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો. બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો. એટલું જ તેનાથી બોલાણું, ‘દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.’આટલું કહી તે ખૂંખાર બહારવટિયો તે ગામ છોડીને હાલી નીકળ્યો અને ત્યાર પછી તે કોઈને તે દેખાણો નથી.
-મનુભાઈ ગઢવી…

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

1990ની અદભૂત સત્ય ઘટના- નરેન્દ ભાઈ મોદી


1990ની અદભૂત સત્ય ઘટના

ઊંચા સંસ્કાર માટે બાળકોને અચૂક વંચાવો-સંભળાવો.

આસામથી બે છોકરીઓ રેલવેમાં ભરતી થવા ગુજરાતમાં આવવા ટ્રેનમાં બેસે છે. તેઓએ આગળ જતાં ટ્રેન બદલવાની હતી. તેઓએ સ્ટેશને ઉતરીને જલદી જલદી પોતાની ટ્રેન સોધીને રીઝર્વેશન ચાર્ટ જોયો, તો તેમની ટિકિટ કનફોમ ન હતી. બંને ગભરાઈ ઞઇ. હળબળીમાં ટ્રેનમાં તો ચડી ગઈ. ગાડી ફુલ હતી. જેમ તેમ એક જગ્યા મળી. સામે બે યુવાન પુરુષ બેઠા હતા, તેઓ આ છોકરીઓની હળબળી ગભરાટ જોઇ રહ્યા હતા. એક તો આગળની ટ્રેનમાં છોકરાઓ સામે મોટી રકઝક થઈ હતી. અને આ અજાણ્યા વિસ્તારમાં આવી રીતે યુવાન છોકરાઓનું નિરીક્ષણ કરતા જોઇને બન્ને છોકરીઓ વધારે ગભરાઈ ગઈ. ગાડીમાં કયાંય જગ્યા ન હતી તેથી બીજે ક્યાંય જઇ શકાય તેમ ન હતું. તેવામાં ટી. ટી. એ આવીને જણાવ્યું કે આ સીટનું રીઝર્વેશન છે તેથી ખાલી કરો. હવે શું કરવું ? પરંતુ હવે બને છે એવું કે, આગળનું સ્ટેશન આવે છે ત્યારે આ બંને યુવાનો ઊભા થઈને હળવેથી ચાલ્યા જાય છે. ખાલી થયેલ સીટમાં બંને છોકરીઓ ગોઠવાઈ જાય છે. ટ્રેન સ્ટેશનથી ઊપડી જાય છે, પછી પહેલા યુવાનો પાછા આવે છે. છોકરીઓ બંને સીટમાં સુતાં સુતાં ગભરાટમાં ને ગભરાટમાં ચુપચાપ જોવે છે. બંને યુવાનો કાંઇ પણ બોલ્યા વગર ત્યાં નીચે સુઇ જાય છે. છોકરીઓને ફારમાં ને ફારમાં ઊંઘ આવી જાય છે. સવારે ચા વાળાના અવાજ સાંભળીને ઊંઘ ઊડી જાય છે. ત્યારે છોકરીઓને બધી વાત સમજાય જાય અને ધન્યવાદ માને છે. બંને યુવાનોમાંથી એક યુવાન બોલે છે બહેનો આગળ કોઈ જરૃરિયાત પડે તો કહેજો. છોકરીઓએ પોતાની બુક કાઢીને આપી તેમાં નામ તથા સરનામું લખી આપવા કયું. બન્ને યુવકોએ બુકમાં નામ- સરનામા લખ્યાં અને ચાલ્યા ઞયા. બુકમાં બન્ને યુવકોના નામ હતાં એક નરેન્દ્ર મોદી અને બીજા શંકરસિંહ વાઘેલા.

પહેલી છોકરીઓમાંથી એક હાલમાં

General Manager of the centre for railway information system Indian railway New Delhi માં નોકરી કરે છે.

આ લેખ The Hindu અંગ્રેજી પેપર પેજ નં 1 ઉપર The train journey and two names to remember ના નામથી તા. 1-6-2014 ના છપાયેલ છે.

આપણા બાળકોના ઉત્તમ સંસ્કાર માટે આ લેખ બાળકોને સાથે બેસીને રૃબરૃ વાંચો વંચાવો.

અને છેલ્લે……છેલ્લે………..

આપણે બધાએ 70 વષોમાં પહેલી વખત વડાપ્રધાની પસંદગીમાં કોઈ ભૂલ કરી.નથી.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

પ્રકૃતિનો ન્યાય


પ્રકૃતિનો ન્યાય

शुभेन कर्मणा सौख्यं दुःखं पापेन कर्मणा।

कृतं फलति सर्वत्र नाकृतं भुज्यते क्वचित्।। अनु०6/10

સત્કર્મ કરવાથી સુખ મળે છે અને પાપકર્મ કરવાથી દુ:ખ મળે છે. તમારા દ્વારા કરવામાં આવેલ કાર્ય દરેક જગ્યાએ ફળ આપે છે. જે કર્મ કર્યા જ નથી તે કર્મોનું ફળ ક્યારેય ભોગવાતું નથી.

કચ્છના ભૂકંપ દરમિયાન બનેલી ઘટના…

પોલીસ રાહત કાર્ય કરી રહી હતી. પોલીસ બચી ગયેલા અને મૃતકોને ઘરનાં કાટમાળ માંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહી હતી.

એક ઘરના કાટમાળની બહાર એક વૃદ્ધ માણસ બેઠો હતો. ઘર તૂટી પડ્યું હતું. પોલીસ આવી, તેની વહુની લાશ કાટમાળમાંથી બહાર કાઢી. તેના શરીર પર બધે ઘરેણાં હતા.. પોલીસે કહ્યું, “આ ઘરેણાં કાઢી લો વડીલ, કામ આવશે!

આંસુ ભરેલી આંખોથી માણસે કહ્યું.. ‘લઈ લો.. બધું… તમારે જે કરવું હોય તે કરો.. પણ, મને આ દાગીના નથી જોઈતા..

પોલીસે લાખ સમજાવવાનો પ્રયાસ કર્યો.

વૃદ્ધે ફરી કહ્યું કે, મોરબીનો ડેમ તૂટી ગયો હતો ત્યારે કોઈ ન જોતા ચુપકેથી મૃતકના ગળામાંથી ચોરી કરી આ તમામ દાગીના હું મારા ઘરે લાવ્યો હતો અને મારા પુત્રવધૂને પહેરાવ્યા હતા.

આજે મારી વહુ એ જ દાગીના પહેરી રહી છે જે હું લૂંટ સાથે લાવ્યો હતો, “મારે કંઈ જોઈતું નથી, સાહેબ!” તે રડ્યો. તમે લઈ લો…….!

કરેલું ખરાબ કર્મ ફરી ફરી ને આપણી પાસે જ આવે છે તે જ કહેવાય કર્મ ની ગતિ.

कर्मणा प्राप्यते स्वर्गः सुखं दुःखं च भारत ।। स्त्री०3/11

હે ભારત! માણસ પોતાના કર્મોથી સ્વર્ગ, સુખ અને દુ:ખની પ્રાપ્તિ કરે છે.

Harshad30.wordpress.com

8369123935

હર્ષદ અશોડીયા ક.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

👉🏻રાજા ભોજ અને ગાંગો તૈલી

કાલીદાસ તે વખતે પ્રવાસ પર હતા. અને ભોજના દરબારમાં પ્રતિષ્ઠાનપુર નો પંડિત આવ્યો. તેણે રાજાને કહ્યું કે તમારા પંડિતોને મારી સાથે શાસ્ત્રાર્થ કરવા દો અને જો હું જીતુ તો મને માનપત્ર આપો કે હું સૌથી વિદ્વાન છું. ભોજને ખબર પડી કે કાલિદાસ નથી તેથી જ આ પંડિત અહિં આવ્યો છે. અને કાલિદાસ સિવાય તેની સાથે શાસ્ત્રાર્થ કોણ કરી શકે? અને તેને તેવું માનપત્ર આપવું પણ વ્યાજબી ન હતુ.

ભોજ ચિંતામાં નદી તીરે ફરતા હતા ત્યાં ગાંગો તૈલી મળ્યો. તેણે રાજાને ચિંતાનું કારણ પુછ્યું. રાજાએ નાછુટકે બધુ કહ્યુ. ગાંગો તૈલી વિચારીને કહે કોઇ ચિંતા કરો મા. તેની સાથે શાસ્ત્રાર્થ હું કરીશ. રાજાને થયુ આ ગાંગો તૈલી શું કરવાનો હતો. મારા દરબારમાં મોટા મોટા પંડિતો છે જે કશુ કરી શક્તા નથી તો ગાંગો તૈલી શું કરશે. ગાંગાએ કહ્યું કે તમે નગરમાં વાત ફેલાવી દો કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે ચર્ચા કરશે.

રાજા પાસે બીજો કોઇ ઊપાય પણ ન હતો. તેથી તેણે જે થાય તે થવા દો માની નગર માં જાહેરાત કરી કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે તે વાદવિવાદ કરશે.

બીજા દિવસે ગાંગો તૈલી બની ઠની ને સભામાં આવ્યો. પંડિત તો કાલિદાસના ગુરુ આવ્યા છે સમજીને મનમાંજ હારી ગયો હતો. રાજાએ વાદવિવાદ શરુ કરવાનું કહ્યુ.
પંડિતે એક આંગળી ઉંચી કરી. ગાંગાએ બે આંગળી બતાવી.
પંડિતે પાંચ આંગળી બતાવી. ગાંગાએ મુઠી બતાવી.

પંડીત ઉભો થઇને ગાંગાને પગે લાગ્યો અને રાજાને કહ્યુ કે પોતે હારી ગયો છે. આમની સાથે વાદવિવાદ કરવા જેવું બીજુ કશુ છે નહી. બધા આશ્ચર્ય પામ્યા કે વાત થઇ શું અને પંડિત હાર્યો કેવી રીતે.

આથી રાજાએ પંડીતને પાછળથી બોલાવી પુછ્યુ કે શાસ્ત્રાર્થ શું થયો?

પંડીતે કહ્યુ કે કાલિદાસના ગુરુને મારાથી તો શુ પુછાય? તેથી મેં એક આંગળી ઉંચી કરી કે તત્વ એક જ છે – શિવ. તેમણે બે આંગળી ઉંચી કરી કહ્યુ કે તે દ્વેત રૂપે વ્યાપ્ત છે – શિવ અને શક્તિ, જગત અને જગદીશ, પરમાત્મા અને પ્રકૃતિ.

મેં પાંચ આંગળી બતાવી કે તેને સમજવ માટે પાંચ ઇન્દ્રીયો છે. તો તેમણે મુઠ્ઠી બતાવી કે બધી ઇન્દ્રીયો કાબૂમાં હોવી જોઇએ.

રાજાએ તેને ખુશ થઇ ઇનામ આપી જવા દીધો. પછી ગાંગાને બોલાવ્યો કે તે શાસ્ત્રાર્થ શુ કર્યો?

ગાંગાએ પોતાની અદામાં જ કહ્યુ કે આ બધા પંડિતો ડરપોક છે. હું એક આંખે કાણો છુ તેથી તેણે એક આંગળી બતાવી કે મારી એક આંખ ફોડી નાંખશે. મેં તેને બે આંગળી બતાવી કે હું તારી બન્ને આંખ ફોડી નાંખીશ. પછી તેણે પંજો બતાવ્યો કે તે મને લાફો મારશે તો મે તેને મુઠ્ઠી બતાવી કે હુ તને મુક્કો મારીશ. બસ, તે ડરીને હારી ગયો.

રાજાએ ગાંગાને પણ ઇનામ આપી વિદાય કર્યો.

તાત્પર્ય: વિદ્વાન માણસ કોઈ પણ વાતને પોતાની રીતે સમજે છે અને તેનો સાચો અર્થ કરે છે. સજ્જન માણસો સાનમાં સમજી જાય છે. આપણામાં રહેલી ઇન્દ્રીયો ભગવાને બનાવેલી છે. તેથી તે સજ્જન છે. તે આપણા પર આધિપત્ય જમાવીને બેઠી છે. જો આપણે ભગવાનનું નામ પણ લઇશુ તો તે સમજી ને પંડિતની માફક હારી જશે.

ગુજરાતી વિચાર ફેસબુક

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

આનંદ


समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः।
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः।।14.24।।

श्रीमद् भगवद्गीता

વસંત ઋતુની એક આહ્‌લાદક સવારે એક ભરવાડનો છોકરો ફુલ્લ કુસુમિત ઘાટી માં ઘેટાં ચારતો હતો. અને ખુશીથી ગાતો તથા નાચતો હતો. એટલામાં રાજા મૃગયા કરવા ત્યાં થઈને નીકળ્યો, એણે તેને પૂછ્યું, ‘ હેં ભાઈ, તું આટલી બધી મોજમાં કેમ કેવી રીતે રહે છે? શું તુ રાજા થી પણ વધારે મોજ માં છે ?’

રાજાએ કટાક્ષ કર્યો

રાજાને છોકરો કાઈ ઓળખે નહિ, એટલે તે બોલ્યો, ‘ હું કેમ મોજ ન કરું? કારણ આપણા રાજા પણ મારા કરતાં વધુ મોજ માં નથી.’

‘ સાચે જ ? રાજા કહે. ‘ તો તારી આગળ શું શું રાજા કરતાં વિશેષ ઐશ્વર્ય છે તે મને કહે, જેનાથી તુ મોજ માં રહે શકે છે.’

‘નિત્ય ઉઠીને પ્રભાતના પ્રહારમાં આપણે સૂર્યને જોઈએ છીએ તે જેટલો રાજા સારું તેટલો જ મારા સારું પ્રકાશે છે; પર્વતો ને ગાળીઓ એક જ લીલું પાથરણું પાથરે છે. એક જ સુંદર ફૂલ જેમ એને માટે તેમ મારે માટે પણ ખીલે છે તથા સુવાસ ફેલાવે છે. મને રોજ અન્ન મળે છે. મને ઢાકવા જોગ વસ્ત્ર મારી આગળ છે અને મારે જોઈએ એટલી કમાણી હું કરું છુ. રાજા આગળ આથી વધારે શું છે તે મને કહી શકશો ?. જે આનંદ ભગવાને મને આપ્યો એવો જ આંનદ રાજાને પણ આપ્યો.

આ પ્રતીવચન રાજાને ગમ્યું. તે હસ્યો ને બોલ્યો, ‘ ભાઈ, ‘ભાઈ તારી વાત સાચી છે. આ વાત બીજા બધાને તુ જણાવજે કે રાજા પોતે તને એમ કહેતો હતો.

આંનદ બધાને ભગવાને સરખો આપ્યો છે. ભૌતિક સુખ કર્મ ને અનુસાર વધુ ઓછુ મળી શકે કેમ કે તે કર્મ ને આધીન છે.

આજે રાજા સૌથી વધારે આનંદિત હતો.

હર્ષદ અશોડીયા ક.

harshad30.wordpress.com

https://t.me/h8369123935

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

પાન નલીન


ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ થયેલ ગુજરાતી ફિલ્મ
“છેલ્લો શો” નાં ડિરેક્ટર પાન નલિન વિશે જાણો..

પાન નલિન…એક એવા વ્યક્તિ કે જેની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરવા ઉત્સુક હોય

અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર
રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે.

અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા.
અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલ્વેનું ક્રોસીંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઉભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા.

ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારી વાળાને આ
છોકરા વિષે પુછ્યુ એટલે એમણે કહ્યુ , ” સાહેબ, મારો જ દિકરો છે પણ એને ભણવાનું નથી ગમતુ એટલે અહીંયા મને મદદ કરે છે.”

ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પુછ્યુ , ” બેટા , તને ભણવાનું નથી ગમતુ તો પછી શું ગમે છે ?” છોકરાએ કહ્યુ , “સાહેબ , મને ચિત્રો દોરવા ખુબ ગમે. જુઓ મારા દોરેલા આ ચિત્રો.”

સિગારેટના ખાલી બોક્સ પર દોરેલા ચિત્રો જોઇને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારી વાળા ભાઇને કહ્યુ , ” આ છોકરો તો ખુબ આગળ વધી શકે તેમ છે અમે એને જુનાગઢથી પાછા આવીએ ત્યારે અમારી સાથે લઇ જઇએ અને અમારા ખર્ચે ભણાવીએ.

છોકરાના પિતાએ આ માટે મંજુરી આપી અને શિવરાત્રીનો મેળો કરીને આવેલા આ શિક્ષકો કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે લઇ ગયા.

છોકરાને એના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે
તમામ પ્રકારની મદદ કરી. એ છોકરાએ વડોદરાથી ફાઇન આર્ટસનો કોર્સ કર્યો.

મુંબઇમાં જઇને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. આર.કે.લક્ષ્મણ સાથે રહીને કાર્ટુન સીરીઝ ‘વાગલે કી દુનિયા‘ બનાવી.

પછી તો એની પ્રતિભા ભારત પુરતી મર્યાદીત ન રહેતા ભારત બહાર પહોંચી. ફિલ્મ
બનાવવા માટેના સપના જોતો એ છોકરો આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતા-નિર્દેશક
તરીકે પ્રખ્યાત થયો.

એમનું પ્રથમ ફિલ્મ ” સમસેરા ” ૨૦૦૧ માં રીલીઝ થયું . આ ફિલ્મે તેમને ૩૦ થી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ અપાવયા . તેમણે બીબીસી ,ડીસ્કવરી ચેનલ માટે ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવી . તેમજ તેઓ એ ” આર્ટ ઓફ બીઇન્ગ ” નામની આય્રુવેદ પર ની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી

તેઓ ની ફિલ્મ વેલી ઓફ ફ્લાવર્સ વિશ્વ ના ૩૫ થી વધુ દેશો માં રીલીઝ થયા પહેલા જ વેચાઈ ચુકી હતી .આ ફિલ્મ ને IFFLA Los Angeles,ચાર નોમીનેશન જીત્યા IAAC New York ,ખાતે જીત્યા હતા જેમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર નું પણ નોમીનેશન હતું .

મિત્રો , આ વ્યક્તિ ને કદાચ આપ સૌમાંથી ઘણા જાણતા હશે

મહાનાયક અમિતાભ બચ્ચન પણ જેની સાથે કામ કરવાની મહેચ્છા રાખે છે એ ખીજડીયાના નલીનકુમાર પંડ્યા તરીકે ઓળખાતા અને હાલ ફાંસમાં રહેતા , છોકરાને આજે
દુનિયા “પાન નલીન” ( Pan Nalin ) ના નામથી ઓળખે છે.

અને પેલા અમરેલીના શિક્ષક
એટલે ડો.વસંતભાઇ પરિખ.- લેખક ?

નલીન જી ની ટ્રેજીકોમેડી સ્ક્રીપ્ટ Slightly Sane ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ નો એવોર્ડ સાઉથ કોરિયા માં જીતી ચુકી છે નલીનજી બુદ્ધ પર ફિલમ બનાવી ચુક્યા છે , અને H2O પર યુદ્ધ વાળી ફિલ્મ બનાવી ચુક્યા છે

૨૦૦૬ માં પાન નલીન ને સ્પેન દેશ નો એવોર્ડ વિદા સેના તેઓના ઇકોલોજી માં સહયોગ તરીકે આપવામાં આવ્યો હતો તેમજ ૨૦૦૭ માં ટીએમજી (ડેવિડ ફ્લીન્તસ ટ્રાઇએન્ગ્લ મીડિયા ગ્રુપ યુ.કે. )તરફથી ફિલ્મ , થીયેટર અને ડ્રામા માં વિશ્વ ના ટોપ ૫૦ એચીવર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા .

પાન નલીન ને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ માં જ્યુરી તરીકે ઘણી સેલીબ્રીટી તરીકે રાખવામાં આવ્યા હતા ; Roman Polanski, Maria de Medeiros, Jamel Debbouze, Ludivine Sagnier, David Wenham, Paz Vega, Sandrine Bonnaire and Teddy Chan.
પાન નલીન લગભગ એક માત્ર એવા ભારતીય છે જેમને બે વખત Screenwriter’s lab Equinoxe એ Ron Bass, David and Janet Peoples, James V. Hart and Shane Black સાથે આમન્ત્રણ આપવામાં આવ્યું હતું .

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

જુના કપડાં


જુના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચકચ કરીને, શ્રીમંત ઘરની એ સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળા ને આપવા માટે છેલ્લે જેમતેમ તૈયાર થઈ.

“ના મોટાબેન ! મને નહિ પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામાઓછી ત્રણ સાડીઓ તો આપવી જ પડશે.” એવું કહેતો વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈ પાછું કોથળામાં મૂક્યું.

“અરે ભાઈ, અરે એક જ વાર પહેરેલી સાડીઓ છે આ બેઇ. જો સાવ નવા જેવી જ છે ! આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ બે સાડી તો વધારે જ છે. આ તો હું છું, તે તને બે બે સાડીઓ આપું છું.”

“રહેવા દો, ત્રણથી ઓછી તો મને પરવડશે જ નહીં.” એ પાછું બોલ્યો.

પોતાને અનુકૂળ પડે એમ જ સોદો થવો જોઈએ એવુ એ બન્ને વિચારતા હતા અને પ્રયત્ન કરતા હતા એટલામાં ઘરના બારણામાં ઉભા ઉભા વાસણવાળા સાથે ખેંચતાણ કરતા ઘરમાલિક સ્ત્રીને જોતા જોતા સામેની ગલી માંથી આવી રહેલી એક પાગલ જેવી તરુણ મહિલાએ ઘરની સામે ઊભા રહીને ઘરમાલિક સ્ત્રીને પોતાને કંઈક ખાવાનું આપવા વિનંતી કરી.

આવા ભીખમંગા લોકો માટે ઘૃણા ધરાવતા હોવાથી એ શ્રીમંત મહિલાએ એક ક્રોધથી બળબળતી નજરે એ પાગલ મહિલા સામે જોયું. એની નજર એ પાગલ જેવી દેખાતી મહિલાના કપડાં તરફ ગઈ.
કેટલાયે થાગડ થિંગડા મારેલી એની એ ફાટેલી સાડી માંથી પોતાનું ઉભરતું તારુણ્ય ઢાકવાનો એનો એ અસફળ અને અસહાય પ્રયત્ન દેખાઈ આવતો હતો.

એ શ્રીમંત સ્ત્રીએ પોતાની નજર બીજે ફેરવી લીધી ખરી, પણ પાછી સવાર સવારમાં બારણે આવેલા યાચકને ખાલી હાથે મોકલવો યોગ્ય નથી એવું વિચારીને આગલી રાત ની વધેલી ભાખરી ઘરમાંથી લાવી એ પાગલ મહિલાના વાસણમાં નાખી દીધી અને વાસણવાળા તરફ ફરીને બોલી, “હં , તો ભાઈ શુ નક્કી કર્યું ? બે સાડીના બદલામાં તપેલું આપો છો કે મૂકી દઉ સાડી પાછી?”

આ બાબત કશું જ ન બોલતા વાસણવાળાએ એની પાસેથી મૂંગા મૂંગા એ બે જૂની સાડીઓ લઈ લીધી, પોતાના પોટકામાં નાખી દીધી અને તપેલું એને આપી દીધું અને વાસણનો ટોપલો માથા પર નાખી ઝડપથી નીકળ્યો.

વિજયમુદ્રામાં એ સ્ત્રી હસતા હસતા ઘરનું બારણુ બંધ કરવા ઉભી થઇ અને બારણું બંધ કરતા એની નજર સામે ગઈ… એ વાસણવાળો પોતાનું કપડાંનું પોટકું ખોલીને પેલી પાગલ સ્ત્રીને, એણે હમણાં જ તપેલા ના બદલામાં એને મળેલી બે સાડીઓ માંથી એક સાડી એનું શરીર ઢાંકવા માટે આપતો હતો.

હવે હાથમાં પકડેલું એ તપેલું એ શ્રીમંત સ્ત્રીને અચાનક ખૂબ જ ભારે લાગવા લાગ્યું. એ વાસણવાળાની સરખામણીમાં પોતે એકદમ પોતાને નિમ્ન લાગવા લાગી. પોતાની આર્થિક સરખામણીમાં એ વાસણવાળાની કોઈ કિંમત જ ન હોવા છતાં એ વાસણવાળાએ પોતાનો સંપૂર્ણ પરાજય કર્યો છે, એ એને સમજાઈ ગયું હતું. ભાવ માટે ખેંચાખેંચ કરનારો એ બિલકુલ કશું જ ન બોલતા, છાનોમાનો ફક્ત બે જ સાડીઓ લઈને પેલું મોટું તપેલું કેમ અચાનક આપવા તૈયાર થઈ ગયો, એનું કારણ હવે એ સારી રીતે સમજાઈ ગયું હતું. આપણી જીત થઈ જ નથી અને આ સાવ સામાન્ય વાસણવાળાએ પોતાને પરાભૂત કરી દીધી છે, એ એને સમજાઈ ચૂક્યું હતું.

કોઈકને કઈક આપવા માટે માણસની આર્થિક સધ્ધરતા મહાત્ત્વની નથી, પણ મનની અમીરાત હોવી મહત્ત્વની છે…!!

આપણી પાસે શુ છે અને કેટલું છે એનાથી કશો જ ફરક પડતો નથી !

આપણી વિચારવાની પદ્ધતિ અને દાનત શુદ્ધ હોવી જોઈએ.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

धन्यो गृहस्थाश्रमः


લગ્ન સમયે વર કહે છે-

“द्यौरहं पृथ्वी त्वं सामाहम्हक्त्वम्।

सम्प्रिदौ रोचिष्णू सुमनस्यमानौजीवेव शरदः शतम्॥”

“હું આકાશ છું, તું પૃથ્વી છો. હું સામવેદ છું, તું ઋગ્વેદ છો. ચાલો એકબીજાને પ્રેમ કરીએ. એકબીજાને સુંદર બનાવિયે. એકબીજાના પ્રિય બનીએ. એકબીજા સાથે ઈમાનદારીથી વર્તીને એક હજાર પૂર્ણિમા સુધી જીવીએ.

એક  સજ્જન માણસ  રસ્તા પરથી  પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે  એક  અંધ વટેમાર્ગુને સામેથી  આવતો  જોયો.  એ જમાના માં હોટલ નહિ કે જમવાની ફિકર નહિ કરવાની. તે અંધ માણસ ના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે ભૂખ્યો થયો છે. પાછો જમવાનો સમય. સજ્જન ના હૃદયમાં લાગણી  જન્મી ને  પેલાં  અંધને  પોતાને ઘેર જમવા આવવા કહ્યું. “અહીંથી ત્રીસ મિનિટ ના અંતરે મારું ઘર આવશે. કોઈને પણ પુછીસ કે હેમા ભાઈ નું ઘર ક્યાં ટો તે તુરંત કહી દેશે. પણ  પોતાને તો  ઉતાવળેથી  ઘેર  જવાનું  હતું જેથી ઘેર વહેલા પહોચી પત્ની ને કહી રસોઈ બનાવી દે.

અંધ માણસને  ધીમેધીમે ચાલતો હતો ને સજ્જન ઉતાવળે  પોતાને  ઘેર  ગયો.  તેણે  તેની  પત્નીને  એક  અંધ માણસનું  ભોજન  વધારે  કરવા  કહ્યું. ત્યારે  તેની  પત્નીએ  બે  માણસો  ધરાઈને  જમે  તેટલી  રસોઈ  બનાવી. જમવા માટે બે બાજોઠ તૈય્યાર કર્યા એ જોઇને  તેનાં પતિએ  કહ્યું ” તને  એક  થાળી  બનાવવાનું કહ્યું  ને તે  બે  થાળી  કેમ  તૈયાર કરી?”

તેની  પત્નીએ  જવાબ આપ્યો કે  ” અંધ  માણસ  કાંઈ  એકલો  નહિ  આવે, તેની  સાથે  તેને  દોરનારો  પણ  આવશે તમે જેમ સજ્જન અને કૃપાળુ છો તેમ હું પણ તમારી પત્ની છુ. તમારે રસ્તે ચાલનારી. હું કેમ પાછળ રહી જાઉં !.

પત્ની નું ઔદાર્ય જોઈ પતિ ખુશ થયો. ભગવાનનો આભાર માન્યો.

सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी

सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः ।

आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे

साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥

ઘરમાં સુખ હોવું જોઈએ, દીકરો સમજદાર હોવો જોઈએ, પત્ની મીઠી વાત કરનારી હોવી જોઈએ, સારા મિત્રો હોવા જોઈએ, સંપત્તિ હોવી જોઈએ, પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો જોઈએ, નોકર આજ્ઞાકારી હોવો જોઈએ. આતિથ્ય સત્કાર થાય છે, પૂજા થાય છે, દરરોજ સારું ભોજન રાંધવામાં આવે છે, અને સત્પુરુષોનો સંગ થવો જોઈએ. – આવા ગૃહસ્થાશ્રમ ધન્ય છે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

harshad30.wordpress.com

Illustration of an Indian family making and eating ‘Roti’ in the traditional way
Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

મૃત્યુ પથારી પર પડેલી પત્નીએ ધીમેથી કહ્યું, “ડૉક્ટરને બોલાવશો નહીં, તમારો હાથ મારા હાથમાં રાખીને હું શાંતિથી સૂઈ જવા માંગુ છું.”
પતિએ તેને ભૂતકાળની યાદો વિશે – તેઓ બંને કેવી રીતે મળ્યા તે અને તેમના પ્રથમ ચુંબન વિશે કહ્યું.
તેઓ બંને રડ્યા નહીં, તેમણે હાસ્ય કર્યું. તેમને કોઈ વાતનો અફસોસ ન હતો, તેઓ કૃતજ્ઞ હતા.
પછી પત્નીએ ધીમેથી કહ્યું, “હું તમને પ્રેમ કરું છું, હંમેશ માટે”
પતિએ પણ હું પણ તને હંમેશ માટે પ્રેમ કરું છું કહીને તેના કપાળ પર એક હળવું ચુંબન કર્યું.
પત્નીએ પોતાની આંખો બંધ કરી દીધી અને શાંતિથી તેના હાથમાં હાથ રાખીને સૂઈ ગઈ.

પ્રેમ ખરેખર સર્વસ્વ છે. અને તે જ મહત્વનું છે. કારણ કે દરેક વ્યક્તિ આ દુનિયામાં આવે છે ત્યારે પ્રેમ સિવાય બીજું કશું જ નથી લઈ આવતી અને જ્યારે છોડીને જાય છે ત્યારે પ્રેમ સિવાય બીજું કશું જ છોડીને નથી જતી.
જરા વિચારજો. આપણા વ્યવસાય, કારકિર્દી, બેંક ખાતું, આપણી અસ્ક્યામતો ફક્ત સાધનો છે, એથી વધુ કંઈ નહીં. બધું અહીં જ રહે છે. તેથી ફક્ત પ્રેમ કરો …. જેઓ તમને ખરેખર ચાહે છે તેમને પ્રેમ કરો. એવી રીતે
જાણે કે તમારા જીવનમાં એનાથી વધુ મહત્ત્વનું કશું જ ન હોય. ❤️
Source: Life Journal
🍁