ગતાનુગતિક
किमन्ये पुण्यकर्माणः न धीमांश्चिन्तयेदिदम् ।
गतानुगतिकं लोकं विस्मृत्य सुकृती भवेत्।।
शशिपालनीतिशतकम्
શું અન્ય લોકો પુણ્યકર્મી છે? જ્ઞાનીઓએ આવી ચિંતા ન કરવી જોઈએ. ઘેટાંની દુનિયાને ભૂલીને, વ્યક્તિએ પોતે પુણ્યકર્મી બનવું જોઈએ.
એક દિવસ એક ગુરુજીએ તેમના કેટલાક વિદ્યાર્થીઓ સાથે જંગલમાં આશ્રમ બનાવીને રહેવાનું શરૂ કર્યું, ત્યારે એક દિવસ ક્યાંકથી એક બિલાડીનું બચ્ચું રસ્તો ભટકીને આશ્રમમાં આવ્યું. ગુરુજીએ તે ભૂખ્યા અને તરસ્યા બિલાડીના બચ્ચાને દૂધ અને રોટલી ખવડાવી. તે બચ્ચું એ જ આશ્રમમાં રહીને મોટું થવા લાગ્યું. પરંતુ તેના આવ્યા પછી ગુરુજીને એક સમસ્યા ઊભી થઈ કે જ્યારે તેઓ સાંજે ધ્યાન કરવા બેસતા ત્યારે તે બિલાડીનું બચ્ચું ક્યારેક આવીને તેમના ખોળામાં ચઢી જતું, તો ક્યારેક તેમના ખભા કે માથા પર બેસી જતું.
આથી ગુરુજીએ તેમના એક વિદ્યાર્થીને બોલાવીને કહ્યું, જુઓ, હું સાંજે જ્યારે ધ્યાન કરવા બેસું, તે પહેલાં તમે આ બચ્ચાને દૂરના ઝાડ સાથે બાંધી દો. ધીરે ધીરે આ વાતનો નિયમ બની ગયો છે કે ગુરુજીના ધ્યાન પર બેસતા પહેલા શિષ્યો એ બિલાડીના બચ્ચાને ઝાડ સાથે બાંધવાનું શરૂ કરી દેવું. આ વાતને ગણો વખત વીતી ગયો. જયારે કૃતિ માંથી તત્વ વિચાર ચાલ્યો જાય છે ત્યારે આંધળી ગતાનુંગતીકતા આવી જાય છે.
બધા ગતાનુગતિક પ્રવૃત્તિ નાં છે શિકાર, એક સરખી ચાલ છે, ને ના બુદ્ધિનો તાલ છે.
ઉપર-ઉપરથી સરખા ને વિચારોમાં નોખા છે, જો ના સમજશે તો એનો વિનાશ છે
એક દિવસ જ્યારે ગુરુજીનું મૃત્યુ થયું ત્યારે તેમના એક પ્રિય વિદ્યાર્થીને ગાદી પર બેસાડવામાં આવ્યો. તે જ્યારે ધ્યાન કરવા બેઠો ત્યારે પણ તે પહેલાં ગતાનીગતિક બિલાડીનું બચ્ચું ઝાડ સાથે બાંધી દેવામાં આવતું. પછી એક દિવસ મોટી મુશ્કેલી આવી કે બિલાડી ઉમર થતાં મરી ગઈ. બધા શિષ્યો મળ્યા, બધાએ ચર્ચા કરી અને કહ્યું કે મોટા ગુરુજી જ્યાં સુધી બિલાડીને ઝાડ સાથે ન બાંધે ત્યાં સુધી ધ્યાન પર બેસતા નથી. તેથી નજીકના ગામડાઓમાંથી ગમે ત્યાંથી બિલાડી લઇ આવીએ.
સમાજને સ્થપાઇ ચૂકેલી વાસી પરંપરાઓમાં વધારે રસ હોય છે. સમાજ ગતાનુગતિક હોય છે. આવી જડતા સામે જે કોઈ શાણો આદમી ઊંચા પ્રકારનું સત્ય લઈને આવે તેમને કિંમત ચૂકવવી પડતી હોય છે
અંતે, ઘણી શોધખોળ પછી, એક બિલાડી મળી, ફરીથી ગુરુજી એક ઝાડ સાથે બાંધીને ધ્યાન માટે બેસતા થયા.
મારા પર વિશ્વાસ કરો, તે પછી કેટલી બિલાડીઓ મરી ગઈ તે ખબર નથી અને કેટલા ગુરુજી મૃત્યુ પામ્યા છે તે ખબર નથી. પરંતુ આજે પણ ગુરુજી જ્યાં સુધી બિલાડીને ઝાડ સાથે ન બાંધે ત્યાં સુધી ધ્યાન પર બેસતા નથી. તમે ક્યારેય તેમને પૂછો તો તેઓ કહે છે કે આ અમારી પરંપરા બની ગઈ છે. આપણા બધા જૂના ગુરુજીઓ પણ એવું જ કરતા રહ્યા, તેઓ બધા ખોટા ન હોઈ શકે. ગમે તે થાય, હવે આપણે બધા આપણી આ પરંપરાને છોડી શકતા નથી.
પરંપરા માંથી જયારે તત્વ વિચાર ચાલ્યો જાય છે ત્યારે નારિયેળ ના છોતરાનું પૂજન સારું થાય છે. હાલત નદીમાં એક એક મુઠ્ઠી રેતી નાખી પુલ બનાવવાની વિધિ સારું થાય છે.
હર્ષદ અશોડીયા ક.
૮૩૬૯૧૨૩૯૩૫
