Posted in જાણવા જેવું

સંક્ષિપ્ત સબ્દો

 

 • તા.ક.
  • તાજા કલમ
 • સ.દ. પોતે
  • સહી દસ્તખત પોતે
 • ઈ.સ.
  • ઈસ્વી સન
 • વિ.સં.
  • વિક્રમ સંવત
 • અ.સૌ.
  • અખંડ સૌભાગ્યવતી
 • ચિ.
  • ચિરંજીવ
 • રા.રા.
  • રાજમાન રાજેશ્રી
 • લિ
  • લિખિતંગ
 • દાત
  • દાખલા તરીકે
 • વિવિ
  • વિગેરે વિગેરે
 • ગંસ્વ
  • ગંગા સ્વરૂપ
 • ઉરૂ
  • ઉદાહરણ રૂપે
 • અબક તબક
  • અમે બનતું કર્યું, તમે બનતું કર્યું?
 • કોશુંક
  • કોઈ શું કહેશે?
Posted in જાણવા જેવું

સિયાચીન

સિયાચીન વિશે ચપટીક –

 • દુનિયામાં સૌથી ઊંચે આવેલી લશ્કરી ચોકી
 • લઘુત્તમ ઉષ્ણતામાન -૬૦ અંશ સેન્ટિગ્રેડ
 • ઊંચાઈ – ૫૭૫૩ મીટર
 • તોફાન વખતે પવનની ઝડપ – કલાકના ૧૦૦ માઈલ
 • સ્નો ફોલ – ૩૬ ફૂટ 
 • સપ્લાય લાવનાર હેલિકોપ્ટરની ઊંચાઈ – ૨૦,૦૦૦ ફૂટ 
 • સપ્લાય ફેંકવા માટે સમય – એક જ મિનિટ . નહીં તો થોડેક જ દૂર નીચે આવેલ પાકિસ્તાની તોપના નિશાન બની જવું પડે. 
 • ૩૦ વર્ષ – ૮૪૬ સૈનિકો શહીદ બન્યા
 • ૧૫ મી રાજપૂત બટાલિયનના હવાલદાર ગયા પ્રસાદનું શબ ૧૮ વર્ષ પછી મળ્યું.
Posted in જાણવા જેવું

ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામો:

ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામો:

 

મુશાળીમા

ગિજુભાઈ બધેકા

વાસુકિ 

ઉમાશંકર જોશી

મરીઝ

અબ્બાસ અબ્દુલઅલી વાસી

અઝીઝ

ધનશંકર ત્રિપાઠી

સવ્યસાચી

ધીરુભાઈ ઠાકર

સુન્દરમ્

ત્રિભુવનદાસ લુહાર

સ્નેહરશ્મિ

ઝીણાભાઈ રતનજી દેસાઈ

માયડીયર જયુ

જયંતિલાલ રતિલાલ ગોહિલ

મધુરાય

મધુસુદન વલ્લભભાઈ ઠક્કર

અદલ,મોટાલાલ

અરદેશર ખબરદાર

અવળવાણીયા

જ્યોતિન્દ્ર દવે  

અશક્ય,નામુમકિન

પ્રીતિસેન ગુપ્તા

ચાંદામામા

ચંદ્રવદન મહેતા

અખાભગત

વેણીભાઈ પુરોહિત

આદિલ મન્સૂરી

ફકીર મુહમ્મદ ગુલામનબી મન્સૂરી

કથક

ગુલામદાસ બ્રોકર

કાઠીયાવાડી વિદુર

કે.કે.શાસ્ત્રી

ઈવા ડેવ

પ્રફુલ્લ દવે

તથાના

રાધેશ્યામ શર્મા

ચિત્રગુપ્ત

બંસીધર શુક્લ

શૂન્ય પાલનપુરી

અલીખાન બલુચ

નારકર

જગદીશભાઈ રમણભાઈ પટેલ

દિવાકર

હરિશંકર દવે

મરીઝ

અબ્બાસ અબ્દુલઅલી વાસી

બુલબુલ

ડાહ્યાભાઈ દેરાસરી

મહારાજ

રવિશંકર વ્યાસ

પ્રિયદર્શી

મધુસુદન પારેખ

વનમાળી વાંકો

દેવેન્દ્ર ઓઝા

વનમાળી

કેશવહર્ષદ ધ્રુવ

ભગીરથ

ભગવતીકુમાર શર્મા

બાદરાયણ

ભાનુશંકર વ્યાસ

મધુકર

વિશ્વનાથ મગલાલ ભટ્ટ

મૂષિકાર

રસિકલાલ પરીખ

મકરંદ

રમણભાઈ નીલકંઠ

નિરાલા

સૂર્યકાન્ત ત્રિપાઠી

પરમહંસ

સચ્ચિદાનંદ સ્વામી

ધૂનીરામ

ગૌરીશંકર પ્રભાશંકર ત્રિવેદી

સૌજન્ય

પીતાંબર પટેલ

યયાતિ 

જયેન્દ્ર દવે

સોપાન

મોહનલાલ મહેતા

શેખાદમ

શેખ આદમુલ્લા આબુવાલા

અકીંશન

ધનવંત ઓઝા

મિસ્કીન

રાજેશ વ્યાસ

સુંદરી

જયશંકર ભૂધરદાસ ભોજક

સાહિત્ય કવિ

ચૂનીલાલ શાહ

પ્રેમસખી

પ્રમાંનદ સ્વામી

સાહિત્યયાત્રી

ઝવેરચંદ મેધાણી

સવ્યચાસી

ધીરુભાઈ ઠાકર

શૂન્યમ

હમુખભાઈ પટેલ

લલિત

જમનાશંકર બૂચ

શંકર

ઈચ્છારામ દેસાઈ

જ્ઞાનબાલ  

નરસિંહરાવ દિવેટિયા

વૈશંમપાય

કરસનદાસ માણેક

મનહર

મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ

મસ્તફકીર

હરિપ્રસાદ ભટ્ટ

પૂ.મોટા

ચુનીલાલ આશારામ ભગત

લોકાયતસૂરી

રધુવીર ચૌધરી

Posted in જાણવા જેવું

નવ રત્નો

કૃદરતના નવ રત્નો

 હીરો વ્રજ:          ધોળા રંગનુ રત્ન

માણેક – મણિક્ય:     રાતા રંગનું રત્ન

મોતી – મુક્તા:      પીળા રંગનું રત્ન

પાનું – પન્ના:        લીલા રંગનું રત્ન

પોખરાજ – ગોમેદા:    પીળા રંગનું રત્ન

લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ

વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ

પરવાળુ – પ્રવાલ વિદ્રુમ:   ગુલાબી રંગનો રત્ન

નીલમ – લીલમ મસ્કલ:  નીલા રંગનું એક રત્ન


રાજા ભોજના દરબારના નવ રત્નો

મહાકવિ કાલિદાસ

વૈદરાજ ધન્વંતરી

ક્ષપણક

શંકુ

અમર

વેતાલ

ઘટર્ક્પર

વરાહમિહિર

વરુચિ


અકબરના દરબારના નવ રત્નો

અબુફઝલ        ઇતિહાસકાર

ટોડરમલ         જમા બંધી નિષ્ણાત

માન સિંહ         સેનાધ્યક્ષ

ફૈજી                  કવિ

બદાઉની          લેખક

તાનસેન          ગાયક

દોપ્યાજી          મુલ્લા

મહેસદાસ        બિરબલ     હાજર જવાબી

હકીમ હમામ    વૈદરાજ


રણજીત સિંહના દરબારના નવ રત્નો

ફકીર અઝીઝુદીન –  વિદેશ પ્રધાન

હકીમ નુરુદ્દીન      –   શસ્ત્રા ગારના વડા

રાજા દીનાનાથ – નાણા પ્રધાન

ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક

ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન

મોહકમચન્દ – સર સેનાપતિ

હરિસિંહ નવલા  –     અશ્વદળના સેનાપતિ

દીવાન ચંદ – પાયદળના સેનાપતિ

રાજા હીરાસિંહ – અંગત સલાહકાર

Posted in જાણવા જેવું

Dropbox શું છે ?

Dropbox શું છે ?

dropbox-logo

આ એક વર્ચુઅલ સ્ટોરેજ છે. મતલબ તમારી જે કોઈ ચીજ તમે તમારી પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કોમ્પુટર કે લેપ ટોપ માં રાખો છો તે બધી જ ચીજ તમે ડ્રોપ બોક્ષ માં પાસ વર્ડ દ્વારા સુરક્ષિત રાખી શકો છો. મુખ્ય ફાયદો એ છે કે તમારી હાર્ડ ડિસ્ક ફેલ થઇ જાય ને તમારા બધા ડેટા ખલાસ …જો બેક અપ ના હોય તો. જયારે  ડ્રોપ બોક્ષ તમારા ડેટા થાપણ તરીકે પોતાની પાસે રાખે છે. જયારે તમને જરૂર પડે ત્યારે ફરી તમે ઉપલબ્ધ કરી શકો છો. યાદ રહે ૨ જીબી સુધી નું સ્ટોરેજ મફત છે તેની ઉપર ના સ્ટોરેજ માટે વાર્ષિક લવાજમ ભરવું પડશે. ૨ જીબી એટલે તમારા મોબાઈલ થી ૨૦૦૦ જેટલા ફોટો તમે ગ્રુપ બનાવીને રાખી શકો. તેમાંથી કોઈને પણ મોકલી શકો શેર કરી શકો.. ૫૦૦ જેટલા ebooks રાખી શકો જે તમે વિશ્વ માં ગમે ત્યાંથી ઓપન કરી વાચી શકો. તમારા મિત્રોને મોકલાવી શકો. તમારા ૫૦૦ પુસ્તકો સાથે લઇ ફરી નથી સકતા પણ ડ્રોપ બોક્ષ ને મદદ થી ગમે ત્યારે કોઈના પણ કમ્પ્યુટર થી મોબાઈલ  થી  વાચી શકો છો. આહા કેટલું સરળ.. તમારી મનગમતી ફિલ્મ પણ રાખી શકો ને તમારા મિત્રોને શેર પણ કરી શકો.

મેં મારા ૬૦૦ થી વધારે પુસ્તકો સ્કેન કરી તેને ડ્રોપ બોક્ષ માં રાખ્યા છે. ટેબ દ્વારા કે મોબાઈલ થી હું ગમે ત્યારે વાંચી સકું છું. અને શેર પણ કરી સકું છું.

કેનેડા માં ગુજરાતી સમાજે ત્યાની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો સ્કેન કરી ઓન લાઈન ફક્ત કેનેડા વાશી માટે રાખ્યા છે. જેનું વાર્ષિક લવાજમ ભરી મેમ્બર બની સકાય છે. વિશ્વ ની સૌથી મોટા પુસ્તકો ઇબૂક્સ રૂપાંતરિત થઇ ઓન લાઈન થઇ ગયા છે. આ સાથે કેટલીએ પુસ્તકોની  વેબ સાઈટ છે જે તમે નીસુલ્ક વાચી શકો છો. મારી પાસે ૭૦ થી વધારે વેબ સાઈટ ના અડ્રેસ છે જે ઈમૈલ દ્વારા મને પૂછે શકો છો. તેમની કેટલીક  આ પ્રમાણે છે.

www.scribd.com

www.issuu.com

અથવા ગુગલ માં સર્ચ કરો ફ્રી ઇબૂક્સ આ પણ ડ્રોપ બોક્ષ જેવો જ આઈડિયા છે. હવે વાત રહી કે તમારા પુસ્તકોની. ઘર માં બૈરું જાન ખાય છે ને ? તમારા પુસ્તકો ને સાફ કરવા જત્થા બંધ રાખવા ઈત્યાદી..તો ચાલો બધા પુસ્તકો સ્કેન કરી ઓન લાઈન ડ્રોપ બોક્ષ માં મૂકી દો. તમારા પુસ્તકો ને કીડા ખાઈ જાય તેની પહેલા. ત્યાર બાદ બધા પુસ્તકો OLX માં વેચી પત્ની ને સોનાનું ઘરેણું લઇ આપો. ( ફક્ત તમારી જ પત્નીને હો..)

maxresdefault

અથવા કોઈ પુસ્તક તમને પુસ્તકાલય માંથી પસંદ આવે કે મિત્રો પાસેથી મળે તો તેને પણ સ્કેન કરી શકો છો.

તમારા પુસ્તકો ને સ્કેન કેમ કરવા? કેમ ડ્રોપ બોક્ષ માં સુરક્ષિત રાખવા? મને જરૂર ઈ મેઈલ કરજો. harshad30@hotmail.com અથવા વોટ્સ અપ પર સંપર્ક માં રહેજો. ૯૭૩-૬૬૩૩૧૭૮૧

ઓનલાઇન બેકઅપ સુભાષિત :

dropbox

૧) હાર્ડ ડ્રાઇવ ક્રેશ તો લેપટોપ ચોરી થઇ શકે છે, પરંતુ તમે તમારા ડેટાને આવી કોઇ દુધટર્નાથી બચાવી શકો છો.

૨) ૨ જીબી સુધી નું મફત સ્ટોરેજ વાહ ભઈ વાહ

૩) નાં પુસ્તકો રાખવા , નાં સાફ કરવાના

અમે તો ડ્રોપ બોક્ષ માં રાખી, વાચી, ગગન માં વિહરવાના.

૪) છોકરાઓને ગેમ્સ ની આદત થી છોડાવી ટેબ માં પુસ્તકો વાંચવાની આદત એટલે ડ્રોપ બોક્ષ.

૫) પ્રભુ મારું પૈસાનું એક અકાઉન્ટ સ્વીસ બેંક માં ને બીજું મારું સાહિત્યનુ ડ્રોપ બોક્ષ માં થજો.

 

Dropbox ઓનલાઇન બેકઅપ સ્ટોરેજન જેવી કેટલીક સમાંતર સુવિધા ઉપલબ્ધ છે.

ebooks

 

 

૧) ADrive

http://www.adrive.comપર્સનલ યુઝ માટે આ ૫૦ જીબી ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. સાઇન અપ અને વેરિફિકેશનની પ્રક્રિયા પછી યૂઝર્સ વેબ ઇન્ટરફેસ દ્વારા ફાઇલ એડિટ કે સ્ટોર કરી શકે છે. વેબ બેઝ ઇન્ટરફેસ હોવાના કારણે તે બધા પ્લેટફોર્મ પર ચાલે છે. ફાઇલ મેનેજર વિન્ડો દ્વારા ફાઇલ સરળતાથી સર્ચ કરી શકાય છે. તે અપલોડ અથવા એડિટ કરેલી ફાઇલની હિસ્ટ્રી પણ સરળતાથી સેવ કરે છે.

૨) Badongo

http://www.badongo.com સ્ટોરેજની સુવિધા આપે છે, પરંતુ તેમાં ઘણા પેંચ છે. ફ્રી યુઝર્સ એક દિવસમાં ૪.૮ જીબીથી વધારે ડેટા ડાઉનલોડ નથી કરી શકતા. ડાઉનલોડિંગની સ્પિડ પણ ૫૦૦ કેબીપીએસ જ છે. ફાઇલના પ્રકારના આધારે ડેટા સ્ટોર કરી શકાય છે. વેબ ફાઇલ મેનેજરની મદદથી ડેટાને વ્યવસ્થિત રીતે સ્ટોર કરી શકીએ છીએ.

૩) Box

http://www.box.com આ સાઇન અપના આધારે ૫ જીબીથી ૫૦ જીબી સુધીની ડેટા સ્ટોરેજની સુવિધા આપે છે. જો તમે ડેસ્કસ્ટોપથી સાઇન અપ કરો તો ૫ જીબી વધારે અને તમે ફ્રી આઇપેડ સોફટવેરથી સાઇન અપ કરી રાા હો તો ૫૦ જીબી સુધીનો ડેટા સ્ટોર કરવાની સ્પેસ મળે છે. સોફટવેરની મદદથી કન્ટેન્ટ અપલોડ કરવા ઉપરાંત ફાઇલ શેયર પણ કરી શકાય છે. તે ઇમેલ દ્વારા ફાઇલ કે લિંક શેયર કરવાની સુવિધા પણ આપે છે.

૪) dropbox

http://www.dropbox.comકન્ટેન્ટના એસેસના રીતે જોવા જઇએ તો ખૂબ જ સારી સાઇટ છે. અહીં સ્ટોરેજ ડેટાને યૂઝર મોબાઇલમાં ડાઉનલોડ એપ્પ દ્વારા જોઇ શકાય છે. આ સાઇટ શરૂઆતમાં ફકત ૨ જીબીની સ્પેસ ફ્રીમાં આપે છે. પરંતુ વધારાની બીજી સ્પેસ મેળવવા માટે યૂઝર્સને કરવા પડે છે. પીસી પર રાખવામાં આવેલું ડ્રોપ બોકસ ફોલ્ડર જાતે જ સ્ટોર ફાઇલને અપડેટ કરે છે.

૫) Microsoft

Sky Drive http://skydrive.live.comસ્કાયડ્રાઇવ ૨૫ જીબીની ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. તે વિન્ડો એકસપ્લોરરની જેમ કેટલુંક કામ કરે છે. અહીં બધા ફોલ્ડર જમણી બાજુ જોવા મળે છે. આ સોફટવેર દ્વારા ડેટા કે ફાઇલ અપડેટ કરવાની કે એડિટ કરવાની સુવિધા આપતું નથી. ઓફિસ ડોકયુમેન્ટ સીધા જ સેવ થઇ જાય છે. બાકીનાને ડ્રેગ કરીને બનાવેલા ફોલ્ડરમાં નાખવા પડે છે.

હર્ષદ આશોડીયા 

973-66331781