શ્રવણ માટે સ્વાધ્યાય કેન્દ્રમાં શા માટે જવાનું ? શ્રવણની મહત્તા આપણી સંસ્કૃતિએ ભારપૂર્વક સમજાવી છે.
ભક્તિનું પહેલું પગથિયું શ્રવણ છે. સાંભળીને સ્વાધ્યાયી આત્મનિરીક્ષણ કરતો થાય, પોતાની જીવનપોથી વાંચતો થાય, અને દૈવીવિચારો સાથે પોતાના મનના વિચારો, વૃત્તિ વગેરે સરખાવે અને હળવે હળવે માણસનું જીવન બદલાતું જાય.
માત્ર વાંચવાથી વ્યક્તિનો સંબંધ જડ પુસ્તક સાથે થાય છે. જ્યારે આપણે પ.પૂ. દાદાના દૈવી વિચારો સાંભળીએ ત્યારે આપણા હૃદય સાથે પ. પૂ. દાદાના વિચારોનો જીવંત સંપર્ક થાય છે. હૃદયમાં એક પ્રકારના આંદોલનો- (Vibrations) હીલચાલ શરૂ થાય છે અને ધીમે ધીમે જીવનમાં પરિવર્તન આવતું જાય છે.
વિચારો સાંભળવાથી અને વાગોળવાથી જ્ઞાન વધે- વધે અને સાંભળેલા ઉપર વારંવાર વિચાર કરવાથી જ્ઞાનનું ઊંડાણ “સમજણ”
( Understanding ) માં ફેરવાતું જાય છે. ત્યાર પછી છેવટે અનુભૂતિ ( Realisation ) થાય
સ્વાધ્યાયમાં શ્રવણ પછી મનન કરવામાં આવે . તેનાથી જ સાંભળેલું જીવનમાં ઉતારવાનું મન થાય. સ્વાધ્યાય એટલે ગુણો જીવનમાં લાવવાનો દૃઢ સંકલ્પ ; તો જ દોષો ધીમે ધીમે દૂર થાય.
સ્વાધ્યાયી માણસ નિયમિત સમયસર સ્વાધ્યાયકેન્દ્રમાં પહોંચે છે. તે વિચારતો હોય છે કે સ્વાધ્યાય કેન્દ્રમાં ભગવાન મારી રાહ જોતા હશે. God is waiting for me.
પ પૂ દાદાજીનું વિડિયો કેન્દ્ર :
(1) પૂ. દાદાના પ્રવચનકેન્દ્રમાં જઇએ એટલે ચૈતન્ય કેન્દ્રમાં જવાનું ગણાય.
(2) પૂ. દાદાનું પ્રવચન એ તો આપણાં મનની ગુંચ, મૂંઝવણો, પ્રશ્નો વિ નો જવાબ શોધવાની જગ્યા.
(3) આપણાં મનમાં રમતા પ્રશ્નો પૂ. દાદા જ પ્રવચનમાં ઉભા કરે અને પોતે જ તેનો જવાબ આપે.
(4) પૂ. દાદાનું પ્રવચન એ તો પૂ. દાદાનો ભગવાન યોગેશ્વર સાથેનો સંવાદ છે.
(5) પ્રવચન દરમ્યાન સ્ક્રીન ઉપરથી આવતા તેજકિરણો આપણામાં પાવિત્ર્ય ઉભું કરે છે.
(6) વિડિઓકેન્દ્રમાં આપણને pure- શુધ્ધ નિર્મલ વિચારો મળતાં હોય.
(7) વિડિઓકેન્દ્ર જ્ઞાન ગંગાનો direct પ્રવાહ છે. પૂ .દાદા સામે ચાલીને મારા ગામ / વિસ્તારમાં મળવા આવે છે.
(8) વિડિઓકેન્દ્રમાં ગીતા- ઉપનિષદના વિચારોનું સાતત્યપૂર્વકનું શ્રવણ થવાથી જન્મજન્માન્તરના પાપ જેવા કે લાચારી,નિષ્ક્રિયતા, ભ્રાન્ત ભક્તિ , પ્રભુએ આપેલી શક્તિનો દુરૂપયોગ જેવાં પાપો ધોવાય છે.
(9) વિડિઓકેન્દ્રમાં થતું ચિંતન અને કથન એ પૂ .દાદાજીના ભગવાન સાથેના વૈચારીક અનુસંધાનમાંથી વહેતી ગંગા છે.
વિડિઓકેન્દ્રમાં જેટલું સાતત્ય, નિયમિતતા, એકાગ્રતાપૂર્વકનું શ્રવણ અને મનન, તેટલો વિકાસ થાય. વિડિઓકેન્દ્રમાં નિયમિતતાથી ઇશ્વરનિષ્ઠ વિચારો જીવનમાં સાકારીત કરવાની અભિલાષા જાગે છે.
(10) વિડિઓકેન્દ્રમાં નિયમિત જવાથી પૂ . દાદા સાથે આત્મિક મિલન થાય છે.
(11) પ્રવચનમાં ટોચનું વૈચારિક ઊંડાણ હોય છે. પૂ . દાદાની વાણીની પાછળ આચરણનો રણકાર હોય છે.
(12) કેન્દ્રમાં એક કલાક જવાની ટેવ ગમે તેવા પ્રલોભનોને લાત મારીને જવાથી મન ખૂબ સરસ રીતે ઘડાય છે.
(13) આપણા મનને શક્તિશાળી , વિકાસ તરફ ગતિ કરવાની શક્તિવાળું અને સંવેદનશીલ , લાગણીક્ષમ બનાવવાની પ્રેરણા મળે છે.
(14) પૂ .દાદાનો પ્રત્યેક વિચાર ભગવાનને સ્પર્શીને આવતો હોવાથી આપણો ભગવાન સાથે સ્પર્શ કરાવે છે.
(15) પૂ .દાદાનું પ્રત્યેક પ્રવચન એ તો ભગવાન સાથેની વાતચીત છે.
(16) પૂ . દાદાના મુખારવિંદ ઉપરની સિધ્ધાંત ઉપરની અનુભૂતિની સચ્ચાઈ હૃદય સોંસરી ઉતરી જાય તેવી હોય છે.
(17) પૂ .દાદાની છબી ઉપરનું તેજકિરણ આપણી આંખને પવિત્ર કરે છે.
(18) આપણે કેન્દ્રમાં વ્રત તરીકે જઇએ અને ભાવપૂર્વક, એકાગ્રતાથી સાંભળીએ તો જ જીવનમાં અસર દેખાય.
(19) પૂ .દાદાનું પ્રત્યેક પ્રવચન મન ,બુધ્ધિ અને અંતઃકરણને પવિત્ર બનાવે છે. પ.પૂ.દાદાનું પ્રવચન મન, બુધ્ધિ અને હૃદયને ( અંત:કરણને ) પ્રફુલ્લિત બનાવે છે. મન હળવાશ અનુભવે છે.
(20) પૂ . દાદાનું પ્રવચન શરુમાં અઘરું લાગે. પણ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ તેમાં રહેલો છે તેથી અઘરું તો લાગે પણ આપણે ધીરજથી, એકાગ્રતાથી, સાતત્યપૂર્વક સાંભળવું પડે. આપણે હજુ ઘણું આગળ વધવાનું છે.
(21) પ્રવચનમાં પૂ . દાદા ભગવાન સાથે વાતો કરતાં હોય તે સાંભળવા મળે એ પરમ સૌભાગ્યની વાત છે.
(22) એક કલાક્નું કેન્દ્ર આપણા 23 કલાકના શેષ જીવનને અજવાળે છે.
(23) કેન્દ્રમાં નિયમિત મળવામાં દૈવીભાતૃભાવ ( Divine Brotherhood ) જાગે છે, આત્મીયતા દૃઢ થાય છે. કેન્દ્રમાં આવેલ પ્રત્યેક માણસ પ્રભુએ મોકલેલો છે.
(24) આપણાં મનનો 3/4 ( ૭૫% ) ભાગ જે અણવપરાયેલો હોય છે, તેની ઉપર દૈવી સંસ્કાર પડે છે.
(25) પગરખાં જેમ બહાર કાઢીને સાંભળવા માટે કેન્દ્રમાં જઇએ છીએ તેમ શિક્ષિત હોવાનો, શ્રીમંત હોવાનો , સાહેબ હોવાનો અહંકાર વેગળો મુકીને સાંભળવા બેસીએ તે સ્વાધ્યાય કેન્દ્ર.
તે ચૈતન્ય કેન્દ્ર છે.
કેવળ પૂ .દાદાના પુસ્તકો ઘરે બેસીને વાંચે તે સ્વાધ્યાયી ન કહેવાય. એક પાથરણા પર સાથે બેસી શ્રવણ કરવાથી અહમ્ આઘો થાય. તેથી જ
દરેકને માટે કેન્દ્રમાં બેસવાનો આગ્રહ છે.
પ પૂ દાદાજીના પ્રવચન કેન્દ્ર નું આટલું મહત્ત્વ સમજ્યા પછી મારા પોતાના માટે વૈયક્તિક જવાબદારી / કર્તવ્ય એ બની રહે છે કે –
૧) હું કેન્દ્રના દિવસે જો મારા ગામમાં/સીટીમાં હોઉં અને ખાટલામાંથી ઊભો થઈ શકતો હોઉં તો મારે કેન્દ્રમાં અવશ્ય નિયમિત જવું જોઈએ. No excuse.
એક જ વાર કેન્દ્રમાં જવામાં ખાડો પડી જાય તો ઘણા પાછળ જતા રહેવાય છે.
૨) પ પૂ દાદા વ્યાસપીઠ પર બિરાજે તે પહેલાં મારે અવશ્ય કેન્દ્રમાં પહોંચી જવું જોઈએ.
હું Time Bound રહું.
૩) પ પૂ દાદા ના પ્રવચનમાંથી જે જેટલું અને જેવું સમજાય તે તે વિચારો નોટ ડાયરીમાં લખવા જરૂર પ્રયત્ન કરવો. સાંભળેલું પ્રવચન અઠવાડિયે લગભગ ૫૦% ભૂલી જવાય અને ૧૫ દિવસે લગભગ ૯૦% ભૂલી જવાય. તેથી જો લખ્યું હશે તો વંચાશે. બીજું કોઈ પણ તેનો ઉપયોગ કરી શકશે.
૪) કેન્દ્રમાં જતી વખતે યાદ રાખી ભગવદ્ ગીતા, પ્રાર્થના પ્રિતી, નોટ પેન લઇને જઈએ .
૫) પાર્કિંગ વ્યવસ્થાની મળેલ સૂચના અનુસરીએ.
૬ ) એક કલાક સંસારને સંપૂર્ણપણે ભૂલી જઇ દૈવી વિચારોમાં લીન થઇ મન બુદ્ધિને તેમાં પરોવવાના હોવાથી મોબાઈલ તદન વિસરી જઈએ.
એ યાદ જરૂર રહે કે – હું દાદાનો દીકરો છું. મને શું શોભે તે મારે નકકી કરવાનું છે. આ D નું પંચામૃત અવશ્ય યાદ રાખીએ.
D for
Duty
Discipline
Devotion
Dedication
Determination
Category: स्वाध्याय
દીપાવલી ભાવ જીવન નો મહિમા સમજાવતો ઉત્સવ . જીવન માં ઉત્સાહ , ઉમંગ લાવનાર ઉત્સવ. કાળ પણ જેનો રંગ અને રસ ઓછો કરી શક્યો નથી . આપણા પૂર્વજોએ દિવાળી ઉભી કરી હતી , તે હેતુ અને દષ્ટિનોવિચાર કરવો જોઈએ .
(1) ધનતેરસ – લક્ષ્મી પૂજન
(2) કાળીચૌદસ – શક્તિ પૂજન
(3) દિવાળી – જ્ઞાન પૂજન
(4) બેસતું વર્ષ – ધ્યેય પૂજન
(5) ભાઈબીજ – ભાવ પૂજન
ધનતેરસ – લક્ષ્મી પૂજન :
” પ્રભુ ! આ સંપતિ તમારી છે . અને તે માટે જીવન વિકાસાર્થે વાપરવી છે . આ દષ્ટિ જીવન માં આવે તે જ લક્ષ્મી પૂજન.”
☞ વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી,
☞ સ્વાર્થ માં વપરાય તે વિત,
☞ પરાર્થે વપરાય તે લક્ષ્મી,
☞ પ્રભુ કાર્યાથે વપરાય તે મહાલક્ષ્મી.
કાળીચૌદસ – શક્તિ પૂજન :
” મને મળેલી વિત શક્તિ, બુદ્ધિ શક્તિ, ભૌતિક શક્તિ મેં યોગ્ય કાર્ય માં વાપરી કે ?”
☞ પરપીડન માટે વપરાય તે અશક્તિ,
☞ સ્વાર્થ માટે વપરાય તે શક્તિ(દુર્યોધન),
☞ રક્ષણાર્થે વપરાય તે કાલી,
☞ પ્રભુ કાર્યાથ વપરાય તે મહાકાલી(અર્જુન).
દિવાળી – જ્ઞાન પૂજન(શારદા પૂજન):
જીવ, જગત, જગદીશનું જ્ઞાન અને તેમના અન્યોન્ય સબંધના જ્ઞાનનું પૂજન. વેપારી ચોપડા પૂજન કરે, સરવૈયું કાઢે તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઇએ. રાગ,દ્વેષ , વેર-ઝેર, ઈર્ષા, આસુરીવૃતિ વિગેરે કાઢીને પ્રેમ , શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?
બેસતું વર્ષ – ધ્યેય પુજન:
બહાર તો દીવા પ્રગટાવવાના જ પરંતુ ખરો દિવો તો દિલમાં પ્રગટાવો જોઈએ. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. નવા વર્ષે નવા નિશ્ચયો, નવા સંકલ્પો કરવાના. દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
ભાઈબીજ – ભાવ પૂજન:
સમસ્ત સ્ત્રી જાતિ તરફ મા કે બહેનની દષ્ટ્રીએ, સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ થયેલી ગણાશે, બહેન ભાઈનું પૂજન કરી પોતાના ભાઈનું આયુષ્ય વધે અને મહાનતા નાં મોટાં મોટાં શિખરો ને સર કરે એવી મંગલ કામના કરે છે.સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.
(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી
ભાવ જીવન, જીવનવિકાસની દ્રષ્ટિનો સંસ્કાર કરવાનો ઉત્સવ
(1) ધનતેરસ – લક્ષ્મીપૂજન
” પ્રભુ ” આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે – અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે – વિત્ત
પરાર્થે વપરાય તે – લક્ષ્મી
પ્રભુ કાર્યાથ વપરાય તે – મહાલક્ષ્મી
(2) કાળી ચૌદશ – શકિતપૂજન
વિચાર કરવાનો દિવસ કે ” મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે. ?
પરપીડન માટે વપરાય તે – અશકિત
સ્વાર્થ માટે વપરાય તે – શકિત
રક્ષણાર્થે વપરાય તે – કાલી
પ્રભુકાર્યાથ વપરાય તે – મહાકાલી
(3) દિવાળી – જ્ઞાનપૂજન
(શારદાપૂજનનો દિવસ)
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ
રાગ – દ્વેષ, વેર – ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ટા વિગેરે વધ્યા કે કેમ ?
(4) બેસતુ વર્ષ – ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાથે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
” પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભ માટે “
(5) ભાઈ બીજ – ભાવ પૂજન
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.
(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)
।।श्रीयोगेश्वरो विजयतेतराम् ।।
ऋग्वेद – प्रवचन ११० ( २१/०९/१९८६)
**प्रभुकार्यकर मां / यज्ञीय पुरुष मां २६ गुणों होवा जोईए **
(૧) અમરત્ત્વની ભાવના —–>
• મૃત્યુંજય વૃત્તિ.
• પુનર્જન્મ પર વિશ્વાસ.
(૨) પુરુષાર્થત્ત્વની ભાવના —–>
• હું મેળવીશ જ.
• પ્રયત્ન ઉપર પ્રેમ.
(૩) જીવનનિષ્ઠા —–>
• સો વર્ષ પ્રભુનું કામ કરતાં કરતાં જીવવું છે.
• પ્રભુને ગમતું જીવવું છે.
• જીવન કોઈ ધ્યેય માટે વાપરવું છે.
(૪) ઐશ્વર્યભાવના —–>
• વિત્તલોલુપતા નહીં.
• પ્રભુ કાર્ય માટે ગુણ/વિચાર/ભાવ/કૃતિ/વિત્તનું ઐશ્વર્ય.
(૫) મજબુત મન —–>
• કોઈપણ પરિસ્થિતિમાં પ્રભુ કાર્ય નહીં છોડું. ( બધાં જ દ્વંદ્વોમાં પણ .)
(૬) તેજસ્વીતા —–>
• મફતનું લઈશ નહીં
(૭) તત્પરતા—–>
• સતત કામ કરવાનો ઉત્સાહ
• “मैं ही करुंगा मैं ही करुंगा – सब से पहले प्रभु का काम !”
• સર્જન-વિસર્જન બન્નેમાં હોય જ.
(કાર્યની શરુઆતથી અંત સુધી કામમાં, કૃતિભક્તિમાં હોય જ.)
(૮) તન્મયતા—–>
• પ્રભુમાં તન્મય થવાનો પ્રયત્ન- મૂર્તિપૂજા
• પ્રભુકાર્યમાં તન્મય થવાનો પ્રયત્ન. જે વિસ્તાર મળ્યો, જે વિભાગ મળ્યો તેમાં ખોવાઈ જવું.
• પ્રભુકાર્યકરમાં તન્મય થવાનો પ્રયત્ન- સહકાર્યકર સાથે આત્મીયતા કેળવવી.
(૯) કલ્પતરુવાદને તિલાંજલી —–>
• “કાંઈ પણ એમજ મળી જશે” …..આ વૃત્તિ દૂર કરવી.
• “મારે મહેનત કરવી પડશે ને શું મળશે તે મને ખબર નથી” ……આ જ નિષ્કામ કર્મયોગ છે.
• “ઈચ્છા કર્યાબાદ તરત જ મળશે”…..આ લોકો સાતત્ય ન રાખી શકે.
(૧૦) ઉપકરણવાદનો ત્યાગ —–>
• “ઉપકરણથી,સાધનોથી વ્યક્તિને સુખ મળશે” ……આ વિચારધારાનો ત્યાગ કરવો, આ વિચાર મોટો છે.
• મન/હૃદયમાં અતૃપ્તિ હોય તો યજ્ઞીય કામ ન થાય.
(૧૧) પ્રભુત્ત્વવાદરહિતતા —–>
• ” મારી શક્તિ બીજાને અંકિત કરવામાં, બીજાને મારા હાથ નીચે લાવવામાં વપરાય”……આ ખોટી વાત છે તેમ લાગવું જોઈએ.
• ” યજ્ઞમાં માણસને બદલવાની વાત જોઈએ,મારા હાથ નીચે લાવવાની નહીં”…… આવું માનવું જોઇએ.
• “મારું જ માનવું જોઈએ”…..આ ભાવના યજ્ઞીય કાર્યમાં અયોગ્ય છે, દોષ છે.
(૧૨) ——>
• “મારી કદર બીજો પોતાની શક્તિ મુજબ કરે છે”……..એવી સમજણ પ્રભુ કાર્યકરમાં હોવી જોઈએ.
• “આપણું ‘Appriciation’ પ્રભુ કરે છે”……આ સમજ યજ્ઞીય પુરુષ/
પ્રભુકાર્યકરમાં હોય તો જ અંધારું/અજ્ઞાન/ અધર્મ સામે લડી શકાય.
(૧૩) ——>
• “જે સમૂહમાં જવાનું છે તેની સાથે સમરસ થવાનું છે”…… આ વૃત્તિ હોવી જોઈએ.
• વાંકા વળવાની તૈયારી હોવી જોઈએ !
• સામેવાળાના વિશ્વમાં રસ લેવાથી , સામીપ્ય/સાન્નિધ્ય/સંબંધ બદલ આવે .
(૧૪) ——>
• “કોઈના પણ પ્રભાવમાં ખેંચાઈ નહીં જવાનું”……આવી મજબુતાઈ જોઈએ.
(૧૫) ——>
• નિરાશા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ.
• નિરાશા એ નાસ્તિકતા છે.
(૧૬) ——>
• આશાવાદી હોવો જોઈએ.
• આસ્તિકતા મગજમાં હોવી જોઈએ.
(૧૭) ——>
• કાર્યકર્તાનો મૂલ્યો પર પ્રેમ હોવો જોઈએ.
• કૃતજ્ઞતા, અસ્મિતા, ભાવપૂર્ણતા, સદાચાર, પ્રામાણિકતા, સત્ય…… વગેરે મૂલ્યો પર પ્રેમ – શ્રદ્ધા હોવી જોઈએ.
(૧૮) ——>
• નવા મૂલ્યો ઊભા કરવાની હિંમત હોવી જોઈએ.
• વસ્તુનિષ્ઠ વિચાર કરીને બુદ્ધિનિષ્ઠાથી નૈતિક મૂલ્યો, નવા મૂલ્યો ઊભા કરવાની હિંમત હોવી જોઈએ.
(૧૯) ——>
• તેનું હૃદય સંવેદનાશીલ હોવું જોઈએ.
• તેનું હૃદય સંસ્કારક્ષમ હોવું જોઈએ.
(૨૦) ——>
• આત્મપ્રસિદ્ધિનો મોહ ટાળવો જોઈએ.
• આત્મસમર્થનનો મોહ ટાળવો જોઈએ.
• “હું હતો તેથી કામ થયું” આ આત્મપ્રસિદ્ધિનો મોહ જવો જોઈએ. આ મોહ હોય તો યજ્ઞીય કામ ન થાય.
(૨૧) —–>
• આજ્ઞા પાલન હોવું જોઈએ.
• પ્રભુ, દાદા, દીદી, નિર્મળનિકેતનની વાત માનવી જ જોઈએ.
(૨૨) —–>
• કર્મનિષ્ઠા હોવી જોઈએ.
( કોઈપણ સ્થિતિમાં મારા પિતાના આ કાર્યને છોડીશ નહીં.)
(૨૩) —–>
• ભાવપૂર્ણતા હોવી જોઈએ.
• પ્રભુ, પ્રભુકાર્ય, પ્રભુકાર્યકર, સંસ્કૃતિ, માનવ્ય પરંપરા, ઋષિ, અવતારો……પર ભાવ.
(૨૪) —–>
• વિચારનિષ્ઠા હોવી જોઈએ.
(વેદ, ઉપનિષદ, ગીતા ના વિચારો સત્ય જ છે તેવી નિષ્ઠા.)
• વિચારનિષ્ઠાના આધાર પર ભાવના+શીલ હોવાં જોઈએ.
(૨૫) —–>
• પ્રથમ વ્યક્તિ નિષ્ઠા પછી સંઘનિષ્ઠા પછી તત્ત્વનિષ્ઠા આમ ક્રમાનુસાર નિષ્ઠા હોવી જોઈએ, ઊભી થવી જોઈએ !
(૨૬) —–>
• “બુદ્ધિપ્રામાણ્ય હોવું જોઈએ.
• બુદ્ધિ પ્રામાણ્ય / બુદ્ધિનિષ્ઠાના આધાર પર યજ્ઞીય કામ કરવાનું.
આ યજ્ઞનિષ્ઠાનો ઉદ્દેશ્ય પોતાને અને બીજાને બદલવાનો હોવો જોઈએ.
——–——–——–——–——-——–**
——ઉપરની ૨૬ વાતો પ્રભુકાર્યકરના લોહીમાં જવી જોઈએ. ૧૨ વર્ષ = ૧ તપ થાય.
આવું તપ કરે તો આ વાતો લોહીમાં જાય !
ને આવા લોકોના યજ્ઞમાં “વિષ્ણુ” નાચે. આવા લોકોનું કાર્ય સતત ટકવાની સંભાવના છે.
——————–————————————-
રવિશંકર મહારાજને ૯૦ વર્ષ થયાં એ નિમિત્તે પ્રકાશિત થયેલા ગ્રંથ ‘મૂઠી ઊંચેરો માનવી’માંથી
(રવિશંકર મહારાજને ૯૦ વર્ષ થયાં એ નિમિત્તે પ્રકાશિત થયેલા ગ્રંથ ‘મૂઠી ઊંચેરો માનવી’માંથી)
વિત્તસંગ્રહ તો ન કર્યો, કર્મોનો સંગ્રહ પણ કર્યો નહીં
એક વખત હું અને દાદા ઉત્તર ગુજરાતમાં મોટરમાં જઈ રહ્યા હતા. મોટર ઊભી રહી અને નીચે ઊતર્યા. એટલામાં ડ્રાઇવરે મોટરમાં પડી ગયેલી આઠ આની બતાવી અને પૂછયું, ‘આ પૈસા કોના છે?’
મેં ગજવાં તપાસ્યાં અને કહ્યું,’મારા નથી.’ પણ રવિશંકરદાદાએ તરત કહ્યું ‘મારા માટે પ્રશ્ન જ નથી કેમ કે હું ગજવામાં પૈસા રાખતો જ નથી.’
અકિંચનત્વ રાજાઓનાં ઘરેણાં કરતાં અનેકગણું શોભી ઊઠે છે. રાજાઓને નમાવનાર આ ટોચના અકિંચનત્વને વરેલા પણ અતિશય શ્રીમંત માણસો વિરલ હોય છે. વૈરાગ્ય એટલે ‘ઇદમ ન મમ – આ મારું નથી’ એ વૃત્તિ. કેવળ અકિંચનત્વ જ એમણે સ્વીકાર્યું છે, એમ નથી. એમણે તો કરેલાં મહાન કાર્યો, કેવળ પોતાના વ્યક્તિત્વને લીધે જ સાકાર થયેલાં દિવ્ય કામોને પણ ‘ઇદમ ન મમ’, એમ ઠરાવ્યાં છે. આ વૈરાગ્ય અદ્ભુત છે.વિત્તનો વૈરાગ્ય એકાદ વખત સ્વીકારાશે પણ પોતે કરેલાં કામોનો પોતાને સ્પર્શ ન થવા દેવો, એ વૈરાગ્ય દુર્લભ છે! એમણે વિત્તસંગ્રહ તો ન કર્યો, કર્મોનો સંગ્રહ પણ કર્યો નહીં.
- પાંડુરંગ આઠવલે શાસ્ત્રી
tejas.vd@gmail.com

समुद्र वसने देवि पर्वत स्तन मंडले
विष्णुपत्नि नमस्तुभ्यम पाद स्पर्शम क्षमस्व
( सागर के नील हरित वस्त्रो से सजी हैं जो उतुंग पर्वत जिनके अमृत स्रावी स्तन हैं ऐसी जगतपिता विष्णु की वल्लभा पर हम अपने पांवो का स्पर्श कर रहे हैं इस हेतु भगवती हमको क्षमा करे )
ये प्रार्थना लगभग सभी संस्कारी परिवार के जन नित्य प्रात:काल मे बिस्तर से उठते ही करते हैं
ये कैसा सम्मान है धरती को
जगतपिता की पत्नि मंजे सर्वजगत ,चर-अचर को पालने वाली माता ,प्रकृति शक्ति
इससे मिलता जुलता सबक लगभग हम सबको अपने परिवारों से मिला है
बहुत पहले हमारी भांजियां शायद सात आठ साल की थीं तब वे भरतनाट्यम सीख रहीं थीं
छुट्टियों मे ननिहाल मे आने पर वो हमको अपना सीखा नृत्य दिखाने लगीं
लेकिन जब भी वे नाच शुरू करती तब प्रारम्भहमेशा एकसा रहता जिसमे वे हाथ जोड़ कर फिर नीचे झुक करदोनो हाथो से भूमि स्पर्श कर के माथे पर लगाती
हमारे पूछने पर उस सातसाल की भांजी ने जो कारण बताया अपने अनगढ़शब्दो में वो हमारे हृदय मे भिंद गयाथा
बच्ची ने कहा
“मामा !ये भूमि अम्बा को प्रणाम करके स्पर्श कररहे हैं और क्षमा मांगरहे हैं की हम अपने विलास और आनंद के लिये बार बार अपने पैरो से उनका ताड़न करेंगे “
शब्द कम थे पर उस बच्ची ने भाव पूरा समझा दिया था अपनी भावभंगिमा से
हम बहुत देर तक सोचते रहे प्रकृति की सम्मान की कैसी परम्परा और संस्कार पूर्वजो ने रोपित किये लोक में , कला में, धर्म में, नीती में
शम चैतन्य बापा कहते थे की जब भी किसी कुंड मे , नदी मे , तालाब मे स्नान करो तो उसके बाद उसके अंदर की मिट्टी से तीन पिंड बना कर वहां की क्षेत्रकृत्या के निमित्त पिंडदान करना चाहिये
सोचिये अगर हर स्नानार्थी यहकर दे तो कुंडो ,तालाबो की वह दुर्गत रहती जो हम आप देख रहे हैं
पिताजी हमेशा सुबह पांच साढे पांच बजे उठ जाते थे
नित्यकर्मो से निवृत्त होकर वो बगीचे मे पानी लगाने लगते
तब तक हम सब उठ कर अपने कामो मे लगते
हम सुबह दौड़ने की निकलजाते
जब आधेंघंटे बाद वापस आते तबतक मालकिन नाश्ता बना कर पिताजी को दे चुकीं होती थीं
नहाये धोये पिताजी पोर्च मे बैठ कर नाश्ता करने से पहले अपना नित्य कर्तव्य नही भूलते सेर भर चावल टुकड़ी या बाजरा अपनी गौरेंयों को डालना उनका नित्य कर्म था
और वो चिड़ियायें गिलहरियां सब इसकी प्रतीक्षामें रहती थीं
जरी सी देर होने पर चिड़ियाये और गिलहरियां उनके कंधो ,सर और गोद मे बैठ कर शोर करने लगती थीं
रोज कितनी चिड़ियायें आती उनको गिनती रहती थी
कम या ज्यादा होने पर वो हम लोगो से कहते थे
येबात 2006की बात है अगस्त का आखिरी सप्ताह था
हम ताजे ताजे कोर्ट केस से सफलता पूर्वक निपटे थे जिसमे हमारे अँदर जाने की पूरी संभावना थी
सुबह पिताजी ने हमसे कहा की बाजरा ले आना खत्म होगया है हमने हां कर दी पर कामो में भूल गये
अगलीसुबह जब दौड़ कर वापस आये तो पिताजी के मांगने पर याद आया
हम कहे की आजले आयेंगे बाजरा
इस पर पिताजी ने कहा
” इतना लापरवाह मत हो जाओ की यह भी भूल जाओ की तुम्हारे बाप ने कभी बिना इनको दाने डाले एक कौर मुंह मे नही रखा
जिस भयानक संकट से बचे हो
बहुत संभावना तो यही है की इन नन्हे पखेरुओँ और बेजुबान गिलहरियों की प्रार्थना हो की इनके पुत्र को बचाये रखना नही तो इन बुड्डे बुढियाकी देखभाल कौन करेगा
और ये बुड्ढा हमको फिर कैसे खाने देगा “
हम पर घड़ो पानी पड़ गया
हम वापस लौट कर दुकान खुलवाये और बाजरा लाकर पिताजी कोसौंप दिया
थोड़ी देर बाद देखा तो सर्दी की धूप मे अपनी आराम कुर्सी पर बैठ कर पोहे खा रहे थे और उनके आसपास गौरेयोॆ और गिलहरियों का के कारण उनकी
चीं चीं चीं चीं से पोर्च गुलजार हो गयाथा
पिताजी के जाने के बाद यह जिम्मेदारी मालकिन ने ले ली
इसी तरह दो साल पहले नर्मदा किनारे अदलपुरा मे मैं और उन्मेष गये थे स्नान वगैरह करके हम अपने नित्य जप को बैठ गये उन्मेष दाल बाफले की रंगत जमाने लगा किनारे के मॆदिर मे
हम जप करते मे सोच रहे थे की शायद हम से दस पांच ही लोग इस घने जगंल के तट पर नर्मदा के दर्शन को चले आते हों अन्यथा यहां कौन आरहा है
तभी देखा कीबांयी ओर दूर से एक ग्रामीण जोड़ा चला आरहा है तट पर पहुंच कर उन दोनो ने माई को तट पर से ही दंडवत कर ढोक दी और अपना लोक बोली मे माई की जयजयकार करी
बहुत संभलते हुये वो पानी मे उतरे पर स्नान करने की जगह वे नर्मदा के प्रवाह मे किनारे पर जमे सड़े घास , पेड़पत्ते ,काई ,सिवार को हटाने लगे
जबकरीब आठ दस बार उन दोनो ने प्रवाह से बाहर आकर कचरा फेंक दिया तब उनने स्नान करना शुरू किया
फिर स्नान करकेजब बाहर आये तो उनकी नजर जप करते हम पर पड़ी
सरल विश्वासी उन गांव के पुण्यमूर्ति युगल ने हमको ढोक लगायी हम जोयह सब दृश्य मंत्रमुग्ध होकर देख रहे थे फिर से आपे मे आये और हम जिस चट्टान पर बैठे थे उसको वे दोनो बुहारने लगे
पत्नि बुहार रही थी और पति जाकर हमारे खाली पड़े पानी के पात्र को मांजकर माई का अमृत भर लाया
और इसके बाद वो जैसे घने पेड़ो के ओर से आये थे वहीं चले गये
हमारा जप पूरा हुआ तो हमने उठ कर पहला प्रणाम रेवा माई को करा और दूसरा उन पुण्यमयि युगल के पदचिन्हो पर
(शायद माई हमको निजी तौर पर समझाना चाहरही थी कहम और हमारे सरीखे शहरीमूढ़ो की उसे कोई जरूरत नही
उसके पास सदा ऐसे रत्न हैं जो तपस्वीयो के भी प्रणम्य हैं )
ये सब उन वन्य क्षेत्र के ग्रामीणो को किसने सिखाया था की प्रकृति से जो कुछ लिया जाये उसका मूल्य किसी भी तरह चुकाना ही उसके कर्ज से मुक्ति का उपाय है
ये सब हमारे मन मे सैकड़ो भावनाओँ का ज्वार लाने मे सक्षम था
अब जब अर्थ डे पर दर्जनो व्यर्थ के शगूफे देखते हैं तो ये सब बाते बहुत याद आतीं है
अर्थ डे को गये बहुत दिन होगये हैं पर आज इसपर लिखने का कारण यहरहा की हम पर एक वचन का कर्ज था और कर्ज कैसा भी हो उसे समय रहते चुका देना चाहिये
(नीचे के चित्र मे समुद्र लहरो के समक्ष हाथ जोड़ कर वंदना करती सरल ग्रामीण महिला दिख रही हैजो तीर्थ राज स्वरूप रत्नाकर को भावार्घ्य देरही है कौन सा पर्यावरण विद या हम आप इनकी सरल विश्वास और प्रकृति से समीपता की होड़कर सकते हैं
या कुछ खास लोग इस चित्र को हमारे कर्ज से मुक्ति की रसीद मान सकते हैं 😊 )
लेखक अज्ञात है शायद गंगा महतो जी पोस्ट है..
હે પ્રભુ,
જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી પલે-પલ તારો પ્રેમ વરસતો રહ્યો છે,
મારા પર…!!!
મારૂં ઊંઘવું એ તારી કૃપા વિના શક્ય નથી…!!!
ક્યું બટન દબાવે છે તું,
કે, મને ઊંઘ આવે છે..?
હું નથી જાણતો…!!!
ઊંઘમાં હું બધું ભૂલી જાઉં છું તેથી તો ઊંઘ આવે છે..
બધું ભુલાવવા માટે તું ક્યું બટન દબાવે છે..?
હું નથી જાણતો..!!!
હું જાગ્યો એટલે સ્ફૂર્તિ અને સ્મૃતિ લઈને જાગું છું..
થાકીને લોથપોથ થઈને સૂતો હોઉં..!!
પણ સવારે સ્ફૂર્તિ ક્યાંથી આવી જાય છે..???
મેં શું કર્યું એના માટે..???
પ્રભુ,રોજ સવારે સ્ફૂર્તિ આપનાર તું જ છે..!!!
એના માટે ક્યું બટન દબાવે છે તું..?
હું નથી જાણતો..!!!
રોજ સવારે મારી બધી સ્મૃતિઓ યથાવત પાછી મળી જાય છે..!!!
કઈ રીતે મળે છે એ..?
હું નથી જાણતો..!!!
જો મારી યાદ શક્તિ ચાલી જાય તો, મારા સંબંધો,વ્યવસાય,વ્યવહાર,મન-મરતબો-બધું જ ખલાસ..!!!!
પ્રભુ,મને રોજ સવારે યાદ-શક્તિ તારી કૃપાથી જ મળે છે,
એ વાત મને રોજ સવારે
સૌથી પહેલા કેમ યાદ નથી આવતી..?
શું થાય મારૂં,
જો રોજ સવારે મારી યાદ-શક્તિ પાછી ન મળે તો..???
મને રોજ સવારે *સ્ફૂર્તિ અને *સ્મૃતિ* આપનાર તું જ છે પ્રભુ..!!!
તું શું કામ આપે છે…?
ફક્ત ને ફક્ત તારો પ્રેમ જ..!!
તારા “પ્રેમની વર્ષા” થતી રહેલી છે મારા જીવનમાં અવિરતપણે…!!!
કૃતજ્ઞ છું પ્રભુ ..!!
તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દે,અને અનુભવી શકું એવું હૃદય દે…!!!
“હું માણસ છું ”
તેનું ગૌરવ રાખું.
સૃષ્ટિ નિર્માતા- ભગવાન
મારી અંદર
આવીને વસ્યા છે
તેથી
આ શરીરને કિંમત છે.
સમર્થ શક્તિ એવા
ભગવાન મારી અંદર છે
તો હું
દીન-હીન-લાચાર- દૂબળો- બિચારો- બાપડો
કેવી રીતે હોઈ શકું?
હું પણ ધારું તે
કરી શકું છું
થઇ શકું છું
બની શકું છું.
ભગવાનનું શ્રેષ્ઠ સર્જન
એવો
“હું માણસ છું ”
તેનું મને ગૌરવ હોવું જોઈએ.
આજે પૈસો, સત્તા,વિધ્વત્તા હોય તેને જ કિંમત છે.
તે જેની પાસે નથી તેને કિંમત નથી.
પણ
ભારતીય સંસ્કૃતિ કહે છે કે
“માણસ “તરીકે
માણસની કિંમત થવી જોઈએ.
જેમ દૂધ હોય તો તેને પોતાની મિઠાશ હોય છે જ.
તેમાં ખાંડ, કેસર નાખીએ તો તેની મિઠાશ વધે છે
પણ
એનો અર્થ એ નથી કે
દૂધની પોતાની મિઠાશ નથી.!!
ખાંડ, કેસર વ.એ
દૂધનું ડેકોરેશન છે.
તેમ
પૈસો, સત્તા હોવી એ માણસનું ડેકોરેશન છે.
તેનાથી માણસની કિંમત વધતી હશે
પણ
તે બધું ન હોય તો પણ માણસને કિંમત છે
કારણ અંદર ચૈતન્ય શક્તિ બિરાજમાન છે.
સૌ પહેલાં,
” હું માણસ છું ”
તેનું ગૌરવ રાખીને જીવું. (પછી ડોક્ટર, વકીલ વ. છું. )
આજે સમાજમાં જે
નાત-જાત,
ધર્મ-ધર્મ
ઉંચ-નીચ,
ગરીબ-તવંગર વ. ના
ભેદભાવ છે
તેનો આ એક જ ઉકેલ છે
કે
માણસને માણસ તરીકે જોવામાં આવે.
“હું માણસ છું ”
તેનું ગૌરવ રાખું
અને
આત્મસન્માન થી જીવું.
તેમ
બીજો પણ
“માણસ છે”
તેનું પણ ગૌરવ જાળવું
અને
“પર સન્માન “રાખું.
સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા, અર્વાચીન ૠષિ એવા પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ
ગીતાના વિચારો દ્વારા,
ત્રિકાળ સંધ્યાના માધ્યમથી
“ભગવાન મારી જોડે છે”
વાત દ્રઢ કરાવી
સમાજમાં આ પ્રકારની
ક્રાંતિ નિર્માણ કરી છે
અને “હું માણસ છું ”
તેનું ગૌરવ ઉભું કર્યું છે.
પરિણામે સમાજમાંથી
તમામ ભેદો દૂર થયા છે.
અને વિવિધ ધર્મ, જાતિ,અમીર- ગરીબ ભેદોથી પર થઇને
ઐક્યથી,
ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે.
તેથી જ પ.પૂ .દાદાનો જન્મદિન 19 ઓક્ટોબર “મનુષ્ય ગૌરવદિન” તરીકે સ્વાધ્યાય પરિવાર ભાવથી ઉજવે છે.
કરોડો લોકોના જીવનમાં “સદા દિવાળી ” લાવનાર પૂ.દાદાજીને તેમના જન્મદિને કોટી કોટી વંદન.
मनुष्य गौरव दिन
समस्त विश्व के सभी मानवों को “मनुष्य गौरव दिन” की हार्दिक शुभेच्छाए । 💐💐💐
स्वाध्याय विचार के प्रणेता, तत्त्वचिंतक ओर आर्षद्रष्टा परम पूजनीय पांडुरंग शास्त्रीजी आठवले – पूजनीय दादाजीको उनके १०० वे जन्मदिवस पर भावपूर्ण शत शत नमन । 🙏🏻🙏🏻🙏🏻
💐💐 HUMAN DIGNITY DAY 💐💐
श्रीमद्भगवद् गीता में भगवान कहते है “सर्वस्व चाहं ह्रदि सन्निविष्टो” ( मै सभी के ह्रदय में बिराजमान हुं ) इस गीता कथन से पू. दादाजी ने मनुष्य के गौरवभाव को जगाया है।
मुझमे राम – मेरा गौरव ( आत्मसम्मान- Self Respect )
तुझमे राम – तेरा गौरव ( परसम्मान – Respect for Others )
सबमे राम – सबका गौरव ( Reverence for Mankind – मनुष्य गौरव ) निर्माण किया ।
“भगवान मेरे साथ है – GOD is with ME “ यह विचारधारा स्वाध्याय प्रवचनसे स्थिर की । दादाजीने बताया की विश्व का कोइ भी मनुष्य दीन, हीन, लाचार, तुच्छ, तिरस्करणीय या पराया नहीं हो सकता ।वह भगवान का अंश है – * ममैवांशो जीवलोके जीवभूत सनातन । *
“Other is not Other but he is my Divine Brother” ( दूसरा दूसरा नहीं है, वह मेरा दैवी भाई ही है ।)
“Divine Brotherhood of Man under the fatherhood of GOD” (दैवी भ्रातृभाव )
रक्त के सम्बंध से भी आगे जाकर, हम सभी मनुष्यों का रक्त बनानेवाला भगवान एक ही है । यही विचार से दादाजीने * “वैश्विक दैवी भ्रातृभाव” – Divine Brotherhood * समजाकर चरितार्थ किया * “मनुष्य गौरव “* ।
पू. दादाजीने यह “ह्रदयस्थ भगवान” * के क्रांतिकारी विचारसे मानव की *अस्मिताजागृति करके भोगों के पीछे न भागते हुए, भगवान के प्रति कृतज्ञ भाव खडा किया व पुष्ट कीया जिससे आपने मानव मे भावजागृति खडी की ।
सनातन वैदिक आर्षग्रन्थ- वेद, उपनिषद्, श्रीमद् भगवद् गीता आदि की तेजस्वि विचारधारा का “स्वाध्याय” से मानव मे कृतज्ञता, अस्मिता ओर भावजागृति करके कृतिप्रवणता खडी की ।
इस साल दादाजी का सोवां ( १०० वा ) जन्मदिवस मना रहे है। यही विचार यही संदेश लेकर हम स्वाध्यायी घर घर मे जायेंगे । दैवी सम्बंध स्थापित करके मानव मानव को जोडने का दिव्य कार्य, भावफेरी और भक्तिफेरी के माध्यम से करेंगे । जीवन में नि:स्वार्थ कृति करने का एक अभ्यास है । तेजस्वी वैदिक विचारों को आचार मे लाने का प्रामाणिक प्रयत्न कर रहे है ।
इस तरह प्रभु के प्रति अपनी कृतज्ञता व्यक्त करते है और पू. दादाजी के पुनित चरणों मे भाववंदना करते हैं।
💐🙏🏻 ॥ कृष्णं वन्दे जगद्गुरुम् ॥ 🙏🏻💐
મિત્રતા ના ચાર પ્રકાર છે.
1.Friendship for profit
2. Friendship for pleasure
3. Friendship for principle
4. Friendship for DEVOTION
મિત્રતા ના આ ચાર પ્રકાર સમજાવનાર અને આપણને ચોથી કક્ષામાં મુકનાર પૂજનીય દાદાજી ને આજના દિવસે શતશઃ પ્રણામ કરીએ તો સાચા અર્થમાં Friendship day ઉજવ્યો કહેવાય. 🙏🙏🙏🙏