Posted in स्मरण शक्ति - Memory power

*નવરા બેઠા ઝડપથી બોલવાની કોશિશ કરો.*
*ટાઈમપાસ સાથે યાદશક્તિ વધશે.*
*ચાલો શરૂ* …

મંગો મંગુ પાસે મગ માગે તો મંગુ મંગાને મેંદો આપે, મંગો મંગુ પાસે મેગી માગે તો મંગુ મંગાને મેંગો આપે અને મંગો મંગુ પાસે મેંગો માગે તો મંગુ મગ આપે. આમ મંગો મંગુ પાસે મગમેંગોમેગી માગે તો મંગુ મંગાને મગમેગી આપી મેંગો પોતા પાસે રાખે કારણ મંગો મંગી પાસે મેગી માંગે તો મંગુ મગ આપે પણ મંગો મંગુ પાસે મેંગો માંગે તો મંગુ મેંગો નહી મગ આપે.

😏 🤪 😏 🤪 😏

બોલીને રેકોર્ડીગ કરો, સાંભળો મજા પડશે
વઘુ આનંદ માટે બીજાને મોકલાવો.😊😊😊

Posted in स्मरण शक्ति - Memory power

યાદશક્તિ વધારવી


  1. યાદશક્તિ:
  2. મેમરીઃ
    1. શોર્ટ ટર્મ મેમરી:
    2. લોન્ગ ટર્મ મેમરી:
  3. યાદ રાખવાની કેટલીક TIPS :
  4. ઔષધો :

આપણે થોડા પ્રયત્નો કરીએ તો યાદશક્તિ વધારવી અશકય નથી

બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે

રીટાબહેનના ખરતાવાળ અને સાથેના નાના મોટા પ્રોબ્લેમ્સની સારવાર ચાલતી હતી. સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતાં રીટાબેન અને એમના પતિની મહેચ્છા હતી કે એમની દીકરી મેઘના ભણીને ખૂબ આગળ વધે અને પગભર થાય. સાથોસાથ કુટુંબનું નામ રોશન કરે. ખાસ તો મેઘના ડોકટર બને એવી ઇચ્છા રાખતાં, કારણ કે મેઘના ભણવામાં હોશિયાર હતી.

એક દિવસ અચાનક રીટાબેન મને પૂછે કે બહેન યાદશક્તિ વધારી શકાય?. મે પૂછ્યું કેમ? શું થયું! તો કહે મેઘના દસમામાં ખૂબ સારા ટકા લાવી. ૧૧મા ધોરણની આ છેલ્લી પરીક્ષામાં માર્કસ ઓછા આવ્યા છે. હવે મેઘના, હું બધું ભૂલી જઉં છું’ એમ બોલવા માંડી છે. અમને ચિંતા થાય છે અને શું કરવું એ સમજાતું નથી. મેઘનાને બોલાવી એની સાથે વાત કરી. ખોરાક વાંચન, ઊંઘ વગેરે વિષે જરૂરી માર્ગદર્શન આપી સાથે એક દવા ચાલુ કરી.

મગજ અને મનની શક્તિઓ અપાર છે. તેને વધારવાની હોય છે.

યાદશક્તિ:

મગજ અને મનની તાકાતથી યાદશક્તિ વધારી શકાય છે. આપણે જે કંઇ સાંભળીએ કે જોઇએ છીએ તે બધું જ કેમિકલ અને ફિઝિકલ સ્ટીમ્યુલેશનની પ્રકિયાથી આપણી ઇન્દ્દિયો સુધી પહોંચે છે. ટેકનિકલ ભાષામાં એને encoding કહેવાય છે એન્કોડ થયેલી અને ઇન્દ્ધિય સુધી પહોંચેલી માહિતીનો સંગ્રહ પણ થાય છે.

મેમરીઃ

યાદશક્તિ ક્યાં સચવાય? માનસશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ મુજબના તારણો આ મુજબ છે:

શોર્ટ ટર્મ મેમરી:

  • મસ્તિષ્ક (Brain) ના ફ્રન્ટલ લોબ અને પેરીએન્ટલ લોબ સાથે શોર્ટ ટર્મ મેમરી સંકળાયેલી છે.
  • શોર્ટ ટર્મ મેમરીમાં સચવાયેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. જેમ કે કબાટમાં મૂકેલી ચીજો, મોબાઇલના દસ ડીજિટના આંકડા-નંબર, નામ વગેરે..

લોન્ગ ટર્મ મેમરી:

  • લોન્ગ ટર્મ મેમરીમાં સમગ્ર મસ્તિષ્કનાં ચેતાતંતુઓ સાથે સંકળાયેલી હોય છે. ટેમ્પોરલ લોબના amygdala હિસ્સામાં લાગણીઓ, ભાવનાઓની મેમરી સચવાય છે, રોજબરોજના અનુભવો અને ભણવા જેવી વસ્તુઓ explicit હિસ્સામાં સચવાય છે.
  • લોન્ગ ટર્મ મેમરીમાં સચવોયલી વસ્તુઓ ગમે ત્યારે યાદ આવી જાય છે, જેમ કે સુખદ કે દુ:ખદ અનુભવો, ડ્રાઇવિંગ અભ્યાસ વગેરે.

યાદ રાખવાની કેટલીક TIPS :

  • તમારું મન સતત બોલ્યા કરે છે, તમે તેની દરેક વાત સાંભળો છો ખરા?
  • તમારા મનમાં સતત એક વાતનું ફીડિંગ (રટણ) કર્યા કરો કે તમારી યાદશક્તિ સારી અને સતેજ છે. તમને બધું જ યાદ રહી જાય છે. આ રીતે તમે તમારી યાદ રાખવાની ક્ષમતા કેળવી શકો છો.
  • આંકડાઓ યાદ ના રહેતા હોય તો કોઇ ઘટનાને સાંકળીને યાદ રાખી શકો છો.

પુસ્તકમાં લખેલી વાત યાદ રાખવા માટે તે પાના પરના ચિત્રને યાદ રાખી તેની સાથે માહિતી સાંકળી દો.

લખતાં લહિયો થાય: અમારા શિક્ષક ચારુબેનને આજે પણ યાદ કરું છું. ખૂબ હોમવર્ક આપે. વારંવાર લખાવે અને કહે ‘લખતાં લહિયો થાય…’ એટલે કે આ રીતે વારંવાર લખવાથી જલદી યાદ રહે. આજે ને પુનરાવર્તનની થિયરી કહે છે. આજકાલ દરેક ટ્યુશન ટીચર પણ આ જ થીયરી પર ચાલી રહ્યા છે ને/

એક ની એક વાત બે-ત્રણ દિવસના સમયાંતરે યાદ કર્યા કરવાથી લોન્ગટર્મ મેમરીમાં સંગ્રહિત થાય છે.

શ્વાસોચ્છવાસનું મહત્વ : નવો વિષય શીખવાની શરૂઆત કરતી વખતે શ્વાસોચ્છવાસ ધીમા અને ઊંડા રાખવા જરૂરી છે. લાંબા અને ઊંડા શ્વાસ મસ્તિષ્કને માટે ખૂબ જ લાભદાયી છે. મગજના ઇલેક્ટ્રિક તરંગ વેવ્સમાં રૂપાંતરિત થાય છે.

શાંત મગજમાં થિટા વેવ્સ વહેવાથી અઘરા વિષયો પણ આસાનીથી યાદ રહે છે.

પૂરતી ઊંઘ: મગજ શાંત રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. પરીક્ષા સમયે કે લાંબા સમય સુધી ઊજાગરા કરવાથી યાદશક્તિ નબળી પડે છે. છેલ્લા અઠવાડિયા સુધી જે નથી જ વાંચ્યું એ યાદ નથી આવવાનું મગજ શાંત હશે તો લોન્ગ ટર્મ મેમરીમાં સંગ્રહિત વસ્તુ ઓને represent કરી શકશો.

કેળવણી- મગજને કેળવવા માટે, યાદશક્તિ સાબૂત રાખવા અવારનવાર ક્રોસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી રમતોની કવાયતો કરવી જોઇએ.

ગાયનું ઘી- ખોરાકમાં ગાયનું ઘી જ વાપરવું ગાયના ઘીમાં, ઘૃતિ અને સ્મૃતિ વધારવાના ગુણ છે

ઘી એટલે બુદ્ધિ- Intellect અને ઘૃતિ એટલે ઘીરજ- Tolerance. સ્મૃતિ એટલે યાદશક્તિ તથા જાગૃતિ- Memory & Alertness.

ઔષધો :

બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે.

મેઘના : માર્ગદર્શન અને ઔષધસેવનથી 12th std માં મેઘનાના રિઝલ્ટથી કુટુંબીજનો તથા સ્કૂલવાળા ખૂબ ખુશ હતા. સ્વાભાવિક છે, એને ઇચ્છિત મેડિકલ લાઇનમાં એડમિશન મળી ગયું.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

Posted in स्मरण शक्ति - Memory power

યાદશક્તિ વધારવાની 10 રીતો


યાદશક્તિ વધારવાની 10 રીતો-તમામ અભ્યાસુને ઉપયોગી

યાદશક્તિ વધારવાની 10 રીતો

  • યાદશક્તિ કેવી રીતે વધારવી 
  • શું તમે ક્યારેય ધ્યાન લીધું છે, 
  • કેટલાક લોકો નાની વિગતો પણ યાદ રાખે છે, 
  • અને કેટલાક લોકો નવી વસ્તુઓ ઝડપી અને સરળતાથી યાદ રાખે છે. 

શું તમે પણ યાદશક્તિ કેમ વધારવીએ શીખવા માંગો છો? 

  • તમે આ પણ કરી શકો છો. 
  • આ માટે, તમારે તમારા મગજને વધુ સક્રિય બનાવવું પડશે. 
  • તમારા મગજની શક્તિને સુધારવા માટે આ ટીપ્સને અનુસરો.

ટીપ્સ-10 

  • 01. વ્યાયામ
  • 02. સ્ટ્રેસર્સ દૂર કરો
  • 03. યોગ્ય ઊંધ મેળવો
  • 04. મહત્વપૂર્ણ બાબતો લખો
  • 05. સંગીત સાંભળો
  • 06. તમારા મગજને energy આપો 
  • 07. વસ્તુઓ જુઓ અને સમજો
  • 08. બીજાને શીખવો
  • 09. ક્રોસવર્ડ કોયડા, કાર્ડ્સ રમો
  • 10. નાસ્તામાં સાત્વિક આહાર  ખાઓ

01. વ્યાયામ

  • એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરને ફિટ રાખવામાં આવે છે, પરંતુ તે તમારા મગજની કસરત પણ કરે છે. 
  • નિયમિત વ્યાયામ ન કરવાથી, તમારા મગજમાં ઓક્સિજન પહોંચાડતી ધમનીઓ નબળી પડી જાય છે. 
  • આ ધમનીઓમાં, તકતી એકઠા થાય છે, જે ઓક્સિજનને યોગ્ય રીતે પૂરો પાડવાની મંજૂરી આપતું નથી. 
  • તેનાથી બચવા માટે રોજ કસરત કરો અને ચાલો.

2. સ્ટ્રેસર્સ દૂર કરો

  • કંઇપણ વસ્તુ જે તમને તણાવનું કારણ બને છે, 
  • એટલે કે તણાવ અથવા ગુસ્સા આવવો , 
  • આવી બાબતોને ટાળો. 
  • વધારે તણાવને કારણે તમને ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે. 
  • હતાશા તમારી યાદ શક્તિને નબળા બનાવે છે. 
  • તમે કોઈ પણ વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. 
  • આને અવગણવા માટે, વ્યવસાયિક (ડtorsક્ટર) ની સલાહ લો.

3. યોગ્ય ઊંધ કરો 

  • દરરોજ 7 – 8 કલાક સતત નિંદ્રા મેળવો. 
  • આ તમારી મેમરી શક્તિમાં વધારો કરશે. યોગ્ય નિંદ્રા સાથે, 
  • તમારું મગજ સક્રિય રીતે કાર્ય કરશે અને તમે વસ્તુઓ સરળતાથી યાદ રાખી શકશો, 
  • કારણ કે જ્યારે આપણે ઊંધને યોગ્ય રીતે પૂર્ણ કરીએ છીએ, 
  • ત્યારે તે મેમરીને તીવ્ર બનાવે છે. 
  • કામ દરમિયાન પણ, 10 થી 15 મિનિટનો ઝૂંપડો લો, 
  • આ મગજ ચાર્જનું કારણ બને છે.

4. મહત્વપૂર્ણ બાબતો લખો

  • જો તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતીને યાદ કરવા માંગતા હો, 
  • તો પછી તેને લખો; લખીને, 
  • તે વસ્તુઓને યાદ રાખવામાં મદદ કરે છે. લખીને, 
  • આપણા શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ છે 
  • અને આ મગજને તીવ્ર બનાવે છે. 
  • આ માટે તમે ઇમેઇલ્સ લખવાનું પ્રારંભ કરી શકો છો, 
  • અથવા બ્લોગ પણ પ્રારંભ કરી શકો છો. 
  • આ તમારી યાદ કરવાની ક્ષમતામાં વધારો કરશે

5. સંગીત સાંભળો

  • સંશોધનનો દ્વારા સાબિત થયું  છે કે સંગીત દ્વારા યાદશક્તિને રિકોલ (પછીથી) કરી શકાય છે 
  • એને એ  યાદ રાખવાની ખૂબ જ સારી રીત છે. 
  • જોકે તમને ગીત સાંભળતી વખતે કંઇક યાદ આવે છે, તો પછીથી, તે સંગીત માનસિક રીતે વગાડીને, તમે તમારી યાદને પુનઃ યાદો માં લઈ જઈ ને યાદ કરી શકો છો.

6. તમારા મગજને ઉર્જા (શક્તિ )આપો

  • જેમ શરીરને કાર્ય કરવા માટે energyની જરૂર હોય છે, 
  • તેવી જ રીતે મગજને પણ મેમરીને શાર્પ કરવા માટે 
  • ઊર્જાની જરૂર હોય છે.
  • તમારા મગજમાં 50 થી 60 ટકા વજન આખું ચરબી હોય છે. 
  • મેમરી પાવર વધારવામાં ચરબી ખૂબ મદદગાર છે. 
  • તો આવી ચીજો ખાવાથી કે જેમાં ઘણી બધી મિશ્રિત ચરબી હોય છે, 
  • તમે વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રાખી શકો છો. 
  • લીલાં પાંદડાવાળા શાકભાજી શક્ય તેટલાં વધુ ખાવા જોઈએ.

7. વસ્તુઓ જુઓ અને સમજો

  • કેટલીકવાર આપણે વાંચેલી વાતોને યાદ રાખી શકતા નથી 
  • તે આપણે જોઈને યાદ કરી શકીએ છે. 
  •  એટલે કે ફોટોગ્રાફ્સ, ચાર્ટ્સ વગેરે. 
  • જે તમારી ટેક્સ્ટ બુકમાં છે. 
  • જો તમને કંઇ યાદ નથી, 
  • તો પછી તમે તેના ધ્યાનમાં એક છબી કે ચિત્ર બનાવી શકો છો
  • અને તેને યાદ કરી શકો છો. 
  • તમે જાતે ચાર્ટ અથવા આકૃતિઓ પણ બનાવી શકો છો.

8. બીજાને શીખવો

  • આપણે જે યાદ રાખવું છે તે મોટેથી વાંચીને પણ 
  • આપણે તેને યાદ કરીએ છીએ. 
  • એ જ રીતે સંશોધન દર્શાવે છે કે
  • જયારે આપણે બીજાઓને શિખવીએ છીએ , ત્યારે 
  • તે પછી આ શિખવેલ વસ્તુ આપણા મગજમાં 
  • વધુ સારી રીતે યાદ આવે છે.
  • આનો અર્થ એ છે કે તમે અન્ય લોકોને શીખવીને 
  • તમારી મેમરીને વધારી શકો છો.

9. ક્રોસવર્ડ કોયડા, ગણિત ગમ્મત ,કાર્ડ્સ,જેવી રમતો રમો 

  • અધ્યયનોએ બતાવ્યું છે કે આ બંને બાબતો નિયમિત કરવાથી તમારું મગજ વધુ સક્રિય રહે છે. 
  • તેથી દૈનિક અખબાર પસંદ કરો અને તેની ક્રોસવર્ડ કોયડાઓ, 
  • ચતુરાઈઓ અને કાર્ડ રમતો રમો.
  • વૈદિક ગણિત ,કોયડા ઉકેલો 
  • મગજને કસરત થાય એવી રમતો રમો 

10. નાસ્તામાં સાત્વિક આહાર લો  

  • તાજા ફળો  એ આદર્શ નાસ્તો છે. ફાળોમાં વિટામિન મળી  છે  
  • જે ગ્લુકોઝ બર્ન કરે છે. 
  • આ સિવાય નાસ્તામાં લીલી શાકભાજી, ફળો વગેરે આ પણ લો. 
  • સ્વસ્થ નાસ્તો તમારા આખા દિવસની કામગીરીમાં સુધારો કરે છે.
  • જો તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતીને યાદ કરવા માંગતા હો, 
  • તો પછી તેને લખો; લખીને, તે વસ્તુઓને યાદ રાખવામાં મદદ કરે છે.
  • લખીને, આપણા શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ છે અને આ મગજને તીવ્ર બનાવે છે. 
  • આ માટે તમે વારંવાર લખવાનો મહાવરો  પ્રારંભ કરી શકો છો, 
  • અથવા સ્મરણ કરો શકો છો. 
  • આ તમારી યાદ કરવાની ક્ષમતામાં વધારો કરશે.

https://www.baldevpari.com/

Posted in स्मरण शक्ति - Memory power

નબળી યાદશક્તિ માટે જવાબદાર છે અપૂરતી ઊંઘ


જોતમે ઇચ્છતા હો કે તમારી યાદશક્તિ સારી બને તો રાતની પૂરતી ઊંઘ લો.

તાજેતરમાં એક રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે તેને બરાબર યાદ રહેતું નથી. ઊંઘ અને યાદશક્તિનો સીધો સંબંધ છે.

તાજેતરમાં બોર્ડની એક્ઝામ નજીક છે ત્યારે દસમા ધોરણમાં ભણતી સોહા પંડિતના પપ્પા ચિંતામાં પડી ગયા, કારણ કે અઢળક મહેનત પછી પણ સ્કૂલમાંથી ફરિયાદ આવી કે સોહાનું જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. સોહા એક સ્કૉલર છોકરી છે અને હોશિયાર પણ ઘણી, પરંતુ આ બોર્ડ આવ્યું ત્યારથી તેની મહેનતનું ફળ જાણે કે મળતું નહોતું. તેનાં માતા-પિતા એટલે વધુ ચિંતામાં હતાં, કેમ કે એવું બિલકુલ નહોતું કે સોહા ભણતી નહોતી કે મહેનત નહોતી કરતી. તો એવું શું હતું જેને લીધે તેને આમ થતું હતું? સોહા સાથે વાત કરી તો તેણે જવાબ આપ્યો કે પપ્પા, મને યાદ નથી રહેતું. ખબર નહીં કેમ. સોહાના પપ્પા તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેની સાથે વાત કરીને જે તારણ કાઢ્યું એ ઘણું જ વિચિત્ર હતું. સોહાને બોર્ડના ભણતર અને એના રિઝલ્ટને લઈને દસમામાં આવી ત્યારથી જ ખૂબ ટેન્શન હતું. એટલે તે રાત્રે સૂઈ શકતી નહોતી. જાગે ત્યારે વિચારો આવ્યા કરે અને એને રોકવા માટે સોહાએ રાત્રે ભણવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેને આ રાતનું ભણવાનું-વાંચવાનું ગમવા લાગ્યું અને તેણે પોતાનો ફિક્સ સમય કરી નાખ્યો. છેલ્લા જાન્યુઆરીથી તો તે આખી-આખી રાત જાગતી અને વાંચતી. સવારે ૩-૪ કલાક સૂવે અને પછી સ્કૂલથી આવીને થોડું સૂઈ જાય. આમ તેણે પોતાનું રૂટીન ગોઠવ્યું. ડૉક્ટરે કહ્યું કે સોહા ૬-૮ કલાકની રાતની ઊંઘ લેતી નથી એટલે તેની મેમરી નબળી બની ગઈ છે. તેનું રૂટીન તાત્કાલિક ફેરવવાની સૂચના આપવામાં આવી અને વાંચવાનો સમય સવારે કરવામાં આવ્યો.

મેમરી પર અસર

ઊંઘની અસર સીધી મેમરી પર થાય જ છે. આવું આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે. જ્યારે રાત્રે બરાબર ઊંઘ ન થઈ હોય એના બીજા દિવસે મગજ એની મેળે નબળું થઈ ગયેલું લાગે છે. ધ્યાન રાખી શકાતું નથી, ચીડ ચડે છે, કોઈ ગાણિતિક કે લૉજિકલ વસ્તુ કરવાની હોય તો એ ટાસ્ક નૉર્મલ કરતાં અઘરા પડે છે, પ્લાનિંગ કરી નથી શકાતું વગેરે. આ પ્રકારના કૉãગ્નટિવ પ્રૉબ્લેમ નૉર્મલ છે. પરંતુ એની સાથે એની અસર મેમરી પર પણ પડે છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાના સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઊંઘ જ્યાં ઘટે ત્યાં એની જે સીધી પહેલી અસર અને ચિહ્નો દેખાય છે એ છે મગજ પર. ફક્ત એક દિવસની ઓછી ઊંઘ પણ અલર્ટનેસ, મેમરી, એકાગ્રતા જેવાં લક્ષણો પર અસર કરે છે અને જ્યારે લાંબા સમયથી આવું થતું હોય ત્યારે એ પ્રૉબ્લેમ લંબાઈ જાય છે. ફક્ત અપૂરતી ઊંઘ જ નહીં; રાતે પૂરી ન થનારી ઊંઘ, નબળી ક્વૉલિટીની ઊંઘ એટલે કે જેમને ગાઢ ઊંઘ આવતી ન હોય એવા લોકો, રાત્રે વારંવાર ઊઠતા લોકો વગેરેની મેમરી નબળી જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને મેમરી સંબંધિત પ્રૉબ્લેમ શરૂ થયા હોય તો તેમણે તેમની ઊંઘ અને ઊંઘ સંબંધિત તકલીફો પર ધ્યાન દેવું જરૂરી છે.

રિસર્ચ

તાજેતરમાં જર્નલ સાયન્સમાં છપાયેલા રિસર્ચ અનુસાર ઊંઘ દમ્યિાન મગજના કોષોને ફરીથી તૈયાર કરવામાં આવે છે શીખવા અને યાદ રાખવા માટે. ઉંદરો પર થયેલું આ રિસર્ચ જણાવે છે કે રાત્રે જ્યારે પ્રાણીઓ સૂઈ જાય છે ત્યારે તેની મેમરી સૉલિડ બને છે એટલે કે દિવસભરના બનાવો અને બીજી વસ્તુઓ અંકિત થઈ જાય છે. અમેરિકાની હોપકિન્સ યુનિવર્સિટીમાં થયેલા આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે યાદશક્તિ પર એની અસર દેખાય છે. એટલું તો આપણે સમજ્યા કે ઊંઘ અને યાદશક્તિને એકબીજા સાથે સંબંધ છે. હવે આગળ જાણીએ કે આપના મગજમાં કઈ રીતે પ્રોસેસ થઈને આપણને યાદ રહે છે એટલે કે આ પ્રોસેસ શું છે અને એ પ્રોસેસ દરમ્યાન ઊંઘનું શું મહત્વ છે. સામાન્ય રીતે આપણને જે સમજાય છે એ મુજબ આપણને લાગે છે કે બનાવ બને છે અને એ મગજમાં છપાઈ જાય છે, પરંતુ આ પ્રોસેસ આટલી સરળ તો ન હોઈ શકે.

કઈ રીતે રહે છે યાદ?

આપણા મગજમાં એક ટેમ્પોરલ લોબ હોય છે, જેનો એક ભાગ હિપોકૅમ્પસ છે. આ હિપોકૅમ્પસ મગજની લાઇબ્રેરી છે, જ્યાં દરેક માહિતી સ્ટોર થાય છે. હવે ઉદાહરણ સમજીએ તો લાઇબ્રેરીમાં બુક કોણે લખી છે, કાલ્પનિક છે કે સત્યઘટના પર આધારિત છે વગેરે રેફરન્સ સાથે ગોઠવવામાં આવે છે; જેને કારણે આટલીબધી બુક્સમાંથી એક બુક શોધવી હોય તો સરળતાથી મળી રહે એમ આ હિપોકૅમ્પસમાં પણ કોઈ પણ યાદ તેના રેફરન્સ સાથે સ્ટોર થાય છે. એ બાબતે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના કૉãગ્નટિવ અને બિહેવ્યરલ ન્યુરોલૉજીના સ્પેશ્યલિસ્ટ કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘આ રેફરન્સ ઇãન્દ્રયના અનુભવ પરથી હોય છે; જેમ કે જોયેલી બાબત, સાંભળેલી બાબત, સૂંઘેલી બાબત કે સ્પર્શેલી બાબત. આપણે કોઈ પણ વસ્તુને એના જુદા-જુદા રેફરન્સથી યાદ રાખીએ છીએ; જેમ કે આપણે બગીચામાં ગયા ત્યાંની ગ્રીનરીનો અનુભવ આંખથી કર્યો, ફૂલોની સુગંધ નાકથી લીધી, કાનથી પક્ષીઓના અને બીજા અવાજો સાંભળ્યા. આ દરેક અનુભવ આપણે જુદી-જુદી ઇãન્દ્રય વડે કર્યો. અને એના અનુભવ મુજબ એ સ્ટોર થયું. જોકે એક જ ઇãન્દ્રય નહીં, અહીં અલગ-અલગ ઇãન્દ્રયો એકસાથે અનુભવ લેતી હોય છે અને એ અનુભવ એકસાથે જ સ્ટોર થાય છે. જેમ કે કોઈ એક ફિલ્મ જોઈ હોય તો એની યાદનું સ્ટોરેજ જોયેલી અને સાંભળેલી બાબત એમ બન્ને રીતે થાય છે. તેથી જ જ્યારે કોઈ-કોઈ હીરોની તસવીર જુઓ કે પછી જાણીતી ધૂન સાંભળો એમ બન્ને કન્ડિશનમાં તમને એ ફિલ્મ યાદ આવી જાય છે.’

ઊંઘનું મહત્વ

હિપોકૅમ્પસમાં જે રીતે બનાવો સ્ટોર થાય છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે. મેમરીને કાયમી બનાવવાનું કામ ઊંઘ કરે છે અથવા તો કહીએ કે વ્યક્તિ જ્યારે સૂઈ જાય ત્યારે આ પ્રોસેસ થતી હોય છે. જ્યારે રાત્રે વ્યક્તિ સૂઈ જાય ત્યારે મગજ નિર્ણય લે છે કે એને કઈ બાબતને યાદ રાખવી અને કઈ વાત ભૂલી જવી. એટલે કે કઈ બાબતને મહત્વ આપવું અને કઈ બાબતને ન આપવું. જેમ કે આપણને એ યાદ રહે છે કે આજે સવારે આપણે શેનો નાસ્તો કર્યો, પરંતુ ચાર દિવસ પહેલાં આપણે નાસ્તામાં શું ખાધું એ યાદ રહેતું નથી. પરંતુ એ કેવી રીતે નક્કી થાય કે શું યાદ રાખવું જરૂરી છે એ સમજાવતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘મેમરી માટે ઊંઘ અત્યંત એટલે જ જરૂરી છે, કારણ કે એ દરમ્યાન જ ટેમ્પરરી મેમરીને એનું મહત્વ છે કે નહીં એ સમજીને કાયમી બનાવવામાં આવે છે. સેન્સિસ અનુભવ લે છે અને મગજ સુધી પહોંચાડે છે, પરંતુ મગજ એને કાયમી ત્યારે જ બનાવશે જ્યારે એને ઊંઘ મળશે. આમ જો વ્યક્તિ ઊંઘે નહીં તો તેની મેમરી લૉન્ગ ટર્મ ન રહે. આથી જ છેલ્લા દિવસે રાત જાગીને કરેલી તૈયારી મોટા ભાગના વિદ્યાર્થીઓને કામ લગતી નથી.’

https://topgujaratiblog.wordpress.com/

Posted in स्मरण शक्ति - Memory power

બુદ્ધિ+યાદશક્તિ માટે વરદાન છે રસોડાના આ મસાલા, આ રીતે કરો સેવન


mind2

મગજ આપણા શરીરનો એ ભાગ છે જેના સંકેત વિના શરીરનું કોઈપણ અંગ કામ કરતું નથી, પરંતુ કેટલીકવાર વધતી ઉંમર, ખોટી આદતો, નશો અને જરૂરી પોષક તત્વોની કમીને કારણે ધીરે-ધીરે યાદશક્તિ નબળી થતી જાય છે. બુદ્ધિ ઘટટી જાય છે. પણ જો કેટલીક ખાવાની વસ્તુઓમાં ધ્યાન આપવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો તે મગજ માટે ગુણકારી સાબિત થાય છે. જી હાં, જેથી આજે અમે તમને દરરોજ રસોડામાં ઉપયોગ થતાં એવા મસાલાઓ વિશે જણાવીશું જેનું સેવન તમારા મગજ માટે વરદાન સાબિત થાય છે. જે મગજ તે એકદમ તેજ બનાવે છે.

મગજને એકદમ તેજ બનાવતા મસાલાઓ વિશે…..

બહુ જ ગુણકારી છે હળદર

હળદર માત્ર ભોજનના સ્વાદ અને રંગને વધારે છે એવું નથી પરંતુ તેનું સેવન મગજને પણ સ્વસ્થ રાખે છે. હળદરમાં રહેલું રાસાયણિક કુરકુમીન મગજની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રિપેર કરવામાં મદદ કરે છે અને તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર જેવા રોગો સામે રક્ષણ મળે છે. તમે કોઈપણ રીતે હળદરનું સેવન કરી શકો છો.

જીરૂં, લવિંગ અને તમાલપત્ર

મસાલા ભલે બીયા તરીકે હોય કે પછી પાઉડરના રૂપમાં હોય, તે સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે. આને સૂપ, બ્રેડ, શાકભાજીઓ અને સોસમાં પાઉડર તરીકે પ્રયોગમાં લઈ શકાય છે. લવિંગ મગજની શક્તિ વધારવામાં મદદ કરે છે અને ઓક્સીડેન્ટિવ સ્ટ્રેસને ઓછું કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે. તમાલપત્રનું થોડી માત્રામાં ઉપયોગ કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને મગજને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.

તુલસી

આ ખાસ છોડમાંથી મળનારા મિથેલોન મગજને થતાં નુકસાન સામે રણક્ષ આપે છે. તેમાં રહેલું શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હૃદય અને મગજમાં લોહીના પરિભ્રમણને સુધારે છે. સાથે જ તેમાંથી મળતાં એન્ટી ઈન્ફ્લામેન્ટરી અલ્ઝાઈમર જેવા રોગોનો ખતરો દૂર થાય છે.

તજ

તજ માત્ર એક ગરમ મસાલો જ નથી પણ એક જડી બૂટ્ટી પણ છે. આ મગજને તેજ કરવા માટેની બેસ્ટ દવા છે. તેમાં રહેલાં તત્વ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જેથી તજનો નિયમિત ઉપયોગ કરવાથી ભુલવાની બીમારી છે તે દૂર થાય છે. રાતે સૂતી વખતે નિયમિત રીતે એક ચપટી તજનું પાઉડર મધ સાથે મિક્ષ કરીને લેવાથી માનસિક તાણમાં રાહત મળે છે અને મગજ તેજ થાય છે.

જાયફળ

મગજને તેજ કરનારા મસાલાઓમાં જાયફળ પણ એક કારગર વસ્તુ છે. તેનું માઈરિસ્તસિન યૌગિક પણ મગજને તેજ બનાવે છે અને તેને બહુ તાકાત મળે છે. દૂધમાં ચપટી જાયફળ પાઉડર નાખીને પીવાથી મગજ તેજ બને છે. જે લોકોની તાસીર ગરમ હોય તેમણે ઓછી માત્રામાં જાયફળનો ઉપયોગ કરવો. આનું સેવન કરવાથી તમને ક્યારેય અલ્ઝાઈમર કે ભુલવાની બીમારી થશે નહી.

અજમાના પાન

અજમાના પાન ભોજનમાં સુગંધની સાથે સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે મગજ માટે ઔષધીનું કામ કરે છે. અજમો, ગિલોય, લવિંગ અને જટામાસી આ ચારેય વસ્તુઓનો ઉકાળો મગજના તાવમાં લાભકારી સાબિત થાય છે.

કાળા મરી

કાળા મરીનું સેવન સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા મરીમાંથી મળનારું પેપરિન નામનું રસાયણ બીટા ઈંડોરફિન્સનું સ્તર વધારે છે. આ શરીર અને મગજની કોશિકાઓને આરામ આપે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે આ રસાયણ જાદુની જેમ કામ કરે છે. જેથી જો તમે તમારા મગજને સ્વસ્થ રાખવા માગતા હોવ તો કાળા મરીનું સેવન અવશ્ય કરો.

Courtesy: Divya Bhaskar

Posted in स्मरण शक्ति - Memory power

યાદશક્તિ પર અસર કરતા પરિબળો


  1. આત્મવિશ્વાસ
  2. તીવ્ર ઈચ્છા
  3. શારીરિક તંદુરસ્તી
  4. માનસિક તંદુરસ્તી
  5. બુદ્ધિમત્તા આંક
  6. માહિતીના  પ્રકાર
  7. યાદ રાખવાની પદ્ધતિ
  8. જીવનનું ધ્યેય
  9. સામાજિક વાતાવરણ
  10. માન્યતાઓ
Posted in स्मरण शक्ति - Memory power

दिमाग को दस गुना तेज करने का सबसे कामयाब घरेलू नुस्ख़ा

By

 town

    

मात्र 21 दिन तक इस चूर्ण का सेवन करने से स्मरणशक्ति ऐसी बढ़ेगी की सिर्फ एक बार सुनने मात्र से सब कुछ याद रह जायेगा
कल्याणवलेह के 21 दिन तक नित्य सेवन से स्मरण शक्ति बहुत बढ़ जाती है। ऐसा व्यक्ति सुनकर ही बातों को याद कर लेता है। उसकी आवाज़ बादलों के समान गंभीर और कोयल के समान मधुर हो जाती है। यदि को स्वयं की या अपने बच्चों की याददाश्त को बढ़ाना है तो एक बार यह प्रयोग अवश्य करे।

सामग्री :-
हल्दी, बच, कूठ, पीपल, सोंठ, जीरा, अजमोद, मुलेठी और सेंधा नमक सब बराबर मात्रा में मिलाकर महीन पीस कर चूर्ण तैयार कर लें।

सेवन की विधि :

8 से 16 रत्ती (1 से 2 ग्राम) तक आयु के अनुसार 21 दिनों तक प्रातःकाल खाली पेट और रात को खाना खाने के 2-3 घंटे बाद सोते वक़्त नित्य प्रयोग करें।

दिमाग तेज चले और याददाश्त अच्छी रहे, इसके लिए अगर आप को कारगर उपाय की तलाश में हैं तो जीवनशैली का यह छोटा सा बदलाव कारगर हो सकता है।
वैज्ञानिकों ने एक नए शोध के आधार पर माना है कि अच्छी नींद लेने वाले लोगों का दिमाग अधिक तेज चलता है।

पानी पीने से भी द‌िमाग तेज होता है, जान‌िए कैसे

शोधकर्ताओं के अनुसार, नींद के दौरान मृत कोशिकाएं दिमाग की रक्त वाहिकाओं के जरिए शरीर की रक्त प्रवाह प्रणाली में जाती है और अंत में जिगर में पहुंच जाती है। इस तरह नींद में इन कोशिकाओं की सफाई हो जाती है।

भूलने की है बीमारी तो रोज करें ये आसन

अमेरिका के रोचेस्टर विश्वविद्यालय में हुए एक शोध में वैज्ञानिकों ने पाया कि क्यों लोग अपने जीवन का एक तिहाई भाग सोने में बिताते हैं वैज्ञानिकों ने प्रयोगशाला में एक चुहिया पर प्रयोग कर पाया कि नींद की प्रक्रिया के दौरान मस्तिष्क की रक्त वाहिकाओं के जरिये निर्जीव कोशिकाएं निष्क्रिय होकर शरीर बाहर निकल जाती है और ताजगी प्रदान करती हैं।

शोधकर्ताओं ने इस प्रयोग के बाद पाया कि इन निर्जिव कोशिकाओं में एक खास किस्म का प्रोटीन तत्व एमीलोइड बीटा भी शामिल होता है जो भूलने की बीमारी अल्जाइमर को बढाने में सहायक होता है वैज्ञानिकों ने इस प्रक्रिया को तर्कसहित स्पष्ट करते हुए कहा कि नींद लेते समय मस्तिष्क की कोशिकाएं 60 प्रतिशत तक सिकुड़ जाती हैं जिसके कारण शरीर में मौजूद अन्य रसायन पहले से कहीं अधिक तेजी से निर्जीव कोशिकाओं को शरीर से बाहर करने में मदद करते है।

रोचेस्टर विश्वविद्यालय के शोकर्ता मैकन नेडरगार्ड ने कहा नींद लेते समय मस्तिष्क शरीर को ताजगी प्रदान रकता है तथा इन निर्जीव कोशिकाओं की भूमिका का अंत कर वह दोनों कार्य एक साथ करता है। उन्होंने बताया कि नींद के समय मस्तिष्क यह कार्य दस गुना अधिक तेजी से करता है।

Posted in स्मरण शक्ति - Memory power

बुद्धि बढ़ाने और पढ़ा हुआ न भूलने का मंत्र


बुद्धि बढ़ाने और पढ़ा हुआ न भूलने का मंत्र

 

मंत्र :: ॐ नमो भगवती सरस्वती परमेश्वरी वाक्य वादिनी है विद्या देही भगवती हंसवाहिनी बुद्धि में देही प्रज्ञा देही,देही विद्या देही देही परमेश्वरी सरस्वती स्वाहा।

 

विधी- यह मंत्र अत्यन्त तीव्र एवं प्रभावी होता है। बसंत पंचमी के दिन या किसी भी रविवार को सरस्वती माता के चित्र के समक्ष दूध से बना प्रसाद चढ़ाकर उक्त मंत्र का विधि पूर्वक
11माला जप करें तथा खीर का भोजन करें तो यह मंत्र सिद्ध हो जाता है। फिर जब भी पढ़ने बैठे इस मंत्र का 7 बार जप करें तो पढ़ा हुआ तुरंत याद हो जाता है और बुद्धि तीव्र हो जाती है।
Posted in स्मरण शक्ति - Memory power

ऐसा मंत्र जिससे स्मरण शक्ति बढती है और पढ़ा हुए कभी भूलते नहीं है


ऐसा मंत्र जिससे स्मरण शक्ति बढती है और पढ़ा हुए कभी भूलते नहीं है

तंत्र मंत्र में बेहद शक्ति होती है जिसका प्रमुख कारण हमारे प्राचीन वैदिक विद्वानों व ऋषियों द्वारा बेहद वैज्ञानिक ढंग से उनका रचा गया होना है।
उदाहरणस्वरूप अगर आप संस्कृत भाषा में लिखी गई कोई भी किताब या ग्रंथ कुछ देर पढ़ लेते हैं तो आपके मन मष्तिष्क में एक अजीब सी उर्जा का संचार होता है जो हमें एक अलग हे माहौल में ले जाता है। इसका कारण है वैज्ञानिक भाषा मानी जाने वाली संस्कृत भाषा में रचे गये ग्रंथो का सुसंगठित तरीके से संकलित होना।
हमारे वेदों शास्त्रों और पुराणों उपनिषदों में ऐसे अनगिनत मंत्र हैं जो किसी चमत्कारिक औषधि से कम नही है ।  ऐसा ही एक पावन मंत्र है यह स्मरण शक्ति बढाने का मंत्र जिसके नित प्रतिदिन अभ्यास से हमारी स्मरण शक्ति काफी अच्छी हो जाती है ।
यह मंत्र इस प्रकार है :

” ॐ नमो भगवती सरस्वती परमेश्वरी वाक्य वादिनी है विद्या देही भगवती हंसवाहिनी बुद्धि में देही प्रज्ञा देही, देही विद्या देही देही परमेश्वरी सरस्वती स्वाहा “

मंत्रोच्चारण की विधि – यह मंत्र अत्यन्त तीव्र एवं प्रभावी होता है। बसंत पंचमी के दिन या किसी भी रविवार को सरस्वती माता के चित्र के समक्ष दूध से बना प्रसाद चढ़ाकर उक्त मंत्र का विधि पूर्वक 11माला जप करें तथा खीर का भोजन करें तो यह मंत्र सिद्ध हो जाता है।
इसके पश्चात जब भी पढ़ने बैठे इस मंत्र का 7 बार जप करें तो पढ़ा हुआ स्मरण रहता है और बुद्धि तीव्र होती है।
स्रोत : ज्योतिष के जाने माने विद्वान योगेश मिश्र जी
%d bloggers like this: