Posted in श्रीमद्‍भगवद्‍गीता

ગીતાની શરૂઆત “ધૃતરાષ્ટ્ર ઉવાચ”થી થાય છે, અને અંત “સંજય ઉવાચ”થી થાય છે. એનો અર્થ, ગીતા વાંચ્યા પહેલાં આપણે ધૃતરાષ્ટ્ર જેવા આંધળા છીએ, પણ ગીતા વાંચ્યા અને સમજ્યા પછી આપણને સંજય દૃષ્ટી મળે છે.

ગીતા છંદોબધ્ધ રચના છે. પ્રથમ શ્ર્લોકની શરૂઆત છે, “ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે”. હવે છંદનો ભંગ કર્યા વગર એ લખી શકત “કુરૂક્ષેત્રે ધર્મક્ષેત્રે”, પણ એવું નથી કર્યું. કદાચ એમાં એવો સંદેશ છે કે આપણે આ દુનિયામાં આવીએ છીએ ત્યારે શરીર અને મનથી આપણે ધર્મક્ષેત્ર જેવા છીએ,એને કુરૂક્ષેત્ર તો આપણે જીવન દરમ્યાન બ નાવીએ છીએ.

બીજા એક શ્ર્લોકમાં લખ્યું છે, “પરિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્કૃતામ”. અહીં પણ પરિત્રાણાય સાધુનામ પહેલાં લખ્યું છે, દુષ્ટોને મારવાની વાત પછી કરી છે. ભગવાનનો મુખ્ય ઉદ્દેશ સારા માણસોનું રક્ષણ કરવાનો છે, અને એના માટે જરૂર પડે ત્યારે દુષ્ટોનો નાશ કરે છે.

ગીતા ટુ-વે ‘સંવાદ’ છે. કૃષ્ણ અને અર્જુન મિત્રો છે, બન્નેનો અલગ અલગ મત છે, એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે,પણ ક્યાંયે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી. ક્યાંયે એકબીજા ઉપર ગુસ્સે થતા નથી. અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે, અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે. આમ ગીતા બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે.

ગીતાની શરૂઆતમાં અર્જુન નહીં લડવા માટેની તર્કબધ્ધ દલીલો કરે છે. શ્રીકૃષ્ણ બધું ચુપચાપ સાંભળી લે છે, વચ્ચે ટોકતા પણ નથી અને કંઈ બોલતા પણ નથી. જ્યારે અર્જુન થાકીને સલાહ માગે છે ત્યારે જ શ્રીકૃષ્ણ સમજાવવાની શરૂઆત કરે છે. આ ગીતાનો પહેલો પાઠ કહી શકાય, કે વણમાગી સલાહ આપવી નહીં.

અર્જુન ક્ષત્રિય છે, એટલે અન્યાય સામે લડવાનો એનો ધર્મ છે. આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે, એની ઠેકડી ઉડાવીને નથી કહેતા. સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ, એ ગીતાની બીજી શીખ છે. ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ.

ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે. કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે, જ્યારે એમને ખાત્રી થાય છે કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે, ત્યારે એ બીજી વાતો કહે છે. શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે. અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે, અનેક સવાલો પૂછે છે, છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સવાલનો જવાબ આપે છે. સારા ગુરૂએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ.

શ્રીકૃષ્ણ અર્જુનની લડાઈ લડતા નથી, એને લડવા માટે તૈયાર કરે છે. તેનો અર્થ એ થયો કે દરેક માણસે પોતે જ પોતાની લડાઈ લડવી પડે.ભગવાન આપણા બદલે લડવા માટે ન આવે. યુદ્ધમાં વિજયી થવા માટેના માર્ગો ભગવાન બતાવે પણ યુધ્ધ તો આપણે જ લડવું પડે.

ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે.ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, આ લોકમાં કેમ સુખ, શાંતિ અને તંદુરસ્તી મળે, એની વાત કહે છે.ગીતા વૃધ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી આત્મસાત કરવા જેવી શીખામણ આપે છે.

ગીતા જીવનની વાસ્તવિકતા સ્વીકારીને પરમાર્થ સાધવાની વાત કરે છે. જીવન મળ્યું એટલે તેને જીવવું પડશે, અને જીવવા માટે સંઘર્ષ કરવો પડશે, પણ સંઘર્ષ કઈ રીતે કરવો એ ગીતા શીખવે છે.

હિન્દુ ધર્મમાં અનેક ફાંટા અને અનેક પંથો હોવા છતાં, પ્રત્યેક પંથે અને પ્રત્યેક ફાંટાએ ભગવદ ગીતાને માન્યતા આપી છે. ગીતાનો સંદેશ લોકોને સહેલાઈથી ગળે ઉતરે છે.

ગીતામાં કહેલી વાતોમાં પર્યાયના રૂપમાં બાંધછોડની ગુંજાઈશ દેખાય છે. ગીતાએ દર્શાવેલા જીવન જીવવાના અનેક માર્ગોમાંથી કોઈપણ એક માર્ગ પસંદ કરી આગળ વધવાની છૂટ અન્ય કોઈ ધર્મગ્રંથમાં ભાગ્યે જ હશે.

જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે,એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’ (તને જેમ યોગ્ય લાગે તેમ કર!) વાળી મુકત મોકળાશ પણ છે!

ગીતા નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ગાંધીજીએ કહ્યું છે, ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળને છોડે એ ચડે!’. ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’. આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘સ્થિતપ્રજ્ઞ’.

રમતમાં હમેશાં જીત જ થાય તે શક્ય નથી, તેમ સંઘર્ષમાં હંમેશાં સફળ જ થવાય તેમ ન માની લેવું. તેથી ગીતા ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાની વાત કરે છે. એનો અર્થ એ નથી કે કરેલાં કર્મ મિથ્યા છે, અને તેનું ફળ નહિ મળે. ફળ તો અવશ્ય મળશે, પણ તે તમારી અપેક્ષા પ્રમાણેનું ન પણ હોય. વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે,જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે. આ માત્ર બોલવાની વાત નથી, જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે.

ગીતાએ જીવનનો સંઘર્ષ ક્યાં સુધી થાય અને ક્યારે શસ્ત્રો હેઠાં મૂકી દઈને શરણાગતિ સ્વીકારી લેવી પડે એ વાત કરીને માનવીના પુરુષાર્થની સીમા બતાવી દીધી છે.

ગીતા મન ઉપર બુધ્ધિથી કાબુ રાખવાની વાત કરે છે.

આપણી અંદર પાંડવો જેવા સદગુણ અને કૌરવો જેવા દુર્ગુણો છે.આ બધા આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે, અને લડાઈ કરવાથી કતરાઈએ છીએ. ગીતા કહે છે, આ ખોટું છે, મક્કમતાથી બુરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ. આપણે અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે.

પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય વસ્તુઓ મફતમાં મળે છે. સૂર્યનો પ્રકાશ, જીવવા માટે જરૂરી ઓક્સીજન, પાણી; આપણે જો આના બદલામાં પ્રકૃતિને કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ. પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે. પુરૂષ અને પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે. જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ વચ્ચેના ઘર્મના ઝગડા બંધ થઈ જાય, અને પશુ અને પક્ષીઓ પ્રત્યેનો પણ વ્યહવાર બદલાઈ જાય.

ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે, જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. ગીતા રોજીંદા જીવનમાં ખોરાકનું મહત્વ સમજાવે છે, કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ, એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે.

ગીતામાં એક મોટી વાત કહી છે. કોઈપણ કર્મ સારૂં કે ખરાબ નથી, એનો આધાર એ સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે. દરેક વ્યક્તિને અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે. જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી. એ માણસને મારતો નથી, એ માત્ર કાયદાનું પાલન કરે છે.

અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી અને સાચી સલાહ આપવી એ તમારૂં કર્તવ્ય છે, પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ. કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું છે કે “યથેચ્છસિ તથા કુરુ” , હવે તને જે યોગ્ય લાગે તે કર. ગીતા મોસ્ટ ડેમોક્રેટિક ગ્રંથ છે. આજની જનરેશનના કોઈ પણ છોકરા-છોકરીને મળો તો એને સૌથી વધારે ગમતી બાબત હોય તો આ લિબર્ટી છે, આ ફ્રીડમ છે, આ સ્વતંત્રતા છે.

અંતમાં અર્જૂન વિષાદમાંથી બહાર આવે છે, અને કહે છે, “નષ્ટો મોહઃ સ્મૃતિરલબ્ધા ત્વપ્રસાદાન મયા અચ્યુત” અને “ સ્થિતોઅસ્મી ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ”. ગીતાનો સંદેશ જેને સમજાઈ જાય, એનો મોહ નાશ પામે છે અને એ ઇશ્વરે બતાવેલા માર્ગ પર ચાલવા તૈયાર થઈ જાય છે.

માણસે જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે, અને શું ન કરવું તે મહાભારત શીખવે છે, પણ જીવન કેવી રીતે જીવવું એ ગીતા શીખવે છે.

સંજય ધૃતરાષ્ટ્રનો સારથી છે. દિવ્ય દૃષ્ટી પ્રાપ્ત કરી માત્ર હકીકતનું જ બ્યાન કરે છે. સાચું રીપોર્ટીંગ કેમ કરાય એનું ઉત્તમ ઉદાહરણ છે.

ગીતા કહે છે કે Every problem comes with a solution.

Posted in श्रीमद्‍भगवद्‍गीता

सरस्वती पूजन के पीछे पौराणिक मान्यताएं

 1. श्रीकृष्ण ने की सरस्वती की प्रथम पूजा
  इस दिन देवी सरस्वती की पूजा करने के पीछे भी पौराणिक कथा है। इनकी सबसे पहले पूजा भगवान श्रीकृष्ण और ब्रह्माजी ने ही की। देवी सरस्वती ने जब भगवान श्रीकृष्ण को देखा, तो उनके मनमोहक रूप पर मोहित हो गईं और पति के रूप में पाने की इच्छा करने लगीं। भगवान कृष्ण को इस बात का पता चलने पर उन्होंने कहा कि वे श्री राधा के प्रति समर्पित हैं। परंतु देवी सरस्वती को प्रसन्न करने के लिए श्रीकृष्ण ने वरदान दिया कि प्रत्येक विद्या की इच्छा रखने वाला माघ मास की शुक्ल पंचमी को तुम्हारा पूजन करेगा। यह वरदान देने के बाद स्वयं श्रीकृष्ण ने पहले देवी की पूजा की।
 2. शक्ति के रूप में भी माँ सरस्वती
  मत्स्यपुराण, ब्रह्मवैवर्त पुराण, मार्कण्डेयपुराण, स्कंदपुराण तथा अन्य ग्रंथों में भी देवी सरस्वती की महिमा का वर्णन किया गया है। इन धर्मग्रंथों में देवी सरस्वती को सतरूपा, शारदा, वीणापाणि, वाग्देवी, भारती, प्रज्ञापारमिता, वागीश्वरी तथा हंसवाहिनी आदि नामों से संबोधित किया गया है। ‘दुर्गा सप्तशती’ में माँ आदिशक्ति के महाकाली, महालक्ष्मी और महासरस्वती रूपों का वर्णन और महात्म्य बताया गया है।
 3. कुंभकर्ण की निद्रा का कारण बनीं सरस्वती
  कहते हैं देवी वर प्राप्त करने के लिए कुंभकर्ण ने दस हजार वर्षों तक गोवर्ण में घोर तपस्या की। जब ब्रह्मा वर देने को तैयार हुए, तो देवों ने निवेदन किया कि आप इसको वर तो दे रहे हैं, लेकिन यह आसुरी प्रवृत्ति का है और अपने ज्ञान और शक्ति का कभी भी दुरुपयोग कर सकता है। तब ब्रह्मा ने सरस्वती का स्मरण किया। सरस्वती राक्षस की जीभ पर सवार हुईं। सरस्वती के प्रभाव से कुंभकर्ण ने ब्रह्मा से कहा- ‘मैं कई वर्षों तक सोता रहूं, यही मेरी इच्छा है.’ इस तरह त्रेता युग में कुंभकर्ण सोता ही रहा और जब जागा तो भगवान श्रीराम उसकी मुक्ति का कारण बने।
  • डॉ0 विजय शंकर मिश्र
Posted in श्रीमद्‍भगवद्‍गीता

भगवद्गीता यथारुप….

1- जब हम पहली बार भगवद्गीता पढ़ते हैं। तो हम एक अन्धे व्यक्ति के रूप में पढ़ते हैं और बस इतना ही समझ में आता है कि कौन किसके पिता, कौन किसकी बहन, कौन किसका भाई। बस इससे ज्यादा कुछसमझ नहीं आता।

2- जब हम दूसरी बार भगवद्गीता पढ़ते हैं, तो हमारे मन में सवाल जागते हैं कि उन्होंने ऐसा क्यों किया या उन्होंने वैसा क्यों किया ?

3- जब हम तीसरी बार भगवद्गीता को पढ़ेगें, तो हमे धीरे-धीरे उसके मतलब समझ में आने शुरू हो जायेंगे। लेकिन हर एक को वो मतलब अपने तरीके से ही समझ में आयेंगे।

4- जब चौथी बार हम भगवद्गीता को पढ़ेंगे, तो हर एक पात्र की जो भावनायें हैं, इमोशन… उसको आप समझ पायेगें कि किसके मन में क्या चल रहा है। जैसे अर्जुन के मन में क्या चल रहा है या दुर्योधन के मन में क्या चल रहा है ? इसको हम समझ पाएंगे।

5- जब पाँचवी बार हम भगवद्गीता को पढ़ेंगे तो पूरा कुरूश्रेत्र हमारे मन में खड़ा होता है, तैयार होता है,हमारे मन में अलग-अलग प्रकार की कल्पनायें होती हैं।

6- जब हम छठी बार भगवद्गीता को पढ़ते हैं, तब हमें ऐसा नही लगता की हम पढ़ रहें हैं… हमे ऐसा ही लगता है कि कोई हमें ये बता रहा है।

7- जब सातवी बार भगवद्गीता को पढ़ेंगे, तब हम अर्जुन बन जाते हैं और ऐसा ही लगता है कि सामने वो ही भगवान कृष्ण हैं, जो मुझे ये बता रहें हैं।

8- और जब हम आठवी बार भगवद्गीता पढ़ते हैं, तब यह एहसास होता है कि श्रीकृष्ण कहीं बाहर नही हैं, वो तो हमारे अन्दर हैं और हम उनकेअन्दर हैं। जब हम आठ बार भगवद्गीता पड़ लेगें तब हमें गीता का महत्व पता चलेगा |

कि इस संसार में भगवद् गीता से अलग कुछ है ही नहीं और इस संसार में भगवद्गीता ही हमारे मोक्ष का सबसे सरल उपाय है।

भगवद्गीता में ही मनुष्य के सारे प्रश्नों के उत्तर लिखें हैं। जो प्रश्न मनुष्य ईश्वर से पूछना चाहता है। वो सब गीता में सहज ढंग से लिखें हैं।

मनुष्य की सारी परेशानियों के उत्तर भगवद्गीता में लिखें हैं,गीता अमृत है। गीता स्यमं भगवान कृष्ण है…समय निकाल कर गीता अवश्य पढ़ें…
“जय श्रीहरि”
“हरे कृष्ण”

Posted in श्रीमद्‍भगवद्‍गीता

श्रीमद भागवत गीता जयंती📙🚩
🙏मार्गशीर्ष शुक्ल पक्ष ११,
विक्रम संवत २०७६
🙏 मोक्षदा एकादशी- गीता जयंती
रविवार 08 दिसम्बर 2019🚩

🚩योगेश्वर भगवान श्री कृष्ण कें मुखारबींद से अवतरित परम कल्याणकारी श्रेस्ठ ग्रन्थ 📙 श्रीमद्भागवतगीता

🙏🏻 धर्म ग्रंथों के अनुसार मार्गशीर्ष मास के शुक्ल पक्ष की एकादशी तिथि को भगवान श्रीकृष्ण ने कुरुक्षेत्र के मैदान में अर्जुन को गीता का उपदेश दिया था। इसलिए प्रतिवर्ष इस तिथि को गीता जयंती का पर्व मनाया जाता है। गीता एकमात्र ऐसा ग्रंथ है, जिसकी जयंती मनाई जाती है।
🙏🏻 गीताजी ऐसा ग्रंथ है जो विश्व को हज़ारों वर्षों से मार्ग दर्शन करा रहे है, जो आज भी सबसे ज्यादा पढ़े जा रहे हैं और जीवन के हर पहलू को गीता से जोड़कर व्याख्या की जा रही है। इसके 18 अध्यायों के करीब 700 श्लोकों में हर उस समस्या का समाधान है जो कभी ना कभी हर मनुष्य के सामने आती है।

🚩गीताजी में ऐसा उत्तम और सर्वव्यापी ज्ञान है कि उनकी रचना हुए हजारों वर्ष बीत गए हैं किन्तु, उनके समान किसी भी ग्रंथ की रचना नहीं हुई है ।

18 अध्याय एवं 700 श्लोकों में रचित तथा भक्ति, ज्ञान, योग एवं निष्कामता आदि से भरपूर है यह गीता ग्रन्थ

🚩श्रीमद्भगवद्गीता ने किसी मत, पंथ की सराहना या निंदा नहीं की अपितु मनुष्यमात्र की उन्नति की बात कही है । गीता जीवन का दृष्टिकोण उन्नत बनाने की कला सिखाती है और युद्ध जैसे घोर कर्मों में भी निर्लेप रहने की कला सिखाती है । मरने के बाद नहीं, जीते-जी मुक्ति का स्वाद दिलाती है गीता !

🚩‘गीताजी’ में
👉18 अध्याय हैं,
👉 700 श्लोक हैं,
👉94569 शब्द हैं ।
👉 विश्व की 578 से भी अधिक भाषाओं में गीता का अनुवाद हो चुका है ।

🚩’यह मेरा हृदय है’- ऐसा अगर किसी ग्रंथ के लिए भगवान ने कहा है तो वह गीता जी है । गीता मे हृदयं पार्थ । ‘गीता मेरा हृदय है ।’

🚩श्री वेदव्यास ने महाभारत में गीता का वर्णन करने के उपरान्त कहा हैः

📙गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः।
या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिः सुता ।।

👉 अर्थ :- गीता सुगीता करने योग्य है अर्थात् श्री गीता को भली प्रकार पढ़कर अर्थ और भाव सहित अंतःकरण में धारण कर लेना मुख्य कर्तव्य है, जो कि स्वयं श्री पद्मनाभ विष्णु भगवान के मुखारविन्द से निकली हुई है,

🚩श्रीमद् भगवदगीता केवल किसी विशेष धर्म या जाति या व्यक्ति के लिए ही नहीं, परंतु मानवमात्र के लिए उपयोगी व हितकारी है । चाहे किसी भी देश, वेश, समुदाय, संप्रदाय, जाति, वर्ण व आश्रम का व्यक्ति क्यों न हो, यदि वह इसका थोड़ा-सा भी नियमित पठन-पाठन करें तो उसे अनेक अनेक आश्चर्यजनक लाभ मिलने लगते हैं ।

🚩श्रीमद् भगवद् गीता के ज्ञानामृत के पान से मनुष्य के जीवन में साहस, सरलता, स्नेह, शांति और धर्म आदि दैवी गुण सहज में ही विकसित हो उठते हैं । अधर्म, अन्याय एवं शोषण मुकाबला करने का सामर्थ्य आ जाता है । भोग एवं मोक्ष दोनों ही प्रदान करने वाला, निर्भयता आदि दैवी गुणों को विकसित करनेवाला यह गीता ग्रन्थ पूरे विश्व में अद्वितीय है ।

🚩गीता माता ने अर्जुन को सशक्त बना दिया। गीता माता अहिंसक पर वार नहीं कराती और हिंसक व्यक्तियों के आगे हमें डरपोक नहीं होने देती।

📙देहं मानुषमाश्रित्य चातुर्वर्ण्ये तु भारते।
न श्रृणोति पठत्येव ताममृतस्वरूपिणीम्।।
हस्तात्त्याक्तवाऽमृतं प्राप्तं कष्टात्क्ष्वेडं समश्नुते।
पीत्वा गीतामृतं लोके लब्ध्वा मोक्षं सुखी भवेत्।।

👉अर्थ :- भरतखण्ड में मनुष्य देह प्राप्त करके भी जो अमृतस्वरूप गीता नहीं पढ़ता है या नहीं सुनता है वह हाथ में आया हुआ अमृत छोड़कर कष्ट से विष खाता है। किन्तु जो मनुष्य गीता सुनता है, पढ़ता है तो वह इस लोक में गीतारूपी अमृत का पान करके मोक्ष प्राप्त कर सुखी होता है।

📙1⃣ : गीता जी के श्लोक
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतु र्भूर्मा ते संगोस्त्वकर्मणि ।।
🙏🏻 अर्थ- भगवान श्रीकृष्ण अर्जुन से कहते हैं कि हे अर्जुन। कर्म करने में तेरा अधिकार है। उसके फलों के विषय में मत सोच। इसलिए तू कर्मों के फल का हेतु मत हो और कर्म न करने के विषय में भी तू आग्रह न कर।

📙2⃣ : गीता जी श्लोक
योगस्थ: कुरु कर्माणि संग त्यक्तवा धनंजय।
सिद्धय-सिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।
🙏🏻 अर्थ- हे धनंजय (अर्जुन)। कर्म न करने का आग्रह त्यागकर, यश-अपयश के विषय में समबुद्धि होकर योग युक्त होकर, कर्म कर, (क्योंकि) समत्व को ही योग कहते हैं।

📙3⃣ *: गीता जी श्लोक*
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना।
न चाभावयत: शांतिरशांतस्य कुत: सुखम्।
🙏🏻 अर्थ- योग रहित पुरुष में निश्चय करने की बुद्धि नहीं होती और उसके मन में भावना भी नहीं होती। ऐसे भावना रहित पुरुष को शांति नहीं मिलती और जिसे शांति नहीं, उसे सुख कहां से मिलेगा।

🙏🚩🇮🇳🔱🏹🐚🕉

🚩विदेशों में श्री गीताजी का महत्व समझकर स्कूल, कॉलेजों में पढ़ाने लगे हैं, भारत सरकार भी अगर बच्चों एवं देश का भविष्य उज्ज्वल बनाना चाहती है तो सभी स्कूलों कॉलेज में गीता अनिवार्य कर देना चाहिए ।

🙏🚩🇮🇳🔱🏹🐚🕉

🕉जय श्रीकृष्ण🕉
🔱जय महादेव🔱
🚩जय भारत🚩

Posted in श्रीमद्‍भगवद्‍गीता

.
08/12/2019

🍁📖 ગીતા જયંતિ સ્પેશિયલ પોસ્ટ 📖🍁

જય શ્રીકૃષ્ણ, નમસ્કાર.

ગીતા જયંતિના આજના પાવન પર્વે મંગલકામના.. આજે આપણા નિયમિત અભ્યાસને વિરામ આપીએ, અને ગીતાજીનો વિશિષ્ટ ઓચ્છવ કરીએ . ઘણાં વાચકો આજના મંગલ દિને ગીતાજીનું પારાયણ પણ કરતાં હશે. આરતી કરતાં હશે.. આપણે આ ગ્રુપમાં તો નિયમિત અખંડ ગીતા વાંચન-મનન કરતાં જ રહ્યા છીએ. આજે ઉત્સવ નિમિત્તે નિયમિત અભ્યાસને વિરામ. રોજ નિયમિત અભ્યાસમાં આપણે પ્રભુની કીધેલી વાતો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણા દિલની વાતો કરીએ. પ્રભુ સાંભળશે, સમજશે અને ઘટતું પૂરશે.

પૃથાપુત્રને સંબોધી પ્રભુએ જે વાણી કહી
મહાભારતની મધ્યમાં તે ગીતારૂપે વહી
જીવન ભવસાગરમાં આવે તોફાનો કે આંધી
સાશ્વત રાહ ચીંધતી આ ગીતા દીવાદાંડી

મહાભારતનું યુદ્ધ એ કપોળકલ્પિત વાર્તા માત્ર નથી. હુલ્લડ કે રમખાણની Documentary નથી. બુદ્ધિશાળીઓને લાગે છે તેમ રાજ્યલાલસા માટેની લડાઇ નથી. મહાભારતનું યુદ્ધ એ બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. જીવન કેવી રીતે જીવીશું? પ્રભુને પકડીને કે પ્રભુને છોડીને? આ બે વિચારધારા વચ્ચેનું યુદ્ધ તે મહાભારતનું યુદ્ધ. આ યુદ્ધ પૂરું નથી થયું. એ તો જ્યાં સુધી આ બ્રહ્માંડ પર માનવજીવન છે, ત્યાં સુધી ચાલતું જ રહેશે. આ બ્રહ્માંડમાં પ્રકૃતિગત બે જ કોમ છે. (બીજી બધી કોમો તો પાછળથી ઉમેરાઈ) મૂળભૂત બે વિભાગ છે
(૧) Believers
(૨) Non-believers. ગુજરાતીમાં… આસ્તિક અને નાસ્તિક. આ બે વિચારધારા વચ્ચે સતત ચાલતા સંગ્રામમાં વિજય કોનો થાય અને કેવી રીતે થાય? તેના જવાબમાં ગીતા કહે છે….
“यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर:
तत्र श्रीर्विजयो….

અર્જુન અને ભગવાન- આ બે ગીતાના મોટાં પાત્રો. ક્યારેક ક્યારેક એમ વિચાર આવે કે અર્જુને કહેલું “सीदन्ति मम गात्राणि” આ સાચું હશે??? સમગ્રતાથી ગીતા તરફ જોઈએ તો એમાં માનવમાત્રને સાશ્વત માર્ગદર્શન આપવા માટે થયેલું કૃષ્ણ અને અર્જુનનું Fixing જણાય છે. pure નાટક. અર્જુન આપણો પ્રતિનિધિ બની Demonstration માટે ઊભો હોય તેવું. અગાઉથી લખાયેલી script મુજબ અર્જુને ધ્રૂજવાનો અભિનય કર્યો. એટલો આબેહૂબ કે હજારો વર્ષનાં વ્હાણાં વાયા પછી આજેય આપણે એમ માનીએ છીએ કે અર્જુન કાકા-મામા-સાળા-સસરા ને જોઈ ધ્રૂજયો. ત્રિખંડ હલાવનાર, શિવજીને હરાવનાર અર્જુન ધ્રૂજે??? ચાલો માની લઈએ કે ધ્રૂજે. તો ૧લા અધ્યાયમાં વિષાદ કરનાર, ધ્રૂજનાર અને યુદ્ધના પરિણામોની ગંભીરતા કૃષ્ણને સમજાવનાર અર્જુન — બીજા અધ્યાયમાં એમ પૂછે કે “स्थितप्रज्ञस्य का भाषा…..????”
૮ મા અધ્યાયમાં એમ પૂછે કે “किं कर्म किमध्यात्म….???” પછી કહે મને રૂપ બતાવ, આ નહીં પેલું બતાવ, અને અઢી કલાકમાં ૧૮ મા અધ્યાયમાં કહે “स्थितोડस्मि गतसन्देह…!!” આટલું ધડાધડ તો ફિલ્મ કે નાટકમાં જ થાય.

આ સમગ્ર ઘટનાક્રમનું એક જુદી દ્રષ્ટિથી અવલોકન/અભ્યાસ કરીએ તો અર્જુન એક Super Hero લાગે. સર્વશક્તિમાન છતાં વિનમ્ર. આવા અર્જુન અને સાક્ષાત યોગેશ્વરના સંવાદના એ શ્લોકોમાં જ્ઞાન+કર્મ+ભક્તિ અને માનવજીવન માટે જરૂરી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક વાતોની ભરમાર છે. એક સામાન્ય માનવના મગજમાં એ બધી જ વાતો સમજાય નહીં, જે સમજાય તે ઉતરે નહિ, જે ઉતરે તે બધી પચે નહીં. તેથી ગીતાસમુદ્રમાંથી આપણી સાઇઝની લોટીમાં આપણી ક્ષમતા મુજબ જેટલું આવે તે ભરી આચમન કરીએ. ભગવાને તો કહ્યું જ છે ને કે “निमित्तमात्रं भव सव्यसाचिन”

અર્જુને રણમેદાનમાં શંખનાદ કર્યો ત્યારે તે ૬૫ વર્ષનો હતો. આપણે એ વિચારવાનું કે આપણે ૬૫ ના થશું તો શંખ ફૂંકી શકીશું? (આજે પણ ફૂંકાય છે કે!!!) જે રીતે આહાર-વિહારની આદતો પડતી જાય છે, તે મુજબ તો આજની પેઢીએ એમ વિચાર કરવો પડે કે શું હું ૬૫ વર્ષનો થઈશ? જો થઇશ તો મારા પગ પર ઉભો હોઇશ કે પથારીવશ? — આહારવિહારની મર્યાદા નક્કી કરતી વખતે “तस्मात् शास्त्र प्रमाणं ते” યાદ રાખીએ. વાંચીએ, સાંભળીએ, સમજીએ અને એ મુજબ આચરણ કરીએ. કારણ કે પ્રભુએ સ્પષ્ટ કહ્યું છે “न श्रोष्यसि विनड़क्ष्यसि” ન સાંભળીશ તો વિનાશ પામીશ.

જીવન જીવતાં મગજમાં પ્રશ્નો તો થવાના જ, સંઘર્ષ તો આવવાના જ, કોયડા ઊભા થવાના જ. પરંતુ તે બધામાંથી સહીસલામત ઉગરવા માટે હું આ ગીતા સંવાદ હૃદયમાં રાખીશ, મગજમાં રાખીશ. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય!! કૂવો ખોદીને તૈયાર રાખવો પડે. તેથી, હું રોજ ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરીશ, હૃદયસ્થ કરીશ. તો જ સંઘર્ષો સમયે શંખ ફૂંકી શકીશ ને!!!

અર્જુનની જેમ ૫૬ ઇંચની છાતી તો થતાં થશે. પરંતુ અત્યારની ૫૬ સેન્ટિમીટરની છાતીમાં પણ ખુમારી તો એવી જ રાખીશ કે ભગવાનને અમસ્તા પણ જોવા આવવાનું મન થાય. ભગવાન આવે. હું પણ ફરીથી કહું “सीदन्ति मम गात्राणि” ફરી મને પણ વિશ્વરૂપદર્શન જોવા મળે. ફરી જ્ઞાન+કર્મ+ભક્તિની ધારા વહે.

પ્રભુને તો વારંવાર આ ધરતી પર આવવું છે. परित्राणाय साधुनां આવવું છે. પરંતુ સાધુજનો કયાં છે? પાર્થ જેવા પરમ પ્રિયજનો કયાં છે? આજના પાવન પર્વે એજ સંકલ્પ કરીએ કે…

યથામતિ – યથાશક્તિ ગીતાપૂજન કરીએ
પ્રભુજીનો આ દિવ્યસંદેશ નિજજીવનમાં ભરીએ
ગીતાજીના સ્પર્શે આવે જીવનમાં બહાર
નિ:સંકોચ શરૂઆત કરીએ જાગ્યા ત્યાંથી સવાર

🌸 જય શ્રીકૃષ્ણ 🌸

ટીમ
✍🏼
Limited 10પોસ્ટ

(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[ 50 ગ્રુપ, 10000 જેટલા વાંચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
.

Posted in श्रीमद्‍भगवद्‍गीता

Photo from Harshad Ashodiya


પર્વ / રવિવારે ગીતા જયંતી, આ ગ્રંથના ઉપદેશને ધ્યાનમાં રાખવાથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે

મહાભારત યુદ્ધની શરૂઆતમાં જ અર્જુને શસ્ત્રો હેઠા મૂકી દીધા હતાં. ત્યારે શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુનને કર્મોનું મહત્વ સમજાવ્યું હતું

Divyabhaskar.Com
Dec 04, 2019, 03:43 PM IST
ધર્મ દર્શન ડેસ્ક- રવિવાર, 8 ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે. દ્વાપર યુગમાં માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તેને લીધે આ તિથિને ગીતા જયંતીના નામે પણ ઓળખવામાં આવે છે. મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ રહી હતીં, ત્યારે અર્જુને શ્રીકૃષ્ણની સામે શસ્ત્ર રાખી દીધા હતા અને કહ્યું હતું કે હું પોતાના જ કુળના લોકો ઉપર પ્રહાર નથી કરી શકતો. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુનને કર્મોનું મહત્વ બતાવ્યું હતું.

ભાગવદગીતામાં અનેક વિદ્યાઓ બતાવવામાં આવી છે. તેમાં ચાર મુખ્ય છે- અભય વિદ્યા, સામ્ય વિદ્યા, ઈશ્વર વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. અભય વિદ્યા મૃત્યુના ભયને દૂર કરે છે. સામ્ય વિદ્યા રાગ-દ્વેષથી મુક્તિ અપાવે છે. ઈશ્વર વિદ્યાથી વ્યક્તિ અહંકારથી બચાવે છે. બ્રહ્મ વિદ્યાથી અંતરાત્મામાં બ્રહ્મા ભાવ જગાવે છે.

એક માત્ર ગ્રંથ ગીતા છે જેની જયંતી મનાવાય છે-

ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જેની જયંતી મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ માત્ર ગીતા જયંતી મનાવવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલતી આવી છે, કારણ કે બીજા ગ્રંથ કોઈ મનુષ્ય દ્વારા લખવામાં આવ્યા અને સંકલિત કરવામાં આવ્યા છે, જ્યારે ગીતાનો જન્મ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણના મુખેથી થયો હતો.

શ્રીગીતાજીની ઉત્પત્તિ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં માગશર મહિનામાં શુક્લપક્ષની એકાદશીએ થઈ હતી. આ તિથિ મોક્ષદા એકાદશીના નામે વિખ્યાત છે. ગીતા એક સાર્વભૌમ ગ્રંથ છે. આ કોઈ કાળ, ધર્મ, સંપ્રદાય કે જાતિ વિશેષ માટે નહીં, પરંતુ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. તેને સ્વયં શ્રીભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને કહ્યું છે એટલા માટે આ ગ્રંથમાં ક્યાંય પણ શ્રીકૃષ્ણ ઉવાચ શબ્દ નથી આવ્યો પરંતુ શ્રીભગવાનુવાચનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગીતાના 18 અધ્યાયોમાં સત્ય, જ્ઞાન અને કર્મનો ઉપદેશ છે. તેનાથી કોઈપણ મનુષ્યની બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે અને જીવનને સફળ બનાવી શકાય છે.

આ છે ગીતા સાથે જોડાયેલો પ્રસંગ-

મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધની શરૂઆત થવાની હતી. ત્યારે અર્જુને કૌરવોની સાથે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે શ્રેષ્ઠ લોકોને જોઈને યુદ્ધ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો આ ઉપદેશ પછી અર્જને યુદ્ધમાં ભાગ લીધો. શ્રીકૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું, તેનો સારાંશ આ પ્રકારે છે-

શા માટે વ્યર્થની ચિંતા કરે છે? કોઈનાથી શા માટે વ્યર્થનો ડરે છે? તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મ લે છે, ન મરે છે. જે થયું, સારું થયું, જે થઈ રહ્યું છે, તે સારું થઈ રહ્યું છે. જે થશે, તે પણ સારું જ થશે.

તારું શું ગયું, જે તું રડે છે? તું શું લાવ્યો હતો, જે તને ખોઈ નાખ્યું? જે લીધું છે તે અહીંથી જ લીધું. જે આપ્યું, અહીં જ આપ્યું. જે આજે તારું છે, કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ ત્રીજાનું હશે.

પરિવર્તન સંસારનો નિયમ છે. જેને તું મૃત્યુ સમજે છે, તે જ તો જીવન છે. આ શરીર તારું નથી અને શરીરનો તું નથી. એ તો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બન્યું છે અને તેમાં જ પાછું ભળી જશે.

મારું-તારું, નાનું-મોટું, પોતાનું-પારકું, મનથી દૂર કરી દે, પછી બધું તારું જ છે, તું બધાનો છે. તું પોતાની જાતને ભગવાનને સોપી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. આજ ગીતાનો મુખ્ય સંદેશો છે.