Posted in कहावतें और मुहावरे

કોરિયન કહેવત – સ્ત્રી અબ્લા હોય શકે મા નહિ.
મોઝેમ્બિલ કહેવત – માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે.
આફ્રિકન કહેવત વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની ?
ચાઈનીસ કહેવત – આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે.
અમેરિકન કહેવત – ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા.
નેટિવ અમેરિકન કહેવત – વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે.
કુરદીશ કહેવત – પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત…
યુરોપિયન કહેવત – દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે.
પર્શિયન કહેવત – બાળક સ્વર્ગ સુધી પહોંચવા ની સીડી છે અને સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
સુદાની કહેવત – ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે
સ્પેનીશ કહેવત – માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ.
સાઈબિરિયન કહેવત – પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ
ફ્રેન્ચ કહેવત – એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે ?
જાપાનીઝ કહેવત – પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો.
નાઈજીરિયન કહેવત – બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે.
ચાઇનીઝ કહેવત – ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ.
ફ્રેન્ચ કહેવત – માતાના પ્રેમ માં ક્યારેય પાનખર નથી આવતી.

Posted in कहावतें और मुहावरे

ऐसा चमत्कार हिंदी में ही हो सकता है … आप भी इसका मजा लें

चार मिले चौंसठ खिले
बीस रहे कर जोड़!
प्रेमी सज्जन दो मिले
खिल गए सात करोड़!!

मुझसे एक सज्जन ने इस कहावत का अर्थ पूछा….
काफी सोच-विचार के बाद भी जब मैं बता नहीं पाया,
तो मैंने कहा –
“बाबा आप ही बताइए,
मेरी समझ में तो कुछ नहीं आ रहा !”

तब एक रहस्यमयी मुस्कान के साथ बाबा समझाने लगे –
“देखो बेटे, यह बड़े रहस्य की बात है…
चार मिले – मतलब जब भी कोई मिलता है,
तो सबसे पहले आपस में दोनों की आंखें मिलती हैं,
इसलिए कहा, चार मिले..
फिर कहा, चौसठ खिले – यानि दोनों के बत्तीस-बत्तीस दांत – कुल मिलाकर चौंसठ हो गए,
इस तरह “चार मिले, चौंसठ खिले”
हुआ!”

“बीस रहे कर जोड़” – दोनों हाथों की दस उंगलियां – दोनों व्यक्तियों की 20 हुईं – बीसों मिलकर ही एक-दूसरे को प्रणाम की मुद्रा में हाथ बरबस उठ ही जाते हैं!”

“प्रेमी सज्जन दो मिले” – जब दो आत्मीय जन मिलें – यह बड़े रहस्य की बात है – क्योंकि मिलने वालों में आत्मीयता नहीं हुई तो
“न बीस रहे कर जोड़” होगा और न “चौंसठ खिलेंगे”

उन्होंने आगे कहा,
“वैसे तो शरीर में रोम की गिनती करना असम्भव है,
लेकिन मोटा-मोटा साढ़े तीन करोड़ बताते हैं, बताने वाले !
तो कवि के अंतिम रहस्य – “प्रेमी सज्जन दो मिले – खिल गए सात करोड़!”
का अर्थ हुआ कि जब कोई आत्मीय हमसे मिलता है,
तो रोम-रोम खिलना स्वाभाविक ही है भाई – जैसे ही कोई ऐसा मिलता है,
तो कवि ने अंतिम पंक्ति में पूरा रस निचोड़ दिया – “खिल गए सात करोड़” यानि हमारा रोम-रोम खिल जाता है!”

हमारी कहावतों में कितना सार छुपा है।
एक-एक शब्द चासनी में डूबा हुआ,
हृदय को भावविभोर करता हुआ!
इन्हीं कहावतों के जरिए हमारे बुजुर्ग, जिनको हम कम पढ़ा-लिखा समझते थे, हमारे अंदर गाहे-बगाहे संस्कार का बीज बोते रहते थे।

Posted in कहावतें और मुहावरे

૪ પૈસા.. એટલે શું .?


₹. ૪ પૈસા.. એટલે શું .? 🛃 ₹.

છોકરો કાંઈક કમાશે તો, 4 પૈસા ઘર માં આવશે.
4 પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..
અથવા,
4 પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..

તો સવાલ છે કે,
આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં ..❓❓

🙏🏻 તો 4 પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો.
👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું.
👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.
👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો….

👍🏻 હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.

1. એક પૈસો કૂવા માં નાંખવાનો.
એટલે કે,
પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.

2. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.
પોતાના માતા પિતાની સેવા માટે..,
તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.

3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો
પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે.
(એટલે કે ભવિષ્યનું દેવું)

4. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.
એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!

👌🏻
તો.. આ છે, 4 પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં ..!
✍🏼

Posted in कहावतें और मुहावरे

कहावत


एक मुहावरा है
खुदा मेहरबान तो गदहा पहलवान। सवाल उठता है कि पहलवानी से गदहे का क्या ताल्लुक। पहलवान आदमी होता है जानवर नहीं।
दरअसल, मूल मुहावरे में गदहा नहीं गदा शब्द था। फारसी में गदा का अर्थ होता है भिखारी। अर्थात यदि अल्लाह मेहरबानी करें तो कमजोर भिखारी भी ताकतवर हो सकता है। हिन्दी में गदा शब्द दूसरे अर्थ में प्रचलित है, आमलोग फारसी के गदा शब्द से परिचित नहीं थे। गदहा प्रत्यक्ष था। इसलिए गदा के बदले गदहा प्रचलित हो गया।

इसी तरह एक मुहावरा है
अक्ल बड़ी या भैंस
अक्ल से भैस का क्या रिश्ता।
दरअसल, इस मुहावरे में भैंस नहीं वयस शब्द था। वयस का अर्थ होता है उम्र। मुहावरे का अर्थ था अक्ल बड़ी या उम्र।उच्चारण दोष के कारण वयस पहले वैस बना फिर धीरे-धीरे भैंस में बदल गया और प्रचलित हो गया।
मूल मुहावरा था
अक्ल बड़ी या वयस।
इसी वयस शब्द से बना है वयस्क।

एक मुहावरा है
धोबी का कुत्ता न घर का न घाट का

मूल मुहावरे में कुता नहीं कुतका शब्द था।

कुतका लकड़ी की खूँटी को कहा जाता है जो घर के बाहर लगी रहती थी। उस पर गंदे कपड़े लटकाए जाते थे। धोबी उस कुतके से गंदे कपड़े उठाकर घाट पर ले जाता और कपड़े धोने के बाद धुले कपड़े उसी कुतके पर टाँगकर चला जाता। इसलिए यह कहावत बनी थी
धोबी का कुतका ना घर का ना घाट का।

कालक्रम में कुतके का प्रयोग बंद हो गया। लोग इस शब्द को भूल गए और कुतका कुत्ता में बदल गया और लोग कहने लगे धोबी का कुत्ता ना घर का ना घाट का ? जबकि बेचारा कुत्ता धोबी के साथ घर में भी रहता है और घाट पर भी जाता है।
सब का मंगल हो !

इसी प्रकार एक कहावत है:- कहाँ राजा भोज कहाँ गंगू तेली
मूल कहावत “कहाँ राजा भोज और कहाँ
गांगेय और तैलङ्ग(राज)” थी; जो कि राजा भोज के द्वारा त्रिपुरी के गाङ्गेयदेव और और तैलंगाने की राजधानी कल्वाणपुर के चालुक्य नरेश को पराजित किये जाने पर क्षेत्रिय लोगो द्वारा पिछले राजाओं से राजा भोज की तुलना करते हुए उसके मण्डन में कहा जाने लगा लेकिन कालांतर में लोग पिछले नरेशों को भूल गये लेकिन कहावत चलती रही और उच्चारण दोष के कारण समय के साथ साथ कहावत भी बदल गई…रामाभिषेकम् श्री

Posted in कहावतें और मुहावरे

ગુજરાતી_કહેવતો

રાંટી ઘોડીએ પલાણ માંડી.
️ હલકી વસ્તુથી કામ લીધું.

️મણ ભાતને સવામણ કૂસકી :
️વસ્તુ શુદ્ધ ન હોવી.

️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
️ પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
️ વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

️ સો મણ તેલે અંધારું :
️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
️ કામમાં બિનપરવાઈ હોવી.

️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

️ એક જાળામાં સો સાપ દેખ્યા :
બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
️ વગર પૈસે ડોળ કરવો.

️ શીરા માટે શ્રાવક ન થવાય :
️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

️ લીલાં વનનાં સૂડા ઘણાં :
️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

️ સોનાની થાળી ને લોઢાની મેખ :
અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

સાંકડા કપાળમાં સોળ ભમરા :
️ ગરીબનું નસીબ ગરીબ.

️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
️ ખોટા વાયદા કરવા.

️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ પણ લોકો એ ન માને.

સાજે લૂગડે થીગડું ન હોય :
️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

️ સુથારનું મન બાવળિયે :
️ સ્વાર્થભરી નજર હોવી.

️ વાટકીનું શિરામણ :
️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

કૂકડીનું મોં ઢેફલે રાજી :
️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
️ ભૂખમરાની દશા આવવી.

️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
️ વ્યર્થ મહેનત કરવી.

પ્રથમ ગ્રાસે મક્ષિકા :
️ શરૂમાં વિઘ્ન નડવું.

Posted in कहावतें और मुहावरे

૧૦ દિવસની મથામણ પછી એક માણસ પોતાનો કોરોના નેગેટિવનો રિપોર્ટ લઈ હોસ્પિટલના રિસેપ્શન પાસે ઉભો હતો.

તેની આજુબાજુ થોડાક લોકો તાળીઓ પાડી તેને અભિનંદન આપી રહ્યા હતા. એ જિંદગીનો એક યુદ્ધ જીતી ને આવ્યો હતો.

પરંતુ તે વ્યક્તિના ચહેરા પર હતાશાની ઊંડી છાપ હતી. ગાડીથી ઘરે જતા આખા રસ્તામાં એને યાદ આવી રહ્યો હતો એ ભયંકર આઈસોલેસન નામનો અસહનીય સમયનો સિલસિલો.

સાવ ઓછી સગવડતા વાળો નાનો ઓરડો. નામનું અજવાળું. મનોરંજનના કોઈ પણ ઉપકરણોની અનુપસ્થિતિ. કોઈ વાત કરતું નહી. જમવાનું પણ થાળીમાં ભરીને બસ સરકાવી દેવાનો એ સિલસિલો.

કેમ પસાર થયા એ દસ દિવસો એ પોતે જ જાણતો હતો.

ઘરે પહોંચતાની સાથે સ્વાગત કરવા ઉત્સાહિત પત્ની અને બાળકોને મુકી તે વ્યક્તિ સીધો ઘરના આંગણામાં એક ખુણે આવેલી ઓરડીમાં દોટ મુકી અંદર ગયો જ્યાં એની માં છેલ્લા પાંચ વર્ષોથી પડી હતી.

માં ના પગમાં પડી તે ખુબ રડી પશ્ચાતાપના આંસુઓ સાથે માં ને લઈ બહાર આવ્યો.

પિતાજીના મૃત્યુ પછી છેલ્લા પાંચ વર્ષોથી વિના વાંકે અસહ્ય એકાંતવાસ (આઈસોલાશન) ભોગવી રહેલી માં ને કહ્યું કે માં આજથી આપણે બધા એક જ ઘરમાં એક સાથે રહીશું.

માં ને ખુબ આશ્ચર્ય થયું કે આખરે દીકરાએ તેની પત્ની સામે આવું કહેવાની હિંમત કેમ કરી ?

આટલો મોટો હૃદય પરિવર્તન એકાએક કેમ થયું ?

દીકરાએ પછી પોતાના એકાંતવાસની બધી જ પરિસ્થિતિ માં ને કહી. અને કહ્યું હવે મને અહેસાસ થયો કે એકલતા કેટલી દુઃખદાયક હોય છે ?

દીકરાની નેગેટિવ રિપોર્ટ એના જીવનની પોઝિટિવ રિપોર્ટ બની ગઈ.

બસ આનું નામ જિંદગી.

Posted in कहावतें और मुहावरे

ऐसा चमत्कार हिंदी में ही हो सकता है …

चार मिले चौंसठ खिले
बीस रहे कर जोड़!
प्रेमी सज्जन दो मिले
खिल गए सात करोड़!!

मुझसे एक बुजुर्गवार ने इस कहावत का अर्थ पूछा….
काफी सोच-विचार के बाद भी जब मैं बता नहीं पाया,
तो मैंने कहा –
“बाबा आप ही बताइए,
मेरी समझ में तो कुछ नहीं आ रहा !”

तब एक रहस्यमयी मुस्कान के साथ बाबा समझाने लगे –
“देखो बेटे, यह बड़े रहस्य की बात है…
चार मिले – मतलब जब भी कोई मिलता है,
तो सबसे पहले आपस में दोनों की आंखें मिलती हैं,
इसलिए कहा, चार मिले..
फिर कहा, चौसठ खिले – यानि दोनों के बत्तीस-बत्तीस दांत – कुल मिलाकर चौंसठ हो गए,
इस तरह “चार मिले, चौंसठ खिले”
हुआ!”

“बीस रहे कर जोड़” – दोनों हाथों की दस उंगलियां – दोनों व्यक्तियों की 20 हुईं – बीसों मिलकर ही एक-दूसरे को प्रणाम की मुद्रा में हाथ बरबस उठ ही जाते हैं!”

“प्रेमी सज्जन दो मिले” – जब दो आत्मीय जन मिलें – यह बड़े रहस्य की बात है – क्योंकि मिलने वालों में आत्मीयता नहीं हुई तो
“न बीस रहे कर जोड़” होगा और न “चौंसठ खिलेंगे”

उन्होंने आगे कहा,
“वैसे तो शरीर में रोम की गिनती करना असम्भव है,
लेकिन मोटा-मोटा साढ़े तीन करोड़ बताते हैं, बताने वाले !
तो कवि के अंतिम रहस्य – “प्रेमी सज्जन दो मिले – खिल गए सात करोड़!”
का अर्थ हुआ कि जब कोई आत्मीय हमसे मिलता है,
तो रोम-रोम खिलना स्वाभाविक ही है भाई – जैसे ही कोई ऐसा मिलता है,
तो कवि ने अंतिम पंक्ति में पूरा रस निचोड़ दिया – “खिल गए सात करोड़” यानि हमारा रोम-रोम खिल जाता है!”

भई वाह, आनंद आ गया।
हमारी कहावतों में कितना सार छुपा है।
एक-एक शब्द चासनी में डूबा हुआ,
हृदय को भावविभोर करता हुआ!
इन्हीं कहावतों के जरिए हमारे बुजुर्ग, जिनको हम कम पढ़ा-लिखा समझते थे, हमारे अंदर गाहे-बगाहे संस्कार का बीज बोते रहते थे। 🙏🏻

Posted in कहावतें और मुहावरे

कुतका लकड़ी की खूँटी को कहा जाता है जो घर के बाहर लगी रहती थी उस पर गंदे कपड़े लटकाए जाते थे।

धोबी उस कुतके से गंदे कपड़े उठाकर घाट पर ले जाता और कपड़े धोने के बाद घुले कपड़े उसी कुतके पर टाँगकर चला जाता।
इसलिए यह कहावत बनी की धोबी का #कुतका ना घर का ना घाट का।

पता नहीं क्यों ,,,, लोगों ने कुतके को कुत्ते में बदल दिया और कहने लगे धोबी का कुत्ता ना घर का ना घाट का ?

जबकि बेचारे कुत्ते का इसमें कोई रोल ही नहीं है, वो तो धोबी के साथ घर में भी रहता है और घाट पर भी जाता है।
सत्य प्रकाश त्यागी
Gajendra Sahu
🚩

Posted in कहावतें और मुहावरे

एक मुहावरा है
अल्लाह मेहरबान तो गदहा पहलवान। सवाल उठता है कि पहलवानी से गदहे का क्या ताल्लुक। पहलवान आदमी होता है जानवर नहीं।
दरअसल, मूल मुहावरे में गदहा नहीं गदा शब्द था। फारसी में गदा का अर्थ होता है भिखारी। अर्थात यदि अल्लाह मेहरबानी करें तो कमजोर भिखारी भी ताकतवर हो सकता है। हिन्दी में गदा शब्द दूसरे अर्थ में प्रचलित है, आमलोग फारसी के गदा शब्द से परिचित नहीं थे। गदहा प्रत्यक्ष था। इसलिए गदा के बदले गदहा प्रचलित हो गया।

इसी तरह एक मुहावरा है
अक्ल बड़ी या भैंस
अक्ल से भैस का क्या रिश्ता।
दरअसल, इस मुहावरे में भैंस नहीं वयस शब्द था। वयस का अर्थ होता है उम्र। मुहावरे का अर्थ था अक्ल बड़ी या उम्र।उच्चारण दोष के कारण वयस पहले वैस बना फिर धीरे-धीरे भैंस में बदल गया और प्रचलित हो गया।
मूल मुहावरा था
अक्ल बड़ी या वयस।
इसी वयस शब्द से बना है वयस्क।

एक मुहावरा है
धोबी का कुत्ता न घर का न घाट का

मूल मुहावरे में कुता नहीं कुतका शब्द था।

कुतका लकड़ी की खूँटी को कहा जाता है जो घर के बाहर लगी रहती थी। उस पर गंदे कपड़े लटकाए जाते थे। धोबी उस कुतके से गंदे कपड़े उठाकर घाट पर ले जाता और कपड़े धोने के बाद धुले कपड़े उसी कुतके पर टाँगकर चला जाता। इसलिए यह कहावत बनी थी
धोबी का कुतका ना घर का ना घाट का।

कालक्रम में कुतके का प्रयोग बंद हो गया। लोग इस शब्द को भूल गए और कुतका कुत्ता में बदल गया और लोग कहने लगे धोबी का कुत्ता ना घर का ना घाट का ? जबकि बेचारा कुत्ता धोबी के साथ घर में भी रहता है और घाट पर भी जाता है।

सब का मंगल हो,🙏🙏
ज्ञान का प्रसार हो. 😊😊

पूनम सोनी

Posted in कहावतें और मुहावरे

વરસાદી પાણી નો સંગ્રહ….


વરસાદી પાણી નો સંગ્રહ….

DrBhavesh Modh

કુદરતી કે માનવસર્જીત સમસ્યાઓ આવે, એટલે આપણે- ગુજરાતી પ્રજા પર બે લોક ઉક્તિઓ બરાબર બંધ બેસે…

૧. આગ લાગે ત્યારે કૂવો ખોદવો.
૨. આરંભે શૂરા પછી લૂલા.

આમ તો આખાય ભારતવર્ષની પણ એમાંય, કાંઇક થોડી વધુ પડતી ભાવુક અને અન્યની પ્રવૃતિઓ અને પ્રયોગોને માત્ર દૂર થી જોઇને, પૂર્ણ રીતે જાણ્યા- સમજ્યા એનાં પરીણામનો વિચાર કર્યા વિના, ઝડપથી અંજાઇ જવા વાળી ગુજરાતી પ્રજા છે…

એટલે જ સ્તો, ગુજરાતમાં દરેક ને મોટું માર્કેટ ગમે તે ધંધામાં મળી રહે છે…
અહીંયા ” આ બધી માયા છે ભાઇ.. મૃત્યુ પછી કશું સાથે લઇ જવાનું નથી… મોહ – લોભ નો ત્યાગ કરવાનું સમજાવનારા કથાકારો પણ કરોડપતિ છે…

જીવનની જરૂરીયાત અંતે તો પૃથ્વી જ પોષે છે…

એમ છતાંય આપણે એની પાસે માત્ર લેતાં જ જઇએ છીએ
નથી એનો ઉપકાર માનતાં કે નથી એના સૃષ્ટીચક્ર ને સાચવતાં … અરે ખપ પૂરતુ જ લેવાનું શિખ્યા જ નથી…

આથી જયારે કુદરતનું પર્યાવરણ ચક્ર તુટે અને
જીવન ની જરૂરીયાતો માં અછત થવા માંડે એટલે
આપણે ભવિષ્ય નો વિચાર કરીને ભયભીત થઇ, દિશા હીન દોડયાં કરીએ છીએ…
એમાંય ધન-સમય-સ્વાસ્થયનું નુકશાન અને હતાશા સિવાય કશું હાથ લાગતું નથી…

વરસાદી પાણીનો સંગ્રહ કરવા, મોટાં- પહોળા- ઊંડા જમીન માં ટાંકા બનાવાની ઝુંબેશ- જાહેરાતો હમણાં સોશીયલ મીડીયા પર જબરી ચાલી છે..
આ રીતે સંગ્રહ કરાયેલ પાણી અમુક દિવસે વાસ મારે છે… એટલે પાછું એને ફીલ્ટર કરવું પડે અથવા તો ઉકાળી ને વાપરવું પડે..
આખુ વર્ષ રાંધવા તથા પીવાના ઉપયોગ માં આવે એટલું વરસાદી પાણી નો સંગ્રહ કરી પણ લેવાય, તોય આખુ વર્ષ ચાલે એટલું ઘરવપરાશ ના પાણી કયાંથી મેળવવુ એની સમસ્યા તો રહેવાની જ…

આકાશ માંથી વરસતું અને સીધું ઝીલાતું પાણી પીવા યોગ્ય છે એ પણ અગસ્ત્ય નક્ષત્ર ના ઉદય પછી…

મકાનની છત-માથે થી કે તળાવ, નદી માં આવેલ વરસાદી પાણી ચોમાસા દરમિયાન ઘણી અશુદ્ધિ યુક્ત હોય છે…

એટલે આવું સંગ્રહાયેલ પાણી, શરદઋતુના દિવસે પ્રખર સૂર્ય તાપ થી તપે તથા રાતે શિતળ ચાંદની થી પોષાય ત્યારે જ સ્વાસ્થય વર્ધક બને છે…

આયુર્વેદ સંહિતાઓમાં ચોમાસામાં કૂવાનું જ જળ પીવા કહ્યું છે કેમ કે એ પૃથ્વી ના પડો થી એ ફિલ્ટર થઇને આવે છે…

વરસાદી પાણી આખુ વર્ષ રાંધવા, પીવાં, તથા રોજીંદી ઘરવપરાશ ની જરૂરીયાત માં વપરાય એટલું તો દરેક ને માટે માત્ર પૃથ્વી જ સંગ્રહી શકે છે, અને વળી જયારે એ પાછું પરત આપે ત્યારે ફિલ્ટર કરીને જ આપે છે…

વરસાદી પાણીનો સંગ્રહ માટે ઉત્તમોત્તમ તો,
ગામતળાવ કે ગામકૂવામાં અથવા ઘર આંગણે જો ટયુબવેલ હોય તો વરસતાં વરસાદ નું પાણી આ ત્રણેય માં ઉતરવાનું રહે છે…
આ વૃત્તિ , બેંક માં મુકેલ બાંધી મુદત ની થાપણ જેવી છે, વ્યાજ સહીત પરત મળે છે વળી જાતે સાચવવા કે સુરક્ષા ની ઊપાધિ માંથી મુક્તિ મળે છે…

બીજો ઉપાય છે વૃક્ષો વાવવા…
મધ્યમ કદ ના લીંમડા, કણજી, આંબો, દેશીબાવળ, ખીજડો, સરસડો, ગરમાળો વિગેરે વરસતાં વરસાદ નું પાણી એમનાં ઊંડા મૂળ દ્વારા જમીન માં લઇ જાય છે… તથા પાંદડા દ્વારા બાષ્પીભવન ની પ્રક્રિયાથી નિયત સમયે વાદળ ને બાંધવા, સ્થિરકરવા તથા વરસાવવામાટે નું વાતાવરણ સર્જવામાં મદદ કરે છે…

વૃક્ષ નું સંવર્ધન અને વરસતાં પાણીને તળાવ, કૂવાં કે ટયુબવેલ માં વાળવા કે ઉતારવાનો ઉપાય પાણીની આપૂર્તિ નું કુદરતી સૃષ્ટી ચક્ર ને સુપેરે ચલાવ્યા કરે છે…

માનવ જે વેસ્ટ વૉટર, ગટર દ્વારા મોટા નાળાં કે સુકાયેલ નદી ના પટ માં વહેવડાવી દે છે, એ …. પહેલા તો એના જ આસપાસ ના વિસ્તાર નું અને પછી દરિયાનું જલ પ્રદૂષણ કરે છે,
એનાં બદલે જો ઘર આંગણે જ આ વેસ્ટ વૉટર કે ડ્રેનેજ ના પાણી ને 20 ફૂટ ઊંડા શોષકૂવા કરીને જમીન માં ઊતારી દે તો પ્રદુષણ તો ના જ થાય પણ જમીન ફળદ્રુપ બને.. વધારા ના પાણી થી ભૂગર્ભ ના પાણી ના સ્ત્રોત પણ રીચાર્જ થયાં કરે…

વરસાદ નું પાણી ટયુબવેલમાં તથા
ડ્રેનેજ નું પાણી શોષકૂવા માં ઊતારી દે તો
વંસુધરા ને પણ પાણી નું સૃષ્ટિચક્ર સુપેરે ચલાવવામાં મદદ મળે અને એના જ આશીર્વાદ થી પાણી ની અછત તો નહી જ થાય, વધારા માં મ્યુનિસ્પાલટીના પાણીવેરા ને ગટરવેરાં ઉપરાંત મેઇન્ટેનન્સ ની માથાકૂટ હેરાનગતી થી પણ મુક્તિ મળે છે…

પૃથ્વી આપણને જલ નું દાન કરે છે સામે આપણે જો ડ્રેનેજ ના પાણી ને શોષ કૂવામાં , વરસાદી પાણી ને કૂવા તળાવ દ્વારા ભૂગર્ભમાં ઊતારી તથા વૃક્ષોવાવી એ તો એ પણ ખૂશ રહેશે…