Posted in બાળ ગીતો

સવાર ઊગ્યું
પ્રભાત ફૂટ્યું
જાગ્યો
કૂકડો
ઝાકળ
ઉડ્યું,
પંખી માળામાંથી સરક્યું
ઉદાસી ભાગી
ધરા તણી
નવ પલ્લવિત તૃણ
માનવ દોડ્યો
સપના વાવવા
લણવા
ગણવા
પકડવા
પરસેવે રેબઝેબ
સાંજ પડે
ઘર તરફ પ્રયાણ
શું હાથ લાગ્યું!?
લોથપોથ
આશાનું કિરણ આથમી ગયું…!!
ઈચ્છાઓના ધાડા શાંત…

ભારતસિંહ ઠાકોર સરલ

Posted in બાળ ગીતો

બાળ જોડકણાં


“ વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા,
એક છોકરુ રીસાણું,કોઠી પાછળ સંતાણું,
કોઠી પડી આડી,અરર….ર…..માડી “.

“ ચકા રાણા, ચકા રાણા,
નથી ઘરમાં દાણા !
ચક ચક કરતા ચકારાણા,
લાવ્યા ઘરમાં દાણા “.

“ ચાંદો સૂરજ રમતા ‘ તા,રમતા રમતા કોડી જડી ,
કોડીના મે બીજ લીધા,બીજ મે વાડે નાખ્યા,
વાડે મને વેલો આપ્યો,વેલો મે ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યુ ,દૂધ મે મોરને પાયુ,
મોરે મને પીંછુ આપ્યુ,પીંછુ મે બાદશાહ ને આપ્યુ,
બાદશાહે મને ઘોડો આપ્યો,ઘોડો મે બાવળે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી,શૂળ મે ટીમ્બે ખોસી,
ટીમ્બે મને માટી આપી,માટી મે કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો,ઘડો મે કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યુ,પાણી મે છોડને પાયુ,
છોડે મને ફૂલ આપ્યુ,ફૂલ મે મહાદેવ ને ચડાવ્યુ,
મહાદેવે મને ભાઇ આપ્યો,ભાઈ મે ભાભીને આપ્યો,
ભાભીએ મને કેરી આપી,કેરી કેરી ખાઇ ગયો,
ગોટલો એ પડ્યો…પેલે પાર..”

Posted in બાળ ગીતો

બાળ જોડકણા


  1. 1) બેઠા બેઠા રમતી વખતેના જોડકણાં
    “ અડકો દડકો દહી દડૂકો,
    સાવન ગાજે , પીંલુ પાકે,
    ઉલ મૂલ , ધતુરાનુ ફૂલ “
  2. 2) ઉભા ઉભા રમતી વખતેના જોડકણાં
    “ ટામેટુ રે ટામેટુ,
    ઘી ગોળ ખાતુ ‘તુ,
    નદીએ નાવા જતુ’તુ,
    અસમસ ને ઢસ “
  3. 3) દોડીને પકડવા જતી વખતેના જોડકણાં
    “ ઇતે ઇતે પોણી, શેર શેર ધોણી,
    યે દરવાજા ખોલુંગા , છરા લેકે મારુંગા‘’
  4. 4) સામ- સામે સવાલ જવાબ કરતા જોડકણાં
    ડોશીમાં ડોશીમાં ક્યાં ચાલ્યા ?
    છાણા વીણવા …
    છાણામાંથી શુ મળ્યુ ?
    રૂપિયો…
    રૂપિયાનુ શુ લાવ્યા ?
    ગાંઠિયા…
    બળ્યા તમારા ટાંટીયા…..”

    “ મારા માથા પર કોણ છે ?હોલોરાણો….
    શુ ખાય…? ઝારનો દાણો..
    ઉતર હોલા…નહી ઉતરુ..
    તને નવડાવુ….નહી ઉતરુ..
    તને ખવડાવુ ….નહી ઉતરુ..
    તારી બેનને બોલાવુ …આ ઉતરુ ….! “
Posted in બાળ ગીતો

બાળ ગીતો


બાળ ગીતો
[ ૧ ]
આવડા   અમથા   વાંદરાભાઈને
સિનેમાનો   શોખ  ( ૨ )
ધોતી   પહેરી   ઝભ્ભો   પહેર્યો  ( ૨ )
ટોપી   મૂકી   આમ ,  ટોપી   મૂકી   આમ
આવડા   અમથા …
લાકડી   લીધી   ચશ્મા   પહેર્યા  ( ૨ )
ચાલી   નીકળ્યા   આમ , ચાલી   નીકળ્યા   આમ
આવડા   અમથા …
પહેલા   નંબરની   ટિકિટ   કપાવી  ( ૨ )
જોવા   બેઠા   આમ ,  જોવા   બેઠા   આમ
આવડા   અમથા …
સિનેમામાં   તો   ધડાકો   થયો  ( ૨ )
ગભરાઈ   ગયા   આમ ,  ગભરાઈ   ગયા   આમ
આવડા   અમથા …
ચંપલ   ફેંક્યા ,  ચશ્મા   ફેંક્યા  ( ૨ )
ટોપી   ફેંકીઆમ ,  ટોપી   ફેંકી   આમ
આવડા   અમથા …
[ ૨ ]
અંતર   મંતર   જંતર ,  હું   જાણું   છું   એક   મંતર
તને   ચકલી   બનાવી   દઉં ,  તને   ચકલી   બનાવી   દઉં
જુઓ   આ   ટોપલી   છે   ખાલી  ( ૨ )
તેમાં   પરી   આવે   મતવાલી  ( ૨ )
મારી   ટોપલીમાં   જાદુ ,  તેમાં   પરીને   બેસાડું
તેનું   સસલું   બનાવી   દઉં ,  તેનું   સસલું   બનાવી   દઉં
અંતર   મંતર   જંતર
જુઓ   આ   ગંજીફાની   રમત  ( ૨ )
રમતમાં   છે   મોટી   ગમ્મત  ( ૨ )
પહેલા   રાજા   આવે   છે ,  પછી   રાણી   આવે   છે
તેને   ગુલામ   બનાવી   દઉં ,  તેને   ગુલામ   બનાવી   દઉં
અંતર   મંતર   જંતરજુઓ   આ   નાનો   છે   ઠિંગ્ગુ  ( ૨ )
તેનું   નામ   પાડ્યું   છે   મેં   તો   પિંગ્ગુ
પિંગ્ગુ   ખૂબ   દોડે   છે ,  ઊંચા   પહાડ   કૂદે   છે
એનું   લીંબુ   બનાવી   દઉં ,  એનું   લીંબુ   બનાવી   દઉં
અંતર   મંતર   જંતર
[ ૩ ]
રંગીલા   રંગીલા   રંગીલા   પતંગિયા
હા   હા   હા   હો   હો   હો   હા   હા   હા   પતંગિયા
બાળકો   બાગમાં   રમવાને   આવતા
દોડાવી   દોડાવી   થકવી   એ   નાખતા
મન   મારું   મોહી   લેતા   રે   પતંગિયા
રંગીલા   રંગીલા   રંગીલા
ફૂલડે   ફૂલડે   આમતેમ   દોડતા
આકાશે   ઉડતાને   હાથમાં   ન   આવતા
મન   મારું   મોહી   લેતા   રે   પતંગિયા
રંગીલા   રંગીલા   રંગીલા
[ ૪ ]
બટુકભાઈ   કેવડા   હતા   રે  ( ૨ )
બટુકભાઈ   આવડા   હતા   રે  ( ૨ )
બટુકભાઈ   કેમ   કરી   પાણી   પીતા ’ તા
બટુકભાઈ   ઘટર   ઘટર ,
બટુકભાઈ   ઘટર   ઘટર   પાણી   પીતા ’ તા  …  બટુકભાઈ
બટુકભાઈ   કેમ   કરી   ખાણું   ખાતા ’ તા
બટુકભાઈ   ભચડ   ભચડ ,
બટુકભાઈ   ભચડ   ભચડ   ખાણું   ખાતા ’ તા …  બટુકભાઈ
બટુકભાઈ   કેમ   કરી   કચરો   કાઢતા ’ તા
બટુકભાઈ   આમ   કરી ,
બટુકભાઈ   આમ   કરી   કચરો   કાઢતા ’ તા …  બટુકભાઈ
બટુકભાઈ   કેમ   કરી   કપડાં   ધોતા ’ તા
બટુકભાઈ   આમ   કરી ,
બટુકભાઈ   આમ   કરી   કપડાં   ધોતા ’ તા …  બટુકભાઈ
[ ૫ ]
મેળામાં   જઈએ   ભાઈ   મેળામાં   જઈએ  ( ૨ )
સોબતીઓની   સંગે   રે  ( ૨ )
મેળામાં   જઈએ   ભાઈ   મેળામાં   જઈએ  ( ૨ )
ચકચક   કરતા   ને   ચીં   ચીં   કરતાં  ( ૨ )
ચકડોળમાં   બેસી   જઈએ   રે  ( ૨ )
મેળામાં   જઈએ   ભાઈ   મેળામાં   જઈએ  ( ૨ )
તબડક   તબડક   કરતા   કરતા  ( ૨ )
ઘોડા   પર   બેસી   જઈએ   રે  ( ૨ )
મેળામાં   જઈએ   ભાઈ   મેળામાં   જઈએ  ( ૨ )
લાલ   પીળા   ફૂગ્ગા   ફોડતાં   ફોડતાં  ( ૨ )
જલ્દી   ઘેર   પહોંચી   જઈએ   રે  ( ૨ )
મેળામાં   જઈએ   ભાઈ   મેળામાં   જઈએ  ( ૨ )
[ ૬ ]
બિલાડીનું   નાનું   બચ્ચું   મેળો   જોવા   જાય
બસ   રીક્ષામાં   ચક્કર   આવે ,  ચાલતાં   ચાલતાં   જાય
બિલાડીનું   નાનું   બચ્ચું
ચહેરા   પર   એ   હિંમત   રાખે ,  પણ   મનમાં   મુંજાય
રસ્તાની   એ   ડાબે   ચાલે ,  હળવે   હળવે   જાય
બિલાડીનું   નાનું   બચ્ચું
કૂતરાભાઈ   તો  ( હા   ઉં   હા   ઉં )  ટ્રાફિક   પોલિસ
તરત   સમજી   જાય
સીટી   મારે   હાથ   બતાવે ,  ટ્રાફિક   થોભી   જાય
બિલાડીનું   નાનું   બચ્ચું
મેળામાં   તો   સ્ટોલ   ઘણાં   છે ,  ખાવા   મન   લલચાય
મમ્મીનું   એ   યાદ   આવ્યું   કે ,  બહારનું   ના   ખવાય
બિલાડીનું   નાનું   બચ્ચું
[ ૭ ]
બા   પેલા   બાગમાં   દોડી   દોડી   જાઉં  ( ૨ )
નાના   છોડવાને   પાણી   પાઉં   પાઉં   પાઉં
બા   પેલા   બાગમાં
આંબાની   ડાળે   ટહુકે   કોયલડી  ( ૨ )
કોયલની   સાથી   ગાઉં   ગાઉં   ગાઉં
બા   પેલા   બાગમાં
વડલાની   ડાળે   બાંધ્યો   છે   હિંચકો  ( ૨ )
હિંચકે   હિંચકા   ખાઉં   ખાઉં   ખાઉં
બા   પેલા   બાગમાં
છોડવે   છોડવે   ઊડે   પતંગિયા  ( ૨ )
હું   તો   એને   પકડવા   જાઉં   જાઉં   જાઉં
બા   પેલા   બાગમાં
હરિયાળી   બાગમાં   નાચે   છે   મોરલો  ( ૨ )
મોરલો   બોલે   મેં   આઉં   આઉં   આઉં
બા   પેલા   બાગમાં
[ ૮ ]
ઢિંગલી   તારા   માંડવા   રોપ્યા ,  ઢોલ   વાગે   ઢમઢમ
લાલિયો   મહરાજ   લાડવા   વાળે ,  શાક   કરે   છમછમ
ઢિંગલી   તારા   માંડવા
ચાખવા   મીનીબેન   બેઠા ’ તા  ,  જીભલડી   ચમચમ
પમલો   પેલો   વાંદરો   ફૂંકે ,  પિપૂડાં   પમપમ
ઢિંગલી   તારા   માંડવા
જૂનાગઢથી   જાન   આવી   છે ,  જાનડીઓ   રૂમઝૂમ
દોડતાં   પેહેલાં   વેલડાં   આવે ,  ઢોલ   વાગે   ઢમઢમ
ઢિંગલી   તારા   માંડવા
ઢિંગલીબાઈના   પગમાં   ઝાંઝર ,  ઘૂઘરીઓ   ધમધમ
નાકમાં   એને   નથણી   સોહે ,  કેવી   રે   ચમચમ
ઢિંગલી   તારા   માંડવા
ઢિંગલીબાઈ   તો   સાસરે   જાશે ,  આંસુડાં   ટમટમ
લાગશે   કેવા   ઘરને   શેર ,  સુના   રે   સમસમ
ઢિંગલી   તારા   માંડવા
[ ૯ ]
મમ્મા   ઢીંગલ   ઢીંગલ   ઢીંગલ  ,
પપ્પા   ઢીંગલ   ઢીંગલ   ઢીંગલ
હું   તો   ઢીં … ગ … લી ….( ૨ )
કપડાં   ધો   ધો   કરું  ,  મારા   હાથ   દુ : ખી   જાય  ( ૨ )  મમ્મા   ઢીંગલ
પોતું   કર   કર   કરું ,  મારી   કમર   દુ : ખી   જાય  ( ૨ )
મમ્મા   ઢીંગલ
કચરો   વાળ   વાળ   કરું ,  મારા   હાથ   દુ : ખી   જાય  ( ૨ )  મમ્મા   ઢીંગલ
ચૂલો   ફૂંક   ફૂંક   કરું ,  મારી   આંખો   દુ : ખી   જાય  ( ૨ )  મમ્મા   ઢીંગલ
[ ૧૦ ]
કોયલ   કૂ   કૂ   ગાય ,  મને   ગાવાનું   મન   થાય
ગાવાનું   હું   શરૂ   કરું   ત્યાં ,  પપ્પા   મારા   ખીજાય
કોયલ   કૂ   કૂ   ગાય
ચકલી   ચણ   ચણ   ખાય ,  મને   ખાવાનું   મન   થાય
ખાવાનું   હું   શરૂ   કરું   ત્યાં ,  મમ્મી   મારી   ખીજાય   કોયલ   કૂ   કૂ   ગાય
ઉડતું   પતંગિયું   જોઈ ,  મને   ઉડવાનું   મન   મન
ઉડવાનું   હું   શરૂ   કરું   ત્યાં ,  નીચે   પડી   જવાય
કોયલ   કૂ   કૂ   ગાય
પથારીએ   સુતાં  ,  મને   કઈ   કઈ   વિચાર   થાય
સુવાનું   હું   શરૂ   કરું   ત્યાં ,  સપને   સરી   જવાય
કોયલ   કૂ   કૂ   ગાય
[ ૧૧ ]
એક   ઢિંગલી   સોહાણી   લટકા – મટકા   કરતી   જાય  ( ૨ )
કાને   કુંડળ   પહેરીને ,  નાકે   નથણી   પહેરીને
લટકા – મટકા   કરતી   જાય  ( ૨ )
હાથે   કંગન   પહેરીને ,  પગે   ઝાંઝર   પહેરીને
લટકા – મટકા   કરતી   જાય  ( ૨ )
પગે   સેંડલ   પહેરીને ,  ખભે   પર્સ   ભેરવીને
લટકા – મટકા   કરતી   જાય  ( ૨ )
( ૧૨ )
ઘોડાગાડી   રીક્ષા ,  રીક્ષામાં   બેઠા   બાળકો
ઓ   વહાલા   બાળકો ,  તમે   નિશાળ   વહેલા   આવજો
નિશાળ   તો   દૂર   છે   ભણવાની   જરૂર   છે
એકડો   તો   આવડે   છે   પણ   બગડાની   જરૂર   છે
ઓ   વહાલા
એકડો   તો   આવડે   છે   પણ   બગડાની   જરૂર   છે
ઓ   વહાલા
બગડો   તો   આવડે   છે   પણ   તગડાની   જરૂર   છે
ઓ   વહાલા
તગડો   તો   આવડે   છે   પણ   ચોગડાની   જરૂર   છે
ઓ   વહાલા
ચોગડો   તો   આવડે   છે   પણ   પાંચડાની   જરૂર   છે
ઓ   વહાલા
પાંચડો   તો   આવડે   છે   પણ   છગડાની   જરૂર   છે
ઓ   વહાલા
છગડો   તો   આવડે   છે   પણ   સાતડાની   જરૂર   છે
ઓ   વહાલા
સાતડો   તો   આવડે   છે   પણ   આઠડાની   જરૂર   છે
ઓ   વહાલા
આઠડો   તો   આવડે   છે   પણ   નવડાની   જરૂર   છે
ઓ   વહાલા
નવડો   તો   આવડે   છે   પણ   દસડાની   જરૂર   છે
ઓ   વહાલા
[ ૧૩ ]
લીલી   પીળી   ઓઢણી  ( ૨ )  ઓઢી   રે   મેં   તો   ઓઢી   રે
હું   તો   જાતી   નિશાળિયે   દોડી   રે   દોડી  ( ૨ )
હાથ   કેરા   કંગન  ( ૨ )  પહેર્યા   રે   મેં   તો   પહેર્યા   રે
હું   તો   જાતી   નિશાળિયે   દોડી   રે   દોડી  ( ૨ )
કાન   કેરા   કુંડળ  ( ૨ )  પહેર્યા   રે   મેં   તો   પહેર્યા   રે
હું   તો   જાતી   નિશાળિયે   દોડી   રે   દોડી  ( ૨ )
નાક   કેરી   નથણી  ( ૨ )  પહેરી   રે   મેં   તો   પહેરી   રે
હું   તો   જાતી   નિશાળિયે   દોડી   રે   દોડી  ( ૨ )
પગ   કેરા   ઝાંઝર  ( ૨ )  પહેર્યા   રે   મેં   તો   પહેર્યા   રે
હું   તો   જાતી   નિશાળિયે   દોડી   રે   દોડી  ( ૨ )
[ ૧૪ ]
ઘોડો   ઘૂઘરિયાળો   મારો   ઘોડો   ઘૂઘરિયાળો  ( ૩ ) ( ૨ )
ઘાસ   એ   ખાય   છે   ને   તાજો   માજો   થાય   છે  ( ૨ )
દોડાવું   તો   દોડે   છે   ને   થોભાવું   તો   થોભે   છે  ( ૨ )
એના   ઉપર   બેસું   ત્યારે   લાગું   હું   મૂંછાળો
ઘૂઘરિયાળો  ( ૨ )
ઘોડો   ઘૂઘરિયાળો   મારો   ઘોડો   ઘૂઘરિયાળો  ( ૩ ) ( ૨ )
રંગે   એ   કાળો   છે   પણ   દિલનો   બહુ   રૂપાળો   છે  ( ૨ )
ચાબૂકનું   શું   કામ   છે   ને   ચેતક   એનું   નામ   છે  ( ૨ )
તડબડ   તડબડ   દોડે   ત્યારે   લાગે   પાંખોવાળો
ઘૂઘરિયાળો  ( ૨ )
ઘોડો   ઘૂઘરિયાળો   મારો   ઘોડો   ઘૂઘરિયાળો  ( ૩ ) ( ૨ )
[ ૧૫ ]
પિપૂડીવાળાનો   પેલો   તનમનિયો ,  પેલો   તનમનિયો
ચોરી   ગયો   એ   તો   કેરીનો   કરંડિયો
કેરી   ખવાય   છે ,  ગોટલા   ફેંકાય   છે ,
ચોરી   પકડાય   છે ,  ડંડા   મરાય   છે
તનમાંને   મનમાં   તનમનિયો   મૂંઝાય   છે
પિપૂડીવાળાનો   પેલો   તનમનિયો ,  પેલો   તનમનિયો
ચોરી   ગયો   એ   તો   કેળાંનો   કરંડિયો
કેળાં   ખવાય   છે ,  છોતરાં   ફેંકાય   છે ,
ચોરી   પકડાય   છે ,  ડંડા   મરાય   છે
તનમાંને   મનમાં   તનમનિયો   મૂંઝાય   છે
પિપૂડીવાળાનો   પેલો   તનમનિયો ,  પેલો   તનમનિયો
[ ૧૬ ]
ચોલી   પહેરીને   હું   તો   નિશાળે   ગઈ  ‘ તી  ( ૨ )
ચોલી   મારી   ચલક   ચલક   થાય  ( ૨ )
બેની   મારો   લટકો   જરા   જરા   જો   જો
કંગન   પહેરીને   હું   તો   નિશાળે   ગઈ  ‘ તી  ( ૨ )
કંગન   મારા   ખણણ   ખણણ   થાય  ( ૨ )
બેની   મારો   લટકો   જરા   જરા   જો   જો
નથણી   પહેરીને   હું   તો   નિશાળે   ગઈ  ‘ તી  ( ૨ )
નથણી   મારી   ઝનન   ઝનન   થાય  ( ૨ )
બેની   મારો   લટકો   જરા   જરા   જો   જો
ઝાંઝર   પહેરીને   હું   તો   નિશાળે   ગઈ  ‘ તી  ( ૨ )
ઝાંઝર   મારી   છણણ   છણણ   થાય  ( ૨ )
બેની   મારો   લટકો   જરા   જરા   જો   જો
[ ૧૭ ]
ચકીબેન   ચકીબેન
મારી   સાથે   રમવા   આવશો   કે   નહિ ,  આવશો   કે   નહિ
બેસવાને   ખાટલો ,  સુવાને   પાટલો
ઓઢવાને   પીંછાં   આપીશ   તને ,  આપીશ   તને
ચકીબેન   ચકીબેન
પહેરવાને   સાડી ,  મોરપીંછાંવાળી
ઘમ્મરિયો   ઘાઘરો   આપીશ   તને ,  આપીશ   તને
ચકીબેન   ચકીબેન
ચક   ચક   અવાજે   ચીં   ચીં   કરજે
ચણવાને   દાણા   આપીશ   તને ,  આપીશ   તને
ચકીબેન   ચકીબેન
બા   નહિ   લડશે ,  બાપુ   નહિ   લડશે
નાનો   બાબો   તને   ઝાલશે   નહિ ,  ઝાલશે   નહિ
ચકીબેન   ચકીબેન
[ ૧૮ ]
પેલા   ચકલીબાઈ   એ   માળા   બાંધ્યા   ઢંગા   વગરના
પેલા   દરજીડાને   સુગરીબાઈના   કેવા   મજાના
પેલા   ચકલીબાઈ   એ
ઝાડે   ખિસકોલીએ   માળા   બાંધ્યા   રૂ   ના   રેસાના
કાબર   કબૂતરને   ઘૂવડ   વળી   કાગડા   કોયલના
પેલા   ચકલીબાઈ   એ
પેલા   ઉંદરભાઈએ   દર   ખોદ્યા   કેવા   મજાના
સાપે   પેસી   જઈને   રાફડા   કર્યા   હક   વગરના
પેલા   ચકલીબાઈ   એ
કીડી   મકોડીએ   દરના   કર્યા   નગર   મજાના
પેલા   વાંદરાભાઈ   તો   રખડ્યા   કરે   ઘર   વગરના
પેલા   ચકલીબાઈ   એ
[ ૧૯ ]
મારા   બારણાને   ટોડલે   ચકલી   રમે , એની   ઝીણી   ઝીણી   આંખ ,
એની   નાની   નાની   પાંખ , એ   તો   રમતી   ને   ઊડતી   સૌને   ગમે .
મારા   ફળિયાને   લીમડે   પોપટ   રમે , એની   ગોળ   ગોળ   આંખ ,
એની   લીલી   લીલી   પાંખ , એ   તો   બોલતો   ને   ઊડતો   સૌને   ગમે .
મારા   ઘરને   તે   આંગણે   વાછરું   રમે , એના   સુંવાળા   વાળ ,
એની   થનગનતી   ચાલ , એ   તો   નાચતું   ને   કૂદતું   સૌને   ગમે .
મારી   નાનકડી   બેન   મારા   ઘરમાં   રમે , એની   કાલી   કાલી   બોલી ,
એની   આંખ   ભોળી   ભોળી , એ   તો   રમતી   ને   હસતી   સૌને   ગમે .
સૌને   ગમે ,  સૌને   ગમે , ઘર   મારું   નાનું   સૌને   ગમે  !

પાપા  પગલી
પાપા    પગલી     ધૂળની    ઢગલી
ઢગલીમાં   ઢેલ     જીવે   મારી   બેન
પાપા    પડિયા     થોડુંક     રડ્યાં
રડતાં    રડતાં      આંસુડાં    ખર્યાં
પાપા     પોળી     ઘીમાં    ઝબોળી
ચોળીને   ખાજો   તાજામાજા   થાજો
તાજામાજા   થાજો
તાજામાજા   થાજો
અડકો  દડકો
અડકો   દડકો   દહીં    દડુકો
શ્રાવણ   ગાજે   પીલું    પાકે
ઊલ   મૂલ   ધંતુરાનું   ફૂલ
સાકર     શેરડી     ખજૂર
ખજરે     ખજરે    આમ     છે
પીતામ્બર   પગલાં   પાડે   છે
મોર   પાણી   ભરે   છે
ઢેલ   પાણી   ઢોળે   છે
રાજિયો      ભોજિયો
ટીલડીનો   ટચાકીયો
મામાનું  ઘર  કેટલે
મામાનું   ઘર   કેટલે
દીવો   બળે    એટલે
દીવો    મેં   તો    દીઠો
મામો    લાગે    મીઠો
તાળી     વગાડે    છોકરાં
મામા     લાવે     ટોપરાં
ટોપરાં    તો    ભાવે   નહિ
મામા   ખારેક   લાવે   નહિ
મામી    મારી   ભોળી
મીઠાઈ   લાવે   મોળી
મોળી   મીઠાઈ   ભાવે   નહિ
રમકડાં    તો    લાવે    નહિ
મામે   સામું    જોયું
મારું   મનડું   મોહ્યું
મામાનું   ઘર   કેટલે
દીવો   બળે    એટલે
               હાથીભાઈ
                હાથીભાઈ   તો   જાડા
                લાગે   મોટા   પાડા
                આગળ   ઝૂલે   લાંબી   સૂંઢ
                પાછળ   ઝૂલે   ટૂંકી   પૂંછ
માલવભાઈ તમે આવજો મારે ગામ ,
તમે ને હું ભેગા મળી કરશું ઘણા કામ.
ઘર વાળશું ,
શેરી વાળશું ,
વાળશું પૂરું ગામ ……………..તમે ને હું
છોડ વાવશું ,
વૃક્ષો વાવશું ,
વાવશું કેરી આંબા ……………તમે ને હું
હોજ ખોદશું ,
કૂવો ખોદશું ,
ખોદશું પૂરું તળાવ ……………તમે ને હું
પાર્થવ ભણશે ,
ધર્મેશ ભણશે ,
ભણશે પૂરું ગામ ……………..તમે ને હું
માલવભાઈ તમે આવજો મારે ગામ ,
તમે ને હું ભેગા મળી કરશું ઘણા કામ.
દીકરીના દેશમાં આવજો હો દાદા ,
દીકરીના વેશ તમે જોજો હો દાદા …………દીકરીના દેશમાં
નાના હતા ત્યારે આંગણામાં રમતાં ,
હૈયાના હીંચકે અમને ઝૂલાવતાં ………….દીકરીના દેશમાં
ઠેસ વાગે ને અમે પડી રે જાતાં ,
દોડીને તમે કેવા પાસે રે આવતાં …………દીકરીના દેશમાં
રિસાઈને ત્યારે અમે ચાલ્યા રે જાતાં ,
પકડીને તમે અમને ખોળામાં બેસાડતાં …..દીકરીના દેશમાં
તમારી પાસે અમે નીતનવું માંગતા ,
ગમે ત્યાંથી તમે ઝટ લઈ આવતાં …………દીકરીના દેશમાં
માંગણી અમારી તમે પૂરી રે કરતાં ,
આનંદથી આપણે સૌ ઝૂમી રે ઊઠતાં ……..દીકરીના દેશમાં
દીકરીના દેશમાં આવજો હો દાદા ,
દીકરીના વેશ તમે જોજો હો દાદા …………દીકરીના દેશમાં
Posted in બાળ ગીતો

દફતર લઈને દોડવું…!!


દફતર લઈને દોડવું…!!
તૂટેલી ચપ્પલ નું જોડવું…!!

નાશ્તા ના ડબ્બાઓ…!!
શર્ટ પર સહીના ધબ્બાઓ…!!

ખોબે ખોબે પીવાતું પાણી…!!
રીસેસ ની વિશેષ ઉજાણી…!!

બેફામ રમાતા પકડ દાવ…!!
ઘૂંટણ એ પડતા આછા ઘાવ…!!

બાયોં થી લુંછાતા ચેહરા…!!
શેરીઓમાં અસંખ્ય ફેરાં…!!

ઉતરાણ ની રાત જાગી…!!
પકડાયલા પતંગ ની ભાગી…!!

ભાડાં ની સાયકલ નાં ફેરાં…!!
મહોલ્લાના ઓટલા પર ડેરા…!!

મંજી ની રેલમ છેલ…!!
ગીલ્લી ડંડા નો એ ખેલ…!!

ચાર ઠીકડી ને આટા પાટા…!!
લાઈટના થાંભલે ગામગપાટા…!!

વરસાદે ભરપૂર પલળવું…!!
ખુલ્લા પગે રખડવું…!!

બોર આમલી નાં ચટાકા…!!
પીઠ પર માસ્તર ના ફટાકા…!!

બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…!!
નાં ટ્યુશન નાં ટેન્શન…!!

વાત સાચી લાગી…!! કે નહિ મિત્રો…!!!! બધું ભૂલાઈ ગયું…!! આ મોર્ડન લાઈફ ની લાઇ માં…!!
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે?

જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!

માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા;

ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!

Posted in બાળ ગીતો

વારતા રે વારતા


વારતા રે વારતા

ભાભો ઢોર ચારતા

ચપટી બોરા લાવતા

છોકરાઓને સમજવતા

એક છોકરો રિસાણો

કોઠી પાછળ ભિંસાણો

કોઠી પડી આડી

છોકરે રાડ પાડી

અરરર માડી

Posted in બાળ ગીતો

મામાનું ઘર કેટલે


મામાનું ઘર કેટલે

દીવા બળે એટલે

દીવા મેં તો દીઠા

મામા લાગે મીઠા

મામી મારી ભોળી

મીઠાઈ લાવે મોળી

મોળી મીઠાઈ ભાવે નહિ

રમકડાં તો લાવે નહિ

Posted in બાળ ગીતો

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,


શિક્ષણ ???

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાને કહી દો સાથે દફતર લાવે,

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વીમિંગપુલમાં સઘળા નિયમોનું પાલન કરવાનું,

દરેક કૂંપળને કોમ્પુટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું,

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવુ ના ટહુકે ભરબપોરે,

અમથું કૈં આ વાદળીઓનું એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખ્ખે આખ્ખુ ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કુલો,

‘આઉટડેટ’ થયેલો વડલો કાઢે મારી ભૂલો!

(ક્રુષ્ણ દવે)