Posted in आयुर्वेद - Ayurveda

उषः पान સવારે ઊઠીને પાણી પીવું !!!

उषः એટલે રાત્રીના અંતીમ પ્રહરનું અંતીમ મૂહર્ત
સામાન્ય રીતે સવારના 5:00 થી 6:00 નો સમય આ સમય માં કરાતું પાન- જેને સાધારણ રીતે પાણી પીવાંથી સમજાય કે સમજાવવામાં આવે છે.

ભાવપ્રકાશ ગ્રંથ માં રાત્રીચર્યામાં ઉષઃપાનનો ઉલ્લેખ છે.
ભૂખ લાગે ત્યારે ભોજન અને તૃષા લાગે ત્યારે જલપાન આ જ શાશ્વત અને પ્રશસ્ત વિધિ મનુષ્યો સહીત તમામ દેહધારીઓ માટે છે. અને પૃથ્વી પરનું દરેક સજીવ એમ જ કરે છે…

ઉષાકાલમાં એટલે કે સૂર્ય ઉદય પામી રહ્યો હોય ત્યારે વાતાવરણ માં ચેતના પ્રસરી રહી હોય છે અલ્ટ્રાવાયોલેટમાંથી અલ્ટ્રા રેડ કિરણોથી વાતાવરણ ભરાઇ રહ્યું હોય છે જેને સંસ્કૃતમાં प्राची કહે છે… આવા કાલમાં આધ્યાત્મિક ચેતનાને ઊર્જા આપવા કરાતું વિશેષ વિધિ અને ઉદેશ્યથી કરાતું જલપાન એટલે ઉષઃપાન

ओषति नाशयति अन्धकारम् = उषः
उष्ण શબ્દ પણ આના પરથી આવે છે એટલે ઉષઃ નો એક અર્થ હૂંફ – ગરમી પેદાં કરવાની શરૂઆત પણ થાય…
આયુર્વેદિકદ્રષ્ટિકોણથી સૂર્યોદય વખતે રોગી અને રોગ ના દ્રષ્ટિકોણથી પાછલી રાતનો વાતપ્રકોપ કાળ અને સવારનો કફ પ્રકોપ કાળનો સંધિકાલ હોય છે આવા સમય ચિકિત્સાના મૂળ સિદ્ધાંત આધારીત જલપાન કરવું વાયુ અથવા કફ દોષ માટે યોગ્ય નથી ગણાતું.

પાણી પીવાંથી સ્વસ્થ વ્યક્તિ ના શરીર ના સ્ત્રોતસ માં એકત્ર થયેલ કલેદ વહીને મૂત્રમાર્ગેની પ્રવૃત થાય છે આથી ઉષઃપાન ને સ્વિકાર્ય કરાયુ હશે પણ સ્વસ્થ એટલે
समदोषः समाग्निः च समधातुमलक्रियः ।
प्रसन्न आत्म- इन्द्रिय मनाः
स्वस्थ इति अभिधीयते ।।
અને આજના યુગમાં આવા સ્વસ્થ મળવા મુશ્કેલ છે.

DrBhavesh Modh