આજથી દસ બાર વર્ષ પહેલા અમારા ગામમાંથી ચાર પાંચ જણા ચોટીલા પગપાળા જાત્રાએ ગયા. તેમાં બે ત્રણ યુવાનો અને બે ત્રણ ભાભલીયા.
ભાભળીયા તો ખાલી કહેવાના ? ગમે તેવા ના કાન કાપી જાય તેવા ચાલાક અને કોઠા સુજ વાળા અને ચાલાકી તો એવી કે ભલભલાને ભૂ પીવડાવી દે…
બે ત્રણ દિવસ પગપાળા ચાલીને તેઓ ચોટીલા પહોંચ્યા વહેલા ત્રણ ચાર વાગ્યે પહોંચ્યા એટલે ત્યાંની ધર્મશાળામાં ન્હાવા ધોવા ગયા નક્કી એવું કર્યું કે વહેલા નાહી ધોઈને આરતી સમયે મંદિરમાં પહોંચી જવું. પછી નિરાંતે પાછા વળી ચા નાસ્તો કરવો .હવે ત્યાંના બાથરૂમની હાલત એવી કે એકબીજા બાથરૂમની વચ્ચે બે ત્રણ વ્હેતતનો ગેપ કોઈને રૂમાલ અથવા સાબુ લેવો હોય તો સહેલાઈથી લઈ શકે. ટૂંકમાં કોઈ ફેસીલીટી વાળો બાથરૂમ નહીં પણ એક લાઈનમાં ચાર પાંચ રૂમ બનાવી નાખેલ અને ઉપર પતરા ફીટ કરી બાથરૂમ બનાવી નાખ્યા.લાઈટ કે નળ ની કોઈ સુવિધા નહીં ટાકા માંથી ડોલ ભરી નાહી લેવાનું.
હવે એમાં એક ગામ આખાના ફુવા…પણ ફુવા ભારે ..રમતિયાળ સ્વભાવ ના .
બાથરૂમમાં નાહવાનો વારો આવ્યો એટલે એક ફુવા અને તેની સાથે એક ભાય બંને નાહવા ગયાં…
એ ફુવા મારે સાબુ ઘરે ભુલાય ગયો છે…તમે લાવ્યા હોય તો આપો ને..? પેલા ભાયે કીધું.
એ લાંબો હાથ કર…અને લે આ સાબુ નું છપતર્યું…
પેલા ભાય તો સાબુ લય મંડ્યા શરીરે અને માથે ઘસવા ..થોડી વાર પછી કહે …હે…ફુવા…આ સાબુ થી ..નથી તો ફીણ વળતા કે નથી માથું સારું થતું…અને આ ઘી જેવી વાશ્ય કેમ આવે છે.? અને વાળ પણ ચીકણા થતા જાય છે ?
હે….. આ લે લે ….. આ સાબુ તો મારા આ ગજવામાં રહી ગયો…..એતો તારી ફઇ એ..સુખડી આપી હતી એનું બટકું ગજવામાં રહી ગયું હશે ..એટલે સાબુ ..ડીલે… ચોટ તો નહીં હોય…..
..હું ફુવા તમારા ધધાં જ આવા જ હોઈ😊😊😊😊
ડાભી જીતેશ