પાવાગઢમાં પત્તાઇ રાજાનું પતન કેવી રીતે થયું ?
ગુજરાતના સૌથી ઉંચા ગઢ ઉપર બિરાજમાન લાખો ગુજરાતીઓની કુળદેવી કહેવાતા આધ્ય શક્તિ શ્રી મહાકાળી માતાજીનું સ્થાનક એ ૫૧ શક્તિપીઠો માં ની એક શક્તિપીઠ છે.
આજથી ૫૦૦ વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે પાવા- ગઢ પર ચૌહાણ રાજપૂત રાજા જયસિંહ પત્તાઇનું રાજ ચાલતું હતું. રાજા જયસિંહ માઁ મહાકાળીના બહું જ મોટાં ભક્ત હતાં. પત્તાઈ જયસિંહ રાવળ એ ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સીધા વંશજ હતા. ક્રુર અલ્લાઉદ્દીન ખીલજી સામે વીરતા પૂર્ણ સંઘર્ષ કરનાર રણઠંભોરના શહીદ વીર હમીરજી ચૌહાણ પણ એમના પૂર્વજ હતાં.
પાવાગઢના કિલ્લાને જીતવા માટે અમદાવાદનો બાદશાહ મહંમદ બેગડો ખૂબ જ પ્રયત્ન કરતો હતો. પરંતુ તેને હાર દેખવી પડતી. આખરે બેગડાએ પોતાના લોકોને મોકલી ને ચાંપાનેરની પ્રજામાં એવો ભ્રમ ઉભો કર્યો કે “ચાંપાનેરના રાજાએ મહાકાળીનો હાથ પકડીને માતાજીનું અપમાન કર્યું છે. તેથી માતાજીએ તેને શ્રાપ આપ્યો છે કે તારો પાવો પતન પામશે. માતાજી એ બેગડાને સ્વપ્રમાં આવી પાવાગઢ જીતવા બોલાવ્યો છે.”
આમ પ્રજામાં વિદ્રોહનું વાતાવરણ બન્યું. આખરે એક મંત્રીએ બધા જ ગુપ્તમાર્ગો બેગડાને જણાવી દીધા. જેથી બેગડો સફળ થયો, અને તેણે પાવાગઢ પર વિજય મેળવ્યો. જીત સાથે જ તેણે માઁ મહાકાળીના મંદિરનું શિખર તોડી મસ્જિદ બનાવી. બાદમાં કેટલાય લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કર્યાં.
આમ, બાદમાં પ્રજાને પોતાની ભુલ સમજાઇ. ત્યાર બાદ પત્તાઈ રાજા પર ખોટા અર્થનો ગરબો બન્યો “પતઇ રાજા ગરબડીયા કોરાવો”
અફવાઓ અને 100% જૂઠ ફેલાવીને પોતાના રક્ષક અને માતાજી ના પરમ ભક્ત મહાન શૂરવીર પતાઈ રાવળ નું પતન માત્ર અને માત્ર દગા, ફટકા અને પોતાની જ પ્રજાની મૂર્ખતાથી થયું હતું. પતાઇ રાવળ જયસિંહ ના પતન પછી હજારો નિર્દોષ લોકો,જેઓને ઇસ્લામ ધર્મ માં કન્વર્ટ નહોતું થવું તેઓની કતલ કરી હતી.. અને બીજા હજારો ને વટલાવ્યા હતા.
આવા પરમ ભક્ત, પ્રજા રક્ષક, ધર્મ રક્ષક ને બદનામ આપણે જ કરીયે છીએ! જે પ્રજા પોતાના જ વીર પુરુષો ને બદનામ કરે તેની રક્ષા પછી કોણ કરી શકે? આવી મૂર્ખતા થી આપણો ઈતિહાસ ભરેલો પડ્યો છે.
આવો જ ઈતિહાસ કર્ણાવતીનો છે. બે બે વાર સોમનાથ ઊપર હૂમલો કરનાર અહમદશાહ નું નામ આજે પણ માથા ઊપર લઇને મર્ખાઓ નાચે છે! વિ સં. 1130 માં લૂંટારાઓ નો ત્રાસ મિટાવીને સાબરમતીની કોતરો પુરાવીને કર્ણાવતીની સ્થાપના કર્ણદેવ સોલંકીએ કરી હતી. અને વિશાળ કિલ્લા નું નિર્માણ કર્યું હતું. તેમજ કર્ણ મુક્તેશ્વર મહાદેવ અને જયંતિ દેવી,કોચરબ માતાજી નું મંદીર બનાવેલું જે આજે પણ અડીખમ છે, છતાં શા માટે ગુજરાતની પ્રજાનું કલંક એવું અમદાવાદ નામ ચાલુ રાખવામાં આવે છે એ જ સમજાતું નથી!
*🙏🏻🙏🏻Jay Bhavani 🔥🚩🚩*
