તમારા બાળકને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દાખલ કરતા પહેલાં..જાણો આ સેન્ટ ઝેવિયર્સ..છે કોણ..?? આ લેખ એક વાર જરૂર વાંચજો.
સેન્ટ ઝેવિયર્સના આ લોહિયાળ ઇતિહાસને ખૂબ ઓછા લોકો જાણે છે
ઇતિહાસની એક અજાણી પણ હૃદયદ્રાવક ઘટના છે. પાંચસો વર્ષ પહેલાં ગોવા ઉપર કુમુદ રાજાનું શાસન ચાલતું. રાજા કુમુદને બળજબરીથી હટાવી પોર્ટુગીઝોએ ગોવા કબજે કર્યું. પોર્ટુગલ સેનાની સાથે કેથલિક પાદરીઓ પણ ધર્માંતરણ કરવા માટે મોટી સંખ્યામાં ઊતરી પડ્યા. દરેક ગામમાં લોકોને ધાકધામકી અને બળજબરીથી ખ્રિસ્તી બનાવતા પાદરીઓ ગોવાના પૂરા પ્રદેશમાં ફરી વળ્યા, જે લોકો વટલાવા તૈયાર ન થતા તેઓને ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવતા. જૈનધર્મી રાજા કુમુદ અને ગોવાના તમામ બાવીસ હજાર જૈનોને પણ ધર્મપરિવર્તન કરવા માટે પાદરીઓએ ચીમકી આપી દીધી કે છ મહિનામાં જૈન ધર્મ છોડી ખ્રિસ્તીધર્મ સ્વીકારવા અથવા મરવા માટે તૈયાર થઈ જાવ. રાજા કુમુદ અને બધા જૈનો મરવા તૈયાર હતા, પરંતુ ધર્મપરિવર્તન કરવા હરિંગજ તૈયાર ન હતા. છ મહિના દરમિયાન પાદરી ઝેવિયરે જૈનોનો ધર્મપલટો કરવા સામ-દામ, દંડ-ભેદ બધા પ્રયત્નો કરી જોયા. ત્યારે એક પણ જૈન ખ્રિસ્તી થવા તૈયાર ન થયો ત્યારે ક્રૂર ઝેવિયરે પોર્ટુગિઝ લશ્કરને તમામની કતલ કરવા માટે સૂચન કર્યું. એક મોટા મેદાનમાં રાજા કુમુદ અને બધા જૈનધર્મી શ્રાવક-શ્રાવિકાઓને, બાળક- બાલિકાઓને બાંધીને ખડા કરવામાં આવ્યાં. એક પછી એકની નિર્દય રીતે કતલ કરવાનું ચાલુ થયું. પાદરી ઝેવિયર હસતા મોઢે આ સંહારલીલા જોઈ રહ્યો છે. ખ્રિસ્તી થવા તૈયાર ન થનારના આવા હાલ થશે એ સંદેશ જગતને આપવાની એની ઇચ્છા હતી. વટાળપ્રવૃત્તિને વેગ આપવા માટે આવી ક્રૂર હિંસાની હોળી એણે સળગાવી હતી. કેથલિક ખ્રિસ્તી ધર્મના વડા પોપ પોલે પાદરી ઝેવિયરની વટાળપ્રવૃત્તિનાં વખાણ કર્યાં અને એ માટે એણે વહેવડાવેલી લોહીની નદીઓના સમાચાર મળતાં પોપના હરખનો પાર ના રહ્યો. ઝેવિયરને વિવિધ ઇલ્કાબો આપી મોટું સન્માન કર્યું. ઝેવિયરને સેન્ટ ઝેવિયર તરીકે ઘોષિત કર્યો અને ભારતમાં શરૂ કરવામાં આવતી અંગ્રેજી સ્કૂલ અને કૉલેજોની શ્રેણી સાથે સેન્ટ ઝેવિયરનું નામે જોડવામાં આવ્યું. આજે ભારતનું સૌથી મોટું
સ્કૂલોનું નેટવર્ક સેન્ટ ઝેવિયર્સનું છે.
હજારો જૈનોના અને હિન્દુઓના લોહીથી ખરડાયેલા એક ક્રૂર પાદરીના નામે ચાલતી સ્કૂલોમાં આજે લોકો હોંશે હોંશે મોટાં ડોનેશનો આપી બાળકોને ભણવા મોકલી રહ્યા છે. કેવી કરુણતા છે ! અને ઝેવિયરની વટાળપ્રવૃત્તિને પૂરું સમર્થન આપનાર પોર્ટુગિઝોને પોષે આખા એશિયા ખંડના વટાળપ્રવૃત્તિના બધા હકો આપી દીધા. ધર્મપરિવર્તન પ્રાણના ભોગે પણ નહીં કરનારા ગોવાના રાજા કુમુદ અને બાવીસ હજાર ધર્મનિષ્ઠ જૈનોનો આ ઇતિહાસ જાણ્યા પછી આપણે ઘણો બોધ-પાઠ લેવા જેવો છે. આજની રહેણીકરણીમાં પશ્ચિમીકરણ ખ્રિસ્તી-કરણનો પ્રભાવ વધી રહ્યો છે. ભારતીય તિથિ-મહિના ભુલાતા જાય છે. અંગ્રેજી તારીખ ઉપર જ વ્યવહાર વધ્યો છે. ભારતીય પોશાક છૂટતો જાય છે. પશ્ચિમીકરણ વધતું જાય છે. પશ્ચિમીકરણની ઊધઈ આપણને અંદરથી ખોખલા કરી રહી છે. ધર્મ અને સંસ્કૃતિરક્ષા માટેની ફનાગીરી કેળવીએ.
– પૂ. આ. ભ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.


