Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*બોધકથા..અહંકારની નિશાની*

જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.આ શરીર હું છું-આવી જાતનું શરીર સાથે તાદાત્મય માનવું એ અહંકાર છે.ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી કારણ કે ભક્તિમાં નમ્ર ભાવની મહત્તા હોય છે.અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ આ૫ણને પોતાનાથી અધિક બીજાઓનો આદર સત્કાર કરવાનું શિખવે છે.

અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.અમારા હ્રદયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ.

તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ચિતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી..જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.

દાન,પુણ્ય,ઉદારતા વગેરે..ધર્મ-કર્મના માર્ગ માટે બનાવવામાં આવેલા કેટલાક એવા સિદ્ધાંત છે જેની આડમાં અનેક લોકોને ઠગવામાં પણ આવી રહ્યા છે.તેનો સાચો અર્થ ન જાણી શકવાના કારણે કેટલાક લોકો કારણ વિના અહંકારી બની જાય છે તેથી લોકોને તેનો સાચો અર્થ સમજાવવાની જરૂરત છે.આ સંદર્ભમાં એક બોધકથા જોઇએ..

એક ઘણા જ ધનવાન વ્યક્તિ હતા.તેમના ઘેર આવનાર કોઇ વ્યક્તિને તે ક્યારેય નિરાશ કરતા ન હતા.તેમને તેમની આ ઉદારતા ઉપર ગર્વ હતો.તે સમજતા હતા કે તેમના સમાન બીજો કોઇ ઉદાર નથી. એકવાર તેઓ ફરતા ફરતા ખજૂરના બાગમાં પહોંચી જાય છે.તે સમયે બાગનો ચોકીદાર ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો,તે જ સમયે એક કૂતરો ત્યાં આવી જાય છે તેથી ચોકીદાર એક રોટલી કૂતરાને ખવડાવે છે.

કૂતરાએ એક રોટલી ખાધા પછી ચોકીદારની આગળ આવીને પુંછડી પટપટાવે છે એટલે ચોકીદાર બીજુ રોટલી પણ કૂતરાને આપી દે છે.ધનવાન શેઠ આ દ્રશ્ય જોઇ રહ્યા હતા તેથી ચોકીદારની પાસે જઇને કહે છે કે તમારા ટીફીનમાં તમારા માટે કેટલી રોટલી આવે છે? ત્યારે ચોકીદાર કહે છે બે રોટલી..શેઠ કહે છે કે તમોએ બે રોટલી તો કૂતરાને આપી દીધી.તેના જવાબમાં ચોકીદાર કહે છે કે આ કૂતરો પહેલાં ક્યારેય આવતો ન હતો.કૂતરો એવા સમયે આવ્યો છે કે જ્યારે મારા માટે બે રોટલી ટીફીનમાં આવી છે,મને એવું લાગ્યું કે આ બે રોટલી મારા માટે નહી પરંતુ આ કૂતરાના માટે જ આવી છે એટલે તેની વસ્તુ મેં તેને આપી દીધી છે.આ વાત સાંભળીને ધનવાન શેઠનું માથું શરમથી ઝુકી જાય છે,તેમનું અભિમાન તત્કાળ દૂર થાય છે.

વાસ્તવમાં ક્યારેક અમે પોતાને જ કેન્દ્ર માનવા લાગીએ છીએ અને અહીંથી અહંકારનો જન્મ થાય છે.જ્યાં સુધી અમે પોતાના કેન્દ્રથી બહાર જોતા નથી ત્યાંસુધી અમોને ખબર પડતી નથી કે અમે ક્યાં છીએ..!

માનવનું શરીર જ પ્રભુ દ્વારા માનવને આ૫વામાં આવેલ સર્વશ્રેષ્ઠ ઉ૫હાર છે એટલે આ દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો પ્રયોગ કરવો જોઇએ,એટલે કે દેહમાં ૫ણ આત્મભાવ ના કરવો.મનથી અહંકાર અને અહંકારથી અનેક પ્રકારનાં દુઃખ પેદા થાય છે કારણ કે મન જેને મારૂં મારૂં કહે છે તે ક્યારેય પોતાનું થતું નથી અને જે પોતાનું છે તેની ખબર નથી.ચલ અચલ સં૫ત્તિ અને ૫રીવાર જે દેખાય છે તે સાકાર વસ્તુઓ છાયાની જેમ અસત્ય અને જૂઠી (અસ્તિત્વહીન) છે.પ્રભુની આપેલ આ વસ્તુઓનો પ્રભુની આજ્ઞાથી..પ્રભુના માટે સમર્પિતભાવથી ભોગ કરવાથી અહંકારનો રોગ દૂર થઇ આનંદનો અનુભવ થાય છે.આ તન મન ધન તથા તેનાથી પેદા થયેલા સબંધો જેના છે નિર્વિવાદરૂ૫થી પ્રભુના સમજવા.

વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)