Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ભાઇ પોતાની સાથે બે-ત્રણ નાના બાળકોને લઇને ટ્રેનમાં ચડ્યા. એક ડબ્બામાં થોડી જગ્યા જોઇ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઇક વિચારતા વિચારતા એ ભાઇ બેસી ગયા. ટ્રેઇન ચાલુ થઇ અને સાથે સાથે પેલા બાળકોના તોફાન પણ ચાલું થયા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તોફાન વધતા ગયા.

પેલા ભાઇ તોફાન કરી રહેલા બાળકોને કંઇ જ કહેતા નહોતા આથી બાળકો વધુ ધમાચકડી મચાવતા હતા. થોડીવાર પછી તો એ બીજા મુસાફરોના સામનમાં હાથ નાખીને ફંફોસવા મંડ્યા અને આખો ડબો માથે લીધો. ડબાના અન્ય મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ હતું એટલે બધાએ બેલા શૂન્ય મનસ્ક થઇને બેઠેલા ભાઇને ઢંઢોળીને કહ્યુ કે ભાઇ આ તમારા બાળકો કેવા તોફાન કરે છે તમે એને અટકાવતા કેમ નથી ?

બાળકો સહેજ દુર ગયા એટલે પેલા ભાઇએ મુસાફરોને ધીમેથી કહ્યુ કે એ બાળકોના તોફાન બદલ હું આપની માફી માંગું છુ અને હું એમને એટલા માટે નથી અટકાવતો કારણ કે આ તોફાન અને સુખ એના જીવનમાં બહું ટુંકા ગાળાનું છે આ બાળકોની “માં” મૃત્યું પામી છે અને હું એમને સાથે લઇને ડેડબોડી લેવા જાઉં છું હવે તમે જ કહો આ બાળકોને હું કેવી રીતે ચુપ કરાવું ?

તમામ મુસાફરોની આંખ ભીની થઇ ગઇ. જે બાળકોને એ નફરત કરતા હતા એ જ બાળકોને બીજી જ ક્ષણે વ્હાલ કરતા થઇ ગયા. કોઇએ ચોકલેટ આપી,કોઇએ બિસ્કીટ આપ્યા તો વળી કોઇએ બહારથી આઇસ્ક્રિમ પણ લઇ આપ્યો. કોઇએ બાળકોને પોતાના ખોળામાં બેસાડ્યા , કોઇએ માથા પર હાથ ફેરવ્યો તો કોઇ એ કપાળમાં ચુમી આપી. સત્યતા જાણ્યા પછી તમામ મુસાફરોનો ગુસ્સો ન જાણે ક્યા જતો રહ્યો !!!!!!

મિત્રો , જીંદગી માત્ર એ નથી જે આપણે જોઇએ છીએ એ પણ છે જે જોઇ શકવા માટે આપણે સક્ષમ નથી. અને જ્યારે કોઇની મદદ કે માર્ગદર્શનથી નથી જોઇ શકતા એ સમજતા થઇશું ત્યારે આપણી નફરત પ્રેમમાં પલટાલા બીલકુલ વાર નહી લાગે

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s