Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક દુકાનની બહાર પાટિયું લગાડેલું હતું. ‘ અહિયાં ગલૂડીયા વેચતા મળશે .’

એક બાળકે દુકાનમાં પ્રવેશી પૂછ્યું,’ આ ગલૂડીયાની કિંમત શું હોય ?’

‘ 30 થી 50 ડોલર ‘.

બાળકે ખિસ્સામાં હાથ નાખી કહ્યું, ‘ ઓહ, મારી પાસે તો અઢી ડોલર જ છે, પણ મને ગલૂડીયા બતાવશો ?’

દુકાનદારે સ્મિત વેર્યું. ગલૂડીયાની સંભાળ રાખનાર મહિલા સાથે એને અંદર મોકલ્યો. છોકરો તો પાંચ, સાત નાના ઢગલા જેવા ગલૂડિયાને દોડાદોડી કરતા જોઈ નાચી ઉઠ્યો, પણ તેમનું એક ગલૂડિયું લંગડાતું હતું. છોકરાએ પૂછ્યું ‘ આને શું થયું છે ?’

દુકાનદારે સમજાવ્યું કે આને અમે તેને પ્રાણીઓના ડોક્ટર પાસે લઇ ગયા હતા. તેને તપાસીને કહ્યું કે તેના થાપના હાડકા બરાબર નથી . તે હમેશા આમ જ લંગડાશે . છોકરો કહે, બસ મારે આજ ગલૂડિયું ખરીદવું છે. દુકાનદારે કહ્યું ‘ તું એની દયા ખાઈ રહ્યો છે, પણ જો તારે સાચે જ એ લેવું હોય તો હું તને મફત આપી દઈશ. ’ મફત શા માટે ?’

હું એની પૂરી કિંમત આપીશ. આ અઢી ડોલર અત્યારે અને દર અઠવાડિયે પચાસ – પચાસ સેન્ટ, પૂરી કિંમત ચૂકવ્યા પછી તેને લઇ જઈશ ..

દુકાનદાર કહેવા લાગ્યો ,’ પણ તું આવું લંગડું ગલૂડિયું શા માટે લે છે ? તે કદી બીજા ગલૂડીયા ની જેમ રમી, દોડી કે નાચી કૂદી નહી શકે..’

છોકરાએ દુકાનદારની આંખોમાં પરોવી અને પોતાના પેન્ટને ઊંચું ચડાવ્યું . તેનો ડાબો પગ નબળો અને વાંકો હતો અને તેના પર લોઢાના સળિયા વાળો લાંબો બૂટ તેને પહેર્યો હતો. તેને ધીરેથી કહ્યું , ‘ હું પણ રમી, દોડી કે કૂદી નથી શકતો.અમે બન્ને એકબીજાને સમજી શકીશું, અમને એકબીજાની જરૂર છે.

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s