એક કંપનીમાં મેનેજર છુટો થઇ રહ્યો હતો. તેની જગ્યાએ નવા આવેલા મેનેજરે છુટા થઇ રહેલા મેનેજર સાથે અઠવાડિયુ વિતાવ્યુ. છુટા થવાના છેલ્લા દિવસે વિદાય લઇ રહેલા મેનેજરે કહ્યુ
”મે ત્રણ કવર નંબર પ્રમાણે ડ્રોવરમાં રાખ્યા છે. જ્યારે કોઇ ગંભીર સમસ્યા કંપનીમાં ઉભી થાય અને કોઇ સમાધાન ન મળે ત્યારે એક પછી એક ખોલી ને જોઇ લેજો.”
ત્રણ મહિના પછી કંપનીમાં ભારે હંગામો થયો. બધુ જ ખરાબ ચાલી રહ્યુ હતુ. સ્ટાફના કર્મચારીઓ આરોપ લગાવી રહ્યા હતા અને મેનેજરને પરેશાન કરી મુક્યો. તને ભુતપુર્વ મેનેજરના શબ્દો યાદ આવ્યા અને તેણે પહેલુ કવર ખોલ્યુ. તેમાં લખેલું હતું
”તમારા પહેલાના મેનેજરના માથે દોષ મુકી દો.” તે એ રીતે કરે છે અને બધુ સમાપ્ત થઇ જાય છે.
અડધા વર્ષ પછી કંપનીના નફામાં ભારે ખોટ આવે છે અને પ્રોડક્ટમાં પણ ખામીઓ મળે છે. મેનેજર ફરી બીજુ કવર ખોલેજ જેમાં લખેલું હોય છે ”રિઓર્ગેનાઇઝ”. તે ટીમ ને સંગઠિત કરે છે અને કંપનીનો નફો પાછો વધી જાય છે.
ત્રણ મહિના પછી વધુ એક ગંભીર સમસ્યા નડે છે ત્યારે તે ત્રીજુ કવર ખોલે છે. તેમાં લખેલું હોય છે,
”ત્રણ કવર તૈયાર કરી નાખો..”