Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રીપેરીંગ કરાવવા આવ્યા હતા વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે છે,મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો,
બાજુમાં ઉભેલા એક ભાઈએ કહ્યું(ધીમા અવાજે)આ માજીને એકનો એક છોકરો છે ૪૦ વિધા જમીન છે.માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે..સરકારી નોકરી હતી પેંશન આવે છે..પણ દિકરો અને વહુ મૂંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે .. મોટા બંગલા માં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર કરતા હશે..આધૂનીક વહુ ને આ નથી ગમતુ કે એમનો હસબંડ(માજીનો દિકરો)દિવસ માં દસ વાર એની મંમી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને એ બ્લોક કરેલો છે

મેં એક મોટો નીસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રીપેર કરી આપું….
માજી માટે ચા મંગાવી હુ મોબાઈલરીપેરીંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો માજી ના દિકરા ને મારા મોબાઈલ માંથી ફોન કર્યો ..

મારૂ નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફીસ પર આવ્યા છે ૧ લાખ નો વિઘો જમીન કહે છે તમને મંજૂર છે ને??
મૂંબઈગરો ઉછાળ્યો અરે ૧૦ લાખની વિઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાઈ ચાર કરોડ ની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે
મે હંસીને કહ્યું મે પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે,
એ કહે રહો હું બા ને ફોન કરૂ

મે માજીના મોબાઈલમાં બંનને ના નંબર બ્લોક કર્યા હતા.
હું ચેમ્બરમાં થી બહાર આવ્યો.માજીને કહ્યું બા આ મોબાઈલ ૨૪કલાકમાં ચાલુ થઈ જશે.ત્યાં સુધી SwitchOffરાખવો પડશે..
માજી થોડા નીરાશ થયા મે કહ્યું “બા”હું તમારા ગામ બાજુ જાવ છું તમને ઘર સુધી ઉતારતો જાવ,સામે જોઈ માજી કહ્યું તમારા જેવો ભગવાન ય નહી
માજીને ઘરે ઉતારી દિધા.
હું ત્રીજા દિવસે માજી ના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશી એ કહ્યું કે બે દિવસ પહેલા દિકરો અને વહુ આવ્યા હતા માજી ને મુંબઈ લઈ ગયા અને વાડી ગામ ના કણબી પટેલને ૩૩% ભાગે વાવેતર કરવા આપી દિધી

મીશન માજી મોબાઈલ સફળ થયું ..મારી પાસે ફોનનંબર હતો મે ફોન કર્યો માજીને મે કહ્યું બા મોબાઈલ ની દુકાને તમે આવ્યા હતા તે મોબાઈલ વાળો બોલું છુ મોબાઈલ ચાલુ થઈ ગયો??

માજીએ કહ્યું હવે મોબાઈલ ની શું જરૂર દિકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું

એઈ બેય સામાને સામા જ હોય છે.

મે કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો….

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s