એક ગરીબ સ્ત્રી એક સંત પાસે ગઈ અને કહ્યું મહાત્મા મને એવો મંત્ર આપો જેનાથી મારા દીકરા રાત્રે ભૂખથી રડતા હોય તો તેનો રડવાનો અવાજ બંઘ થઈ જાય …!
સંત એકધારા આકાશમાં જોવા લાગ્યા પછી તેની ઝુંપડીમાં ગયા એક પીળા કપડાં ઉપર મંત્ર લખીને આપ્યો અને કહ્યું કે આ કપડાંને એવી જગ્યાએ રાખજે જ્યાં પરસેવાની કમાણી રાખતી હોય અને તે સ્ત્રી ખુશ થઈને મંત્ર લઈને પોતાને ઘરે જતી રહી…!
ઈશ્વર કૃપાથી તેના પતિની કમાણી દિવસે દિવસે વધવા લાગી બાળકોને ખાવાનું મળવા લાગ્યું એટલે રાત પણ શાંતિથી પસાર થવા લાગી…!
એક દિવસ પૈસાથી ભરેલી થેલી ઘરના આંગણામાં મળી થેલીમાં પૈસાની સાથે એક ચિઠી પણ હતી તેમાં લખ્યું હતું કે કોઈ સારો ધંધો કરી લે…!
આ વાતનો અમલ કરીને તે સ્ત્રીના પતિએ એક દુકાન ખોલી દીધી. ધીરે ધીરે ધંધો સારો ચાલવા લાગ્યો એક દુકાનમાંથી ઘણી દુકાન થઈ અને ઘરમાં જાણે પૈસા નો વરસાદ થતો હોય તેમ આવક આવવા લાગી પતિની કમાણીના પૈસા એક દિવસ તિજોરીમાં રાખવા જતી વખતે તે સ્ત્રીની નજર સંતે આપેલા પીળા કપડાં પર પડી તેને થયું કે અમારી ગરીબી તો હવે દૂર થઈ ગઈ છે લાવને જોઉં સંતે તેમાં શું લખ્યું છે..!
તેણે કપડું ખોલ્યું, તેમાં લખ્યું હતું…..
જ્યારે પૈસાની તકલીફ પુરી થઈ જાય ત્યારે પૈસા તિજોરીમાં રાખવાની જગ્યાએ થોડા પૈસા એવા ઘરમાં આપજે જયાંથી રાતમાં ભૂખથી બાળકોનાં રડવાના અવાજ આવતા હોય ..!!