✌🏻✌🏻ક્યો પતિ ખરીદું✌🏻✌🏻
” એક શહેર માં આવેલ શોપીંગ સેન્ટર” માં એક બહુ મજાની દુકાન ખુલી જેનાં પર લખ્યું હતું
“અહીં આપ પતિઓ ખરીદી શકો છો”
સ્ત્રીઓનો એક જમાવડો “આ શોપીંગ સેન્ટર”માં જમા થવાં લાગ્યો. બધીજ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈ
દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું
“પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ”
આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી
ફક્ત એક વાર જ દાખલ થઈ શકે છે
દુકાનમાં ૬ (છ) માળ છે અને
પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિષે લખ્યું છે
ખરીદાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે
પરંતુ એક વાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહી
સિવાય કે બહાર જવાં માટે
એક ખુબસુરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો
“પહેલા” માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે અને નેક છે
યુવતી આગળ વધી….
“બીજા” માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે નેક છે અને બાળકોને પસંદ કરે છે
યુવતી ફરી આગળ વધી
“ત્રીજા” માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે અને ખુબસુરત પણ છે
આ વાંચીને યુવતી થોડી વાર માટે રોકાઈ ગઈ, પરંતુ એ વિચાર કરીને કે ચલો ઉપરના માળ પર જઈને જોઇએ, આગળ વધી
“ચોથા” માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે, ખુબસુરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે
એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યાં અને વિચાર કરવા લાગી
શું આવા મર્દ પણ આ દુનિયામાં
હોઈ શકે
ચાલો……
અહીંથી જ પતિ ખરીદી લઉં છું પરંતુ મન ન માન્યું
એક ઓર માળ ઉપર ચાલી ગઈ
“પાંચ”મા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે,ખુબસુરત છે ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીને અતિ પ્રેમ કરે છે
હવે આની અક્કલ જવાબ દેવા લાગી, તે વિચાર કરવા લાગી, આનાથી બેહતર મર્દ બીજો ક્યો હોઈ શકે ભલા….
પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું
અને આખરી માળ તરફ આગળ વધવા લાગ્યા
“આખરી” માળના દરવાજા પર લખ્યું હતું આપ આ માળ પર આવવા વાળી “૩૫૬૩૮” મી સ્ત્રી છો,
આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં,
આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો જેથી એ વાતની સાબિતી દઈ શકાય કે ઇન્સાનને પૂર્ણત સંતુષ્ટ કરવો નામુમકિન છે
અમારા સ્ટોર ની મુલાકાત બદલ આભાર
પગથિયાં બહારની તરફ જાય છે
પુન: પધારવાની કોઇ આવશ્યકતા નથી
સારાંશ……….
*હાલમા અનેક કન્યાઓ… અને વર પક્ષના પિતાઓ… આ બધું જ કરી રહ્યાં છે…, હજુ સારું…! હજુ ઓર સારું…!!_
અને…..
સારું અતિ સારા ના ચક્કરમાં… લગ્નની સાચી ઉમર… ખતમ થઈ રહી છે…! ને…* હાથમાં મુકવાની મહેંદી… વાળમાં મુકવી પડે છે….!!!
“સમજાય તેને વંદન,અને ન સમજાય તેને હદય પૂર્વક અભિનંદન, જાગ્યા ત્યાંથી સવાર”
નિલેશ દવે