આપણે થોડા પ્રયત્નો કરીએ તો યાદશક્તિ વધારવી અશકય નથી
બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે
રીટાબહેનના ખરતાવાળ અને સાથેના નાના મોટા પ્રોબ્લેમ્સની સારવાર ચાલતી હતી. સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતાં રીટાબેન અને એમના પતિની મહેચ્છા હતી કે એમની દીકરી મેઘના ભણીને ખૂબ આગળ વધે અને પગભર થાય. સાથોસાથ કુટુંબનું નામ રોશન કરે. ખાસ તો મેઘના ડોકટર બને એવી ઇચ્છા રાખતાં, કારણ કે મેઘના ભણવામાં હોશિયાર હતી.
એક દિવસ અચાનક રીટાબેન મને પૂછે કે બહેન યાદશક્તિ વધારી શકાય?. મે પૂછ્યું કેમ? શું થયું! તો કહે મેઘના દસમામાં ખૂબ સારા ટકા લાવી. ૧૧મા ધોરણની આ છેલ્લી પરીક્ષામાં માર્કસ ઓછા આવ્યા છે. હવે મેઘના, હું બધું ભૂલી જઉં છું’ એમ બોલવા માંડી છે. અમને ચિંતા થાય છે અને શું કરવું એ સમજાતું નથી. મેઘનાને બોલાવી એની સાથે વાત કરી. ખોરાક વાંચન, ઊંઘ વગેરે વિષે જરૂરી માર્ગદર્શન આપી સાથે એક દવા ચાલુ કરી.
મગજ અને મનની શક્તિઓ અપાર છે. તેને વધારવાની હોય છે.
યાદશક્તિ:
મગજ અને મનની તાકાતથી યાદશક્તિ વધારી શકાય છે. આપણે જે કંઇ સાંભળીએ કે જોઇએ છીએ તે બધું જ કેમિકલ અને ફિઝિકલ સ્ટીમ્યુલેશનની પ્રકિયાથી આપણી ઇન્દ્દિયો સુધી પહોંચે છે. ટેકનિકલ ભાષામાં એને encoding કહેવાય છે એન્કોડ થયેલી અને ઇન્દ્ધિય સુધી પહોંચેલી માહિતીનો સંગ્રહ પણ થાય છે.
મેમરીઃ
યાદશક્તિ ક્યાં સચવાય? માનસશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ મુજબના તારણો આ મુજબ છે:
શોર્ટ ટર્મ મેમરી:
- મસ્તિષ્ક (Brain) ના ફ્રન્ટલ લોબ અને પેરીએન્ટલ લોબ સાથે શોર્ટ ટર્મ મેમરી સંકળાયેલી છે.
- શોર્ટ ટર્મ મેમરીમાં સચવાયેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. જેમ કે કબાટમાં મૂકેલી ચીજો, મોબાઇલના દસ ડીજિટના આંકડા-નંબર, નામ વગેરે..
લોન્ગ ટર્મ મેમરી:
- લોન્ગ ટર્મ મેમરીમાં સમગ્ર મસ્તિષ્કનાં ચેતાતંતુઓ સાથે સંકળાયેલી હોય છે. ટેમ્પોરલ લોબના amygdala હિસ્સામાં લાગણીઓ, ભાવનાઓની મેમરી સચવાય છે, રોજબરોજના અનુભવો અને ભણવા જેવી વસ્તુઓ explicit હિસ્સામાં સચવાય છે.
- લોન્ગ ટર્મ મેમરીમાં સચવોયલી વસ્તુઓ ગમે ત્યારે યાદ આવી જાય છે, જેમ કે સુખદ કે દુ:ખદ અનુભવો, ડ્રાઇવિંગ અભ્યાસ વગેરે.
યાદ રાખવાની કેટલીક TIPS :
- તમારું મન સતત બોલ્યા કરે છે, તમે તેની દરેક વાત સાંભળો છો ખરા?
- તમારા મનમાં સતત એક વાતનું ફીડિંગ (રટણ) કર્યા કરો કે તમારી યાદશક્તિ સારી અને સતેજ છે. તમને બધું જ યાદ રહી જાય છે. આ રીતે તમે તમારી યાદ રાખવાની ક્ષમતા કેળવી શકો છો.
- આંકડાઓ યાદ ના રહેતા હોય તો કોઇ ઘટનાને સાંકળીને યાદ રાખી શકો છો.
પુસ્તકમાં લખેલી વાત યાદ રાખવા માટે તે પાના પરના ચિત્રને યાદ રાખી તેની સાથે માહિતી સાંકળી દો.
લખતાં લહિયો થાય: અમારા શિક્ષક ચારુબેનને આજે પણ યાદ કરું છું. ખૂબ હોમવર્ક આપે. વારંવાર લખાવે અને કહે ‘લખતાં લહિયો થાય…’ એટલે કે આ રીતે વારંવાર લખવાથી જલદી યાદ રહે. આજે ને પુનરાવર્તનની થિયરી કહે છે. આજકાલ દરેક ટ્યુશન ટીચર પણ આ જ થીયરી પર ચાલી રહ્યા છે ને/
એક ની એક વાત બે-ત્રણ દિવસના સમયાંતરે યાદ કર્યા કરવાથી લોન્ગટર્મ મેમરીમાં સંગ્રહિત થાય છે.
શ્વાસોચ્છવાસનું મહત્વ : નવો વિષય શીખવાની શરૂઆત કરતી વખતે શ્વાસોચ્છવાસ ધીમા અને ઊંડા રાખવા જરૂરી છે. લાંબા અને ઊંડા શ્વાસ મસ્તિષ્કને માટે ખૂબ જ લાભદાયી છે. મગજના ઇલેક્ટ્રિક તરંગ વેવ્સમાં રૂપાંતરિત થાય છે.
શાંત મગજમાં થિટા વેવ્સ વહેવાથી અઘરા વિષયો પણ આસાનીથી યાદ રહે છે.
પૂરતી ઊંઘ: મગજ શાંત રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. પરીક્ષા સમયે કે લાંબા સમય સુધી ઊજાગરા કરવાથી યાદશક્તિ નબળી પડે છે. છેલ્લા અઠવાડિયા સુધી જે નથી જ વાંચ્યું એ યાદ નથી આવવાનું મગજ શાંત હશે તો લોન્ગ ટર્મ મેમરીમાં સંગ્રહિત વસ્તુ ઓને represent કરી શકશો.
કેળવણી- મગજને કેળવવા માટે, યાદશક્તિ સાબૂત રાખવા અવારનવાર ક્રોસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી રમતોની કવાયતો કરવી જોઇએ.
ગાયનું ઘી- ખોરાકમાં ગાયનું ઘી જ વાપરવું ગાયના ઘીમાં, ઘૃતિ અને સ્મૃતિ વધારવાના ગુણ છે
ઘી એટલે બુદ્ધિ- Intellect અને ઘૃતિ એટલે ઘીરજ- Tolerance. સ્મૃતિ એટલે યાદશક્તિ તથા જાગૃતિ- Memory & Alertness.
ઔષધો :
બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે.
મેઘના : માર્ગદર્શન અને ઔષધસેવનથી 12th std માં મેઘનાના રિઝલ્ટથી કુટુંબીજનો તથા સ્કૂલવાળા ખૂબ ખુશ હતા. સ્વાભાવિક છે, એને ઇચ્છિત મેડિકલ લાઇનમાં એડમિશન મળી ગયું.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com