Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અંતિમ બલિદાન*

20 વર્ષ પહેલા હિમાચલ પ્રદેશના એક ગામમાંથી એક પત્ર રક્ષા મંત્રાલયમાં પહોંચ્યો હતો. લેખક શાળાના શિક્ષક હતા અને તેમની વિનંતી નીચે મુજબ હતી.

તેમણે પૂછ્યું હતું કે, “શું એ શક્ય બની શકે કે મારી પત્નીને અને મને મારા પુત્રનાં મૃત્યુની પ્રથમ સ્મારક તિથિ ૭મી જુલાઈ એ તે સ્થળ જોવાની પરવાનગી આપી શકાય કે જ્યાં કારગિલ યુદ્ધમાં અમારો એકમાત્ર પરાક્રમી પુત્ર ૭ મી જુલાઈ, ૨૦૦૦ ના રોજ મૃત્યુ પામ્યો હતો?

જો તે રાષ્ટ્રીય સુરક્ષાની વિરુદ્ધ હોય અને જો તમે એ ન કરી શકો તો ઠીક છે તો તે કિસ્સામાં હું મારી અરજી પાછી ખેંચી લઈશ.”

પત્ર વાંચતા વિભાગના અધિકારીએ કહ્યું, “તેમની મુલાકાતની કિંમત શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, જો વિભાગ ઇચ્છુક નહીં હોય તો હું મારા પગારમાંથી તે ચૂકવીશ તેમજ હું પોતે એ શિક્ષક અને તેમની પત્નીને તે સ્થાન પર લઈ જઈશ જ્યાં. તેમનો એકમાત્ર છોકરો મૃત્યુ પામ્યો હતો” અને તેમણે આદેશ જારી કર્યો.

મૃત નાયકના સ્મૃતિ દિવસે, વૃદ્ધ દંપતીને યોગ્ય આદર સાથે રિજ પર લાવવામાં આવ્યા હતા. જ્યારે તેમના પુત્રનું મૃત્યુ થયું તે સ્થળે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે ફરજ પરના દરેક વ્યક્તિએ ટટ્ટાર ઊભા રહીને સલામી આપી હતી. પરંતુ એક સૈનિકે તેમને ફૂલોનો ગુચ્છો આપ્યો, નમીને તેના પગને સ્પર્શ કર્યો અને તેની આંખો લૂછી અને સલામ કરી.

શિક્ષકે કહ્યું, “તમે અધિકારી છો. તમે મારા પગને કેમ સ્પર્શો છે? “

સૈનિકે કહ્યું, “સર! અહીં એક માત્ર હું જ છું જે તમારા પુત્ર સાથે હતો અને અહીં એક માત્ર હું જ છું જેણે મેદાનમાં તમારા પુત્રની વીરતા જોઈ હતી.”

“પાકિસ્તાનીઓ તેમના એચ.એમ.જી. વડે પ્રતિ મિનિટ સેંકડો ગોળીઓ વરસાવી રહ્યા હતા. અમે પાંચ ત્રીસ ફૂટના અંતરે આગળ વધ્યા અને અમે એક ખડકની પાછળ છુપાઈ ગયા.
મેં કહ્યું, ‘સર, હું ‘ડેથ ચાર્જ’ માટે જાઉં છું. હું તેમની બુલેટ લઈને તેમના બંકર તરફ દોડી જઈશ અને ગ્રેનેડ ફેંકીશ. તે પછી તમે બધા તેમના બંકરને કબજે કરી શકો છો.“

હું તેમના બંકર તરફ ભાગવા જતો હતો પણ તમારા પુત્રએ કહ્યું, “શું તમે પાગલ છો? તમારી પત્ની અને બાળકો છે. હું હજુ અપરિણીત છું, હું જઈશ. આઈ ડુ ધ ડેથ ચાર્જ એન્ડ યુ ડુ ધ કવરિંગ.’

અને બિલકુલ ખચકાટ વગર, તેમણે મારી પાસેથી ગ્રેનેડ છીનવી લીધો અને તેઓ ડેથ ચાર્જમાં ભાગીને આગળ વધી ગયા.

પાકિસ્તાની એચએમજી તરફથી ગોળીઓ વરસાદની જેમ પડી રહી હતી. તમારા પુત્રએ તેમને ચકમો આપી, પાકિસ્તાની બંકર પર પહોંચી, ગ્રેનેડમાંથી પિન કાઢીને ગ્રેનેડ સીધો જ બંકરમાં ફેંકી દીધો, અને તેર પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા.

તેમનો હુમલો સમાપ્ત થયો અને વિસ્તાર અમારા નિયંત્રણમાં આવ્યો. મેં તમારા પુત્રનું શરીર ઉપાડ્યું, સર! તેમને બેતાલીસ ગોળીઓ વાગી હતી! મેં તેમનું માથું મારા હાથમાં ઊંચક્યું અને છેલ્લા શ્વાસ સાથે તેમણે કહ્યું હતું,
“જય હિંદ!”

૧મેં ઉપરી અધિકારીને તેની તાબૂત તમારા ગામમાં લાવવાની પરવાનગી આપવા કહ્યું પરંતુ તેમણે ના પાડી.

તેમ છતાં મને આ ફૂલો તેમના ચરણોમાં મૂકવાનો લહાવો મળ્યો નથી, સર! મને તેમને તમારા ચરણો પર મૂકવાનો વિશેષાધિકાર મળ્યો છે.

શિક્ષકની પત્ની તેના પલ્લુના ખૂણામાં હળવેથી રડી રહી હતી પરંતુ શિક્ષક રડ્યા નહીં.

શિક્ષકે કહ્યું, “મેં મારા પુત્ર માટે રજા પર આવે ત્યારે પહેરવા માટે શર્ટ ખરીદ્યું હતું પરંતુ તે ક્યારેય ઘરે આવ્યો જ નહી અને હવે તે ક્યારેય આવશે પણ નહીં. તેથી હું તેને જ્યાં તે મૃત્યુ પામ્યો ત્યાં મૂકવા માટે લાવ્યો હતો પણ હવે તું તેને પહેરીશ ને બેટા?”

કારગીલના એ હીરોનું નામ હતું
કેપ્ટન વિક્રમ બત્રા

તેમના પિતાનું નામ ગિરધારી લાલ બત્રા છે.

તેમની માતાનું નામ કમલ કાંતા છે.

માય ડિયર ફ્રેન્ડ્સ, આ આપણા અસલી હીરો છે નહીં કે નકલી બોલિવૂડ હીરો કે જૈઓ મેકઅપ પહેરીને ઝાડની આસપાસ દોડતા નજરે પડે છે.

*તો કૃપા કરીને બીજાને તેમના સર્વોચ્ચ સમર્પણની જાણ કરવા આ શેર કરો.

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s