Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જુના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચકચ કરીને, શ્રીમંત ઘરની એ સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળા ને આપવા માટે છેલ્લે જેમતેમ તૈયાર થઈ.

“ના મોટાબેન ! મને નહિ પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામાઓછી ત્રણ સાડીઓ તો આપવી જ પડશે.” એવું કહેતો વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈ પાછું કોથળામાં મૂક્યું.

“અરે ભાઈ, અરે એક જ વાર પહેરેલી સાડીઓ છે આ બેઇ. જો સાવ નવા જેવી જ છે ! આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ બે સાડી તો વધારે જ છે. આ તો હું છું, તે તને બે બે સાડીઓ આપું છું.”

“રહેવા દો, ત્રણથી ઓછી તો મને પરવડશે જ નહીં.” એ પાછું બોલ્યો.

પોતાને અનુકૂળ પડે એમ જ સોદો થવો જોઈએ એવુ એ બન્ને વિચારતા હતા અને પ્રયત્ન કરતા હતા એટલામાં ઘરના બારણામાં ઉભા ઉભા વાસણવાળા સાથે ખેંચતાણ કરતા ઘરમાલિક સ્ત્રીને જોતા જોતા સામેની ગલી માંથી આવી રહેલી એક પાગલ જેવી તરુણ મહિલાએ ઘરની સામે ઊભા રહીને ઘરમાલિક સ્ત્રીને પોતાને કંઈક ખાવાનું આપવા વિનંતી કરી.

આવા ભીખમંગા લોકો માટે ઘૃણા ધરાવતા હોવાથી એ શ્રીમંત મહિલાએ એક ક્રોધથી બળબળતી નજરે એ પાગલ મહિલા સામે જોયું. એની નજર એ પાગલ જેવી દેખાતી મહિલાના કપડાં તરફ ગઈ.
કેટલાયે થાગડ થિંગડા મારેલી એની એ ફાટેલી સાડી માંથી પોતાનું ઉભરતું તારુણ્ય ઢાકવાનો એનો એ અસફળ અને અસહાય પ્રયત્ન દેખાઈ આવતો હતો.

એ શ્રીમંત સ્ત્રીએ પોતાની નજર બીજે ફેરવી લીધી ખરી, પણ પાછી સવાર સવારમાં બારણે આવેલા યાચકને ખાલી હાથે મોકલવો યોગ્ય નથી એવું વિચારીને આગલી રાત ની વધેલી ભાખરી ઘરમાંથી લાવી એ પાગલ મહિલાના વાસણમાં નાખી દીધી અને વાસણવાળા તરફ ફરીને બોલી, “હં , તો ભાઈ શુ નક્કી કર્યું ? બે સાડીના બદલામાં તપેલું આપો છો કે મૂકી દઉ સાડી પાછી?”

આ બાબત કશું જ ન બોલતા વાસણવાળાએ એની પાસેથી મૂંગા મૂંગા એ બે જૂની સાડીઓ લઈ લીધી, પોતાના પોટકામાં નાખી દીધી અને તપેલું એને આપી દીધું અને વાસણનો ટોપલો માથા પર નાખી ઝડપથી નીકળ્યો.

વિજયમુદ્રામાં એ સ્ત્રી હસતા હસતા ઘરનું બારણુ બંધ કરવા ઉભી થઇ અને બારણું બંધ કરતા એની નજર સામે ગઈ… એ વાસણવાળો પોતાનું કપડાંનું પોટકું ખોલીને પેલી પાગલ સ્ત્રીને, એણે હમણાં જ તપેલા ના બદલામાં એને મળેલી બે સાડીઓ માંથી એક સાડી એનું શરીર ઢાંકવા માટે આપતો હતો.

હવે હાથમાં પકડેલું એ તપેલું એ શ્રીમંત સ્ત્રીને અચાનક ખૂબ જ ભારે લાગવા લાગ્યું. એ વાસણવાળાની સરખામણીમાં પોતે એકદમ પોતાને નિમ્ન લાગવા લાગી. પોતાની આર્થિક સરખામણીમાં એ વાસણવાળાની કોઈ કિંમત જ ન હોવા છતાં એ વાસણવાળાએ પોતાનો સંપૂર્ણ પરાજય કર્યો છે, એ એને સમજાઈ ગયું હતું. ભાવ માટે ખેંચાખેંચ કરનારો એ બિલકુલ કશું જ ન બોલતા, છાનોમાનો ફક્ત બે જ સાડીઓ લઈને પેલું મોટું તપેલું કેમ અચાનક આપવા તૈયાર થઈ ગયો, એનું કારણ હવે એ સારી રીતે સમજાઈ ગયું હતું. આપણી જીત થઈ જ નથી અને આ સાવ સામાન્ય વાસણવાળાએ પોતાને પરાભૂત કરી દીધી છે, એ એને સમજાઈ ચૂક્યું હતું.

કોઈકને કઈક આપવા માટે માણસની આર્થિક સધ્ધરતા મહાત્ત્વની નથી, પણ મનની અમીરાત હોવી મહત્ત્વની છે…!!

આપણી પાસે શુ છે અને કેટલું છે એનાથી કશો જ ફરક પડતો નથી !

આપણી વિચારવાની પદ્ધતિ અને દાનત શુદ્ધ હોવી જોઈએ.

લેખક :- અજ્ઞાત

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

भगवान की खोज


भगवान की खोज 💐💐

एक बार संत नामदेव अपने शिष्यों को ज्ञान – भक्ति का प्रवचन दे रहे थे। तभी श्रोताओं में बैठे किसी शिष्य ने एक प्रश्न किया, “गुरुवर, हमें बताया जाता है कि ईश्वर हर जगह मौजूद है, पर यदि ऐसा है तो वो हमें कभी दिखाई क्यों नहीं देता, हम कैसे मान लें कि वो सचमुच है, और यदि वो है तो हम उसे कैसे प्राप्त कर सकते हैं ?”

नामदेव मुस्कुराये और एक शिष्य को एक लोटा पानी और थोड़ा सा नमक लाने का आदेश दिया। शिष्य तुरंत दोनों चीजें लेकर आ गया।

वहां बैठे शिष्य सोच रहे थे कि भला इन चीजों का प्रश्न से क्या सम्बन्ध, तभी संत नामदेव ने पुनः उस शिष्य से कहा, ” पुत्र , तुम नमक को लोटे में डाल कर मिला दो।“ शिष्य ने ठीक वैसा ही किया।

संत बोले, “बताइये , क्या इस पानी में किसी को नमक दिखाई दे रहा है ?”

सबने ‘नहीं ‘ में सिर हिला दिए।

“ठीक है !, अब कोई ज़रा इसे चख कर देखे, क्या चखने पर नमक का स्वाद आ रहा है ?”, संत ने पुछा।

“जी ” , एक शिष्य पानी चखते हुए बोला।

“अच्छा , अब जरा इस पानी को कुछ देर उबालो।”, संत ने निर्देश दिया।

कुछ देर तक पानी उबलता रहा और जब सारा पानी भाप बन कर उड़ गया, तो संत ने पुनः शिष्यों को लोटे में देखने को कहा और पुछा , “क्या अब आपको इसमें कुछ दिखाई दे रहा है ?”

“जी , हमें नमक के कण दिख रहे हैं।”, एक शिष्य बोला।

संत मुस्कुराये और समझाते हुए बोले ,” जिस प्रकार तुम पानी में नमक का स्वाद तो अनुभव कर पाये पर उसे देख नहीं पाये उसी प्रकार इस जग में तुम्हे ईश्वर हर जगह दिखाई नहीं देता पर तुम उसे अनुभव कर सकते हो।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

લોભી સાસુ (લઘુકથા )
=======
આનંદ વહેલો ઉઠીને શિવમંદિરે પહોંચી ગયો. આખી રાત એને ઉંઘ નહોતી આવી.એની પત્ની દેવાંગીનીએ લગ્ન જીવનના સાતમા વર્ષે પ્રથમવાર એક વિનંતી કરી હતી.
દેવાંગીનીનો એક માત્ર ભાઈ સંજીવ અકસ્માત થતાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર લઈને આવ્યાં હતાં.ઓપરેશન ખર્ચ પાંચેક લાખ રૂપિયા થશે અને એની પચાસ ટકા રકમ ચોવીસ કલાકમાં જમા કરાવવાની હતી, એ જાણીને દેવાંગીનીએ આનંદને મદદ માટે વિનંતી કરી હતી. દેવાંગીનીનો પરિવાર સામાન્ય સ્થિતીનો હતો.આમ તો દેવાંગીની હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય એ હેતુથી તે આનંદ સાથે ઘેર આવી હતી. જો કે તેનો જીવ તો હોસ્પિટલે જ હતો.
આનંદના ઘરમાં આનંદ અને એના પિતાજી બન્ને નોકરીયાત હતા. ઉંચી આવક હતી પરંતુ બધો વ્યવહાર આનંદનાં મમ્મી રંભાબેન ચલાવતાં હતાં ને એમનો સ્વાભાવ ખુબ કડક હતો. વળી એકદમ કરકસરવાળાં સ્ત્રી હતાં. એમની પાસેથી રૂપિયા લેવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. મદદની કોઈ અપેક્ષા આનંદને નહોતી એટલે તો અત્યારે ભોળાનાથને પ્રાર્થના કરીને કહી રહ્યો હતો, ‘હે ભોળાનાથ! મારી મમ્મીના હ્રદયમાં વાસો કરો.મારી વિનંતી મારી મમ્મી આજે માની જાય ને મારા સાળાને મદદ કરે.’
મંદિરેથી ઘેર આવીને આનંદે જોયું તો દેવાંગીની રસોડામાં માયુષ ચહેરે નાસ્તો બનાવી રહી હતી અને રંભાબેન સોફામાં બેઠાં બેઠાં માળા ફેરવી રહ્યાં હતાં.
આનંદે આવીને પાણી પીધું અને જાણે મમ્મીથી ડરતો હોય એમ પાસે આવીને બેઠો.
રંભાબેને માળા ફેરવવાનું બંધ કરીને આનંદ સામે નજર કરી.એનો ઉદાસ ચહેરો જોઈને રંભાબેને સામેથી પુછ્યું, “શું વાત છે બેટા! આમ ઉદાસ કેમ છે?”
કંઈ નથી મમ્મી પરંતુ મારા સાળા સંજીવભાઈની તબીયત હજી સ્થિર છે અને ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે.ઓપરેશનનો ખર્ચ ડોકટરે પાંચ લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે.અને તને ખબર છે મમ્મી કે,દેવાંગીનીનો પરિવાર ગરીબ પરિસ્થિતિનો છે. તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે? અને એમાંય અઢી લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે.મારા સસરાય અત્યારે દોડધામમાં છે મમ્મી.”
રંભાબેને આનંદ સામે નજર માંડીને કહ્યું, “આનંદ! તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે? તને શરમ નથી આવતી?”
“હા મમ્મી! હું સાચું કહું છું.તેમની પરિસ્થિતિ ખરેખર આર્થિક રીતે પાંગળી છે.”-આનંદે વાત દોહરાવતાં કહ્યું.
રંભાબેને ઠપકાભાવે આનંદને કહ્યું,”દિકરા!તારી ભૂલ થાય છે.તારા સસરા ગરીબ નથી.તું એમનો જમાઈ ખરો કે નહીં?”
આનંદ સહજભાવે બોલ્યો, “હા મમ્મી! એ તો ખરૂ! “
તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે?જેમ તું આ પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જ છે.તું ઘણુંય કમાય છે તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? વળી તારા સસરાએ આપણી સામે હજી લાંબો હાથ નથી કર્યો.તું અને દેવાંગીની વહુ સાંજે ઘેર આવીને અમને સંજીવના સમાચાર આપ્યા એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સંજીવના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરીયાત વિષે પણ પુછ્યું હતું. તારા સસરાએ ચોખ્ખી ના પાડી હતી. બોલ, રૂપિયાની જરૂરિયાત હોવા છતાં સગાના નાતે હા ના ભણી એ વ્યક્તિને ગરીબ કેમ ગણવા? અને એ લોકોને ગરીબ કહીને તું દેવાંગીની વહુના હ્રદયને ઠેસ પહોંચાડી રહ્યો છે દિકરા. તારે રૂપિયાની વાત સાંજે ઘેર આવ્યો ત્યારે કહેવાની જરૂર હતી.અત્યાર સુધી રૂપિયા પહોંચાડી પણ દીધા હોત.અમારા હાથે તો રૂપિયા ના લે પણ વહુના હાથે લઈ લેત ને? “-કઠોર હ્રદયનાં રંભાબેન ભાવવાહી અવાજે બોલ્યાં.
આનંદ તો ચકળવકળ આંખે મમ્મીને જોઈ રહ્યો હતો પરંતુ દેવાંગીની તો રસોડામાંથી દોડતી આવીને જોરથી “મમ્મી” કહીને રંભાબેનના પગ આગળ ફસડાઈ પડી.
“હું અને તારા પપ્પા તો આમેય ખબર કાઢવા જવાનાં હતાં જ પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો.હું હાલ જ પાંચ લાખ રૂપિયા કાઢી આપું છું.અને દેવાંગીની વહુ તમે શા માટે વલોપાત કરો છો? અા રૂપિયા આવા સંજોગોમાં કામ ના આવે તો પછી એનો અર્થ શું?અને તમારાં મમ્મી પપ્પાને કહેજો કે, મારાં સાસુ સસરાએ ઘણા પ્રેમથી આપ્યા છે.”-રંભાબેન આટલું બોલીને દેવાંગીનીને બે પકડી હાથે પકડી ઉભી કરીને ભેટી પડ્યાં.જાણે સગી મા દિકરી ના હોય!
===================
લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*”દિકરી- બીજી મા”*

એક ગર્ભવતી પત્નીએ તેના પતિને ઉત્સુકતા સાથે પૂછ્યું:
*”શું અપેક્ષા છે, પુત્ર કે પુત્રી?”*

પતિ: મે વિચાર્યુ છે કે *”જો દીકરો જન્મશે* તો *હું તેને અભ્યાસ કરાવીશ, ગણિત શીખવીશ, તેની સાથે રમીશ, દોડીશ, તેને તરતા શીખવાડીશ, ઘણુ બધુ શીખવીશ.”*

હસતા હસતા પત્નીએ પુછયુ *”અને જો દીકરી જનમશે તો?”*
પતિએ સરસ જવાબ આપ્યો,
*”જો દીકરી જન્મે* *તો મારે તેને કંઈ શીખવવાની જરૂર નહી પડે!”*

પત્ની: *”કેમ એમ?”*
પતિ: *”દીકરી એક એવી વ્યક્તિ છે, જે મને બધુ શીખવશે. મારે શું પહેરવું*
*શું ખાવું અને શું ન ખાવું, શું કહેવું અને શું ન કહેવું, તે આ બધુજ મને શીખવશે. ટૂંકમાં, તે મારી *બીજી માતા* *તરીકે મારી સંભાળ રાખશે!*
*”જો હું જીવનમાં કંઈ ખાસ ન પણ કરી શકુ તો પણ, હું તેના માટે તેનો આદર્શ હીરો બનીશ. હું તેને કોઈક વસતૂ માટે ના પાડીશ, તો તે રાજીખુશી સમજી જશે.”*
*”તે હંમેશા વિચારશે કે મારો પતિ મારા પિતા જેવો હોવો જોઈએ.*
*દિકરી ગમે તેટલી મોટી થઈ જાય, તો પણ તે વિચારે છે કે હું તો મારા પિતાની નાની અને મીઠી ઢીંગલી છું!* *અને હા, વખત આવ્યે મારા માટે, તે આખી દુનિયાનો સામનો કરવા તૈયાર રહેશે.”*

પત્નીએ ફરી હસતાં હસતાં પૂછ્યું, “તમારો મતલબ કે માત્ર *દીકરી જ આ બધું કરશે, અને દિકરો તમારા માટે કશું નહીં કરે?”*
આના પર પતિએ સમજણભર્યા સ્વરમાં કહ્યું, *”અરે ના એવુ નથી, મારો દીકરો મારા માટે આ બધું કરશે,પણ તેણે આ બધું શીખવું પડશે, જયારે દિકરી સાથે આવું નહીં. દિકરી આ ભણતર સાથે જ જન્મે છે.*
ચિંતાના સ્વરમાં પત્નીએ કહ્યું, *”પણ શું દિકરી આખી જિંદગી તમારી સાથે રહેશે ?”*

પતિ: કહ્યું, *”ના,,, ચલ માન્યુ કે તે આજીવન મારી સાથે નહીં રહી શકે, પરંતુ દુનિયામાં તે જ્યાં પણ જશે તયારે તે મારી સાથે નહીં હોય, પણ હું તો તેની સાથે જ હોઈશ, તેના હૃદયમાં, મનમા જીવન ના છેલ્લા શ્વાસ સુધી!*

આ સાંભળી પત્ની ની આંખ માથી સુખાશ્રુ સરી પડ્યા..!

*મિત્રો,*
*સાચેજ, દીકરી તો દેવદુત જેવી હોય છે! તે આખી જિંદગી માતા પિતા સાથે સ્નેહ, પ્રેમ અને નિ:સ્વાર્થ ભાવથી જ જીવે છે !!!”*


*નમસ્કાર !*
🙏🙏🙏🙏🙏
🍁🍁🍁🍁🍁

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અમેરિકામાં એક વૃદ્ધ માણસ ને રોટલી ચોરી ના ગુના માં કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો.વૃદ્ધ વ્યક્તિ એ ચોરી સ્વીકાર કરી, અને કહ્યું હું ભૂખ્યો હતો અને ચોરી ના કરત તો હું મરી જાત.!!

જજ વૃદ્ધ વ્યક્તિ ને જણાવે છે કે, “તમે રોટલી ચોરી કરવાનો ગુનો કબૂલ કાર્યો છે એટલે હું આ ગુના માટે તમને દસ ડોલર દંડ કરવાની સજા કરું છું.
અને હું જાણું છું કે આટલી રકમ તમારી પાસે નહીં હોય એટલે આ રકમ આપના તરફ થી હું આપૂ છું.!!

કોર્ટમાં મૌન પસરી જાય છે અને જજ તેના ખિસ્સામાંથી દસ ડોલર કાઢી ને તે વૃદ્ધ માણસ તરફ થી દંડ રાષ્ટ્રીય ખજાનામાં જમા કરાવે છે…

જજ કોર્ટ માં બેઠેલ બધા વ્યક્તિઓ ને જોઈને ઊભા થાય છે અને કહે છે “હું અહીંયા કોર્ટમાં હાજર બધા લોકો ને દસ ડોલર ની સજા ફરમાવું છું કારણ કે તમે એક એવા દેશમાં રહો છો જ્યાં એક ગરીબ માણસ ને ખોરાક માટે ચોરી કરવી પડે છે……!!

કોર્ટ માં રહેલ બધા લોકો પાસે થી 480 ડોલર એકત્રિત થાય છે અને ન્યાયાધીશ તે વૃધ્ધ વ્યક્તી ને આપે છે.

આપણાં દસ રૂપિયા એટલા અગત્યના નથી હોતા જેટલા ક્યારેક નિઃસહાય લોકો માટે અગત્યના હોય છે.

પરિવર્તન માટે, આપણે આપણી જાતને બદલવી જોઈએ, કોઈની સુખનું કારણ એ સૌથી મોટી ખુશી છે……..
👌🏻👌🏻👌🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

क्लास रूम में प्रोफेसर ने एक सीरियस टॉपिक पर चर्चा
प्रारंभ की।
.😂😂😂😂😂
जैसे ही वे ब्लैकबोर्ड पर कुछ लिखने के लिए पलटे तो तभी
एक शरारती छात्र ने सीटी बजाई।
.
प्रोफेसर ने पलटकर सारी क्लास को घूरते हुए “सीटी
किसने मारी” पूछा,
लेकिन किसी ने जवाब नहीं दिया।
प्रोफेसर ने शांति से अपना सामान समेटा और आज की
क्लास समाप्त बोलकर, बाहर की तरफ बढ़े।
.
स्टूडेंट्स खुश हो गए कि, चलो अब फ्री हैं।
.
अचानक प्रोफेसर रुके, वापस अपनी टेबल पर पहुँचे और
बोले—” चलो, मैं तुम्हें एक कहानी सुनाता हूँ ,
इससे हमारे बचे हुए समय का उपयोग भी हो जाएगा। “
.
सभी स्टूडेंट्स उत्सुकता और इंटरेस्ट के साथ कहानी सुनने
लगे।
.
प्रोफेसर बोले—” कल रात मुझे नींद नहीं आ रही
थी तो मैंने सोचा कि, कार में पेट्रोल भरवाकर ले आता हूँ
जिससे सुबह मेरा समय बच जाएगा।
.
पेट्रोल पम्प से टैंक फुल कराकर मैं आधी रात को
सूनसान पड़ी सड़कों पर ड्राइव का आनंद लेने लगा।
.
अचानक एक चौराहे के कार्नर पर मुझे एक बहुत खूबसूरत
लड़की शानदार ड्रेस पहने हुए अकेली खड़ी नजर आई।
.
मैंने कार रोकी और उससे पूछा कि,
क्या मैं उसकी कोई सहायता कर सकता हूँ तो उसने कहा
कि,
उसे उसके घर ड्रॉप कर दें तो बड़ी मेहरबानी होगी।
.
मैंने सोचा नींद तो वैसे भी नहीं आ रही है ,
चलो, इसे इसके घर छोड़ देता हूँ।
.
वो मेरी बगल की सीट पर बैठी।
रास्ते में हमने बहुत बातें कीं।
वो बहुत इंटेलिजेंट थी, ढेरों
टॉपिक्स पर उसका कमाण्ड था।
.
जब कार उसके बताए एड्रेस पर पहुँची तो उतरने से
पहले वो बोली कि,
वो मेरे नेचर और व्यवहार से बेहद प्रभावित हुई है और
मुझसे प्यार करने लगी है।
.
मैं खुद भी उसे पसंद करने लगा था।
मैंने उसे बताया कि, ” मैं यूनिवर्सिटी में प्रोफेसर हूँ। “
.
वो बहुत खुश हुई
फिर उसने मुझसे मेरा मोबाइल नंबर लिया और
अपना नंबर दिया।
.
अंत में उसने बताया की, उसका भाई भी
यूनिवर्सिटी में ही पढ़ता है और उसने मुझसे
रिक्वेस्ट की कि,
मैं उसके भाई का ख़याल रखूँ।
.
मैंने कहा कि, ” तुम्हारे भाई के लिए कुछ भी करने पर
मुझे बेहद खुशी होगी।
क्या नाम है तुम्हारे भाई
का…?? “
.
इस पर लड़की ने कहा कि, ” बिना नाम बताए भी
आप उसे पहचान सकते हैं क्योंकि वो सीटी बहुत
ज्यादा और बहुत बढ़िया बजाता है। ”
.
जैसे ही प्रोफेसर ने सीटी वाली बात की तो,
तुरंत क्लास के सभी स्टूडेंट्स उस छात्र की तरफ
देखने लगे, जिसने प्रोफ़ेसर की पीठ पर सीटी
बजाई थी।
.
प्रोफेसर उस लड़के की तरफ घूमे और उसे घूरते हुए बोले-
” बेटा, मैंने अपनी पी एच डी की डिग्री,
मटर छीलकर हासिल नहीं की है,
निकल क्लास से बाहर…!! ” 😂😂😂

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રાજકારણ-એક ટૂંકીવાર્તા
1
સુરેશ અને સુરેખા ના રૂમ માથી એક કાચ નો ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો . તે સાંભળી ને સમરજિતસિંહ દોડ્યા અને જોયું તો રૂમ નો દરવાજો બંધ હતો. અંદર થી સુરેશ નો ધારદાર ધમકીભર્યો અવાજ આવતો હતો અને ધીમે અવાજે સુરેખા ના રડવાનો અને પછી ડૂસકાં ભરવાનો અવાજ સંભળાતો હતો.

સુરેશ તાડુકી રહ્યો હતો, “તને કેટલી વાર કહ્યું છે કે મારી વાત માં માથું મારવું નહીં. આ મારી અંગત વાત છે . હું એમ.એલ.એ સમરજિતસિંહ નો એક નો એક દીકરો છુ. મારે જે કરવું હોય તે કરવાની મને છૂટ છે અને તે માટે તું મને રોકવાવાળી કોણ? મારા બાપા પછી હું જ એનો ઉત્તરાધિકારી છુ . આ સમાજ માં પણ બધા મને જ ઓળખશે . તારો કોઈ ભાવ પૂછવાનું નથી. સુરેખા ડૂસકાં લેતી કહતી હતી,” પણ તમે જે ગેરકાયદેસર કામ કરો છો તેની ખબર જો બાપુજી ને પડી ગઈ તો શું થશે તેનું તમને ભાન છે.? બાપુજી ની રાજકારણ માં વ્યાપેલી સાફ છબી તમે ધોઈ નાખશો “

” તે તારે મને સમજાવવા ની જરૂર નથી . ત્રણ-ત્રણ વરહ થયા લગ્ન ને , તોય હજી ધણી ની વાત છાની રાખતા તને આવડતું નથી? સાવ નકામી બાઈ છે તું તો. ” સુરેશ નો પીતો ગયો હતો .

સમરજીતસિંહ આ બધુ જ સાંભળી રહ્યા હતા. થોડી વાર પછી પોતાની સાડી ના પાલવ થી આંસુ લૂછતી સુરેખા બહાર નીકળી . સુરેશ તો દારૂ ના નશા માં ચકચૂર થયેલો હતો એટ્લે ક્યારનો સૂઈ ગયો હતો. સસરા સમરજિત્સિંહ ને જોઈ ને સુરેખા થોડી છોભીલી પડી ગઈ અને તરત સાડી નો પાલવ માથે ઓઢી લીધો. પછી તરત રસોડા માં જતાં – જતાં બોલી,” બાપુજી તમારા માટે પાણી લાવું?” સમરજિતસિંહે હા પડી. સુરેખા ના ગાલ પર પડેલા તમાચા ના નિશાન હજી તાજા હતા એટ્લે સમરજિતસિંહે તે પારખી શક્યા અને પછી સુરેખા પાણી લઈ ને આવી એટ્લે તેણે સુરેખા ને સોફા પર બેસવા કહ્યું.

સુરેખા એ આજસુધી ક્યારેય આ રીતે સસરા સાથે મોઢા-મોઢ વાત કરી નહતી. આજ અચાનક બાપુજી શું કહવા માંગતા હતા તે સમજાતું નહતું.

સમરજીતસિંહ બોલ્યા,”બેટા સુરેખા તમે મને તમારા પિતા ની જગ્યા પર ગણો છો એટ્લે હું પણ તમને દીકરી જ માનું છુ. આજે જે વાત હું તમને કહવા જઈ રહ્યો છુ તે ધ્યાનથી સાંભળજો. .તમે આજે જ તમારો સામાન અને દાગીના લઈ ને તમારા પિયર માં જતાં રહો. સુરેશ ને હું સમજાવી દઇશ કે વહુ પિયર ગયા છે અને ક્યારે આવશે તે કહી. ને નથી ગયા . તમારો ફોન પણ મને આપી જજો . આજ પછી હું તમને બીજો મોબાઈલ ફોન મોકલીશ તેના નંબર પર તમારે મારી સાથે વાત કરવાની . સુરેશ સાથે પણ નહીં. અત્યારે હું તમને આનાથી વધારે કઈ નહીં કહું. વખતે-વખતે તમને આગળ શું કરવાનું છે તેની જાણ કરતો રહીશ. “

સુરેખા કઈ સમજી શકી નહીં. પણ સસરા સિવાય ઘર માં બીજું કોઈ હતું નહીં જેને તે પૂછી ને પગલું ભરી શકે તેથી ચૂપચાપ સસરા એ કીધું તેમ પોતાનો સામાન લઈ ને તે પિયર ચાલી નીકળી. સમરજીતસિંહે તેણે ટેક્સી ની વ્યવસ્થા કરી આપી.

2

સુરેખા ને ઘર છોડે બે વર્ષ થઈ ચૂક્યા હતા. સુરેશ એક વખત પણ તેની પૂછ-પરછ કે ખબર-અંતર જાણવા ગયો ન હતો. સુરેશ માટે સુરેખા આમ પણ બોજરૂપ હતી. સુરેશ ને તો તેના નઠારા અને નપાવટ મિત્રો સાથે જ નિસ્બત હતી. દારૂ ની મહેફિલ મંડાતી અને ખુલેયામ તમામ ગેરકાયદેસર ધંધાઓ ની ચર્ચા થતી . ડ્રગ્સ ની હેર-ફેર , અફરાન, લૂટ અને એવા અનેક ગુનાઓ માં સુરેશ સંડોવાયેલો હતો. તેણે એમ હતું કે પોતે એમ.એલ.એ સમરજીતસિંહ નો દીકરો છે એટલે કોઈ તેણે હાથ નહીં લગાડે.

પણ એક દિવસ તેનો ભ્રમ તૂટ્યો. સુરેખા તેની જિંદગી માં ફરી આવી . આ વખતે તેની પત્ની તરીકે નહીં પણ શહેર ની પી.એસ.આઈ સુરેખાસિંહ બની ને. બે વર્ષ ના ગાળા માં સુરેખાએ સસરા સમરજિતના આદેશ પર સખત મેહનત કરી ને લક્ષ્ય પાર કર્યું અને આ અધિકારી પદ તેણે મળ્યું. સુરેખા ને તેના પતિ ના ગેરકાયદેસર ધંધાઓ ની ખબર તો પહેલેથીજ હતી. તેણે પોતાના પતિ સાથે જોડાયેલા તમામ અસમાજિક તત્વો નું પગેરું મેળવી તેની ધરપકડ કરી જેમાં સુરેશ પણ સામેલ હતો. સુરેખા એ ટૂંક સમય માં શહેર ના લોકો નું દિલ જીતી લીધું. એક બાજુ ચૂંટણી ના દિવસો નજીક હતા. જેલ ના સળિયા પાછળ ધકેલાયેલા સુરેશ ને મન માં હજી ધરપત હતી કે પિતા લાગવગ નો ઉપયોગ કરી તેણે મુસીબત માથી બચાવી લેશે પણ આવું કાઇ બન્યું નહીં. પત્રકારો એ મીડિયા માં ખૂબ ઉહાપો કર્યો. એમ.એલ.એ સમરજિતસિંહ નો દીકરો ગુનેગાર છે તે એક ચોકાવનારો ખુલાસો હતો. સમરજિત તો આ વખતે સી.એમ પદ માટે ના ઉમેદવાર ગણાતા હતા તેવામાં આ ઘટના એ રાજકારણ માં ગરમ માહોલ ઊભો કરી દીધો. આ રીતે તેની સાફ છબી પર દાગ લાગેલો જોઈ ને લોકો ને આંચકો લાગ્યો. સમરજીતસિંહ ને કદાચ આ જ મોકા ની રાહ હતી.

સમરજીતસિંહે તાત્કાલિક પ્રેસ -કોન્ફરન્સ બોલાવી અને પોતે હાજર થયા. પત્રકારો સમરજીતસિંહ પર સવાલો ના પ્રહારો કરવા તૈયાર બેઠા હતા. એક પત્રકારે સવાલ કર્યો,” સમરજીતસિંહ આપ તો આ રાજ્ય ના ખ્યાતનામ નેતા છો. આ વર્ષે તો આપ પોતાના પુત્ર ને પણ ટિકિટ અપાવી ને ઉમેદવાર તરીકે જાહેર કરશો તેવી રાજકીય પાર્ટીઓ માં ચર્ચા થતી હતી. . પણ આ રીતે આપના પુત્ર નું નામ ગુનાખોરી માં ઉછળે છે તો તે બાબતે આપ શું કહેવા માંગો છો.?”તમારી પાસે આનો કોઈ જવાબ છે?

સમરજીતસિંહ બોલ્યા, “વહાલા પત્રકાર મિત્ર , તમને હું એક વાત જણાવવા માંગુ છુ કે મે મારા પુત્ર ને ખૂબ લાડ-કોડ થી ઉછેર્યો છે. હવે તે આવો ગુનેગાર થઈ જશે તેની જાણ મને પણ નહતી. આ તો આપણાં મહિલા પી.એસ.આઈ અને પોલીસ સ્ટાફ ની ચપળ કામગીરી ને કારણે મારા દીકરા નો ગુનો સાબિત થયો છે. ખેર, મને તેનો કોઈ અફસોસ નથી અને તેની સાથે મારે કોઈ નિસ્બત નથી. હવે હું જાહેર માં મારા પુત્ર ને મારા વારસદાર તરીકે અસ્વીકાર કરું છુ . તેનો મારી સંપત્તિ કે મિલકત માં કોઈ હક-હિસ્સો રહેશે નહીં. આજથી મારા ઉત્તરાધિકારી તરીકે પણ હું મારી પુત્રવધૂ સુરેખસિંહ જે એક બહાદુર પોલીસકર્મી છે તેનો સ્વીકાર કરું છુ. આગામી ચૂંટણી માં તમારી કૃપા હશે તો મારી જગ્યા પર સુરેખાસિંહ જ ઉમેદવારી નોંધાવશે અને મને વિશ્વાસ છે કે જે રીતે તમે મને સાથ અને સહકાર આપ્યો તેમ તેને પણ સહકાર આપશો. “

સમરજીતસિંહ ની વાત થી આખો હૉલ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો અને સુરેખસિંહ એ મંચ પર આવી ને સસરા ને પ્રણામ કર્યા અને રાજકારણ ની રાજ -રમત માં સામેલ થવા આગળ વધી.

લેખિકા

અંજારિયા પ્રણાલી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મીઠાભગત અને
બગથળા ગામનો ઇતિહાસ
સંકલનકાર – પ્રાણજીવન કાલરિયા.
ફૂલકુ નદીના કાંઠે આવેલ બગથળા ગામ મોરબીથી દશ કિલોમીટરના અંતરે આવેલું સંતો અને શુરવીરોનું ગામ છે. ગામની ઉગમણે ખેતશીદાદાની દેરી છે, જેમણે કુંભારની દીકરી રાજબાઇને બચાવવા દેહના બલિદાન દીધેલા. ગામના તળાવની વચ્ચે લાખોટા ઉપર ગાયોનું ધણ પાછું વાળતા બલિદાન આપેલ તેવા બગથરિયા શાખના શુરવીરની દેરી આવેલી જયાં હાલ બગથળાદાદાનું મંદિર બનેલ છે. ગામની અંદર સંત મહિદાસજીની સમાધિ છે. ભગવાન વિષ્ણુના ૧૦માં અવતારમાં પ્રગટ થનાર શ્રીનકલંકનુ મંદિર છે. આ જગ્યાએ અનેક સંત-મહંતો થઇ ગયા છે. હાલ આ નકલંક મંદિરના મહંત દામજીભગત છે. બગથળા ગામ મોરબી જિલ્લાનું પ્રથમ ક્રમાંકિત આદર્શ અંને સાક્ષરોનું ગામ છે.
આપણી આજની કથાના નાયક મીઠાભગત આ બગથળા ખાતે આવેલા પ્રખ્યાત નકલંક મંદિરના સ્થાપક હતાં. તેઓ જલારામબાપા(વિરપુર), લાલજીભગત(સાયલા), કાનડગીરિજી(ઝીંઝુડા), રામબાઇ (વવાણિયા), રાણીમા-રૂડીમા(કેરાળા), આણદાભગત (જામનગર), વીરજીભગત (ચોટીલા), દાસીજીવણ(ઘોઘાવદર), આપા ગીગા (સતાધાર) વગેરેના સમકાલીનહતાં.
મીઠાભગતે કેરાળાના રાણીમાના આશીર્વાદથી ઇ.સ. ૧૮૨૪માં આ જગ્યાનો પાયો નાખેલો. એટલી જ જુની આ જગ્યાની ગૌશાળા છે. ભુખ્યાને ભોજન અને ગાયની સેવા એ આ જગ્યાનો મંત્ર છે. આજુબાજુના ગામોમાં આ જગ્યા વર્ષોથી લોકપ્રિય છે. ખેડૂતો આ જગ્યાની ગાયો માટે ઘાસચારો નાખી જાય છે. ગાયો માટે આ જગ્યાની માલિકીની ૭૦ વીઘા જમીન છે, જેમાં ગાયો માટે ચારાનું વાવેતર કરાય છે. અહીં શુદ્ધ ગીર ગાયોનું સંવર્ધન થાય છે. ખૂબ જ સારી રીતે ગાયોની જાળવણી થાય છે. હાલમાં અહીં સોએક જેટલી ગાયોનો ઉછેર થાય છે. અહીની ગાયો (પ્રભાવતી, મહેશ્વરી) એ જિલ્લા કક્ષાએ દૂધ ઉત્પાદનમાં નંબર મેળવેલ છે. દામજીભગત ગૌભક્ત છે. બધી ગાયોને નામથી બોલાવી પોતાના હાથેથી દરરોજ રોટલીઓ ખવડાવે છે.
મીઠાભગતનો જન્મ ઇ.સ. ૧૭૯૦ (સંવત ૧૮૪૬)માં વનાળિયા ગામે કડવા પટેલના ગામી પરિવારમાં થયેલો. મીઠાભગત સાવ અભણ ખેડૂત હતાં. ઇ.સ. ૧૮૧૩ (સંવત. ૧૮૬૯)માં સૌરાષ્ટ્રમાં કારમો ઓગણોતેરિયો દુકાળ પડેલો. આ ભયંકર દુકાળમાં અનાજના અભાવે અનેક લોકો ભરખાઇ ગયેલા. દુકાળ એવો ભયંકર હતો કે લોકોએ પોતાના બાળકોને પણ નિરાધાર છોડી દીધેલા. પાલતું ગાય, ભેંસ, બળદોને કળકળતી આંતરડીએ છુટા મુકી દીધેલાં. લોકો રોજીરોટીની શોધમાં ઘરના કમાડ ખુલ્લા મુકીને સોરઠ, ગુજરાત કે સિંધમાં જતા રહેલાં. આ વખતે મીઠાભગતને આંગણે બે ભેંસ, બે ગાય અને બે બળદ હતાં. વહાલથી હાથ ફેરવી ભારે હૈયે બધાં ઢોરોને છૂટા મુકીને જુવાન મીઠો પણ પેટનો ગુજારો કરવા ગામની બહાર નીકળી જાય છે.
બીજે વર્ષે સારો વરસાદ થતાં બધા ધીરે ધીરે પરત આવી પોતપોતાની ખેતી ઉભી કરવા લાગ્યા. મીઠો પણ વનાળિયા પહોંચે છે. ઘર પડી ગયેલાં, બળદ કે સાંતી કાઇ હતા નહીં. પત્નીએ સારું ઠેકાણું મળતાં બીજું ઘર કરી લીધેલું. કોઇનો સાથ કે ઓથ પણ મળ્યો નહીં, એટલે ના છૂટકે વનાળિયા ને રામરામ કરી ફગશિયા ગામે બોપલિયા શાખના ખેડૂત દેવજીભાઈને ત્યાં સાથીપણું કરવા રહે છે.
મીઠાને સાથીપણું કરતાં બીજું વરસ ચાલતું હતું. દેવજીભાઈના ખેતરમાં મીઠાએ વાવેલ જુવાર સોળે કળાએ નીંઘલી છે. આંકળિયાળા કળશલામાં મોતી જેવા દાણાં બેઠા છે. મીઠો હાથમાં ગોફણ લઇ વૈયા ઉડાડી રહ્યો છે. વૈયાની ઉડાડી ઉડાડી થાકી જાય છે. સાંજ પડતાં વૈયા પણ ખેતરને શેઢે આવેલ વડલા પર આરામ ફરમાવે છે. વૈયાના કિલકિલાટથી વડલો ગુંજી ઉઠે છે.
મીઠો થાકીને ઉભો ઉભો વિચારે છે કે કાલે પણ આ વૈયા જુવાર ચણશે. વૈયા ઉડી જાય અને જુવાર બચી જાય તેવો રસ્તો મનમાં વિચારે છે. છેવટે વૈયાને ઉડાડવા વડલા નીચે સુકી ડાળીઓ, કાંટા, ઘાસનું તાપણું કરે છે. તાપણાના અજવાળા અને ધુમાડાથી વૈયા ઉડી જશે એમ માનીને મીઠો ઘરે જતો રહે છે. અહીં મીઠાની ગેરહાજરીમાં તાપણું ભયંકર સ્વરૂપ પકડે છે. જવાળાથી અંજાઈને વડલા પરથી વૈયા ટપોટપ આગમાં પડીને બળી મરે છે.
અજ્ઞાનતામાં મીઠાથી ઘોર મહાપાપ થઇ જાય છે. સવારે વૈયાનો ઓળો પડી ગયેલો જોઇ મીઠાની છાતી બેસી જાય છે. ચક્કર ખાઇને જમીન પર પડી જાય છે. મીઠાની આંખમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા છે. પાપનો પસ્તાવો થાય છે. ગામલોકોને ખબર પડતાં બધા ત્યાં ખેતરે ભેગા થાય છે. મરી ગયેલા વૈયાનો પથારો જોઇને મીઠા પર બધા ફિટકાર વરસાવે છે.
ગામના પુજારી સેવાદાસના કહેવાથી મીઠો વાંકાનેર પાસે મચ્છુ નદીને કાંઠે આવેલ રાણીમાં રૂડીમાંના નકલંક ધામમાં પહોંચે છે.
” ખડખડ વહેતી મચ્છુ નદી,
જેના કાંઠે કેરાળા ગામ.
પ્રગટ થયા આઇ રાણીમા,
જેને બનાવ્યા નકલંકધામ.”
રાણીમાની કૃપાથી મીઠો મીઠાભગત બને છે. રાણીમા ઉપદેશ આપે છે અને મીઠો પાપનો એકરાર કરે છે. રાણીમાને વિનંતી કરે છે કે મારા અંગેઅંગમા હજારો વીંછીની વેદના થાય છે. જલદી પાપ ધોવાય એવો રસ્તો બતાવો.
રાણીમા પાપરૂપી વૈતરણી નદી તરવા ગૌમાતાનું પુંછડું પકડવા કહે છે. મીઠો કેરાળા જગ્યામાં રહી રાણીમાના કાકા વીરાભગત સાથે ગાયોની સેવા કરે છે. વર્ષો પછી વર્ષો વીતી જાય છે.
થાવરની બીજના એક દિવસે વીરાની સાથે મીઠો દૂધની કાવડ લઈ ગેબીનાથના ભોંયરે પહોંચે છે. ગેબીનાથ મીઠાને માથે હાથ મુકી કહે છે કે, “ગતગંગા તારી રાહ જોતી હતી. તારા હાથે હજારો સંતની સેવા અને ધરમની ધજા ફરકાવવાની છે.”
ગરણી ગામના ગુરૂ મહાત્મા શ્રી વિહળદાસજી મીઠાને કંઠી બાંધે છે. કંઠી બંધાવી પરત કેરાળા આવે છે. છ એક વર્ષનાં વહાણા વીતી જાય છે. એક દિવસ વિહળદાસજી ગરણીથી કેરાળા આવેલ છે. વિહળદાસજી મીઠાને ધર્મનો રાહ ચીંધતા હોય છે ત્યારે વીરાભગત, રાણીમા, રૂડીમા, પુંજીમા અને સંતો પણ સાંભળે છે. વિહળદાસજી મીઠાને કેરાળા મુકી નવી જગ્યા બાંધવા આદેશ કરે છે. ના છૂટકે રાણીમાના મંદિરની નકલંકની ભાલાવાળી પ્રતિમા લઇ કેરાળાથી વિદાય લઈ વતનના વનાળિયા ગામે આવે છે. જુના પડી ગયેલા ઘરમાં ઓટો બનાવી નકલંકની સ્થાપના કરે છે. ગામલોકો મીઠાની નિંદા કરે છે. ધૃણા અને નફરત કરે છે. ગામનો ફીટકાર મીઠાથી સહન થતો નથી એટલે પરત કેરાળા આવે છે. રાણીમા વિચારે છે કે થોડી કચાશ રહી ગઇ છે. ફરી કેરાળામાં થોડો સમય પસાર થાય છે.
એક સવારે રાણીમા મીઠાભગતને બોલાવી ઠાકરની પ્રતિમા આપી બગથળા ગામે જવા સમજાવે છે. કહે છે, “બગથળા ગામે સંત મહીદાસના બેસણા છે. ગામ ઘણું જ ભક્તિથી રંગાયેલુ છે. ગામના લોકો સત્સંગ પ્રિય છે.”
છતાં મીઠાભગતનું મન માનતું નથી, એટલે રાણીમા કહે છે કે, “ગામના દરવાજેથી દાખલ થતાં નહીં, પણ ગામના ગોંદરેથી જજો. ગોંદરેથી આવી જ બીજી પ્રતિમા મળે તો માનજો કે રાણીના ઠાકર ભેગા છે. પરવાળેથી દાખલ થજો અને જયાં ખેસમાંથી મુર્તિ સરીને નીચે પડે ત્યાં બેસણું કરજો. મુર્તિ પર કોરીની ઢગલી થશે.”
બગથળા ગામના ગોંદરેથી પ્રતિમા મળે છે. સાંજનો સમય છે. ગોંદરેથી ઉત્તર દિશામાં ચાલતા હાલ જ્યાં મંદિર છે ત્યાં જાડી પછેડીમાંથી ઘોડાવાળી પ્રતિમાઓ સરીને નીચે પડે છે. ઉપર કોરીની ઢગલી થાય છે. અહીં જ મીઠાભગત નકલંકના બેસણા કરે છે. ઇ.સ. ૧૮૨૪ અને વિક્રમ સંવત ૧૮૮૦ના મહાસુદ પાંચમ(વસંત પંચમી) ના દિવસે સ્થાપના થાય છે. સંવત ૧૮૮૦ માં પણ ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો છે. છતાં મીઠાભગતની કૃપાથી બધાને સુખડીનો પ્રસાદ અપાય છે.
એક દિવસ ગામના ખેડૂત શામજી બાવરવાનો જુવાનજોધ દિકરો સવજી સાપના કરડવાથી મૃત્યુ પામે છે. મીઠાભગત પણ શામજીને ઘેર મોઢે થવા આવે છે. ઘરના ફળિયામાં નનામિ બંધાતી હોય છે. મૃતદેહને સ્નાન વિધિ કરાવી આખરી વિદાયના વસ્ત્રો પહેરાવતા હતા. મીઠાભગત ઘડામાથી ચોખા પાણીનો લોટો મંગાવે છે. ગામના સંત વસનદાસજી અને મહીદાસજીને પણ બોલાવે છે. સંતોની હાજરીમાં સવજીના મોઢામાં પાણી રેડે છે. સવજી આળસ મરડીને બેઠો થાય છે. અને આખી જીંદગી મંદિરમાં ટેલીયા તરીકે વિતાવે છે.
અન્ય એક કથાનક મુજબ સવજીભગતના ગુરુ કાનડગીરિજી(ઝીંઝુડા) હતાં, ગુરુઆજ્ઞાથી સવજી મીઠાભગતની જગ્યામાં સેવા કરે છે. (ઇ.સ. ૧૮૮૪ માં તેમનું અવસાન થયેલ.)
સવજી જગ્યામાં આવ્યા પછી ભગત રાજના ખાતેદાર બની જાતે ખેતી કરે છે. બે બળદ પણ રાખ્યા છે. બળદના નામ છે જય અને વિજય.
મોરબીના રાજા પ્રથુરાજજી(ઇ.સ.૧૮૨૯- ૧૮૪૬)ને આ જગ્યાનો પરચો મળતાં તેઓ નકલંકધામના પરમ ભક્ત થયેલા. નકલંકની કૃપાથી તેમને ત્યાં પારણું બંધાયેલું અને રવુભા નામે કુંવરનો જન્મ થયેલો. રવુભા ૧૮૪૬માં રાજગાદીએ આવેલા. ત્યારબાદ તેમના પુત્ર વાઘજી ઠાકોર અને વાઘજી ઠાકોરના પુત્ર લખધીરજી ઠાકોર પણ આ જગ્યાનો આદર કરતાં હતાં. મોરબીના રાજાઓએ આ જગ્યાને ભેટ આપેલ ગીર ગાયોનો વંશ હજુ જાળવવામાં આવેલ છે.
ઇ.સ.૧૮૨૯માં જીયાજી ઠાકોરનું અવસાન થતાં તેમના મોટા પુત્ર પૃથુરાજજી ગાદીએ બેઠા. એક દિવસ પૃથુરાજજી બગથળાના ઠાકરની પરીક્ષા કરવા તેમની રખાત મુલતાની ગાયિકા પ્રવિણાની સાથે બગથળા આવે છે. નકલંકના દર્શન કરી નાળિયેર અને પડો મુકી રાજા ભગત પાસે બેસે છે. રાજા કહે છે કે આ પ્રવિણાના નાકની નથ ખોવાઈ ગઈ છે. નથ શોધી આપો તો જ તમે સાચા, નહિ તો ઢોંગ સમજી સજા કરાશે.
રાજહઠ પાસે ભગત લાચાર થઇ રાજાને તેઓ લાવેલ તે નાળિયેર વધેરવા કહે છે. નાળિયેર વધેરતાં તેમાંથી પાણી વગરનો ગડગડિયો ગોટો નીકળે છે. ગોટાને સુડીથી કાપતા તેમાંથી નથ નીકળે છે. પ્રવિણા અને રાજા ભગતના ચરણોમાં ઝુકી માફી માગે છે. આ જ રીતે ભગત નગરશેઠના દિકરાને પણ જીવતો કરે છે. માળીયાના ખૂંખાર ડાકુઓ સુખડીનો પ્રસાદ ખાઇ ડાકુપણું છોડી દે છે. મહંત તુલસીદાસ મહારાજની ૫૦૦ સાધુઓની જમાત તથા કાઠિયાજી મહારાજને મીઠાભગત પરચો આપે છે.
ભગતના સમયમાં આવા અનેક કિસ્સાથી જગ્યાની ખ્યાતિ દશે દિશામાં ફેલાય છે. સંવત ૧૯૧૯ (ઇ.સ.૧૮૬૩) માં ૭૩ વર્ષની ઉંમરે મીઠાભગત સમાધિ લે છે. સમાધિ કેરાળામાં અપાય છે.
અન્ય કથાનકમાં મીઠાભગતનો જન્મ ઇ.સ.૧૭૫૧ અને મૃત્યુ ૯૭ વર્ષે ઇ.સ.૧૮૪૭ માં બતાવેલ છે.
આ જગ્યાના પુણ્ય પ્રભાવે અહીં અનેક સંતો થઇ ગયા છે. શિષ્ય પરંપરા અનુસાર આ જગ્યામાં સવજીભગત, મુળજીભગત, ધનજીભગત, ભીમા ભગત, પ્રાગજીભગત, દામજીભગત જેવા સંતોએ ભુખ્યાને રોટલો આપી ગાયોની સેવા કરી પટેલ કુળને ઉજળું કરેલ છે.
જય નકલંક ધણી.
સંકલનકાર – પ્રાણજીવન કાલરિયા ૯.૧૧.૨૦૨૨
નોંધ:- હવે પછીની કથા પણ મોરબી જિલ્લામાં અમર થઇ ગયેલાં સંતની જ હશે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार एक टीटीई (ट्रेन टिकट परीक्षक) जो मुंबई से बैंगलोर जाने वाली ट्रेन में ड्यूटी पर थे, एक सीट के नीचे छिपी एक लड़की को पकड़ लिया।

वह लगभग 13 या 14 साल की थी।

टीटीई ने लड़की से अपना टिकट दिखाने को कहा।

लड़की ने झिझकते हुए जवाब दिया कि उसके पास टिकट नहीं है।

टीटीई ने लड़की को तुरंत ट्रेन से उतरने को कहा।

अचानक, पीछे से एक आवाज आई, “मैं उसके लिए भुगतान करूंगा”।

वह श्रीमती उषा भट्टाचार्य की आवाज थी, जो पेशे से कॉलेज लेक्चरर थीं।

श्रीमती भट्टाचार्य ने लड़की के टिकट के लिए भुगतान किया और उससे अपने पास बैठने का अनुरोध किया।

उसने उससे पूछा कि उसका नाम क्या है।

“चित्रा”, लड़की ने जवाब दिया।

“कहाँ जा रहे हैं?”

“मुझे कहीं नहीं जाना है,” लड़की ने कहा।

“तो मेरे साथ आओ।” श्रीमती भट्टाचार्य ने उसे बताया।

बैंगलोर पहुंचने के बाद, श्रीमती भट्टाचार्य ने लड़की को देखभाल के लिए एक गैर सरकारी संगठन को सौंप दिया।

बाद में श्रीमती भट्टाचार्य दिल्ली चली गईं और दोनों का एक-दूसरे से संपर्क टूट गया।

लगभग 20 वर्षों के बाद श्रीमती भट्टाचार्य को एक कॉलेज में व्याख्यान देने के लिए सैन फ्रांसिस्को (यूएसए) में आमंत्रित किया गया था।

वह एक रेस्टोरेंट में खाना खा रही थी।

समाप्त होने के बाद उसने बिल मांगा, लेकिन उसे बताया गया कि बिल का भुगतान पहले ही किया जा चुका है।

जब वह पीछे मुड़ी तो उसने देखा कि एक महिला अपने पति के साथ मुस्कुरा रही है।

श्रीमती भट्टाचार्य ने दंपति से पूछा, “तुमने मेरा बिल क्यों चुकाया?”

युवती ने उत्तर दिया, “मैम, मैंने जो बिल चुकाया है, वह मुंबई से बैंगलोर की उस ट्रेन यात्रा के लिए आपने मेरे लिए भुगतान किए गए किराए की तुलना में बहुत कम है।”

दोनों महिलाओं की आंखों से आंसू छलक पड़े।

“ओह चित्रा… इट्स यू…!!!”

श्रीमती भट्टाचारी ने प्रसन्नता से चकित होकर कहा।

युवती ने एक दूसरे को गले लगाते हुए कहा, “मैम मेरा नाम अब चित्रा नहीं है।

मैं हूं सुधा मूर्ति।

और ये हैं मेरे पति… नारायण मूर्ति”।

चौंकिए मत।

आप इंफोसिस लिमिटेड की अध्यक्ष श्रीमती सुधा मूर्ति और लाखों की संख्या में इन्फोसिस सॉफ्टवेयर कंपनी की स्थापना करने वाले श्री नारायण मूर्ति की सच्ची कहानी पढ़ रहे हैं।

जी हाँ, आप दूसरों की थोड़ी सी मदद उनकी पूरी ज़िंदगी बदल सकते हैं!

“कृपया उन लोगों के लिए अच्छा करना बंद न करें जो संकट में हैं, जब यह आपकी शक्ति में है”।

आपको एक सुंदर सुखी जीवन की शुभकामनाएं!

इस कहानी में थोड़ा और गहराई में जाने पर…

अक्षता मूर्ति इस जोड़े की बेटी हैं और उन्होंने ऋषि सुनक से शादी की जो ब्रिटेन के प्रधान मंत्री हैं। 🙏अविश्वसनीय

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक गांव में बड़ी बेकारी के दिन थे.
अकाल पड़ा हुआ था और लोग बहुत मुश्किल में थे.

उसी समय एक सर्कस गुजर रहा था गांव से.

जहाँ स्कूल के एक मास्टर को नौकरी से हटा दिया गया था.

इसीलिए, उन्होंने सर्कस वालों से निवेदन किया कि मुझे भी कोई काम दे दो.

लेकिन, सर्कस के लोगों ने कहा कि सर्कस का आपको कोई अनुभव नहीं है… अतः, आपको लेना मुश्किल है.

इस पर मास्टर साहब ने प्रतिवाद करते हुए कहा कि उन्हें सर्कस का बहुत अनुभव है क्योंकि स्कूल सिवाय सर्कस के और कुछ भी नहीं है.

इसीलिए, मुझे जगह दे दो.

हालांकि, सर्कस में कोई और जगह तो न थी, लेकिन एक जगह सर्कस वालों ने खोज ली तथा उन्हें जगह दे दी गई.

और, काम यह था कि उसके शरीर पर शेर की खाल चढ़ा दी…पूरे शरीर पर… एवं, उन्हें एक शेर का काम करना था कि एक रस्सी पर उसे चलना था शेर की तरह.

थोड़ी प्रक्टिस के बाद वे चलने भी लगे जिसमें कोई खास कठिनाई नहीं आती थी.

लेकिन .. जब वे पहले ही दिन बीच रस्सी पर थे… तभी उसे दिखाई पड़ा कि उसके स्कूल के दस-पंद्रह लड़के सर्कस देखने आए हैं जो उन्हें बहुत गौर से देख रहे हैं.

यह देखकर मास्टर साहब नर्वस हो गये.

क्योंकि, मास्टर उत्पाती लड़कों को देखकर हमेशा नर्वस ही हो जाया करते हैं.

इसीलिए, वे घबड़ा गए और रस्सी से गिर पड़े.
और, वे गिरे भी वहाँ…. जहां कि चार-छह दूसरे शेर गुर्रा रहे थे, चिल्लाते एवं गरजते हुए घूम रहे थे नीचे के कठघरे में.

इसीलिए… जब मास्टर साहब शेरों के बीच में गिरे तो बहुत घबड़ा गए… और, भूल गए कि मैं शेर हूं.

तथा, इस परिस्थिति में उन्हें तुरंत याद आया कि वे तो मास्टर हैं.

इसीलिए, वे दोनों हाथ ऊंचे उठाकर चिल्लाये कि … मरा क्योंकि अब इन शेरों से बचना मुश्किल है.

अब जनता उसके उस रस्सी पर चलने से चमत्कार से उतनी चमत्कृत नहीं हुई थी.. जितनी इससे चमत्कृत हुई कि शेर आदमी की तरह बोल रहा है… दोनों हाथ उठाकर.

लेकिन, उसे इस तरह चिल्लाता देखकर बाकी एक शेर… जो पास ही गुर्रा रहा था…
उसने धीरे से कहा कि… मास्टर जी. फालतू में घबड़ाओ मत..

आप क्या सोचते हो कि आप ही अकेले बेकार हो गांव में ?
आप अकेले ही थोड़े न बेकार हो गांव में..
क्योंकि, गांव के ज्यादातर लोग तो बेकार ही हैं.

और, वे जो चार शेर नीचे घूम रहे थे… वे भी आदमी ही थे.

अब…. ये कहानी सिर्फ उस गांव के सर्कस की ही नहीं है बल्कि सेम टू सेम कहानी सोशल मीडिया की भी है.

सोशल मीडिया के लगभग सभी मित्र विद्वान भी हैं और जानकर भी.
लेकिन, समयाभाव के कारण वे कुछ लिख नहीं पाते हैं.

फिर भी… अपने विचारों को अभिव्यक्त करती पोस्ट को कॉपी करके सामाजिक चेतना के प्रति अपनी जिम्मेदारी को समझते हुए अपने वाल पर पोस्ट करते रहते हैं.

परंतु… कुछ मित्रों के ध्यान दिलाने पर वे शर्मिंदा हो जाते हैं कि ये पोस्ट मूल रूप से उनकी लिखी हुई नहीं है.

तो… मेरा ऐसे संवेदनशील मित्रों से कहना कि आपलोग बिना वजह के शर्मिंदा न हुआ करें कि आप शेरों के बीच गिर गए हैं…
क्योंकि, सोशल मीडिया अधिकांशतः कॉपी-पेस्ट पर ही चलती है और आपने अकेले ही कोई पहली बार कॉपी पेस्ट नहीं की है.

यहाँ तक कि… ढेर सारी बहुत बड़ी बड़ी id और पेज आदि तो सिर्फ कॉपी पेस्ट पर ही चलती हैं.

अतः… आपको शर्मिंदा होने की कोई जरूरत नहीं है बल्कि मेरी नजर में आप सम्मान के अधिकारी हैं जो खुद के पास समय न होते हुए भी देश और धर्म के प्रति अपनी जिम्मेदारी समझते हुए पोस्ट को समझते हैं तथा उसे अपने महत्वपूर्ण वाल पर जगह देते हैं.

वैसे… इतने लंबे चौड़े लेख के जरिए ज्ञान देने का कारण भी वही है कि…. मेरा ये पोस्ट भी कॉपी-पेस्ट ही है. 😂
(कहानी कॉपी है)

इसीलिए, मस्त रहें… बिंदास रहें एवं सेक्युलरों तथा कटेशरों को बांस करते रहें..!

जय महाकाल…!!!