Posted in स्वाध्याय

શ્રવણ માટે સ્વાધ્યાય કેન્દ્રમાં શા માટે જવાનું ?


શ્રવણ માટે સ્વાધ્યાય કેન્દ્રમાં શા માટે જવાનું ? શ્રવણની મહત્તા આપણી સંસ્કૃતિએ ભારપૂર્વક સમજાવી છે.
ભક્તિનું પહેલું પગથિયું શ્રવણ છે. સાંભળીને સ્વાધ્યાયી આત્મનિરીક્ષણ કરતો થાય, પોતાની જીવનપોથી વાંચતો થાય, અને દૈવીવિચારો સાથે પોતાના મનના વિચારો, વૃત્તિ વગેરે સરખાવે અને હળવે હળવે માણસનું જીવન બદલાતું જાય.
માત્ર વાંચવાથી વ્યક્તિનો સંબંધ જડ પુસ્તક સાથે થાય છે. જ્યારે આપણે પ.પૂ. દાદાના દૈવી વિચારો સાંભળીએ ત્યારે આપણા હૃદય સાથે પ. પૂ. દાદાના વિચારોનો જીવંત સંપર્ક થાય છે. હૃદયમાં એક પ્રકારના આંદોલનો- (Vibrations) હીલચાલ શરૂ થાય છે અને ધીમે ધીમે જીવનમાં પરિવર્તન આવતું જાય છે.
વિચારો સાંભળવાથી અને વાગોળવાથી જ્ઞાન વધે- વધે અને સાંભળેલા ઉપર વારંવાર વિચાર કરવાથી જ્ઞાનનું ઊંડાણ “સમજણ”
( Understanding ) માં ફેરવાતું જાય છે. ત્યાર પછી છેવટે અનુભૂતિ ( Realisation ) થાય
સ્વાધ્યાયમાં શ્રવણ પછી મનન કરવામાં આવે . તેનાથી જ સાંભળેલું જીવનમાં ઉતારવાનું મન થાય. સ્વાધ્યાય એટલે ગુણો જીવનમાં લાવવાનો દૃઢ સંકલ્પ ; તો જ દોષો ધીમે ધીમે દૂર થાય.
સ્વાધ્યાયી માણસ નિયમિત સમયસર સ્વાધ્યાયકેન્દ્રમાં પહોંચે છે. તે વિચારતો હોય છે કે સ્વાધ્યાય કેન્દ્રમાં ભગવાન મારી રાહ જોતા હશે. God is waiting for me.
પ પૂ દાદાજીનું વિડિયો કેન્દ્ર :
(1) પૂ. દાદાના પ્રવચનકેન્દ્રમાં જઇએ એટલે ચૈતન્ય કેન્દ્રમાં જવાનું ગણાય.
(2) પૂ. દાદાનું પ્રવચન એ તો આપણાં મનની ગુંચ, મૂંઝવણો, પ્રશ્નો વિ નો જવાબ શોધવાની જગ્યા.
(3) આપણાં મનમાં રમતા પ્રશ્નો પૂ. દાદા જ પ્રવચનમાં ઉભા કરે અને પોતે જ તેનો જવાબ આપે.
(4) પૂ. દાદાનું પ્રવચન એ તો પૂ. દાદાનો ભગવાન યોગેશ્વર સાથેનો સંવાદ છે.
(5) પ્રવચન દરમ્યાન સ્ક્રીન ઉપરથી આવતા તેજકિરણો આપણામાં પાવિત્ર્ય ઉભું કરે છે.
(6) વિડિઓકેન્દ્રમાં આપણને pure- શુધ્ધ નિર્મલ વિચારો મળતાં હોય.
(7) વિડિઓકેન્દ્ર જ્ઞાન ગંગાનો direct પ્રવાહ છે. પૂ .દાદા સામે ચાલીને મારા ગામ / વિસ્તારમાં મળવા આવે છે.
(8) વિડિઓકેન્દ્રમાં ગીતા- ઉપનિષદના વિચારોનું સાતત્યપૂર્વકનું શ્રવણ થવાથી જન્મજન્માન્તરના પાપ જેવા કે લાચારી,નિષ્ક્રિયતા, ભ્રાન્ત ભક્તિ , પ્રભુએ આપેલી શક્તિનો દુરૂપયોગ જેવાં પાપો ધોવાય છે.
(9) વિડિઓકેન્દ્રમાં થતું ચિંતન અને કથન એ પૂ .દાદાજીના ભગવાન સાથેના વૈચારીક અનુસંધાનમાંથી વહેતી ગંગા છે.
વિડિઓકેન્દ્રમાં જેટલું સાતત્ય, નિયમિતતા, એકાગ્રતાપૂર્વકનું શ્રવણ અને મનન, તેટલો વિકાસ થાય. વિડિઓકેન્દ્રમાં નિયમિતતાથી ઇશ્વરનિષ્ઠ વિચારો જીવનમાં સાકારીત કરવાની અભિલાષા જાગે છે.
(10) વિડિઓકેન્દ્રમાં નિયમિત જવાથી પૂ . દાદા સાથે આત્મિક મિલન થાય છે.
(11) પ્રવચનમાં ટોચનું વૈચારિક ઊંડાણ હોય છે. પૂ . દાદાની વાણીની પાછળ આચરણનો રણકાર હોય છે.
(12) કેન્દ્રમાં એક કલાક જવાની ટેવ ગમે તેવા પ્રલોભનોને લાત મારીને જવાથી મન ખૂબ સરસ રીતે ઘડાય છે.
(13) આપણા મનને શક્તિશાળી , વિકાસ તરફ ગતિ કરવાની શક્તિવાળું અને સંવેદનશીલ , લાગણીક્ષમ બનાવવાની પ્રેરણા મળે છે.
(14) પૂ .દાદાનો પ્રત્યેક વિચાર ભગવાનને સ્પર્શીને આવતો હોવાથી આપણો ભગવાન સાથે સ્પર્શ કરાવે છે.
(15) પૂ .દાદાનું પ્રત્યેક પ્રવચન એ તો ભગવાન સાથેની વાતચીત છે.
(16) પૂ . દાદાના મુખારવિંદ ઉપરની સિધ્ધાંત ઉપરની અનુભૂતિની સચ્ચાઈ હૃદય સોંસરી ઉતરી જાય તેવી હોય છે.
(17) પૂ .દાદાની છબી ઉપરનું તેજકિરણ આપણી આંખને પવિત્ર કરે છે.
(18) આપણે કેન્દ્રમાં વ્રત તરીકે જઇએ અને ભાવપૂર્વક, એકાગ્રતાથી સાંભળીએ તો જ જીવનમાં અસર દેખાય.
(19) પૂ .દાદાનું પ્રત્યેક પ્રવચન મન ,બુધ્ધિ અને અંતઃકરણને પવિત્ર બનાવે છે. પ.પૂ.દાદાનું પ્રવચન મન, બુધ્ધિ અને હૃદયને ( અંત:કરણને ) પ્રફુલ્લિત બનાવે છે. મન હળવાશ અનુભવે છે.
(20) પૂ . દાદાનું પ્રવચન શરુમાં અઘરું લાગે. પણ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ તેમાં રહેલો છે તેથી અઘરું તો લાગે પણ આપણે ધીરજથી, એકાગ્રતાથી, સાતત્યપૂર્વક સાંભળવું પડે. આપણે હજુ ઘણું આગળ વધવાનું છે.
(21) પ્રવચનમાં પૂ . દાદા ભગવાન સાથે વાતો કરતાં હોય તે સાંભળવા મળે એ પરમ સૌભાગ્યની વાત છે.
(22) એક કલાક્નું કેન્દ્ર આપણા 23 કલાકના શેષ જીવનને અજવાળે છે.
(23) કેન્દ્રમાં નિયમિત મળવામાં દૈવીભાતૃભાવ ( Divine Brotherhood ) જાગે છે, આત્મીયતા દૃઢ થાય છે. કેન્દ્રમાં આવેલ પ્રત્યેક માણસ પ્રભુએ મોકલેલો છે.
(24) આપણાં મનનો 3/4 ( ૭૫% ) ભાગ જે અણવપરાયેલો હોય છે, તેની ઉપર દૈવી સંસ્કાર પડે છે.
(25) પગરખાં જેમ બહાર કાઢીને સાંભળવા માટે કેન્દ્રમાં જઇએ છીએ તેમ શિક્ષિત હોવાનો, શ્રીમંત હોવાનો , સાહેબ હોવાનો અહંકાર વેગળો મુકીને સાંભળવા બેસીએ તે સ્વાધ્યાય કેન્દ્ર.
તે ચૈતન્ય કેન્દ્ર છે.
કેવળ પૂ .દાદાના પુસ્તકો ઘરે બેસીને વાંચે તે સ્વાધ્યાયી ન કહેવાય. એક પાથરણા પર સાથે બેસી શ્રવણ કરવાથી અહમ્ આઘો થાય. તેથી જ
દરેકને માટે કેન્દ્રમાં બેસવાનો આગ્રહ છે.
પ પૂ દાદાજીના પ્રવચન કેન્દ્ર નું આટલું મહત્ત્વ સમજ્યા પછી મારા પોતાના માટે વૈયક્તિક જવાબદારી / કર્તવ્ય એ બની રહે છે કે –
૧) હું કેન્દ્રના દિવસે જો મારા ગામમાં/સીટીમાં હોઉં અને ખાટલામાંથી ઊભો થઈ શકતો હોઉં તો મારે કેન્દ્રમાં અવશ્ય નિયમિત જવું જોઈએ. No excuse.
એક જ વાર કેન્દ્રમાં જવામાં ખાડો પડી જાય તો ઘણા પાછળ જતા રહેવાય છે.
૨) પ પૂ દાદા વ્યાસપીઠ પર બિરાજે તે પહેલાં મારે અવશ્ય કેન્દ્રમાં પહોંચી જવું જોઈએ.
હું Time Bound રહું.
૩) પ પૂ દાદા ના પ્રવચનમાંથી જે જેટલું અને જેવું સમજાય તે તે વિચારો નોટ ડાયરીમાં લખવા જરૂર પ્રયત્ન કરવો. સાંભળેલું પ્રવચન અઠવાડિયે લગભગ ૫૦% ભૂલી જવાય અને ૧૫ દિવસે લગભગ ૯૦% ભૂલી જવાય. તેથી જો લખ્યું હશે તો વંચાશે. બીજું કોઈ પણ તેનો ઉપયોગ કરી શકશે.
૪) કેન્દ્રમાં જતી વખતે યાદ રાખી ભગવદ્ ગીતા, પ્રાર્થના પ્રિતી, નોટ પેન લઇને જઈએ .
૫) પાર્કિંગ વ્યવસ્થાની મળેલ સૂચના અનુસરીએ.
૬ ) એક કલાક સંસારને સંપૂર્ણપણે ભૂલી જઇ દૈવી વિચારોમાં લીન થઇ મન બુદ્ધિને તેમાં પરોવવાના હોવાથી મોબાઈલ તદન વિસરી જઈએ.
એ યાદ જરૂર રહે કે – હું દાદાનો દીકરો છું. મને શું શોભે તે મારે નકકી કરવાનું છે. આ D નું પંચામૃત અવશ્ય યાદ રાખીએ.
D for
Duty
Discipline
Devotion
Dedication
Determination

Author:

Buy, sell, exchange old books

Leave a comment