ભાઈબીજ સ્પેશિયલ*
*ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, to કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે, આ જ છે તારો મામો, હવે આગળ વાંચો…*
*સમય : ઈ.સ. ૧૯૬૧.*
*અને મામાના કંઠ વચ્ચે આંટા મારતું એ અબુધ બાળક કિલકારી ઊઠ્યું:*
*‘મામાની વાત કેમ ન કરી, મા ?’*
*કેમ કરું ગગા? તારો મામો બહુ આઘો રહે છે, ઠેઠ રાજકોટમાં…’*
*‘તો આપણે રાજકોટ જાઇ મા……….’*
*‘હું એને કાગળ લખું પછી જાશું…’*
*‘મામાનું નામ તો તને આવડે છે ને ?’*
‘ *હા બેટા ! એનું નામ હેમુદાન ગઢવી છે…’ ‘તે ગઢવી તો આપણેય છયેં ને, હે, મા?’ ‘હા, દીકરા! માટે તો તારો મામો થાય ને?’*
*અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રઢ લીધી. ‘ગામનો ચોરો’ કાર્યક્રમ પૂરો થયો, અને પત્રોના જવાબ પછી* *આકાશવાણી-રાજકોટનું સરનામું બોલાયું. બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે, વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઇને હેમુભાઇ ગઢવીના નામે કાગળ લખ્યો:*
*હેમુભાઇ! મારે અને તારે આંખનીય ઓળખાણ નથી, છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે. જનમ-દ:ખણી છું,*
*નભાઇ છું, બાળોતિયાંની બળેલ છું.*
*મારે કોઇ ઓથ કે આધાર નથી, અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો. ‘નભાઇ’ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં, ભાઈ ?*
*આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે. રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું. જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે, અને એકાદ આંટો આવજે.*
*નીકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે, અને અમને માફ કરી દેજે.*
*હાંઉ વીરા! તારાં દૂધ અને દીકરા જીવે. ભૂલચૂક માફ કરજે!’*
*બાઈનો કાગળ ‘ગામનો ચોરો’ વિભાગમાં પહોંચ્યો, અને ત્યાંથી આકાશવાણીનો પટાવાળો કાગળ લઈને હેમુભાઇ ગઢવીને પહોંચાડી આવ્યો…ત્રાંસી, વાંકી લીટીઓ, છેકછાક, અને ઈયળિયા અક્ષરોવાળો કાગળ હેમુભાઇ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો, અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી, ત્યારે એની આંખો ભીની થઈ ગઈ.*
*‘ઓ હો જીતવા! દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે, અને પોતાની કલાના કવન-કથનમાં પ્રાણ પૂરવા માંગે છે, એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે… ભલે, મારી બોન!*
*હું એક વાર નહીં, સાતવાર તારો ભાઇ, ધર્મનો.*
*આ તો હજી અધૂરી વાત છે,*
*ક્લાઈમેક્સ તો હજી હવે આવશે……..*
*ત્યાર પછીની બનેલ ઘટના વધુ હ્રદયદ્રાવક છે……….*
*જુનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાનભાઈએ એ ગામને પાદર ગાડી રોકાવી, મધરાતે બેનના ઘેર ટકોરા મારી ભાણેજને ગળે લગાડ્યો, અને એ જમાનામાં મળેલ પ્રોગ્રામની રકમ રૂ.૫૦૦૦/- (આજના ૨૫ લાખ થાય.) ત્યાં મૂકતાં આવ્યા.*
*ચૂપચાપ ગાડી રાજકોટને પાદર પહોંચી, ત્યારે ચા પીવા રોકી, અને હેમુદાનભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપીયા હું તો ત્યાં બેનને આપી આવ્યો, પણ હવે તમને સાંજ સુધીમાં પૂગતા કરીશ.*
*ડાયરાનાં કલાકારોએ એક સુરે જવાબ દીધો કે, તમારી બેન ઈ અમારી બેન, અને તમે જો આ ધરતીની ઉજળિયાતનાં રખોપા કરતાં હો, તો અમારે હવે ઈ પૈસા નો ખપે. સમ છે કસુંબલ ધરતીના, જો હવે પૈસાની વાત કરી છે !!!*
*ધીરે રહીને હેમુદાનભાઈએ કહ્યું કે બીજું તો ઠીક, પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો, મારી પાસે તો જે હતા તે બધા હું બેનના ઘેર મૂકતો આવ્યો છું.*
*વાત સાંભળી રહેલ ચા વાળો આજ મોકો ભાળી ગયો. આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વહેતી ગંગામાં તેણે પણ ડૂબકી લગાવી.*
*”ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો! તમે ધરતીની આબરૂના રખોપા કરો, અને હું તમારા ચા નાં પૈસા લઉં, તો મારી માનું ધાવણ લાજે.”*
*ન તો ચા વાળાએ પૈસા લીધા, અને ના તો કલાકારોએ..અને* *કાઠિયાવાડની ધરતી ફરી એક વાર મધમધતી કરી.*
*” મિત્રો “*
*આ એ જ ” હેમુદાનભાઈ ગઢવી ” ની સત્ય ઘટના છે……*
*જેનાં નામે રાજકોટમાં હેમુ ગઢવી થીયેટર છે.*
અતુલ ગગલાની