સુત્રધાર
બપોરના સમયે એક સસલું જંગલમાં ગુફાની બહાર તેના ટાઈપરાઈટર વડે ઉતાવળમાં કંઈક ટાઈપ કરી રહ્યો હતો, ત્યારે એક શિયાળ ત્યાં આવ્યું અને સસલાને પૂછ્યું…
શિયાળ – તમે શું કરો છો?
સસલું – હું મહાનિબંધ ( thesis) લખી રહ્યો છું.
શિયાળ – ઠીક છે! તમે શેના વિશે લખો છો?
સસલું – વિષય છે – સસલું શિયાળને કેવી રીતે મારીને ખાય છે?
શિયાળ – શું બકવાસ વાત છે!! એક મૂર્ખ પણ કહેશે કે સસલું ક્યારેય શિયાળને મારીને ખાઈ શકતું નથી.
સસલું – ચાલો હું તમને પ્રત્યક્ષ બાતાવી દઉં….
આટલું કહીને સસલું શિયાળ સાથે બોડમાં પ્રવેશે છે અને થોડીવાર પછી તે શિયાળના હાડકાં લઈને પાછું આવે છે.
અને ફરીથી ટાઈપ કરવામાં વ્યસ્ત થઈ જાય છે…
થોડી વાર પછી એક વરુ ત્યાં ફરતું ફરતું આવે છે, તેણે સસલાને પૂછ્યું…
વરુ – તમે આટલું ધ્યાનથી શું ટાઈપ કરી રહ્યા છો….
સસલું – મહાનિબંધ ( thesis) લખી રહ્યો છુ.
વરુ – હા હા હા એલા, મને શેના વિશે કહો?
સસલું – વિષય છે – સસલા વરુને કેવી રીતે ખાય છે …
વરુ – ગુસ્સો કરતાં .. મૂર્ખ આવું ક્યારેય ન થઈ શકે…
સસલું – ઠીક છે!! આવો હું સાબિતી આપું.. અને કહીને તે વરુને પેલા બોડમાં લઈ ગયો…
થોડી વાર પછી સસલું વરુના હાડકા સાથે બહાર આવ્યું.અને પછી ટાઈપ કરવા લાગી ગયો…
તે જ સમયે એક રીંછ ત્યાંથી પસાર થયું, તેણે પૂછ્યું કે આ હાડકાં ક્યાંથી આવી પડ્યાં છે…આશ્ચર્ય વ્યક્ત કર્યું.
સસલાએ કહ્યું કે એક સસલાએ તેમને મારી નાખ્યા…
રીંછ હસી પડ્યું… અને કહ્યું તમે સારા જોક્સ કરો છો.. હવે મને કહો કે તમે શું લખો છો….?
સસલું – મહાનિબંધ ( thesis) લખી રહ્યો છુ… સસલાએ રીંછને કેવી રીતે મારીને ખાધું…..?
રીંછ – તમે શું કહો છો?? આ ક્યારેય ન થઈ શકે!
સસલું – ચાલો તને કરી બતાવું…….
અને સસલું રીંછને બોડમાં લઈ ગયું…..
જ્યાં એક સિંહ બેઠો હતો.
તેથી જ તમારૂ મહાનિબંધ ( thesis) કેટલું વાહિયાત કે પાયાવિહોણુ છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
મહત્વનું તે છે …
તમારો સુત્રધાર કેટલો શક્તિશાળી છે..
शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणां तथा ।
ऊहापोहोऽर्थ विज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥
શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ચિંતન, ઉહાપોહ, અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન – આ બુદ્ધિના ગુણો છે.
પ્રચલિત વાર્તાઓ
હર્ષદ અશોડીયા ક.
૮૩૬૯૧૨૩૯૩૫
