Posted in જીવન પ્રેરક વાતો અને બાળવાર્તા ના ૨૦૦૦ પુસ્તકો

यत्कृपा तमहं वन्दे


यत्कृपा तमहं वन्दे

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम् ।

यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥

જેની કૃપાથી મૂંગો બોલવા લાગે છે, લંગડા પહાડો ઓળંગે છે, તે પરમ આંનદ સ્વરૂપ માધવને હું વંદન કરું છુ.

એક ગર્ભવતી હરણ જંગલમાં બાળકને જન્મ આપવા જઈ રહી હતી. તે એકાંત સ્થળની શોધમાં ચાલી રહી હતી કે તેણે નદીના કિનારે ઊંચું અને જાડું ઘાસ જોયું. તેણીને બાળકને જન્મ આપવા માટે તે યોગ્ય સ્થાન મળ્યું.

ત્યાં પહોંચતા જ તેને પ્રસૂતિની પીડા થવા લાગી. તે જ સમયે આકાશમાં ઘનઘોર વાદળો વરસાદ માટે આતુર બન્યા હતા અને વીજળીના ચમકારા થવા લાગ્યા હતા. જ્યારે તેણે જમણી તરફ જોયું, ત્યારે એક શિકારી તેના તરફ તીર તાકી રહ્યો હતો. ગભરાઈને, બીજી તરફ ત્યાં એક ભૂખ્યો સિંહ હતો, ત્રાટકવા તૈયાર હતો. આગળ સુકા ઘાસમાં આગ લાગી હતી અને પાછળ ની તરફ જોયું તો નદીમાં ઘણું પાણી હતું.

માદા હરણ શું કરે છે? તે પ્રસૂતિની પીડાથી પરેશાન હતી. હવે શું થશે? શું હરણ બચશે? શું તે તેના બચ્ચાને જન્મ આપી શકશે? શું બચ્ચું બચશે? શું જંગલની આગ થી બધું બળી જશે? શું માદા હરણ શિકારીના તીરથી બચી શકશે? શું માદા હરણ ભૂખ્યા સિંહ માટે ખોરાક બનશે? તે એક તરફ આગ અને પાછળ નદીથી ઘેરાયેલું છે. માદા હરણ શું કરશે?

માદા હરણ પોતાને ઈશ્વર ના શરણે છોડી દઈ, તેના બાળકને જન્મ આપવા લાગી. હૃદયથી મદદ માટે ભગવાનને યાદ કરેલા. ત્યાં અચાનક વીજળી ચમકી, શિકારીની આંખો ચમકી ગઈ અને તીર છુટી ગયું. જ્યારે તેનું તીર હરણની નજીકથી પસાર થયું અને તે સિંહની આંખમાં વાગ્યું, સિંહ ગર્જના કરી અને ભાગી ગયો. ભારે વરસાદ શરૂ થયો અને જંગલની આગ ઓલવાઈ ગઈ.

હરણે એક બચ્ચાને જન્મ આપ્યો. જાણે એક વિશ્વાસને જન્મ આપ્યો.

મદદ તો ભગવાને જીવનમાં દરેકને કરી છે. બસ તેનો આ પ્રેમ કૃતજ્ઞતા પૂર્વક જીવનમાં હંમેશા યાદ રાખશું.

(શ્રી પ્રાણલાલ વ્યાસ ની કાવ્ય રચના )

એને શું કરે જમડા કાળા, જેને રામ તણા છે રખવાળા

ભક્ત પ્રહલાદને જેલ માં પૂર્યા, ઉપર દીધાં જોને તાળા;

આજે ભગતની ભેળે ભગવાન પધાર્યા, એણે પહેરાવી ફૂલડાંની માળા

ટીટોડીનાં વ્હાલે ઈંડા ઉગાર્યા, અને બિલાડીના જોને બાળા;

હવે ઊંડા જળથી ગજને ઉગાર્યો, તે’દિ પ્રભુ પધાર્યા પગપાળા

મીરાંબાઈને ઝેર હળાહળ દીધાં, રાણોજી બન્યા’તા રોષવાળા;

એ ઝેરનાં વ્હાલે અમૃત કીધાં, હે છૂટ્યાં જનમ ઝંઝાળા

“દાસ અમર” કહે તમે રાખજો ભરોસો, મેલીને ચિત્તડાનાં ચાળા;

હે શરણે આવ્યાને મારો વ્હાલો ઉગારશે, હે એ તો દિન દયાળુ દયાવાળા

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Author:

Buy, sell, exchange old books

Leave a comment