અંધકારથી પ્રકાશ તરફ
એક હતી માખી. એકદમ ગરીબ. સ્વભાવ એટલે ગંદી ચીજ ખુબ પસંદ આવે. એક વખત ગંદકીમાં પડેલો એક રૂપિયો જોયો. તલપાપડ થયેલું મન તેના પર બેસવા મજબુર થયું. તે સિક્કા પર બેસતા તેને ખુબ શ્રીમંત હોવાનો અહેસાસ થયો.
પણ તેની ખુશી વધુ ટકી સકી નહિ. કારણ તેની સામે બીજી એક માખી સો રૂપિયાની નોટ પર બેઠી હતી. તેને પણ એ હદ સુધી જવાની લાલસા થઇ. ખુબ મહેનત કરી બીજી માખી સાથે સંઘર્ષ કરી તે સો રૂપિયાની નોટ પર બેઠી.
કામનાઓ અને ઉચાઇઓ નો કોઈ અંત નથી. સો થી પાંચસો ને પાંચસોથી તેની ઉપર. હજુ ઉપર ને આ બધું પાછુ અંતહીન.
ક્યારેક થોડું મેળવવા માટે કેટલું બધું છોડવું પડે છે.
ઉડતી ઉડતી ઉચાઈઓ ની મહાત્વાકાંક્ષા માં એક વખત ભાગવત કથા માં જઈ પહોચી. પ્રવચન ચાલતું હતું. મહારાજ बृहदारण्यकोपनिषद् નો 1.3.28 શ્લોક બોલતા હતા.
ॐ असतो मा सद्गमय।
तमसो मा ज्योतिर्गमय।
मृत्योर्मामृतं गमय ॥
ॐ शान्ति शान्ति शान्तिः ॥
મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ.
મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ.
મને મૃત્યુમાંથી અમરત્વ તરફ દોરી જાઓ
ધન ના ઢગલા પર બેસી કરેલું ગુમાન, બીજાનું વધારે ધન જોતા એ તૂટી જાય છે. અને વધારે ઐશ્વર્ય ની ઉચાઈઓ ને પામવાની અભિલાષા જાગે છે. અને આ બધું કરવા કરેલું કર્મ એ આત્મા ના માટે કાઈ કામ નથી આવતું.
બસ માખી આ વિચારતા પોતાના અંધકાર માંથી છુટી દીવાના પ્રકાશ માં સમાઈ ગઈ.
માખી ને વિલીન થતા પહેલાં જ્ઞાન થઇ ગયું હતું. પૈસો ખરાબ ન હતો તેને પામવું પણ ખરાબ ન હતું. બસ એ ખરાબ રસ્તે થી આવ્યો એ ખરાબ હતું.
હે પ્રભુ તુ અમને નારાયણી લક્ષ્મી આપ.
હર્ષદ અશોડીયા ક.
૮૩૬૯૧૨૩૯૩૫
