શિક્ષક : – ભાખરા નાંગલ ડેમ ઉપર નિબંધ લખો …..
ભૂરો : – ભાખરા નાગલ ડેમ સતલજ નદી પર છે .
સતલજ નદી પંજાબમા છે .
પંજાબ સરદારો નો પ્રદેશ છે .
સરદાર પટેલ પણ સરદાર હતા .
એને ભારતના લોખંડી પુરૂષ કહેતા .
લોખંડ ટાટા વાળા બનાવે છે .
ટાટા હાથ થી કરાય છે .
એ હાથથી તાલી પણ વાગે છે .
ઠોકો તાલી એ નવજોત સિંધુ નું વાક્ય છે .
નવજોત સિંધુ એક ક્રિકેટર છે …
તેણે ક્રિકેટ સિવાય ઘણે હાથ અજમાવ્યા છે …
એ હાથ ક્રિકેટ સિવાય ક્યાંય હાલ્યો નહી …
હાથ કાનુનના લાંબા હોય છે ..
કાનુન અમારા કાકા વકીલ છે તે જાણે છે …
કાકા ને ગુલાબ બહું પસંદ છે ..
ગુલાબ ત્રણ પ્રકારના હોય છે ..
સરબત વાળુ,ખિલવાવાળુ અને ગુલકંદ વાળુ …
ગુલકંદ વાળા ગુલાબ માં ખાંડ હોય છે.
ખાંડ કીડીને બહુ ભાવે છે ..
કીડી ને સાપને વેર હોય છે …
સાપમાં કોબ્રા પ્રખ્યાત છે ..
પ્રખ્યાત સાપ આફ્રીકામાં આવેલો છે ..
આફ્રીકા યુરોપની બાજુમાં છે ..
યુરોપ ભુરીયાઓ નો દેશ છે .
.ભુરીયા ઓ શરાબ બહુ પીવે છે ..
શરાબ પી ને દરેક પતિ શેર બની જાય છે …
ચુમ્માલીસ શેર બરાબર એક મણ થાય.
એક મણ એટલે વીશ કીલો થાય ..
વીશ કીલો ઉપાડવા તાકાત જોઈએ …
એ તાકાત પંજાબીઓમાં બહું હોય છે.
એ પંજાબી ઓ પંજાબમાં રહે છે …
અને પંજાબ માં ભાખરા નાંગલ ડેમ આવેલો છે . ભારત માતા કી જય …….
😂😂😂