વાણી વાગ્ભુષણમ
केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः
न स्नानं न विलोपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता र्धायते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥
બાજુબંધ માણસને શોભિત કરતા નથી, ન તો ચંદ્ર જેવી તેજસ્વી માળા, ન સ્નાન, ન ચંદન, ન ફૂલો અને ન તો શોભે તેવા વાળ સુંદરતામાં વધારો કરે છે. માત્ર સંસ્કાર થી ધારણ કરેલી વાણી જ તેની સુંદરતા વધારે છે. સામાન્ય અલંકારો નાશ પામે છે, જયારે વાણી એ શાશ્વત આભૂષણ છે.
ગુલામીના જમાનામાં એક વેપારી પાસે ઘણા ગુલામો હતા. તેમાંથી એક લુકમાન હતો. લુકમાન માત્ર ગુલામ હતો પરંતુ તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો. તેમની ખ્યાતિ દૂર-દૂરના વિસ્તારોમાં ફેલાઈ ગઈ.
એક દિવસ તેના માલિકને આ વાતની જાણ થઈ, માલિકે લુકમાનને બોલાવ્યો અને કહ્યું- સાંભળ, તું બહુ બુદ્ધિશાળી છે. હું તારી બુદ્ધિની કસોટી કરવા માંગુ છું. જો તું પરીક્ષામાં પાસ થઇસ, તો તને ગુલામીમાંથી મુક્ત કરવામાં આવશે. સારું જા, એક મૃત બકરીને કતલ કર અને તેનો સારામાં સારો ભાગ લઇ આવ.
લુકમાને આદેશનું પાલન કર્યું અને મૃત બકરીની જીભ લાવીને માલિકની સામે મૂકી. “તું જીભ કેમ લાવ્યો?” માલિકે પૂછ્યું
લુકમાને કહ્યું- જો શરીરમાં જીભ સારી હોય તો બધું જ કામ સારું થાય છે.
માલિકે ફરી આદેશ આપ્યો અને કહ્યું – “ઠીક છે! જીભ પાછી લઈ જા અને હવે બકરીનો ખરાબ માં ખરાબ ભાગ લઇ આવ.”
લુકમાન બહાર ગયો, પરંતુ થોડી વાર પછી તે જ જીભ લાવીને ફરીથી માલિક સામે મૂકી. ફરી કારણ પૂછવા પર લુકમાને કહ્યું- જો શરીરમાં જીભ સારી ન હોય તો બધું બગડવાનો ખરાબ થવાનો સમભવ છે. તેણે આગળ કહ્યું – “માલિક વાણી દરેક માટે જન્મજાત હોય છે, પરંતુ માત્ર કોઈ જ જાણે છે કે કેવી રીતે બોલવું…શું કહેવું? શબ્દો કેવી રીતે બોલવા, ક્યારે બોલવા.. આ એક કળા બહુ ઓછા લોકો જાણે છે. એક વસ્તુમાંથી પ્રેમનો ઝરતો અને બીજી વસ્તુથી ઝઘડા થાય છે.
કડવી બાબતોએ વિશ્વમાં ઘણા સંઘર્ષો ઉભા કર્યા છે. આ જીભને કારણે દુનિયામાં ભારે હાહાકાર મચી ગયો છે. જીભ એ ત્રણ ઈંચનું હથિયાર છે જેના વડે કોઈ છ ફૂટના માણસને મારી શકે છે તો કોઈ મરનાર વ્યક્તિને જીવ આપી શકે છે. વિશ્વના તમામ જીવોમાં વાણીનું વરદાન માત્ર મનુષ્યને જ મળ્યું છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સ્વર્ગ પૃથ્વી પર આવી શકે છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો સ્વર્ગ પણ નરકમાં ફેરવાઈ શકે છે. ભારતનું વિનાશકારી મહાભારત યુદ્ધ વાણીના ખોટા ઉપયોગનું પરિણામ હતું.
तुलसी मीठे वचन ते, सुख उपजे चहुँ ओर |
वशीकरण यह मंत्र है, तजिये वचन कठोर ||
તુલસીદાસજી કહે છે કે મીઠી વાણી બોલવાથી સર્વત્ર ખુશી ફેલાઈ જાય છે અને દરેક વસ્તુ ખુસ ખુશાલ બની રહે છેછે. મીઠી વાણી બોલવાથી કોઈ પણ વ્યક્તિ કોઈને પણ વશ કરી શકે છે. એટલે હંમેશા મીઠી વાણી બોલવી જોઈએ.
હર્ષદ અશોડીયા ક.
૮૩૬૯૧૨૩૯૩૫
