🙏🏻 *હ્રદયસ્પર્શી વાત*🙏🏻
અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠેલો હું વડોદરા જવાવાળી બસની રાહ જોતો હતો. હજું બસ સ્ટેશન પર બસ આવી નહોતી. હું બાંકડા પર બેસી એક ચોપડી વોંચી રહ્યો હતો…
મારી પાસે લગભગ ૧૦ વર્ષની બાળકી આવીને બોલી :
“બાબુ પેન લઇ લો. ₹૧૦/- ની ચાર આપીશ. ખૂબ ભુખ લાગી છે. કશુંક ખાઈશ.”
તેની સાથે એક નાનકડો છોકરો પણ હતો. કદાચ તેનો નાનો ભાઈ હશે.
મેં કહ્યું :
“મારે પેન તો નથી જોઈતી.”
આગળનો તેનો પ્રશ્ન ખૂબ જ વહાલો હતો…
“તો અમે ખાઈશું કઈરીતે…..?”
મેં પુનઃ કહ્યું :
“મારે પેન નથી જોઈતી પણ તમે કશુંક ખાશો જરૂર…..”
મારી બેગમાં બિસ્કિટના બે પેકેટ હતા. મેં બેગમાંથી તે પેકેટ બહાર કાઢી બન્નેને એક એક પેકેટ પકડાવી દીધું.
મારી હેરાનગતિની હદ ના રહી જ્યારે તે બાળકીએ એક પેકેટ પરત કરતા કહ્યું :
“બાબુજી એક જ કાફી છે, અમે વહેંચીને ખાઈ લઈશું…..!”
હું હેરાન થઈ ગયો જવાબ સાંભળીને…..!
મેં ફરી કહ્યું : “રાખી લો બન્ને.”
મારા આત્માને ઝંઝોળી દીધો એ બાળકીના જવાબે…
*તેણે કહ્યું; “તો પછી આપ શું ખાશો…..?”*
👇
આ સંસારમાં કરોડો કમાનાર લોકો ઉન્નતિના નામ પર ઈન્સાનિયતને નિશાન બનાવી લખલૂટ લૂંટ ચલાવવામાં લાગેલા છે.. ત્યાં એક ભૂખી બાળકીએ
*’માનવતાની પરાકાષ્ટા’* નો પાઠ ભણાવી દીધો હતો…!
The Amazing…🙏🙏
લેખક અજ્ઞાત છે પરંતુ જેમણે પણ લખ્યું છે તેમનો ખુબ આભાર માનવો રહ્યો…
આપણી સફર ખુબજ ટુંકી છે.
🙏🏻🌹🙏🏻