Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

સગાઇ તોડવાનું કારણ
એક મધ્યમ વર્ગીય સજ્જન વ્યક્તિ નામ મુકેશભાઈ પટેલ જે એક સફળ ઉદ્યોગ સાહસિક હતા. સંતાનમાં તેને એક દીકરો હતો જે વેલ એજ્યુકેટેડ થઈને બિઝનેસમાં પીતાની સાથે હતો. જે દીકરાની ઉંમર હવે લગ્ન કરવા જેવી થઈ ચૂકી હતી. સામાજસેવી કાર્યકરો દ્વારા ચલાવાતા ગ્રુપનાં માધ્યમથી થોડા સમયમાં દીકરા નો સંબંધ નક્કી કર્યો. દિકરા-દિકરી બંનેની એકબીજા સાથે મુલાકાત અને વાતચીત બાદ સંબંધ નક્કી કર્યો હતો.
થોડા દિવસો પછી બંનેની સગાઇ કરી દેવામાં આવી અને લગ્ન એકાદ વર્ષ પછી કરીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સગાઈ થયા પછી થોડા દિવસો પછી મુકેશભાઈ કોઈ કામ અર્થે તેના વેવાઈ ના ઘરે ગયા, ત્યારે તેના વેવાણ રસોઈ કરી રહ્યા હતા બીજા બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને તેની થનારી વહુ પણ ટીવી જોઈ રહી હતી.
તેના વેવાઈ સાથે બેસીને ચા પાણી પીધા એકબીજાના ખબર અંતર પૂછ્યા અને થોડા સમય પછી મુકેશભાઈ પાછા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા.

આ વાતને લગભગ 20-25 દિવસ જેટલો સમય વિતી ગયો. ફરી પાછું એક વખત મુકેશભાઇને કોઇ કામ અર્થે પોતાના વેવાઈ ના ઘરે જવાનું થયું. ત્યાં જઈને જોયું તો સાંજનો સમય હતો વેવાણ કચરો સાફ કરી રહ્યા હતા, તેની થનારી વહુ સૂઇ રહી હતી મૂકેશભાઈને તેના વેવાઈ ના ઘરે માત્ર પાંચ મિનિટ નું જ કામ હોવાથી ત્યાંથી તે ફરી પાછા નીકળી ગયા.
એ જ દિવસે ફરી પાછું વેવાઈનું કંઈક કામ પડ્યું હોવાથી તેઓ ફરી પાછા રાત્રે વેવાઈની ઘરે ગયા અને જોયું તો બધા લોકો જમીને બેઠા હતા, બાળકો જમીને ટીવી જોઈ રહ્યા હતા. તેઓના વેવાણ રસોડામાં વાસણ સાફ કરી રહ્યા હતા. અને તેના દીકરાની થનારી વહુ ફળિયા પાસે બેસી ને પોતાના હાથમાં નેલ પોલીસ કરી રહી હતી.
મુકેશભાઈ ને પોતાનું કામ પૂરું થઈ થયું કે તુરંત ઘરે જવા નીકળી ગયા..

મૂકેશભાઈ એક દિવસ બે દિવસ એમ કરતા કરતા પાંચ દિવસ સુધી અત્યંત ઊંડાણ પૂર્વક વિચાર કરતા રહ્યા. પછી ખૂબ જ સમજી-વિચારીને તેઓએ દીકરી વાળા ના ઘરે સમાચાર પહોંચાડ્યા કે તેઓને આ સંબંધ મંજૂર નથી.
એટલે સ્વાભાવિક છે કે સામે તેનું કારણ પૂછે, કારણ પૂછતા મૂકેશભાઈએ જવાબમાં કહ્યું કે મારી દીકરા ની સગાઈ થયા પછી હું મારા વેવાઈ ના ઘરે અંદાજે ત્રણ વખત ગયો હતો. એક વખત લગભગ એકાદ મહિના પહેલાં ગયો હતો અને હમણાં પાંચ સાત દિવસ પહેલાં જ મારે કામ હોવાથી એક જ દિવસમાં બે વખત વેવાઈ ના ઘરે જવાનું થયું.
તેઓએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું હું ત્રણ વખત ગયો તે ત્રણેય વખત માત્ર વેવાણ જ ઘરકામમાં વ્યસ્ત હતા, એક વખત પણ મેં મારા દિકરાની થનારી વહુ ને ઘરકામ કરતી ન જોઈ. પહેલાના વખતમાં તો મને સામાન્ય લાગ્યું પરંતુ જ્યારે હું પછી બે વખત ગયો ત્યારે પણ મેં આવું જોયું એટલે મને થોડું અજુગતું લાગ્યું..
પછી મેં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરીને નક્કી કર્યું કે જે દીકરી પોતાની સગી માતા દરેક સમયે કામમાં વ્યસ્ત જોઈને પણ તેની મદદ કરવાનું ન વિચારે, વડીલો કરતાં નાની ઉંમરની અને જવાન થઈને પણ જો પોતે તેની માતાને ઘરકામમાં મદદ ન કરાવે એ કોઈ બીજાના ઘરે કોઈ બીજાની માતાને અથવા કોઈ અજાણ્યા પરિવાર વિશે શું કરવાની ? કે વિચારવાની?

મારે મારા દીકરા માટે એક વહુ અને મારા ઘર માટે ગ્રુહ લક્ષ્મી ની આવશ્યકતા છે, મારે કોઈ શો-પીસ નથી જોઈતો જેને સજાવીને રાખી શકાય…

એટલા માટે જ દરેક માતા-પિતાને આ વિચારવું જોઈએ અને દિકરીની નાની નાની બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ કે દીકરી આપણને ભલે ગમે તેટલી વહાલી હોય પરંતુ તેને ઘરકામ શીખડાવવું પણ જોઈએ તેમજ તેની પાસે કરાવવું પણ જોઈએ.
સમયાંતરે જરૂર પડ્યે દીકરીને ખિજાવું પણ જોઈએ, જેનાથી તેને સાસરીમાં તકલીફ ન થાય.
સંકલિત:@Harshad joshi

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s