Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

સંવેદના


લઘુકથા: સંવેદના
લેખક : દુર્ગેશ ઓઝા

લીંબુડી બહુ મોટી જગ્યામાં ફેલાઈ ગઈ હતી ને બહુ ઊંચી થઈ ગઈ હતી. પણ હવે એણે લીંબુ આપવાનાં બંધ કરી દીધાં હતાં. આમ તો એનાથી આંગણામાં છાંયો આવતો. ફિળયામાં જ હીંચકો. આ લીલોતરીને જોતાં-જોતાં હીંચકે ઝૂલવાની ને ગીતો લલકારવાની સુધીરને મજા આવતી. ક્યારેક પંખી પણ આવીને બેસે. પણ હવે લીંબુડી ફળાઉ નહોતી રહી. એમાં હવે કાંઈ કસ ન રહેતાં સુધીરે એને કાઢી નાખવાનું નક્કી કર્યું, પણ તેનાથી કપાતી નહોતી ને ડાળમાં ઠેકઠેકાણે કાંટા. એટલે તેણે બે મજૂરોને બોલાવ્યા હતા. બેયને હમણાં કોઈ કામ મળ્યું નહોતું, ને વળી એકાદ-બે કલાકના જ કામ સામે બેયને બસ્સો રૂિપયા…આવું રોજ જતું કરવું થોડું પોષાય? એટલે બેય હરખભેર…! જોકે હવે એમને િદવસના પાંચસો લેખે ત્રણ િદવસ માટે એક નવું કામ મળી રહ્યું હતું, પણ બેય પ્રામાિણક, વચનના પાકા અને કૂણી લાગણીના માણસ…એટલે બેય સવારે દસ વાગ્યે આવી પહોંચ્યા. બેય હજી તો કામ શરૂ કરે ત્યાં તો સુધીરે ફેરવી તોળ્યું. ‘ના, હવે લીંબુડી નથી કાપવી.’ ને બેય આકરા પાણીએ. ‘એક તો અમે બહુ દૂરથી આવ્યા, ને આવા નાના કામ માટે ઝટ કોઈ હા પણ ન પાડે, પણ તમે આજીજી કરી એટલે..! જ્યારે અમને અમારી મજૂરી સમયસર મળે ત્યારે જ અમારાં બાલબચ્ચાંના પેટમાં દાણો પડે સાહેબ. અમને તો મોટું કામ મળી ગ્યું’તું, પણ ગઈકાલે અમે તમારી સામે જીભ કચરી એટલે…પહેલાં તમે મોટે ઉપાડે બોલાવો ને હવે આમ…!’ બંને મજૂરો એકબીજા સામે જોઈ રહ્યા. આ તો ગધેડીય ગઈ, ને ફાિળયુંય ગ્યું. બાવાના બેય બગડ્યા. બેયની આર્થિક સ્િથતિ સાવ સાધારણ. કાયમી રોજગારીનું કોઈ સાધન નહિ. એમાં પાછો આવો ખાડો પડે એટલે પેટમાં ખાડો પડે. દુકાળમાં અધિક માસ. મજૂરો બરાબરના તપી ગયા એટલે સુધીરે સ્પષ્ટતા કરી, ‘જો ભાઈ, મેં પણ જીભ કચરી છે એટલે તમને તમારી પૂરી મજૂરી આપીશ. માટે એની િચંતા ન કરો. પણ સો વાતની એક વાત. હવે આ લીંબુડી કાપવી નથી. એ વાત હવે સાવ ભૂલી જ જાવ. લ્યો આ ચા પણ થઈ ગઈ. ચા પી લ્યો ને તમારા બસ્સો રૂિપયાય લઈને પ્રેમથી જજો બસ, હવે તો રાજી ને? હુંય આખરે માણસ છું!’ બેયને નવાઈ લાગી. માણસ આવો પણ હોય! કામ કરાવ્યા િવના…! પૂરી વાત જાણ્યા પછી બંનેએ મજૂરી લેવાની સાફ ના પડી દીધી. સુધીરે બહુ આગ્રહ કર્યો, પણ બેય મક્કમ… અંતે તેણે ધરાર એમના હાથમાં બાળબચ્ચાંના નામે સો-સો રૂિપયા પકડાવ્યા. બધા લીંબુડી સામે પ્રેમપૂર્વક જોઈ રહ્યા. પાંચ-પાંચ વરસ થયા પછી પણ સુધીર િન:સંતાન…ને ગઈ કાલથી જ ચકલીએ લીંબુડી પર માળો બાંધવાનું શરૂ કર્યું હતું; પોતાનાં આવનારાં બચ્ચાંના ઘર માટે!!

(`ફૂલછાબ’ વર્તમાનપત્ર જન્મદિન િવશેષ પૂર્તિ – 02-10-2015)

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s