Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

सत्यंवद।


सत्यं वद …..

(तैत्तिरीय उपनिषद्, शिक्षावल्ली, अनुवाक ११, मंत्र )

સાચુ જ બોલવુ

માતવ( મનુ નો પુત્ર ) નાભાનેદિષ્ઠ નામે .બાળક ગુરુ-ઝૃહે વસતો હતો અને વેદ ભણતો હતો, ત્યાં એના

મોટા ભાઇઓએ પિતાનું ધન વહેચી લીધુ તે એનો ભાગ રાખ્યો નહિ. વેદાધ્યયન કરીતે પાછો આવ્યો

એટલે એણે પૂછયું, “મારે ભાગે શુ આવ્યું !’

ભાઇએ।એ મનુ સામો હાથ કરીને કહ્યે, “ ઠરાવ આપનારા આ પચ.”

નાભાનેદિષ્ઠ પિતા આગળ આવ્યો તે કહયું, “આ કહે છે કે મારે ભાગે તમે આવ્યા.” તેના પિતા મનુ કહે, ‘કાઈ ચિન્તા નહિ, દીકરા. આ અગિરસ્‌ મહર્ષિઓ સ્વર્ગલોક પામવા યજ્ઞ સત્ર માંડીને બેઠા છે, પણુ છઠે દિવસે મૂંઝાઈ જાય છે, તારે એને આ બે સૂક્ત ગાઈ સંભળાવજે, એટલે તને સહસ્ર ગાયની દક્ષિણા દેશે.’

નાભાનેદિષ્ઠ અંગિરસો આગળ ગયો અને કહ્યું, “મેધાવાન ઋષીઓ, મારો માનવનો સ્વીકાર કરો.’

ઝષિ કહે, “ તારી મનોકામના શુ છે? માનવ કહે,“ આટલી જ, કે હુ તમને છઠા દિવસની સમઝ પાડુ ને તમે સ્વગે જાઓ ત્યારે તમારે મને હજાર ગાય દેવી.’

ત્રષિ કહે, “ ભલે.”

માનવે છઠે દિવસે સૂક્ત ગાયાં. ઋષિઓને યજ્ઞનું પ્રજ્ઞાન થયુ. એ સ્વગે ગયા તે માનવને સહસ્ર ગાય ભળાવી. ત્યાં તો કાળવસ્ત્રો ધારી પુરુષ યજ્ઞ ભૂમિએ આવ્યો, ને કહ્યું, “હું પશુપતિ રુદ્ર છું એટલે ગાય મારું ધન છે. કર્મ પૂરુ થાય તે જે વધે તે મારુ.”

માનવ કહે, “ઋષીઓ મને ગાય દેતા ગયા છે.’ રુદ્ર કહે, “ડીક છે, પણ તારા પિતાને પ્રશ્ન કર કે આ ધન કોનું છે.”

નાભાનેદિષ્ઠએ પિતા મનુ આગળ આવીને વાત કરી, તો મનુ કહે, “તે એનું જ ધન છે, પણ એ તને તે

આપશે.” |

માનવ પાછે આવ્યો તે કહ્યું, “ ભગવન, આ તમારું જ ધન છે એમ મારા પિતાએ કહ્યું. રૂદ્ર કહે, તે હુ તને જ આપુ છું જે તું આમ સત્ય ૪ બોલ્યો.”

તેથી સત્ય કલ્યાણુમાત્રનું મૂળ છે એમ જાણીને સાચુ જ ખોલવું, . .

एवं विदुषां सत्यमेव वद्तब्यम्‌ |

એતરેયાણણ ર૨: ૯

समूलो वा एष परिशुष्यति यो अनुतमभिवद्ति ।

तस्मान्नाहामि अनृतं वक्‍तुम्‌ | प्रश्नउपनिषद्‌ ६-१ ।

“જે ખોટું ખોલે છે તે મૂળસહિત સુકાઈ જાય છે, એટલે ખોટુ ખોલવું મને ન છાજે.”

વિશ્વસંહિતા – વાલજી ગોવિંદજી દેસાઈ

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

જય અને વીરુ


બે હોશિયાર કેદી ની આ વાત છે.

જય અને વીરુની. કોઈ પણ જેલ તેને બે મહિનાથી વધુ કેદ રાખી સાકી ન હતી. કોઈ ને કોઈ યુક્તિ કરી તેઓ ભાગી જતા. આ વખતે તેઓ પુનિયાની જેલમાં હતા.

બને એ ભેગા મળી એક યુક્તિ કરી. જેલરનો જે ચમચો હતો તેના કાને વાત સંભળાય એ જય અને વીરુ બને વાતો કરવા લાગ્યા. જય: “ કાન માં વાત આવી છે કે જેલ માં હથિયાર આવ્યા છે.” વીરુ: શું વાત કરે છે? “ જય: “ જેલર નું કાસળ કાઢવાનું છે.” વીરુ: “ હે ?”

જેલના એ ચમચાએ જેલરને બધી વાત કહી દીધી. જેલર ગભરાયો. જેલના બધા પહેરેદારને હથિયાર ગોતવામાં લગાડી દીધા. તેની ખુદ નો અંગ રક્ષક પણ હથિયાર ગોતવા લાગી ગયો હતો.

આ બાજુ જય અને વીરુએ લાકડાની ડાળી લીધી. જેલર ની કેબીન માં ગયા ને પીઠ પાછડ ટેકવી દીધી. જયે કીધું “ ખબરદાર જો તુ હાલ્યો છે તો, અહીજ પૂરો કરી દેશું. જરા પણ અવાજ કર્યા વગર મુખ્ય દરવાજો ખોલ.”

જેલર ધીરે ધીરે ચાલતો ગયો તેની પાછળ જય અને વીરુ. મુખ્ય દરવાજો ખુલ્યા બાદ બહાર નીકળી જઈ બહારથી બંધ કરી દીધો. અને ભાગી ગયા….

જેલર બેઠો બેઠો રડ્યા કરે ને જય વીરુ મજા કરે.

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

પુરુષાર્થ


उद्योगे नास्ति दारिद्रयं जपतो नास्ति पातकम्।

मौनेन कलहो नास्ति जागृतस्य च न भयम्॥

અર્થઃ- ઉદ્યમ કરવાથી દરિદ્રતા અને જપ કરવાથી પાપ અને  મૌન રહેવાથી કોઈ વિખવાદ થતો નથી અને જાગતા રહેવાથી એટલે કે સજાગ રહેવાથી ભય નથી રહેતો.

પુરુષાર્થ

મહેનતથી ભાગ્ય બદલી શકાય છે

માણસ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. સંકટોનો સામનો કરતા કરતા એક દિવસ તેમની ધીરજ ખૂટી ગઈ. તે શહેર છોડીને બીજે ક્યાંક જવાનું નક્કી કર્યું. જગ્યા બદલાવવાથી ભાગ્ય બદલાશે અને તે ખુશીથી જીવી શકાશે. તેણે એવું વિચાર્યું.

તેણે શહેર છોડવાની તૈયારી શરૂ કરી. તેને શહેરથી દૂર એક જગ્યા મળી અને તે પોતાનો સામાન લઈને ત્યાં ગયો. ત્યારે તેણે ઘરની બહાર એક સ્ત્રીને ઉભેલી જોઈ. તેણે પૂછ્યું, તારે શું જોઈએ છે? તેણીએ કહ્યું, તમારો સંગાથ. તેણે કહ્યું પણ મેં હવે શહેર છોડી દીધું છે. તેણીએ કહ્યું, તો શું થયું? તમે જ્યાં જશો ત્યાં હું તમારો સાથ આપીશ. તેણે પૂછ્યું પણ તમે કોણ છો?

પેલી સ્ત્રીએ કહ્યું, તમારું નસીબ. તેણે કહ્યું કે જો તમે મને છોડવા તૈયાર નથી, તો હું બીજા શહેરમાં શાં માટે જાઉં? તેણે ત્યાં રહીને પોતાનું ભાગ્ય બદલવાનું નક્કી કર્યું. તેણે સખત મહેનત શરૂ કરી. થોડા દિવસો પછી તેનું નસીબ બદલાઈ ગયું.

એક દિવસ એ જ સ્ત્રી તેને મળી અને કહ્યું, સ્થળ બદલવાથી ભાગ્ય નથી બદલાતું. તેના બદલે, મુશ્કેલીઓનો સામનો કરવા માટે ભગવાનને શક્તિ અને હિંમત માટે પૂછો. મહેનત કરતો જા, ભગવાનને હ્રદયથી બોલાવતો જા, ભગવાન તારી સાથે છે. ભગવાન તારી માટે કામ નહિ કરે પણ તારી સાથે કામ કરશે. તે ચોક્કસપણે તમને કટોકટીનો સામનો કરવાની શક્તિ આપશે.

માણસ ના પુરુષાર્થ માં એક આત્મ વિશ્વાસ અને બીજો ઈશ વિશ્વાસ માણસને સમૃદ્ધિ ને શિખર પહોચાડશે.

હર્ષદ અશોડીયા ક.

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

માતૃદેવો ભવઃ – मातृदेवोभव।


માતૃદેવો ભવઃ

એક રાત્રે એક વ્યક્તિ પોતાના રૂમમાં સૂતી હતી. અયાનક થોડોક અવાજ થતાં વ્યક્તિએ જાગીને જોયું

તો સામે યમરાજા હતા. વ્યક્તિએ ગભરાઈને પૂછ્યું : ‘અહી કેમ?’

યમરાજાએ કહ્યું : તારા માતાને લેવા આવ્યો છું. વ્યક્તિ ડરી ગયો. આંખો નમ થઈ ગઈ.

વ્યક્તિએ યમજારાને કહ્યું : મને લઈ જાવ પણ મારી માતાની જિંદગી છોડી દો. યમજારા હસતા હસતાં બોલ્યા : લેવા તો તને જ આવ્યો હતો પણ તારી પહેલા તારી માતાએ સોદો કરી લીધો અને પુત્રને બદલે પોતાનો જીવ આપવા રાજી થઈ ગઈ.

મા તે મા –

માતૃદેવો ભવઃ , પિતૃદેવો ભવઃ

-પિતાની ઈચ્છા પુરી કરવા માટે આજીવન બ્રહ્મચર્ય લેતા અને રાજનો ત્યાગ કરતાં ભીષ્મ પિતામહ અને વનમાં વિદાય થતા શ્રીરામ

-વૃદ્ધ માતા – પિતાને કાવડમાં ઉંચકીને તીર્થયાત્રા કરાવતો દિકરો શ્રવણ.

-પિતાની ઉદ્ધતાઈ સામે જંગે ચડેલી શાસ્ત્રવચનનિષ્ઠ મયણાસુંદરી.

-ભૂખી મરવા પડેલી વૃદ્ધ મા માટે દસ માઈલ દૂરથી વાટકો ભાત લાવીને ખવડાવતો દીકરો ! માએ ભાત ખાઈ લીધો અને ભૂખ્યો , થાક્યો , તરસ્યો દીકરો મૃત્યુ પામી ગયો.

આ મંત્ર ભારતીય જીવન દર્શનના તૈત્તિરીય ઉપનિષદમાં આવે છે. તૈત્તિરીય ઉપનિષદ એ 10 મુખ્ય ઉપનિષદોમાંનું એક છે. આ ઉપનિષદ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે, તેમાં કુલ 53 મંત્રો છે.

આ ઉપનિષદના એક મંત્ર મુજબ…

वेदमनूच्याचार्योऽन्तेवासिनमनुशास्ति । सत्यं वद । धर्मं चर । स्वाध्यायान्मा प्रमदः । आचार्याय प्रियं धनमाहृत्य प्रजानन्तुं मा व्यवच्छेसीः । सत्यान्न प्रमदितव्यम् । धर्मान्न प्रमदितव्यम् । कुशलान्न प्रमदितव्यम् । भूत्यै न प्रमदितव्यम् । स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ।।
(तैत्तिरीय उपनिषद्, शिक्षावल्ली, अनुवाक ११, मंत्र १)

તમારી માતાને હંમેશા દેવતા સમાન ગણો. તમારા પિતાને હંમેશા દેવતા માનો. તમારા ગુરુને હંમેશા દેવતા માનો. જે પણ મહેમાન આપણા ઘરે આવે છે તેને હંમેશા દેવતા માનીને તેનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

આદર


यः सर्वभूतप्रशमे निविष्टः सत्यो मृदुर्मानकृच्छुद्धभावः ।

अतीव स ज्ञायते ज्ञातिमध्ये महामणिर्जात्य इव प्रसन्नः ॥

જે વ્યક્તિ તમામ લોકોના કામ માટે તૈયાર છે, સાચો, દયાળુ, બધાનું આદર કરવાવાળો અને સાત્વિક સ્વભાવનો છે, તે વિશ્વના શ્રેષ્ઠ રત્ન તરીકે પૂજવામાં આવે છે.

એક ખુબ જ સુંદર સ્રી વિમાનમાં પ્રવેશી અને પોતાની સીટની શોધમાં આંખો ફેરવી રહી. તેણે જોયું કે તેની બેઠક એવી વ્યક્તિની બાજુમાં હતી. જેની પાસે બંને હાથ નથી. મહિલાએ વિકલાંગ વ્યક્તિની પાસે બેસવામાં સંકોચ અનુભવ્યો. ‘સુંદર’ મહિલાએ એરહોસ્ટેસને કહ્યું “હું આ સીટ પર આરામથી મુસાફરી કરી શકીશ નહી. કારણ કે બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિના બંને હાથ નથી. સુંદર મહિલાએ એરહોસ્ટેસને તેની સીટ બદલવાની વિનંતી કરી. અસ્વસ્થતા સાથે, એરહોસ્ટેસે પૂછ્યું, “મેડમ તમે મને કારણ કહી શકશો.. ?” “સુંદર’ મહિલાએ જવાબ આપ્યો “મને આવા લોકો પસંદ તથી. હું આવા વ્યક્તિની બાજુમાં બેસીને મુસાફરી કરી શકીશ નહી.” સુશિક્ષિત અને નમ્ર દેખાતી મહિલાની આ વાત સાંભળીને એરડોસ્ટેસ આશ્ચર્યચકિત થઈ ગઈ. મહિલાએ ફરી એકવાર એરહોસ્ટેસને આગ્રહ કર્યો કે “હું એ સીટ પર બેસી શકતી નથી. તો મને બીજી સીટ આપો “એરહોસ્ટેસ ખાલી સીટની શોધમાં ચારે તરફ નજર કરી, પણ તેને કોઈ ખાલી સીટ દેખાઈ નહિ. એરહોસ્ટેસે મહિલાને કહ્યું કે મેડમ આ ઈકોનોમી કલાસમાં કોઈ સીટ ખાલી નથી, પરંતુ પેસેન્જરોની સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે. તેથી હું પ્લેનના કેપ્ટન સાથે વાત કરૂં છું. મહેરબાની કરીને ત્યાં સુધી થોડી ધીરજ રાખો.” આટલું કહીને પરિચારિકા કેપ્ટન સાથે વાત કરવા ગઈ.

થોડા સમય પછી, રોલ કર્યા પછી, તેણે સ્ત્રીને કહ્યું “મેમ ! તમને થયેલી અસુવિધા માટે હું ખુબ જ દિલગીર છું. આ આખા પ્લેનમાં માત્ર એક સીટ ખાલી છે અને તે ફર્સ્ટ કલાસની છે. મેં અમારી ટીમ સાથે વાત કરી અને અમે એક અસાધારણ તિર્ણય લીધો. અમારી કંપનીના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પેસેન્જરને ઈકોનોમી કલાસમાંથી ફર્સ્ટ કલાસમાં શિફ્ટ કરવાનું કામ થઈ રહયું છે.”

‘સુંદર’ મહિલા ખુબ જ ખુશ હતી, પરંતુ તેણી તેની પ્રતિક્રિયા વ્યક્ત કરે અને એક શબ્દ બોલે તે પહેલાં…એરહોસ્ટેસ વિકલાંગ અને હાથ વગરના માણસ તરફ આગળ વધી અને નમ્રતાથી તેને પુછ્યું ‘“સર, શું તમે ફર્સ્ટ કલાસમાં જઈ શકો છો.. ? કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે અસંસ્કારી મુસાફર સાથે મુસાફરી કરીને પરેશન થાવ. આ સાંભળીને તમામ મુસાફરોએ તાળી પાડીને આ નિર્ણયને આવકાર્યો હતો. તે ખુબ જ સુંદર દેખાતી સ્રી હવે શરમથી આંખો ઉંચી કરી શકતી નહોતી.

પછી વિકલાંગ માણસ ઊભો થયો અને બોલ્યો, “હું એક ભૂતપૂર્વ સૈનિક છું અને એક ઓપરેશન દરમિયાન કાશ્મીર બોર્ડર પર બોમ્બ વિસ્ફોટમાં મે મારા બંને હાથ ગુમાવ્યા. સૌથી પહેલા તો જ્યારે મેં આ દેવીજીની ચર્ચા સાંભળી ત્યારે હું વિચારમાંપડી ગયો. કોની સલામતી માટે મે પણ આ જીવ જોખમમાં મુકીને હાથ ગુમાવ્યો..?” પરંતુ જયારે મેં તમારા બધાની પ્રતિક્રિયા જોઈ, હવે મને મારી જાત પર ગર્વ છે કે મેં મારા દેશ અને દેશવાસીઓ માટે મારા બંને હાથ ગુમાવ્યા છે અને એમ કહીને તે ફર્સ્ટ કલાસમાં ગયો. ‘સુંદર’ મહિલા એકદમ અપમાનમાં માથું નમાવીને સીટ પર બેઠી.

વિચારોમાં ઉદારતા ન હોય તો આવી સુંદરતાનું કોઈ મૂલ્ય નથી.