Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

પાન નલીન


ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ થયેલ ગુજરાતી ફિલ્મ
“છેલ્લો શો” નાં ડિરેક્ટર પાન નલિન વિશે જાણો..

પાન નલિન…એક એવા વ્યક્તિ કે જેની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરવા ઉત્સુક હોય

અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર
રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે.

અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા.
અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલ્વેનું ક્રોસીંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઉભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા.

ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારી વાળાને આ
છોકરા વિષે પુછ્યુ એટલે એમણે કહ્યુ , ” સાહેબ, મારો જ દિકરો છે પણ એને ભણવાનું નથી ગમતુ એટલે અહીંયા મને મદદ કરે છે.”

ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પુછ્યુ , ” બેટા , તને ભણવાનું નથી ગમતુ તો પછી શું ગમે છે ?” છોકરાએ કહ્યુ , “સાહેબ , મને ચિત્રો દોરવા ખુબ ગમે. જુઓ મારા દોરેલા આ ચિત્રો.”

સિગારેટના ખાલી બોક્સ પર દોરેલા ચિત્રો જોઇને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારી વાળા ભાઇને કહ્યુ , ” આ છોકરો તો ખુબ આગળ વધી શકે તેમ છે અમે એને જુનાગઢથી પાછા આવીએ ત્યારે અમારી સાથે લઇ જઇએ અને અમારા ખર્ચે ભણાવીએ.

છોકરાના પિતાએ આ માટે મંજુરી આપી અને શિવરાત્રીનો મેળો કરીને આવેલા આ શિક્ષકો કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે લઇ ગયા.

છોકરાને એના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે
તમામ પ્રકારની મદદ કરી. એ છોકરાએ વડોદરાથી ફાઇન આર્ટસનો કોર્સ કર્યો.

મુંબઇમાં જઇને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. આર.કે.લક્ષ્મણ સાથે રહીને કાર્ટુન સીરીઝ ‘વાગલે કી દુનિયા‘ બનાવી.

પછી તો એની પ્રતિભા ભારત પુરતી મર્યાદીત ન રહેતા ભારત બહાર પહોંચી. ફિલ્મ
બનાવવા માટેના સપના જોતો એ છોકરો આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતા-નિર્દેશક
તરીકે પ્રખ્યાત થયો.

એમનું પ્રથમ ફિલ્મ ” સમસેરા ” ૨૦૦૧ માં રીલીઝ થયું . આ ફિલ્મે તેમને ૩૦ થી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ અપાવયા . તેમણે બીબીસી ,ડીસ્કવરી ચેનલ માટે ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવી . તેમજ તેઓ એ ” આર્ટ ઓફ બીઇન્ગ ” નામની આય્રુવેદ પર ની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી

તેઓ ની ફિલ્મ વેલી ઓફ ફ્લાવર્સ વિશ્વ ના ૩૫ થી વધુ દેશો માં રીલીઝ થયા પહેલા જ વેચાઈ ચુકી હતી .આ ફિલ્મ ને IFFLA Los Angeles,ચાર નોમીનેશન જીત્યા IAAC New York ,ખાતે જીત્યા હતા જેમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર નું પણ નોમીનેશન હતું .

મિત્રો , આ વ્યક્તિ ને કદાચ આપ સૌમાંથી ઘણા જાણતા હશે

મહાનાયક અમિતાભ બચ્ચન પણ જેની સાથે કામ કરવાની મહેચ્છા રાખે છે એ ખીજડીયાના નલીનકુમાર પંડ્યા તરીકે ઓળખાતા અને હાલ ફાંસમાં રહેતા , છોકરાને આજે
દુનિયા “પાન નલીન” ( Pan Nalin ) ના નામથી ઓળખે છે.

અને પેલા અમરેલીના શિક્ષક
એટલે ડો.વસંતભાઇ પરિખ.- લેખક ?

નલીન જી ની ટ્રેજીકોમેડી સ્ક્રીપ્ટ Slightly Sane ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ નો એવોર્ડ સાઉથ કોરિયા માં જીતી ચુકી છે નલીનજી બુદ્ધ પર ફિલમ બનાવી ચુક્યા છે , અને H2O પર યુદ્ધ વાળી ફિલ્મ બનાવી ચુક્યા છે

૨૦૦૬ માં પાન નલીન ને સ્પેન દેશ નો એવોર્ડ વિદા સેના તેઓના ઇકોલોજી માં સહયોગ તરીકે આપવામાં આવ્યો હતો તેમજ ૨૦૦૭ માં ટીએમજી (ડેવિડ ફ્લીન્તસ ટ્રાઇએન્ગ્લ મીડિયા ગ્રુપ યુ.કે. )તરફથી ફિલ્મ , થીયેટર અને ડ્રામા માં વિશ્વ ના ટોપ ૫૦ એચીવર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા .

પાન નલીન ને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ માં જ્યુરી તરીકે ઘણી સેલીબ્રીટી તરીકે રાખવામાં આવ્યા હતા ; Roman Polanski, Maria de Medeiros, Jamel Debbouze, Ludivine Sagnier, David Wenham, Paz Vega, Sandrine Bonnaire and Teddy Chan.
પાન નલીન લગભગ એક માત્ર એવા ભારતીય છે જેમને બે વખત Screenwriter’s lab Equinoxe એ Ron Bass, David and Janet Peoples, James V. Hart and Shane Black સાથે આમન્ત્રણ આપવામાં આવ્યું હતું .

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s